ભરઉનાળે ગુજરાતમાં અહીં વરસ્યો ધોધમાર વરસાદ, પૂર આવતા નદી-નાળા છલકાયા, જુઓ ક્યાં કેવો માહોલ

Share this story

Heavy rains here in Gujarat during Bharunal

  • રાજ્યમાં હજુ પણ કમોસમી વરસાદ વરસતા ખેડૂતોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. કમોસમી વરસાદનાં કારણે ઘઉં. એરંડા, ધાણા, જીરૂ સહિતનાં પાકને નુકશાન થવાની ભીંતિ સેવાઈ રહી છે.

રાજ્યમાં હજુ પણ કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદ (Unseasonal Rain) વરસવાનું ચાલુ છે. દક્ષિણ ગુજરાતમાં કમોસમી વરસાદનો કહેર યથાવત્ છે તો અમરેલી (Amreli) અને રાજકોટમાં માવઠાએ માઝા મુકી છે. કમોસમી વરસાદથી ખેડૂતોની ચિંતામાં વધારો થવા પામ્યો છે.

સાવરકુંડલા ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ :

અમરેલી જિલ્લામાં કમોસમી વરસાદ વરસ્યો છે. સાવરકુંડલા ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ ખાબક્યો છે. વીજપડી,ઘાંડલા,ભમ્મર,ચીખલી ગામમાં ધોધમાર વરસાદ પડ્યો છે. ઘાંડલાની સ્થાનિક નદીમાં પૂર આવ્યું છે. કમોસમી વરસાદને લઇ નદી નાળા છલકાયા છે.

કમોસમી વરસાદનો કહેર યથાવત :

દક્ષિણ ગુજરાતમાં કમોસમી વરસાદનો કહેર યથાવત્ જોવા મળી રહ્યો છે. સુરત શહેરના વિવિધ વિસ્તારોમાં કમોસમી વરસાદ પડ્યો છે. શહેરના ઉતરાણ, વરાછા અને કાપોદરામાં વરસાદ પડ્યો છે. હવામાન વિભાગે દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી આપી છે.

4 દિવસ કમોસમી વરસાદની આગાહી :

ગુજરાતમાં આજથી 4 દિવસ કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. આજે હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે તેમજ ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદ પડી શકે છે. સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં વરસાદ થાય તેવી શક્યતાઓ છે. આગામી 5 દિવસ તાપમાનમાં વધારો નહી થાય. અમદાવાદમાં સાંજ બાદ વરસાદ થાય તેવી શક્યતાઓ છે.

આ પણ વાંચો :-