ટ્રેનમાં બરાબર મુસાફરી ટાણે જ ટિકિટ ખોવાઈ જાય તો શું કરવું ? અપનાવો આ રીત

Share this story

What to do if the ticket

  • ભારતીય રેલવે દેશના વિવિધ વિસ્તારોમાં દરરોજ કરોડો લોકોને મુસાફરી કરાવે છે.

જે લોકો ટ્રેનમાં (Train) મુસાફરી કરે છે તેઓ ભારતીય રેલવેની તમામ સુવિધાઓથી પરિચિત હોવા જોઈએ. કેટલીક વખત માહિતીના અભાવે મુસાફરોને (Passengers) મુશ્કેલીનો સામનો કરવો પડે છે. જેમ કે મુસાફરી દરમિયાન અથવા મુસાફરી પહેલાં ટિકિટ (ticket) ખોવાઈ જાય તો શું કરવું જોઈએ. આવો અમે તમને જણાવીએ કે આવી સ્થિતિમાં તમે કઈ પ્રક્રિયાથી મુસાફરી કરી શકો છો.

મુસાફરી દરમિયાન TTE તમને બિલકુલ પરેશાન કરી શકશે નહીં. આ માટે તમારે કેટલાક નિયમો જાણવાની જરૂર છે. ટિકિટ ખોવાઈ જવાના કિસ્સામાં તમારે TTEનો સંપર્ક કરવો પડશે અને તેને IRCTC એપમાં કોચ અને બર્થનો સંદેશ બતાવવો પડશે.

આ સિવાય બીજો રસ્તો એ છે કે મુસાફરી પહેલા પેસેન્જરની મુસાફરીની વિગતો એટલે કે પીએનઆર સીટ નંબર, કોચ નંબર રેલવે સાઇડમાં મેસેજ કરવામાં આવે છે. તમે તે સંદેશો TTEને બતાવીને પણ મુસાફરી કરી શકો છો.

જો તમારી પાસે મોબાઈલ અને ટિકિટ બંને નથી. તો આવી સ્થિતિમાં તમારે તાત્કાલિક TTE પાસે જવું પડશે. TTE તમને બીજી એક ટિકિટ બનાવી આપશે અને તમે તેની સાથે તમારી મુસાફરી પૂર્ણ કરી શકશો. આ માટે તમારે TTEને 50થી 100 રૂપિયાનો દંડ ભરવો પડશે.

આ પણ વાંચો :-