Sunday, Sep 14, 2025

આ 2 કપલ દરરોજ બદલે છે પાર્ટનર, એક-બીજાની પત્ની સાથે સૂવાનો Video પણ શેર કર્યો

3 Min Read

These 2 couples change partners every day

  • Married Couple Changes Partner Every Night : આ તે કેવા સંબંધ ? બંને મહિલાઓને પણ ખબર નથી કે જૈવિક રીતે તેમના બાળકોના પિતા કોણ છે. સમગ્ર મામલો જાણીને તમારું મગજ ચકરાવે ચડી જશે. તમને થશે કે દુનિયામાં આવા પણ લોકો હોય છે ?

વાઈફ સ્વેપિંગની (Wife Swapping) વાત તો તમે જરૂર સાંભળી હશે. આપણા સમાજમાં તેને ખરાબ દ્રષ્ટિથી જોવામાં આવે છે. પરંતુ કેટલાક લોકોને આ બધાથી કોઈ ફરક પડતો નથી. આજે અમે તમને એવા બે પરણિત કપલ વિશે વાત કરીશું જે દરેક રાતે પોતાના પાર્ટનરને (partner) બદલે છે. આ બંને કપલ એક સાથે રહે છે અને પોત પોતાના પરિવારનું ભરણ પોષણ કરે છે. તેમને પાર્ટનર બદલવામાં કોઈ સમસ્યા થતી નથી. બંને કપલે પોતાના ફોરસમ રિલેશન વિશે પોતે ખુલાસો કર્યો છે.

https://www.instagram.com/reel/ClhumWEpvQj/?utm_source=ig_embed&utm_campaign=loading

એલિસિયા અને ટાયલર રોઝર્સના પહેલેથી બે બાળકો હતા. લગ્નના અનેક વર્ષ બાદ આ કપલે પરણિત મિત્રો સીન અને તાયા હાર્ટલેસ સાથે એક રોમેન્ટિક સંબંધ શરૂ ક ર્યો. અમેરિકાના આ બંને કપલ 2020થી એક સાથે રહે છે. આ સંબંધને શરૂ કર્યા બાદ એલિસિયા અને તાયાએ અલગ અલગ બાળકોને જન્મ આપ્યો.

આ બંને મહિલાઓને પણ ખબર નથી કે જૈવિક રીતે બાળકોના પિતા કોણ છે. તાયાએ હાલમાં જ ટુડે ડોટ કોમને જણાવ્યું કે અમે એ સુનિશ્ચિત કરવા માટે બધુ કરવા માંગતા હતા કે દરેક એક સમાન માતા-પિતાની જેમ મહેસૂસ કરે. કોણ કયા બાળકનો જૈવિક પિતા છે તેનાથી કોઈ ફરક પડતો નથી.

આઠ સભ્યોનો આ પરિવાર હવે લેબનોન ઓરેગોનમાં રહે છે. ફેમિલી અવારનવાર પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર વીડિયો શેર ક રે છે. કપેલ ઓનલાઈન પોતાનો એક વીડિયો શેર કર્યો છે જેમાં ચારેય જણે પોતાની સૂવાની અસામાન્ય વ્યવસ્થા પણ શેર  કરી છે.

કપલે જણાવ્યું કે ટિકટોક પર 120000 અને ઈન્સ્ટાગ્રામ પર 30,000 ફોલોઅર્સ હોવા છતાં ચારેય જણે સ્વીકાર્યું કે તેમને તેમના અપરંપરાગત સંબંધો વિશે ભદ્દી ટિપ્પણીઓ પણ ઝેલવી પડે છે. ચારેય પર કેટલાક લોકો ‘ખરાબ માતા-પિતા’ હોવાનો આરોપ પણ લગાવ્યો છે.

ટાયલર અને એલિસિયાના હાલના બે બાળકો પોતાના પરિવારમાં આ ફેરફાર સાથે ખુબ સહજ છે. એલિસિયાએ ટુડે ડોટ કોમને જણાવ્યું કે ‘અમારા બાળકો પહેલેથી જાણતા હતા કે અમે સીન અને તાયાને ડેટ કરી રહ્યા છે.’ કપલે કહ્યું કે ‘અમે દરેકથી અલગ છીએ પરંતુ એ ઠીક છે. અને અમે અમારા બાળકોને એ સ્પષ્ટ કરી દીધુ છે કે તેઓ જે પણ બનવા ઈચ્છે તે થઈ શકે છે.’

આ પણ વાંચો :-

Share This Article