લો બોલો ! આ રેલ્વે સ્ટેશનની ટીવી સ્ક્રીન પર અચાનક ચાલવા લાગી Porn ફિલ્મ

Share this story

Speak up!A porn film suddenly 

  • ટીવી સ્ક્રીન પર એડલ્ટ ફિલ્મ દેખાયા બાદ પટના જંકશનના અધિકારીઓમાં પણ ખળભળાટ મચી ગયો હતો.

બિહારની (Bihar) રાજધાની પટનાના રેલ્વે સ્ટેશન (Patna Railway Station) પર રવિવારે એક એવી ઘટના ઘટી જેણે ત્યા હાજર તમામ લોકોને શરમમાં મુકી દીધા હતા. આ રેલ્વે સ્ટેશન પર સવારે 9.30 કલાકે ત્રણ મિનિટ સુધી ટીવી સ્ક્રીન પર પોર્ન (Porn) ફિલ્મો ચલાવવામાં આવી હતી. આ દ્રશ્યો જોઈને થોડીવાર માટે ત્યા હાજર લોકો આશ્ચર્યચકિત થઇ ગયા હતા કે આવું કેવી રીતે બન્યું. ટીવી સ્ક્રીન પર એડલ્ટ ફિલ્મ (Adult film) દેખાયા બાદ પટના જંકશનના અધિકારીઓમાં પણ ખળભળાટ મચી ગયો હતો.

લગભગ 3 મિનિટ સુધી એડલ્ટ ફિલ્મ ચાલીતી રહી :

પટના રેલ્વે સ્ટેશનની ટીવી સ્ક્રીન પર પોર્ન ફિલ્મો દેખાયા બાદ ત્યા હાજર અમુક લોકોએ તેનો વીડિયો બનાવી દીધો હતો અને આ વીડિયોને તેમણે સોશિયલ મીડિયામાં શેર કર્યો હતો. આ વીડિયો રેલ્વે સ્ટેશનની ટીવી સ્ક્રીન પર લગભગ 3 મિનિટ સુધી ચાલ્યો હતો.

સુત્રના જણાવ્યા અનુસાર ટીવી સ્ક્રીન પર આ વીડિયોની જાણ પટના જંકશનના અધિકારીઓને થઇ અને તેમણે ફટાફટ આ વીડિયોને બંધ કરાવ્યો. જણાવી દઇએ કે, જે સમયે અશ્લીલ વીડિયો ટેલિકાસ્ટ થયો તે સમયે પટના જંકશનના અલગ-અલગ પ્લેટફોર્મ પર મુસાફરોની ભારે ભીડ જોવા મળી હતી. ટ્રેનની રાહ જોઈને બેઠેલા લોકોએ આ વીડિયો જોઈને શરમ અનુભવવી પડી હતી.

https://twitter.com/Vershasingh26/status/1637657115371384834?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1637657115371384834%7Ctwgr%5E7ebcf4c8d97694ae455c327dfd525ad196e347db%7Ctwcon%5Es1_&ref_url=https%3A%2F%2Fwww.gujaratfirst.com%2F

એજન્સીના કંટ્રોલ રૂમમાં કર્મચારીઓ જોઈ રહ્યા હતા પોર્ન વીડિયો :

RPF ના ચોકી ઈન્ચાર્જ સુશીલ કુમારે તેમની તપાસ બાદ દાવો કર્યો હતો કે પોર્ન વીડિયો પ્લેટફોર્મ નંબર 10 પર જ ટેલિકાસ્ટ કરવામાં આવ્યો હતો. સવારે 9.56 થી 9.59 સુધી કુલ ત્રણ મિનિટનું ટેલિકાસ્ટ થયું. એજન્સીના તાબા હેઠળ જ્યારે દરોડો પાડવામાં આવ્યો ત્યારે ત્યાંના કર્મચારીઓ પોર્ન વીડિયો જોતા જોવા મળ્યા હતા. એજન્સીના કેટલાક કર્મચારીઓની અટકાયત કરવામાં આવી છે. તેમની પૂછપરછ કરવામાં આવી રહી છે. એજન્સીના માલિકને પણ બોલાવવામાં આવ્યા છે.

RPF એ કેસ દાખલ કર્યો હતો :

અહીં આ પ્રકારની ઘટનાની જાણ રેલ્વે કર્મચારીઓને થતાં જ કર્મચારીઓમાં પણ ખળભળાટ ફેલાઈ ગયો હતો. તુરંત જ ટીવીની સ્ક્રીન બંધ થઈ ગઈ. આ સાથે જ રેલ્વે પોલીસ દળે કેસ નોંધીને આગળની કાર્યવાહી શરૂ કરી છે. જાણકારી મળતા જ RPF આ ઘટના પાછળ કોઈ મસ્તી કે બેદરકારી છે કે કેમ તેની તપાસ કરી હતી. વળી, રેલ્વેનું કહેવું છે કે આ પ્રકારની ઘટના જાહેરમાં બની છે. આવું કોઈ પણ ભોગે થવું ન જોઈએ. આ ઘટના શરમજનક છે. આવી ઘટનાના કારણે મુસાફરોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.

આ પણ વાંચો :-