Aadhar PAN Link : પાન-આધાર લિંક કરવાનું કોણ લાવ્યું ? લિંક નહીં હોય તો શું થશે જાણો

Share this story

Aadhar PAN Link  

  • Aadhar PAN Link : કેમ પાન કાર્ડ અને આધાર કાર્ડ લિંક કરવું જરૂરી છે? આ અચાનક બે સરકારી પુરાવા લિંક કરાવવાનું આ લઠ્ઠું કેમ આવ્યું? તમામ સવાલોના જવાબો જાણો એક ક્લિકમાં…

સૌ કોઈ જાણે છેકે પાન કાર્ડ (Pan Card) એટલે કે આપણો પર્મેનેન્ટ એકાઉન્ટ નંબર (Permanent Account Number). જે ભારત સરકારના સૌથી મહત્ત્વના પુરાવા પૈકી એક ગણાય છે. અને કોઈપણ પ્રકારની આર્થિક લેવડદેવડ માટે આ પુરાવો સાથે હોવો અતિઆવશ્યક છે. ત્યારે હવે વાત કરીએ આધાર કાર્ડની. તો આધારકાર્ડ એટલે કે આપણે ભારતના નાગરિક છીએ તેનો સૌથી મોટો પુરાવો એટલે આધાર કાર્ડ (Aadhar Card).

ચૂંટણી કાર્ડ પહેલાં જેજે કામોમાં ઉપયોગમાં લેવાતું હતું હવે તે કામોમાં આધાર કાર્ડ માંગવામાં આવે છે. બદલે એમ કહો કે દરેક કામોમાં આધાર કાર્ડ માંગવામાં આવે છે તો પણ ચાલે. ભારતમાં વર્ષ 2012માં આધારકાર્ડ અસ્તિત્વમાં આવ્યું. ત્યારે બાદ આ અચાનક અત્યારે પાન અને આધાર લિંક કરવાનું લઠ્ઠું કોણ લાવ્યું? પાન અને આધાર કાર્ડ લિંક નહીં હોય તો શું થશે? અને આ બન્ને લિંક કઈ રીતે કરવા? કેમ આ બન્ને લિંક કરવા જરૂરી છે? આ તમામ સવાલોના જવાબો જાણવા માટે તમારે આ આર્ટિકલ વાંચવો પડશે.

ઉલ્લેખની છેકે  2012થી ભારતમાં અમલી થયેલું આધાર કાર્ડ આજકાલ સૌથી હોટ ટોપિક બની ગયો છે. જેને જુઓ આજકાલ એક જ વાત કરે છે હે, તમે પાન અને આધાર લિંક કરાવ્યું? ઈનકમ ટેક્સ વિભાગ દ્વારા એવી કડક સુચના આપવામાં આવી છે કે 31 માર્ચ સુધીમાં આ બન્ને દસ્તાવેજો લિંક નહીં કરવામાં આવે તો પાન કાર્ડ નિષ્ક્રિય થઈ જશે.

પાન-આધાર લિંક ન હોય તો 1 હજાર રૂપિયાનો દંડ ભરીને તાત્કલિક લિંક કરાવવું પડશે. આ પુરાવાઓને લિંક કરવાનો આદેશ ઈનકમ ટેક્સ વિભાગ દ્વારા આપવામાં આવ્યો છે. પાનકાર્ડ આર્થિક વ્યવહારો માટે જરૂરી ઓળખપત્ર છે. જો કે તેને લગતા બે નિયમોનું પાલન ન કરવું વ્યક્તિને ભારે પડી શકે છે. ત્યાં સુધી કે વ્યક્તિને જેલની સજા પણ થઈ શકે છે.

પાન-આધાર લિંક કરવું કેમ જરૂરી?

કોઈકને કોઈ ખામીના લીધે જેતે સમયે એક-એક વ્યક્તિને અનેક પાન કાર્ડ ઈશ્યૂ કરી દેવામાં આવ્યા હતા. અને અનેક લોકોના પાનકાર્ડ નંબર એક સમાન હોવાનું પણ સામે આવ્યું હતું. ત્યારે આ પ્રકારની ક્ષતિઓ સામે આવ્યા બાદ આ નિર્ણય લેવાયો હતો. જેમાં પાન ડેટાબેસમાં રિપીટેશનને ઘટાડવા માટે આવકવેરા વિભાગે નિર્ણય લીધો છે. આર્થિક લેવડદેવડમાં થતો મોટો ગોટાળો રોકવા માટે આ ડોક્યુમેન્ટની સાચી જાણકારી સરકાર પાસે હોવી જરૂરી છે.

થઈ શકે છે મોટો દંડ અને જેલની સજા :

આધાર અને PANને લિંક કરવાની સમયમર્યાદા હવે પૂર્ણ થવાના આરે છે. આમ કરવું હવે દરેક વ્યક્તિ માટે અનિવાર્ય છે. જો કોઈ પાનકાર્ડ ધારક સરકારના આદેશનું પાલન નહીં કરે તો તેને ભારે દંડ ભરવાની પણ નોબત આવી શકે છે.

આધાર-પાન લિંક નહીં હોય તો 10 હજારનો દંડ :

આવકવેરા વિભાગની જાહેરાત અનુસાર જો તમે 31 માર્ચ પહેલા આધાર અને PANને લિંક નહીં કરો તો તમારે 10 હજાર રૂપિયાનો દંડ ભરવો પડશે. આટલું જ નહીં, 31 માર્ચ પછી જેમના PAN અને આધાર લિંક નહીં હોય, તેમના પાન કાર્ડ બંધ થઈ જશે. જેના કારણે વ્યક્તિના PAN સંબંધિત તમામ કામ અટકી પડશે. જો તમે હજુ સુધી આ કામ કર્યું નથી. તો તમારે તુરંત આ કાર્ય પૂર્ણ કરવું જોઈએ.

બે પાન કાર્ડ બદલ જેલ થઈ શકે :

જો તમારી પાસે બે પાન કાર્ડ છે તો આમ કરવા બદલ તમારે જેલમાં જવાની નોબત આવી શકે છે. બે પાન કાર્ડ હોવા એ ગુનાહિત કૃત્ય ગણાય છે. જો તમારી પાસે બે પાન કાર્ડ છે તો તમારે એક પાન કાર્ડ સરેન્ડર કરવું પડશે. જો તમે આમ નહીં કરો તો તમને 6 મહિનાની જેલ થઈ શકે છે.

આ પણ વાંચો :-