UPI પેમેન્ટ માટે હવે નહીં પડે સ્માર્ટફોનની જરૂર, આંગળીના ઈશારે થશે ઓનલાઈન ટ્રાન્ઝેક્શન

Share this story

Smartphones are no longer needed for UPI payments

  • ટેક્નોલોજી સાથે જોડાયેલી વસ્તુઓ નાની અને સરળ બનાવવામાં આવી રહી છે. ઈયરફોન, ઘડિયાળો અને ફિટનેસ ટ્રેકર્સ તો ઠીક પણ હવે આવી ગઈ છે સ્માર્ટ રિંગ.

ટેકનોલોજીમાં (Technology) સતત વિકાસ થઈ રહ્યો છે. એક સમય હતો જ્યારે કોમ્પ્યુટર રૂમ જેટલા કદના હતા અને ધીરે ધીરે સમય વિત્યો નવી ટેક્નોલોજી આવી અને કોમ્પ્યુટર પહેલા ડેસ્કટોપ અને પછી લેપટોપમાં ફેરવાઈ ગયું. જો કે આટલું જ નહીં હાલ લેપટોપ પર કરવામાં આવતા ઘણા કાર્યો સ્માર્ટફોનમાં (smartphone) રજૂ કરવામાં આવી રહ્યા છે અને લોકો સ્માર્ટફોનનો ઉપયોગ કરવા લાગ્યા.

ટેક્નોલોજી સાથે જોડાયેલી વસ્તુઓ નાની અને સરળ બનાવવામાં આવી રહી છે. જેમાં ઈયરફોન, ઘડિયાળો અને ફિટનેસ ટ્રેકર્સનો પણ સમાવેશ થાય છે. એ જ રીતે હવે સ્માર્ટ રિંગ પણ આવી ગઈ છે જેની મદદથી યુઝર્સ UPI પેમેન્ટ કરી શકે છે. આવો જાણીએ તેના વિશે..

સ્માર્ટ રીંગ કેમ બનાવવામાં આવી?

Acemoney નામના સ્ટાર્ટઅપે હાલમાં જ તિરુવનંતપુરમમાં કેરળ સ્ટાર્ટઅપ મિશનના સ્ટાર્ટઅપ કોન્ક્લેવમાં તેની સ્માર્ટ રિંગ રજૂ કરી હતી અને આ રિંગને રજૂ કરતી વખતે, કંપનીએ કહ્યું હતું કે સ્માર્ટ રિંગ પાછળનો ખ્યાલ એકદમ સિમ્પલ છે. તેનો હેતુ NFC નો ઉપયોગ કરતાં યુઝર્સને તેમના કાર્ડ, વોલેટ અથવા ફોન ન હોવા પર પણ લેવડ-દેવડ કરી શકે. વધુમાં જણાવવામાં આવ્યું હતું કે આ રીંગ ખાસ એવા સમય માટે બનાવવામાં આવી છે. જ્યારે કોઈ વ્યક્તિ પોતાનો ફોન અથવા એટીએમ કાર્ડ લાવવાનું ભૂલી જાય છે.

સ્માર્ટ રીંગના ફીચર્સ :

સ્માર્ટ રીંગ ઝીરકોનીયા સિરામિકમાંથી બનાવવામાં આવી છે. તે હાઈપોઅલર્જેનિક છે  તેમજ વોટરપ્રૂફ છે. આ સાથે જ તેને કોઈ પણ ઋતુમાં પહેરી શકાય છે. જો કે આ રિંગમાં કોઈ બેટરી કે ચાર્જિંગ કમ્પોનન્ટ આપવામાં આવ્યું નથી, તેથી તમારે તમારી સાથે ચાર્જર લઈ જવાની જરૂર રહેશે નહીં. આ રિંગ NFC-સક્ષમ છે. આનો અર્થ એ છે કે તે બ્લૂટૂથ કનેક્શન પર પણ નિર્ભર નથી.

ઉપયોગ કરવાની રીત :

આ રિંગને ઈનેબલ કરવા માટે તમારે તમારા ફોન પર Acemoney એપ્લિકેશન ડાઉનલોડ કરવાની અને ચુકવણી કરવા માટે તમારા ડિજિટલ વોલેટમાં નાણાં ઉમેરવાની જરૂર છે. એપ્લિકેશન પર આગળ વ્યક્તિએ રિંગમાં ફંડ ટ્રાન્સફર કરવા માટે “કોન્ટેક લેસ” સક્ષમ કરવાની જરૂર છે. આ પ્રક્રિયા પૂર્ણ થયા પછી તમારે ચુકવણી કરવા માટે તમારો ફોન તમારી સાથે રાખવાની જરૂર નથી.

આ રીંગનો ઉપયોગ કરતી વખતે પેમેન્ટ માટે જમણા હાથનો ઉપયોગ કરવો પડશે અને એ માટે તમારે તમારી આંગળીઓને એવી રીતે વાળવી પડશે કે જાણે તમે કોઈ દરવાજો ખટખટાવતા હોવ. પેમેન્ટ ટર્મિનલ પર તમારી આંગળી મૂકો. બીપ અવાજ આવે ત્યાં સુધી રાહ જુઓ.

આ પણ વાંચો :-