‘પાટીદારો ડોલર કમાવવામાં શૂરા’, આ મહેણું ગુજરાતી યુવકે USમાં ભાગ્યું !

Share this story

Patidars start earning dollars

  • બારડોલીના એક નવયુવાનની લીડર શીપમાં દુનિયાના પ્રથમ હાઈડ્રોજન વિમાનનું નિર્માણ કરવામાં આવ્યું અને તેની સફળ ટ્રાયલ પણ લેવામાં આવ્યું છે. હાઈડ્રોજનના ઇંધણ તરીકેના વપરાશથી વાયુ પ્રદૂષણમાં મોટા પ્રમાણ ઘટાડો કરવામાં સફળતા મળશે.

ફરી એકવાર એક ગુજરાતના (Gujarat) યુવાને ગુજરાતનો ડંકો દુનિયાભરમાં વગાડ્યો છે. બારડોલીના એક નવયુવાનની લીડર શીપમાં દુનિયાના પ્રથમ હાઈડ્રોજન (Hydrogen) વિમાનનું નિર્માણ કરવામાં આવ્યું અને તેની સફળ ટ્રાયલ પણ લેવામાં આવ્યું છે. હાઈડ્રોજનના ઇંધણ તરીકેના વપરાશથી વાયુ પ્રદૂષણમાં (Air pollution) મોટા પ્રમાણ ઘટાડો કરવામાં સફળતા મળશે.

અમેરિકાના (America) લોસ એન્જેલસ શહેરમાં ત્રીજી માર્ચે એક ઐતિહાસિક ઘટના બની અને દુનિયામાં પ્રથમ વાર હાઈડ્રોજન ઇંધણથી વિમાન ચલાવવામાં આવ્યું અને આ સફળ પરીક્ષણ કર્યું. અમેરિકાની યુનિવર્સલ હાઈડ્રોજન કંપનીએ (Universal Hydrogen Company) અને આ વિમાન બનાવનાર કંપનીમાં કામ કરતી ટીમનો લીડર હતો એક ગુજરાતી.

જી હા ફેનિલ પટેલ નામનો મૂળ મહુવા તાલુકાના અનાવલ ગામનો પરંતુ બારડોલીમાં (Bardoli) પરિવાર સાથે રહેતો યુવાન વર્ષ 2015માં અમેરિકાની ધરતી પર પગ મુકનાર ફેનિલ પટેલ ખુબ જ સ્વછંદી યુવાન છે. પહેલેથી જ કંઇક કરી બતાવવાનો અને દેશને ગૌરવ અપાવવાનો અભિગમ હતો.

No description available.

કંપની ઘણા સમયથી હાઈડ્રોજન વિમાન બનાવવાનો વિચાર કરી રહી હતી અને આખરે કંપનીને વિમાન બનાવવામાં સફળતા પણ મળી. ફેનિલ પટેલની આગેવાનીમાં કંપનીએ એક હાઈડ્રોજન અને પેટ્રોલ બંનેથી ચાલતું એક વિમાન બનાવી લીધું અને ફેનીલના જન્મ દિવસે 3જી માર્ચના રોજ સફળ પરીક્ષણ પણ કરી લીધું. પરીક્ષણ બાદ હાલ આ વિમાન ટુંકા અંતર માટે બનવવામાં આવશે. હાઈડ્રોજનથી ચાલતા વિમાનથી વાયુ પ્રદુષણથી દુનિયાને ચોક્કસ ફાયદો થશે.

ગુજરાતીઓએ હંમેશા દેશમાં કે વિદેશમાં દેશને ગૌરવ અપાવવાનું કામ કર્યું છે અને પોતાની પ્રતિભા થાકી દેશ અને દુનિયામાં ડંકો વગાડતા આવ્યા છે. આવી જ રીતે ગુજરાતના એક ગામડાના નવ યુવાને વધુ એક વખત ગૌરવ અપાવવાનું કામ કર્યું છે. હાઈડ્રોજનને ઇંધણ તરીકે વાપરવું એ દુનિયાના દરેક દેશનું સ્વપ્ન છે. અને દુનિયાના દેશો આ ટેકનોલોજી પર કામ કરી રહ્યા છે ત્યારે અમેરિકાની જે કંપનીને સફળતા મળી છે એ તેમાં મહદઅંશે ફાળો એક ગુજરાતીનો છે. ત્યારે દેશ સાથે સાથે પરિવારને પણ એટલો જ ગર્વ આ નવયુવાન પર છે.

ફેનિલ જેવા યુવાનો દેશ અને દુનિયામાં ભારત દેશનું નામ રોશન કરે છે ત્યારે આવા યુવાનો અનેક લોકો માટે પ્રેરણા સ્ત્રોત બનતા હોઈ છે. ફેનિલ એ મેળવેલી સિદ્ધિ કોઈ નાની મોટી સિદ્ધિ નથી જયારે પણ ભવિષ્યમાં પ્રથમ હાઈડ્રોજન વિમાનની વાત થશે ત્યારે ગુજરાતના આ નવયુવાનનું નામ લોકોની જુબાને હશે. ત્યારે જેને નાનપણમાં પિતાની છત્રછાયા ગુમાવી એવા ફેનીલના ભત્રીજા માટે પણ ફેનિલ એક પ્રેરણા સ્ત્રોત બની ગયા છે.

આ પણ વાંચો :-