મોબાઈલની જીદે ચડેલી બાળકી અડધીરાત્રે ઘરેથી નીકળી, હોટલમાં રૂમ રાખવા ગઈને

Share this story

The girl, who is obsessed with her mobile phone

  • ગૌતમ ચુડાસમા પર આરોપ છે 10 વર્ષની સગીરાને હોટલમાં લઈ જઈ દુષ્કર્મ આચરવાનો. સમગ્ર મામલા પર નજર કરીએ તો નિર્મલા રોડ પર રહેતા એક શ્રીમંત પરિવારની સગીરાએ ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં દુષ્કર્મની ફરીયાદ નોંધાવી હતી.

ઘોરણ 5માં અભ્યાસ કરતી સગીરા પર દુષ્કર્મ (Misdemeanor) થયાની ઘટના સામે આવી છે. પિતાએ મોબાઇલ લઈ દેવાની ના પાડતા સગીરા ઘર છોડીને રાત્રીનાં સમયે નિકળી ગઈ હતી. રાજકોટની નામાંકિત હોટલ કે.કે.નાં કર્મચારી સગીરાને તિલક હોટલમાં લઈ જઈને દુષ્કર્મ આચર્યું હતું. આ અંગે ગાંધીગ્રામ (Gandhigram) પોલીસમાં ફરીયાદ નોંધાતા પોલીસે આરોપીની ધરપકડ કરી જેલ હવાલે કર્યો છે.

આ ઘટનામાં સંડોવાયેલા આરોપીનું નામ ગૌતમ ચુડાસમા છે. ગૌતમ ચુડાસમા પર આરોપ છે 10 વર્ષની સગીરાને હોટલમાં લઈ જઈ દુષ્કર્મ આચરવાનો. સમગ્ર મામલા પર નજર કરીએ તો નિર્મલા રોડ પર રહેતા એક શ્રીમંત પરિવારની સગીરાએ ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં દુષ્કર્મની ફરીયાદ નોંધાવી હતી. પો

લીસનાં કહેવા મુજબ સગીરાનાં પિતાએ મોટાભાઈને મોબાઈલ અને લેપટોપ લઈ દીધા હતા. જેથી સગીરાએ મોબાઈલની લેવાની જીદ પકડી હતી. પિતાએ ના પાડતા મોડીરાત્રે ઘરમાંથી એકટીવા અને પિતાનો મોબાઈલ લઈને નીકળી ગઈ હતી.

ઘરેથી નીકળ્યા બાદ ધોરણ 5માં અભ્યાસ કરતી આ બાળકીએ રાત્રે રેસકોર્ષ રીંગ રોડ પર ચક્કર લગાવ્યા બાદ કાલાવડ રોડ પર આવેલી કે.કે.હોટલમાં રૂમ બુકીંગ માટે પ્રયાસ કર્યા હતાં. હોટલના મેનેજરે રૂમ આપવાની ના પાડી દીધી હતી. હોટલનાં કર્મચારી ગૌતમ ચુડાસમા સગીરાને ઓળખતો હતો. જેથી તેને અન્ય હોટલમાં રૂમ અપાવશે તેવી લાલચ આપી હતી અને સગીરાને માલવીયા ચોકમાં આવેલી તીલક હોટલમાં લઈ ગયો હતો અને ત્યાં દુષ્કર્મ આચર્યું હતું.

આ પણ વાંચો :-