25 માર્ચ 2023, રાશિફળ : આજે આ રાશિના જાતકોના હનુમાનજીની કૃપાથી ખુલી જશે ભાગ્યના દરવાજા

Share this story

25 March 2023, Horoscope Gujarat Guardian

મેષ
માનનિસક પરિતાપ રહે. સ્વભાવમાં ઉગ્રતા રહે, વસ્ત્રો ચોરાઈ જવાની શક્યતા, સંગીત સાધનો, સ્ત્રીરોગ નિષ્ણાત ડોકટરો, ફોટોગ્રાફી જેવા ધંધામાં પ્રગતિ સંભવે, છુપા પ્રેમ સંબંધો પકડાઈ જાય પતિની વાણી કડવી થાય.

વૃષભ
આવકનું પ્રમાણ ઘટતું જણાય. પરિવારમાં ચિંતાનું વાતાવરણ રહે. કાર્ય સફળતા દૂર ભાગતી જણાય. સંતાની પ્રગતિ સંભવે. માતા સાથે મતભેદની શક્યતા, મતાતાની તબિયત સાચવવી.

મિથુન
મનોબળ મજબૂત બને. થોડુ અકકડ વલણ રહેવા પામે. કાર્યક્ષેત્રે ધંધામાં સફળતા મળતી જણાય. દામ્પત્ય જીવનમાં વિખવાદ ટાળવો. સ્વાસ્થય સારૂ રહેશે. સોબતનું ધ્યાન રાખવું.

કર્ક
મગજના રોગોથી સાચવવું. માથાના દુઃખાવાને નજર અંદાજ ન કરવો. વિશ્વાસધાત થવાના યોગ છે. આવક વધતી જણાય. શેર બજારના રોકાણોમાં લાભ. દામ્પત્ય જીવનમાં ઉદાસીનતા વર્તાય. સંતાનો તરફથી આનંદ.

સિંહ
સફળતા માટે નકારાત્મક વિચારો ઉપર કાબુ જરૂરી. નાણાંકીય બાબતોમાં ફાયદો. પરિવારમાં આનંદ, મોજશોખમાં ખર્ચ વધે. શરદી-ખાંખી વધે. થાક લાગે. ભાગ્ય બળવાન, મિત્રોનો સહકાર મળે.

કન્યા
કરેલા કાર્ય સફળ થતા જણાય. જીવનમાં સરળતા વર્તાય. આંખની કાળજી જરૂરી પડવા વાગવા અકસ્માતથી સાચવવું. સંતાનો સંબંધી પ્રશ્નો ઉકેલાય ભાગ્યનો સાથ મળે. નાના યાત્રા પ્રવાસનું આયોજન થાય.

તુલા
આવાકનું પ્રમાણ જળવાય પરિવારના સભ્યોની ચિંતા રહે. જીવનસાથીની તબિયતનું ધ્યાન રાખવું જરૂરી છે. દામ્પત્ય જીવનમાં માનસિક પરિતાપ વધતો જણાય. ધાર્મિક પ્રસંગનું આયોજન શક્ય બને આરોગ્ય જળવાશે.

વૃશ્ચિક
માનસિક પરિતાપ- ચિંતા રહે. આવનકનું પ્રમાણ ઘટે નાણાંકીય વ્યવ્હારોમાં સાવચેતી રાખવી જરૂરી. આરોગ્ય અંગે પણ સાવધાની જરૂરી. નસીબનો સાથ મળતો જણાતો નથી. મુસાફરી દરમ્યાન સાચવવાની સલાહ છે.

ધન
આવક જળવાય. સંતાન અંગેના પ્રશ્નો ઉદભવતા જણાય. સંતાનોનું આરોગ્ય કથળે. પત્નિના ગુસ્સાનો સામનો કરવો પડે. નોકરી ધંધામાં સારૂ, યશ. પ્રતિષ્ઠામાં વધારો થાય.

મકર
વિચારોમાં સ્થિરતા વધે. માન સન્માન વધતા જણાય. આર્થિક બાબતો અંગે સાનુકુળતા જણાય. પરોપકાર કરવામાં ખોટો ખર્ચ ટાળવો. માતાની તબિયત સાચવવી. નવા રોકાણો મુલતવી રાખવા. ડાબી છાતીની કાળજી રાખવી જરૂરી છે.

કુંભ
આત્મવિશ્વાસમાં વધારો થાય ઈચ્છાશક્તિ દૃઢ બનતી જણાય. પરિવારના સભ્યોની જવાબદારી બનતી જણાય. પરિવારના સભ્યોની જવાબદારી ઉઠાવવી પડે એમની તબિયતની કાળજી જરૂરી જમણા હાથની કાળજી રાખવી. માતૃસુખ વાહન સુખમા વધારો

મીન
આવકમાં ઘટાડો થતો જણાય. નાના ભાઈ બહેનોની ચિંતા સતાવે છતાં પણ માનસિક સ્થિરતા બરકરાર રહે. સંતાનનું આરોગ્ય સાચવવું ભાગ્યનો સાથ મળે.

આ પણ વાંચો :-