સૌથી સસ્તી SUV : કિંમત 6 લાખથી શરૂ અને સેફટી રેટિંગમાં 5 સ્ટાર, જુઓ કારનું લિસ્ટ

Share this story

Cheapest SUV: Price starting from 6 lakhs and 5 stars in safety rating

  • ટાટા પંચના CNG વેરિઅન્ટને કંપની દ્વારા છેલ્લા ઓટો એક્સપોમાં પ્રદર્શિત કરવામાં આવ્યું હતું. એવી અપેક્ષા છે કે કંપની ટૂંક સમયમાં બજારમાં પંચ CNG પણ લોન્ચ કરશે. તાજેતરમાં મારુતિ બ્રેઝા સીએનજી પણ લોન્ચ કરવામાં આવી હતી.

હાલમાં ભારતમાં સીએનજી કારની (CNG car) માંગમાં વધારો થયો છે. લોકો હવે ધીરે ધીરે સીએનજી વાહનોનો ઉપયોગ કરતા થયા છે. ત્યારે જો તમે પણ સીએનજી કાર (CNG car) લેવાનું વિચારી રહ્યા હોવ તો આજે અમે તમને જરૂરી માહિતી આપવા જઈ રહ્યા છીએ. કોમ્પેક્ટ એસયુવી સેગમેન્ટ (SUV Segment) ભારતીય બજારમાં ઝડપથી લોકપ્રિયતા મેળવી રહ્યું છે.

ઓછી કિંમત, સારી માઈલેજ અને સ્પોર્ટી ડ્રાઈવિંગ અનુભવને કારણે લોકો આ સેગમેન્ટની કારને વધુ પસંદ કરી રહ્યા છે. જો તમે પણ સસ્તી SUV ખરીદવાનું વિચારી રહ્યા છો તો આજે અમે તમારા માટે આવા વાહનોનું લિસ્ટ લાવ્યા છીએ. આ કારોની ખાસ વાત એ છે કે તેની કિંમત રૂ. 6.50 લાખથી પણ ઓછી છે અને તે વધુ સારા પ્રદર્શન માટે પણ જાણીતી છે. તો ચાલો આ SUV પર એક નજર કરીએ.

Nissan Magnite : Rs 6 Lakh 

આ કોમ્પેક્ટ SUV 1.0-લિટર નેચરલી એસ્પિરેટેડ પેટ્રોલ મેન્યુઅલ (72PS પાવર અને 96Nm ટોર્ક), 1.0-લિટર ટર્બો-પેટ્રોલ મેન્યુઅલ (100PS પાવર અને 160Nm ટોર્ક) સાથે આવે છે. અને 1.0-લિટર ટર્બો-પેટ્રોલ CVT એન્જિન સાથે આવે છે. તે 8-ઈંચની ટચસ્ક્રીન, 7-ઈંચ TFT સાથે સંપૂર્ણ ડિજિટલ ઈન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટર, વાયરલેસ એન્ડ્રોઈડ ઓટો અને એપલ કારપ્લે, વાયરલેસ સ્માર્ટફોન ચાર્જર, પુશ-બટન સ્ટોપ/સ્ટાર્ટ, JBL સાઉન્ડ સિસ્ટમ, ક્રુઝ કંટ્રોલ મેળવે છે.

નિસાન મેગ્નાઇટ સેફ્ટી ફીચર્સ જેમ કે આ નાની SUVને ASEAN NCAP ટેસ્ટમાં 4 સ્ટાર રેટિંગ મળ્યું છે. આ વાહનમાં ડાયનેમિક્સ કંટ્રોલ, હિલ સ્ટાર્ટ આસિસ્ટ, ABS, રિવર્સ પાર્કિંગ કેમેરા, રિવર્સ પાર્કિંગ સેન્સર્સ જેવા ફીચર્સ છે. તમને જણાવી દઈએ કે Nissan Magnite અને Renault Kiger બંને એક જ પ્લેટફોર્મ પર બનાવવામાં આવ્યા છે અને બંને SUVમાં ઘણી સમાનતા છે. તેની કિંમત રૂ. 6 લાખથી રૂ. 10.94 લાખ (એક્સ-શોરૂમ) નક્કી કરવામાં આવી છે.

Tata Punch : Rs 5.99 Lakh 

હાલ આ કારની ડિમાન્ડ પણ વધારે છે. આ કારમાં પેટ્રોલ એન્જિન જે 86PSનો પાવર અને 113Nmનો ટોર્ક જનરેટ કરે છે. આ એન્જિન 5-સ્પીડ મેન્યુઅલ અને ઓટોમેટિક ટ્રાન્સમિશન ગિયરબોક્સથી સજ્જ છે. સુવિધાઓની દ્રષ્ટિએ SUVમાં 7-ઈંચ ટચસ્ક્રીન ડિસ્પ્લે, સેમી-ડિજિટલ ઈન્સ્ટ્રુમેન્ટ પેનલ, ઓટો એર કન્ડીશનીંગ, ઓટોમેટિક હેડલાઇટ, કનેક્ટેડ કાર ટેક્નોલોજી અને ક્રુઝ કંટ્રોલ જેવી સુવિધાઓ છે.

સુરક્ષાની વાત કરીએ તો તેમાં તમને ડ્યુઅલ ફ્રન્ટ એરબેગ્સ, EBD સાથે ABS, રીઅર ડિફોગર, રીઅર પાર્કિંગ સેન્સર્સ, રીઅર-વ્યુ કેમેરા અને ISOFIX એન્કર મળે છે. સુરક્ષામાં તે 5 સ્ટાર રેટિંગ ધરાવે છે. તેની કિંમત રૂ. 5.99 લાખથી રૂ. 9.54 લાખ (એક્સ-શોરૂમ) છે. આ કાર 18.97 Kmpl માઈલેજ આપે છે.

આ પણ વાંચો :-