અકસ્માતમાં પગ ગુમાવ્યો, પછી 4 વખત આ*ઘાતનો પ્રયાસ, પરંતુ કૃદરતને મંજૂર નહોતું અને આજે…

Share this story

Lost a leg in an accident

  • નેહા ભટ્ટ મૂળ મહુવાના સામાન્ય પરિવારની દીકરી છે. આર્થિક સ્થિતિ સારી ન હોવાને કારણે તેણે 12 ધોરણ પછી અભ્યાસ છોડવો પડયો. PTCનો કોર્સ કરી જયારે શાળામાં નોકરી મેળવી તો તેને થયું કે હવે ગરીબીથી આંશિક રાહત મળશે.

સોશિયલ મીડિયા ઉપર નેહા ભટ્ટને (Neha Bhatt) આપે જરૂરથી જોઈ હશે. 2021માં અમદાવાદથી મહુવા જતા સમયે તેનો અકસ્માત થયો જેમાં તેનો એક પગ કાપવો પડયો હતો. તેણે જણાવ્યું કે મેં પહેલા ચાર વખત આપઘાત કરવાના પણ પ્રયત્ન કર્યા છે. પણ કહેવાય છે ને કે કુદરત ઘણી વખત આપણી પાસે કંઈક જુદુ જ કરાવવાનું નક્કી કર્યું હોય છે. નેહાને ચાનો ઘણો શોખ છે. તેથી તેણે એમ્પ્યુટી (Amputee) નામે ચાની સ્ટૉલ શરુ કરી. આજે સૌ કોઈ તેને હિંમત આપી બિરદાવી રહ્યા છે.

કોણ છે નેહા ભટ્ટ? 

નેહા ભટ્ટ મૂળ મહુવાના સામાન્ય પરિવારની દીકરી છે. આર્થિક સ્થિતિ સારી ન હોવાને કારણે તેણે 12 ધોરણ પછી અભ્યાસ છોડવો પડયો. PTCનો કોર્સ કરી જયારે શાળામાં નોકરી મેળવી તો તેને થયું કે હવે ગરીબીથી આંશિક રાહત મળશે. ભાડાના નાના ઘરને બદલે તેણે પોતાનું ઘર લેવાનું નક્કી કર્યું. અને બેન્ક લોન માટે એપ્લાય કર્યું. પણ કદાચ વિધાતાને આ મંજુર ન હતું.

કઈ રીતે થયો અકસ્માત?

બેન્ક લોન માટે મહુવાની ખાનગી બેન્કમાંથી નેહાને કોલ આવ્યો અને તે અમદાવાદથી મહુવા જવા નીકળી હતી. બગોદરા પાસે તેની ST બસ અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત થયો અને તે ગંભીર રીતે ઈજાગ્રસ્ત થઇ.

હોસ્પિટલમાં એક પગ કાપવો પડયો. 

અકસ્માતના કારણે નેહાને બગોદરા, બગોદરાથી અમદાવાદની સોલા સિવિલ અને ત્યારબાદ તેને અસારવા સિવિલ ખસેડવાની ફરજ પડી હતી. આ દરમિયાન તેના એક પગને કાપવો પડયો. આ તકલીફ વેઠવી તેની માટે ઘણી મુશ્કેલ રહી.

શું છે એપ્મ્યુટી?

એમ્પ્યુટી એક ગ્રુપ છે જેમાં અકસ્માતને કારણે જેમણે પોતાના હાથ પગ ગુમાવવા પડયાં હોય તેવા સભ્યો એક બીજાને પ્રોત્સાહન આપે છે. નેહાનું કહેવું છે કે તે આગળ જતા સમયે તેની જેમ અન્ય લોકો જે અકસ્માતનો ભોગ બન્યા છે તેમને એમ્પ્યુટીના નામે નવું સ્ટાર્ટઅપ શરુ કરવા મદદ કરશે.

આ પણ વાંચો :-