HomeHealth & Fitnessસાંજ પડે અને ઘરમાં ઘુસવા લાગે છે મચ્છર ? તો અજમાવો આ...

સાંજ પડે અને ઘરમાં ઘુસવા લાગે છે મચ્છર ? તો અજમાવો આ 4 ઘરગથ્થુ ઉપાય

Date:

Related stories

આ રાજ્યમાં કેમ 1 ઓક્ટોબરથી નહીં મળે ગાડીઓને પેટ્રોલ-ડીઝલ?

હરિયાણામાં જૂની ગાડીઓ ચલાવતા લોકો માટે હવે મોટો ફેરફાર...

તમારો પગાર ₹25 હજાર સુધી છે? EPFOના આ નિર્ણયથી થશે મોટો ફેરફાર

નોકરી કરતા લાખો કર્મચારીઓ માટે કેન્દ્ર સરકારે મહત્વનો નિર્ણય...

પત્નીથી પરેશાન 2 પતિ એક જ દિવસે પોલીસ સ્ટેશન પહોંચ્યા, એકે કહ્યું- ‘સાહેબ, બચાવી લો’

આગ્રાના એકતા પોલીસ સ્ટેશનમાં મંગળવારે બનેલા બે અલગ-અલગ કિસ્સાએ...

નાવપરા GIDCની કંપનીમાં આગ લાગતાં ખળભળાટ!

સુરત જિલ્લાના માંગરોળ તાલુકાના નાવપરા GIDCમાં વિશાલ પોલિફાઇબર પ્રાઇવેટ...
spot_img

Mosquitoes start entering the house  

  • Home Remedies For Mosquito : વાતાવરણમાં થઈ રહેલા ફેરફારના કારણે એક તરફ વાઇરલ બીમારીઓનો પ્રકોપ વધી રહ્યો છે તો બીજી તરફ ઘરમાં મચ્છરનો ત્રાસ વધવા લાગ્યો છે. સાંજ પડે એટલે બારી દરવાજામાંથી મચ્છરના ઝુંડ ઘરમાં ઘૂસવા લાગે છે.

વાતાવરણમાં થઈ રહેલા ફેરફારના કારણે એક તરફ વાઈરલ બીમારીઓનો (Viral illness) પ્રકોપ વધી રહ્યો છે તો બીજી તરફ ઘરમાં મચ્છરનો ત્રાસ વધવા લાગ્યો છે. સાંજ પડે એટલે બારી દરવાજામાંથી મચ્છરના (Mosquito) ઝુંડ ઘરમાં ઘૂસવા લાગે છે.

ઘણી વખત તો મચ્છર માટે લિક્વિડ રેપેલેન્ટ અને કોઈલ કરવામાં આવે તો પણ મચ્છરનો ત્રાસ ઓછો થતો નથી. જો મચ્છરોનો આ ત્રાસ તમને પણ સતાવી રહ્યો હોય તો મચ્છરથી મુક્તિ મેળવવાના ચાર અચૂક ઉપાય તમને જણાવીએ. આ અસરકારક ઉપાય કરવાથી ઘરમાંથી મચ્છરનો સફાયો થઈ જશે.

મચ્છર ભગાડવાના અચૂક ઉપાય :

1. ઘરમાં મચ્છર ને આવતાં રોકવા માટે લીંબુ અસરકારક છે. તેના માટે લીંબુના ટુકડા કરી તેમાં લવિંગ રાખી દેવા. હવે આ લીંબુ ને ઘરની એવી જગ્યાઓ પર રાખી દ્યો જ્યાં મચ્છર સૌથી વધુ આવતા હોય. આ લીંબુ રાખ્યા પછી મચ્છર દૂર ભાગી જશે.

2. મચ્છરને ઘરમાંથી ભગાડવા માટે લસણ પણ ઉપયોગી છે. તેના માટે લસણ ને પહેલા બાફી લેવું અને પછી તેની પેસ્ટ બનાવી તેને પાણીમાં ઉમેરો. હવે આ પાણીને સ્પ્રે બોટલમાં ભરી અને ઘરની એવી જગ્યા ઉપર છાંટી દો જ્યાં મચ્છર બેસતા હોય. આ ઉપાય કરવાથી મચ્છર ભાગી જશે.

3. તુલસી આયુર્વેદિક ગુણોથી ભરપૂર હોય છે અને તે મચ્છર ભગાડવામાં પણ કામ લાગે છે. તેના માટે તુલસીના જે પાન સુકાઈ અને ખરી જાય તેને એકત્ર કરી અને સાંજના સમયે ઘરમાં સળગાવો. તેનાથી થતા ધુમાડાથી મચ્છર ભાગી જાય છે

4. લીમડાના પાન પણ મચ્છર ભગાડવા માટે ઉપયોગી છે. તેના માટે એક માટીનું વાસણ લેવું અને તેમાં સૂકા લીમડાના પાન મુકવા. તેની અંદર થોડું કપૂર લવિંગ અને તમાલપત્ર ઉમેરી સાંજના સમયે ઘરમાં સળગાવો. થોડીવાર માટે ઘરના બારી દરવાજા બંધ રાખવા. આ ઉપાય કરશો એટલે મચ્છર ઘરમાંથી ભાગી જશે.

આ પણ વાંચો :-

Subscribe

Latest stories

spot_img