This is the most talked about defamation
- India’s most talked Defamation Cases : દેશમાં આ પહેલો કેસ નથી જેમાં નેતાઓ માનહાનિમાં સંડોવાયા હોય. આ પહેલા પણ દેશમાં આ પ્રકારની ઘટનાઓ સામે આવી છે. પરંતુ ફરક એટલો છે કે આ મામલે નેતાઓએ માફી માંગી લીધી હતી.
હાલમાં રાહુલ ગાંધી (Rahul Gandhi) વિરુદ્ધ થયેલા માનહાનિના કેસની (Defamation cases) ચર્ચા જોરશોરથી થઈ રહી છે. ચાર વર્ષ જૂના આ કેસમાં દોશી સાબિત થતા રાહુલ ગાંધીને સજા પણ ફટકારવામાં આવી છે અને તેની સદસ્યતા પણ રદ થઈ ગઈ છે. જો કે દેશમાં આ પહેલો કેસ નથી જેમાં નેતાઓ માનહાનિમાં સંડોવાયા હોય. આ પહેલા પણ દેશમાં આ પ્રકારની ઘટનાઓ સામે આવી છે.
પરંતુ ફરક એટલો છે કે આ મામલે નેતાઓએ માફી માંગી અને પોતાની ખુરશી બચાવી લીધી હતી. તો ચાલો તમને જણાવીએ દેશના એવા ચર્ચિત મનહાની કેસ વિશે જેમાં નેતાઓએ પોતાની ખુરશી બચાવવા માટે માફી માંગવી પડી હતી.
મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ :
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ, આમ આદમી પાર્ટીના નેતા સંજય સિંહ અને પૂર્વ નેતા આશુતોષ પર ભાજપના નેતા અરુણ જેટલીએ વર્ષ 2015માં 10 કરોડ રૂપિયાનો માનહની નો કેસ કર્યો હતો. આ કેસના ત્રણ વર્ષ પછી 2018માં અરવિંદ કેજરીવાલે આ કેસ બતાવવા માટે લેખિતમાં માફી માંગી હતી. અન્ય એક મામલે અરવિંદ કેજરીવાલ નીતિન ગડકરી અને કપિલ સિબલની માફી પણ માંગી ચૂક્યા છે.
દિગ્વિજય સિંહ :
મધ્યપ્રદેશના પૂર્વ સીએમ દિગ્વિજય સિંહ અને ઉમા ભારતી વચ્ચેનો માનહનીનો મામલો પણ ખૂબ જ ચર્ચામાં રહ્યો હતો. વર્ષ 2003 ની વિધાનસભા ચૂંટણી દરમિયાન ઉમા ભારતીય આરોપ લગાવ્યો હતો કે દિગ્વિજયસિંહ જ્યારે સીએમ હતા ત્યારે તેમણે 1500 કરોડ રૂપિયાનું કૌભાંડ કર્યું હતું. જોકે આ મામલે પછી તેમણે માફી માંગવી પડી હતી.
અરવિંદ કેજરીવાલ :
મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને બે વખત મનહાનિના કેસનો સામનો કરવો પડ્યો હતો. વર્ષ 2013માં એક ટીવી ઇન્ટરવ્યૂ દરમિયાન દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી શીલા દીક્ષિતને લઈને તેમણે અપશબ્દોનો પ્રયોગ કર્યો હતો. આ મામલે શીલા દીક્ષિતના રાજનીતિ સચિવ પવન ખેડાએ અરવિંદ કેજરીવાલ વિરુદ્ધ આપરાધિક માનહાનીનો કેસ નોંધાવ્યો હતો.
લાલુ પ્રસાદ યાદવ :
વર્ષ 2013 માં આરજેડી પ્રમુખ લાલુ યાદવ વિરોધ જેડીયુ નેતાએ માનહાની નો કેસ નોંધાવ્યો હતો. લાલુ યાદવે 15 મેના રોજ પટનામાં એક રેલીને સંબોધિત કરતા બિહારના મુખ્યમંત્રી નીતિશકુમાર, સંજયસિંહ અને સંજય ઝાને લઈને વિવાદિત ટિપ્પણી કરી હતી. આ મામલે લાલુપ્રસાદ યાદવને માફી માંગવી પડી હતી.
આ પણ વાંચો :-