Home Blog Page 992

૨૪ ઓગષ્ટ / આકસ્મિક ફાયદો, પ્રેમ પામશો, આ રાશિના જાતકોના આજે વિચાર્યા નહીં હોય તેવા કામ પણ થશે પૂરા, જુઓ આજનું રાશિ ભવિષ્ય

મેષ : સ્વભાવમાં ગુસ્સો અનુભવ થાય. ‌દિવસ દરમ્યાન આળસ રહે. આ‌‌ર્થિક પાસુ મજબુત થાય પ‌રિવારમાં વાદ ‌વિવાદથી દૂર રહેવુ. શરદી કફનો ઉપદ્રવ રહેતો જણાય. માતાની ત‌બિયતની ‌ચિંતા રહે. વાહન સાચવીને ચલાવવું.

વૃષભ : ‌દિવસ દરમ્યાન આનંદનો અનુભવ થાય. સારા સમાચાર સાંભળવા મળે. નાણાંકીય બાબતોમાં લાભ મળતો જમાય. બપોર બાદ આવક ઘટતી જણાય. ‌પ્રિયપાત્રનું ‌મિલન શક્ય બને. દામ્પત્ય સુખમાં આનંદ.

મિથુન : સ્વભાવમાં જીદનું પ્રમાણ વધે. ખોટા ‌વિચારો મગજ ઉપર હાવી થાય. કાર્યક્ષેત્રે સફળતા હાંસલ થાય. નોકરીયાત વર્ગને આનંદ. ધંધા વાળાએ સાચવવું. બ્લડપ્રેશરના દર્દીએ‌‌ ‌વિશેષ કાળજી રાખવી જરૂરી.

કર્ક : ‌દિવસની શરૂઆત આનંદથી થતી જણાય. બપોર બાદ મન અશાંત રહેતું જણાય. ‌વિદ્યા-અભ્યાસમાં મન એક્રાત રહેતું જણાય. સંતાનની પ્રગ‌તિથી આનંદ અનુભવાય. બપોર બાદ આરોગ્ય ક્ષેત્રે સાવધાની જરૂરી.

‌સિંહ : ‌‌દિવસ દરમ્યાન આનંદ, ઉત્સાહ, તાજગીનો અનુભવ થાય. નવા વાહનની ખરીદી શક્ય બને. નાણાંકીય વ્યવાહારોમાં સાવધાની રાખવી જરૂરી. માતૃપક્ષ તરફથી સુખાકરી જળવાય. સારા સમાચાર મળે. સ્વાસ્થ સારૂં રહે.

કન્યા : પરોપકાર, દાન કરવાની ભાવના પ્રબળ બને. વાણીના પ્રભાવ થકી સફળતા મળતી જણાય. પ‌રિવારમાં સ્નેહ વધે. નવા વાહનની ખરીદી શક્ય બને. માતાની ત‌બિયતનું ધ્યાન રાખવું. આરોગ્ય જળવાશે.

તુલા : દીલમાં અજંપો વર્તાય. આવક વધતી જણાય. પ‌રિવારના સભ્યોની ત‌બિયતની કાળજી રાખવી. જરૂરી. સ્થાવર, જંગમ ‌મિલકત અંગેના વ્યવાહરોમાં સાવધાની રાખવી જરૂરી. ભાગ્યનો સાથ મળતો જણાય.

વૃ‌શ્ચિક : મન ચંચળ રહે. ખોટા‌ ‌વિચારો મનનો કાબુ લેતા જણાય. નાણાંકીય બાબતો અંગે અસંતોષ રહે. જીવનસાથી સાથે પ્રેમની અનુર્ભુત થાય. ‌પ્રિય પાત્ર સાથે વાત કરવાના સંયોગ ઉભા થતા જણાય.

ધન : ‌દિવસ દરમ્યાન મુંઝવણનો અનુભવ થાય. ‌વિચાર વાયુ વધારે રહે. ખોટા ‌વિચાર આવે. આ‌‌ર્થિક ફાયદો થતો જણાય. શરીરમાં ઢીલાશ અનુભવાય. હાલની પ‌રિ‌સ્થિ‌તિને અનુલક્ષીને બહાર નીકળવાનું ટાળવું.

મકર : આનંદ ઉત્સાહનું વાતાવરણ પેદા થાય. નવું. કામ કરવાની ઈચ્છા પ્રબળ બને. પ‌રિવારમાં શાંતિ જળવાય. આવક પણ વધતી જણાય. ‌મિત્રો તરફથી સારા સમાચાર અને સહકાર મળતો જણાય. સ્વાસ્થય સારૂં રહે.

કુંભ : માન‌સિક ‌ચિંતા રહે. ખર્ચનું પ્રમાણ વધતું જણાય. ધંધા સંબંધી ‌ચિંતા રહે. નોકરીયાતને ઉપરી અ‌‌ધિકારીથી ઠપકો સાંભળવો પડે. માતા વૃદ્ધ હોયતો ત‌બિયત સાચવવી. ‌દિવસ શાં‌તિથી પસાર કરી દેવો.

મીન : આવકનું પ્રમાણ વધવાથી ‌દિવસ દરમ્યાન આનંદ વધે. નાના ભાઈ બહેન સાથે વાદ ‌વિવાદ ટાળવો. ભાગ્યનો સાથ મળે. ‌મિત્રો તરફથી સાથ સહકાર મળતો જણાય. આંખ અને કમરના દુઃખાવાથી સાચવવું.

આ પણ વાંચો :-

ઐશ્વર્યા રાયની આંખો કેમ ચિકની-ચમકિલી દેખાય છે? મંત્રીને પડી ગઈ ખબર…

0
  • મહારાષ્ટ્રની એકનાથ શિંદે સરકારના મંત્રી ડો. વિજયકુમાર ગાવિત એક નિવેદનને લઈને ચર્ચામાં આવ્યા છે. ત્યારે એવો જાણીએ સમગ્ર મામલો આ અહેવાલમાં !

મહારાષ્ટ્રની એકનાથ શિંદે સરકારના મંત્રી વિવાદમાં ઘેરાયા છે. આદિજાતિ વિભાગના મંત્રી ડો. વિજયકુમાર ગાવિત તેમના વિવાદિત નિવેદનને લઈને ચર્ચામાં આવ્યા છે. એક ભાષણ દરમિયાન મંત્રી ગાવિત માછલી ખાવાના ફાયદા જણાવતા હતા. આ દરમિયાન તેણે કહ્યું હતું કે માછલી ખાવાથી અભિનેત્રી ઐશ્વર્યા રાયની આંખો અને ત્વચા આકર્ષિત અને સુંદર લાગે છે. આ વિવાદને લઈને જોરદાર ચર્ચા ચાલી રહી છે.

ધુલે જિલ્લાના અતુરલી ખાતે આદિવાસી માછીમારો માટે માછલી પકડવા માટેના સાધનોની વહેંચણી માટેનો એક કાર્યક્રમ યોજાયો હતો. આ દરમિયાન આદિજાતિ વિકાસ મંત્રી ડો.વિજયકુમાર ગાવિતે હાજરી આપી સંબોધન કર્યું હતું. તેમણે પોતાના ભાષણમાં જણાવ્યું કે તમે ઐશ્વર્યા રાયની આંખો જોઈ છે? તેણીની આંખો તેજસ્વી અને ચમકદર છે. જેની પાછળનું કારણ એ છે કે તે રોજ માછલી ખાય છે.

મંત્રી ડો.ગાવિત આટલેથી અટક્યા ન હતા. તેમણે પોતાના સંબોધનમાં વધુમાં કહ્યું હતું કે માછલી ખાવાથી સ્ત્રીઓ અને પુરૂષોનો ચહેરો ચમકવા લાગે છે. જે સુંદર દેખાય છે અને તેની આંખો ચમકતી દેખાવા લાગે છે. આ ઉપરાંત માછલીના ફાયદા જણાવતા તેઓએ કહ્યું હતું કે માછલીમાં એક પ્રકારનું તેલ હોય છે. જે તેલથી આંખોમાં ચમક અને શરીરની ત્વચા નિખરે છે.

આ પણ વાંચો :-

ફિલ્મ રિલીઝ પહેલાં જ Tiger ૩નો Video લીક, કેટરિનાને જોઈ ફેન્સ બોલ્યા, ‘માશા અલ્લાહ ફિર સે…

  • film Tiger ૩ video leaked : સલમાન ખાનની ફિલ્મ ‘ટાઈગર ૩’ની લોકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે એવામાં હાલ ફિલ્મના ગીત માટે શૂટિંગ કરતી કેટરિના કૈફનો ડાન્સ વિડીયો વાયરલ થયો છે.

film Tiger ૩ video leaked : સલમાન ખાન હાલના દિવસોમાં તેની આગામી ફિલ્મ ‘ટાઈગર 3‘ને લઈને ચર્ચામાં છે. ભાઈજન સલમાન ખાનના ફેન્સ પણ ‘ટાઈગર ૩‘ની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે અને ફિલ્મમાં તેની સાથે કેટરિના કૈફ પણ જોવા મળશે. આ દરમિયાન સોશિયલ મીડિયા પર ‘ટાઈગર ૩‘નો એક વીડિયો લીક થયો છે જેને લઈને ફેન્સ પણ ફિલ્મ જોવા માટે ખૂબ ઉત્સાહિત થઈ ગયા છે.

જણાવી દઈએ કે કેટરિના કૈફ હાલમાં સલમાન ખાન સાથેની તેની આગામી ફિલ્મ ‘ટાઈગર ૩‘નું શૂટિંગ કરી રહી કએ. મેકર્સે હજુ સુધી રિલીઝ ડેટ નક્કી કરી નથી પણ અભિનેત્રીનો એક ગીત શૂટ કરવાનો વીડિયો હવે ઈન્ટરનેટ પર વાઇરલ થયો છે.

વિડિયોમાં કેટરીના કોરિયોગ્રાફર દ્વારા દર્શાવવામાં આવેલા તેના ડાન્સ સ્ટેપ્સનું રિહર્સલ કરતી જોવા મળે છે. વિડિયોમાં અભિનેત્રી સ્પષ્ટ રીતે દેખાતી નથી કારણ કે તે બેક ડાન્સર્સથી ઘેરાયેલી છે. સોશિયલ મીડિયા પર આ વીડિયો શેર થતાં જ દરેક જગ્યાએથી લાઈક્સ અને કોમેન્ટ આવવા લાગ્યા.

આ સિવાય કેટરીના કૈફ ફરહાન અખ્તરની ફિલ્મ ‘જી લે ઝારા‘માં પણ જોવા મળશે.આ ફિલ્મમાં કેટરિના, પ્રિયંકા ચોપરા અને આલિયા ભટ્ટ મુખ્ય ભૂમિકામાં છે. તાજેતરમાં એવા અહેવાલો આવ્યા હતા કે પ્રિયંકાએ આ ફિલ્મ છોડવાનો નિર્ણય લીધો છે પણ તેને અફવા માનવામાં આવી રહી છે. જો કે આ અંગે હજુ સુધી કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી.

આ પણ વાંચો :-

 

 

ટીમ ઈન્ડિયામાં ડેબ્યૂ બાદ ભાવુક થયો રિંકુ સિંહ : કહ્યું પૈસા નહોતા ત્યારે….

0
  • Rinku Singh Team India : આયર્લેન્ડ સામેની પહેલી T20 મેચમાં રિંકુ સિંહે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પ્રવેશ કર્યો હતો. જો કે રિંકુને બેટિંગ કરવાની તક ન મળી પણ ભારતીય કેપ પહેરતા જ તેનું સપનું સાકાર થઈ ગયું.

ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) અને સ્થાનિક ક્રિકેટમાં શાનદાર પ્રદર્શન બાદ સ્ટાર બેટસમેન રિંકુ સિંહની આયરલેન્ડ સામેની ત્રણ મેચની T20 સીરિઝ માટે ભારતીય ટીમમાં પસંદગી કરવામાં આવી હતી. ૧૮ ઓગસ્ટના રોજ રમાયેલી પહેલી મેચ વરસાદથી પ્રભાવિત થઈ હતી અને તેમાં રિંકુ સિંહને બેટિંગ કરવાની તક નહતી મળી. જો કે ભારતીય ટીમ માટે ડેબ્યૂ સાથે જ રિંકુ અને તેના પરિવારનું સપનું સાકાર થયું.

ભારતીય ટીમ માટે રમવાનું હોય તો સખત મહેનત કર :

આ દિવસ માટે રિંકુ સિંહ અને તેના પરિવારે ખૂબ જ મહેનત કરી હતી. એક ઈન્ટરવ્યુ આપતા રિંકુએ કહ્યું કે પરિવારે તેને ઘણો સપોર્ટ કર્યો છે. તેની માતા વિશે વાત કરતા રિંકુએ કહ્યું, “માતા હંમેશા મને કહેતી કે જો તારે ભારતીય ટીમ માટે રમવાનું હોય તો સખત મહેનત કર. આજે તેનું સપનું સાકાર થયું છે. પરિવારે મારી કારકિર્દીમાં મને ઘણી મદદ કરી છે. જ્યારે પૈસા નહતા ત્યારે મારી માતા લોકો પાસેથી લોન લઈને મને મદદ કરતી હતી.”

મેં મારા પરિવારમાં ગરીબી જોઈ છે.. 

રિંકુએ વધુમાં જણાવ્યું હતું કે, “હું આજે જે કંઈ પણ છું તે મારા પરિવારના કારણે છું. મેં મારા પરિવારમાં ગરીબી જોઈ છે અને હું ક્રિકેટના માધ્યમથી તેમને તે ગરીબીમાંથી બહાર લાવવા માંગતો હતો અને તે જ મને હંમેશા સખત મહેનત કરવા માટે પ્રોત્સાહિત કરતું હતું .” નોંધનીય છે કે કોલકાતા નાઈટ રાઈડર્સ માટે રિંકુએ આઈપીએલ ૨૦૨૩માં સૌથી વધુ ૪૭૪ રન બનાવ્યા હતા.

આ પણ વાંચો :-

સવારે ખેતરની વચ્ચે પડી હતી કાર, દોડીને જોયું તો સૌ કોઇના હોંશ ઉડી ગયા

0
  • કાર ખેતરમાં પલટી મારી ગઈ હતી. બાદ તેને સીધી કરવામાં આવી હતી. પહેલા લોકોને લાગતું હતું કે કોઈ અકસ્માત થયો હશે.

બુધવાર (૨૩ ઓગસ્ટ) સવારે બિહારના સુપૌલમાં જ્યારે લોકો ખેતરમાં પલટી ગયેલી કારને જોઈને પહોંચ્યા. ત્યારે તેઓ તેની નજીક જઈને ચોંકી ગયા. જ્યારે લોકો ખેતરમાં પાર્ક કરેલી કાર પાસે પહોંચ્યા તો અંદર એક લાશ પડી હતી.

ઉંમર ૪૦ આસપાસ હશે. તેના શરીર પર કપડા નહોતા. આ સમગ્ર મામલો સુપૌલ જિલ્લાના સ્થાનિક પોલીસ સ્ટેશન વિસ્તારનો છે. આ બધું જોઈને લોકોએ તરત જ પોલીસને જાણ કરી. થોડી જ વારમાં આસપાસ લોકોનું ટોળું એકઠું થઈ ગયું હતું. માહિતી મળતાં જ સદર પોલીસ સ્ટેશનની પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી.

લોકો પાસેથી માહિતી લીધી. મૃતકની ઓળખ થઈ શકી નથી. કારનો નંબર પટનાનો છે અને નંબર પ્લેટ પીળી છે. આ બતાવે છે કે વાહન કોમર્શિયલ હતું. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે નજીકની સદર હોસ્પિટલમાં ખસેડ્યો હતો.

ગ્રામજનોએ શું કહ્યું ?

ઘટના અંગે કરીહો જામુઆ ટોલના લોકોએ જણાવ્યું કે, કાર રસ્તાની બાજુમાં આવેલા ડાંગરના ખેતરમાં પલટી મારી ગઈ હતી. જ્યારે તે લોકો પહોંચ્યા અને કારની અંદર ડોકિયું કર્યું તો એક વ્યક્તિ લોહીથી લથપથ હતો. માહિતી મળતાં પોલીસ પહોંચી હતી. આ પછી કાર સીધી કરી હતી. પહેલા લોકોને લાગતું હતું કે કોઈ અકસ્માત થયો હશે.

એસડીપીઓ કુમાર ઈન્દ્ર પ્રકાશે જણાવ્યું કે માહિતી મળતાં જ ટીમ ફોર્સ સાથે પહોંચી ગઈ હતી . આ વાહન પટનાથી રજિસ્ટર્ડ કોમર્શિયલ કાર છે. તે મેદાનની વચ્ચોવચ પલટી ગઈ હતી. કારની પાછળની સીટ પર એક લાશ પડી હતી. તેના શરીર અને ચહેરા પર અનેક જગ્યાએ ઘાના નિશાન હતા. પોલીસે લાશને કારમાંથી બહાર કાઢી હતી.

કહેવામાં આવ્યું હતું કે અત્યાર સુધીની તપાસ મુજબ આ કાર એક રોહિત આઝાદના નામે છે. કારમાં હત્યા કરીને લાશને ખેતરમાં ફેંકી દેવા માટે કોઈએ કાર ભાડે લીધી હોય તેવી પણ શક્યતા છે. હાલ પોલીસ તપાસ કરી રહી છે.

આ પણ વાંચો :-

Raksha Bandhan પર ૨૦૦ વર્ષ બાદ બની રહ્યો છે દુર્લભ સંયોગ, ૩ રાશિના જાતકોને થશે લાભ

  • આ વર્ષે ભદ્રાને કારણે રક્ષાબંધન બે દિવસ સુધી ઊજવવામાં આવશે. રક્ષાબંધન પર લક્ષ્મી માતાની વિશેષ કૃપા રહેશે. શનિ અને ગુરુ ગ્રહની સકારાત્મક અસરથી તમે જીવનમાં સારા અનુભવ કરી શકો છો.

આ વર્ષે ભદ્રાને કારણે રક્ષાબંધન બે દિવસ સુધી ઊજવવામાં આવશે. આ કારણોસર આ વર્ષે ૩૦-૩૧ ઓગસ્ટના રોજ રક્ષાબંધન છે. ૨૦૦ વર્ષ પછી રક્ષાબંધનના દિવસે દુર્લભ સંયોગ બની રહ્યો છે. જેથી ૩ રાશિના જાતકોનું ભાગ્ય સંપૂર્ણપણે બદલાઈ શકે છે.

જીવનમાં ધનની કમી નહીં રહે. પૈસાના કારણે જે પણ કામ અટક્યા હતાં. તે કામ પૂર્ણ થશે. રક્ષાબંધન પર લક્ષ્મી માતાની વિશેષ કૃપા રહેશે. શનિ અને ગુરુ ગ્રહની સકારાત્મક અસરથી તમે જીવનમાં સારા અનુભવ કરી શકો છો.

રક્ષાબંધન પર દુર્લભ યોગનું નિર્માણ :

રક્ષાબંધન પર રવિ યોગ, બુધાદિત્ય યોગ અને શતભિષા નક્ષત્રનો સંયોગ બની રહ્યો છે. ગુરુ અને શનિ પોતાની જ રાશિમાં વક્રી અવસ્થામાં બિરાજમાન રહેશે. જેની ૩ રાશિના જાતકો પર અસર થશે. આ દુર્લભ સંયોગ બિઝનેસ માટે લકી સાબિત થઈ શકે છે. કઈ ૩ રાશિના જાતકોને લોટરી લાગી શકે છે. તે અંગે અહીંયા જાણકારી આપવામાં આવી છે.

આ ત્રણ રાશિના જાતકોને થશે લાભ :

મિથુન- રક્ષાબંધન પર દુર્લભ સંયોગના નિર્માણને કારણે મિથુન રાશિના જાતકોના જીવનમાં નાણાંકીય સંકટ દૂર થઈ શકે છે. આકસ્મિક નાણાંકીય લાભથી માલામાલ થઈ શકો છો, જેથી આર્થિક પરિસ્થિતિમાં સુધારો થશે. બચત કરવામાં સફળતા પ્રાપ્ત થશે. રક્ષાબંધનથી સારા દિવસની શરૂઆત થશે. જમીન અને સંપત્તિમાં નાણાંકીય લાભના સંકેત મળી રહ્યા છે.

સિંહ- આ રાશિના જાતકો માટે રક્ષાબંધન લકી સાબિત થશે. જેથી ભાગ્ય ઉઘડી જશે. લક્ષ્મી માતાના આશીર્વાદ પ્રાપ્ત થશે અને નાણાંકીય લાભ થશે. આ દરમિયાન જે પણ રોકાણ કરશો. તેમાં સારું રિટર્ન મળી શકે છે. આરોગ્ય બાબતે હાલનો સમય સારો રહેશે.

ધન- આ રાશિના જાતકો માટે રક્ષાબંધન ગુડલકમાં વૃદ્ધિ કરનાર સાબિત થશે. કરિઅરમાં સારા દિવસો આવી શકે છે. પગારની સાથે સાથે આવકના અન્ય સ્ત્રોત વિકસિત થઈ શકે છે. પરિવારમાં ખુશીઓ આવશે અન્ય દાંપત્ય જીવન મધુર રહેશે.

આ પણ વાંચો :-

અલ્યા ફરી ? જામનગરના કાર્યક્રમાં મેયરે રિવાબાનું નામ લેવાનું ટાળ્યું, બાજુમાં જ ઊભા રહી ફોટો પડાવ્યો પણ…

0
  • જામનગરમાં ધારાસભ્ય, સાંસદ અને મેયર વચ્ચેના જાહેર ઝઘડાની વાતો ખૂણે ખૂણે થઈ રહી છે. ત્યારે આ ઝઘડા પછી પહેલી વખત આજે મેયર અને ધારાસભ્ય બંને સાથે એક કાર્યક્રમમાં ભેગા થયા હતા.

જામનગરમાં ધારાસભ્ય, સાંસદ અને મેયર વચ્ચેના જાહેર ઝઘડાની વાતો ખૂણે ખૂણે થઈ રહી છે. ત્યારે આ ઝઘડા પછી પહેલી વખત આજે મેયર અને ધારાસભ્ય બંને સાથે એક કાર્યક્રમમાં ભેગા થયા હતા. જોકે આ વખતે દરેક નજર ધારાસભ્ય રિવાબા જાડેજા અને મેયર બીનાબેન કોઠારી પર હતી.

લોકો પણ તેમની બોડીલેન્ગવેજને સતત ઓબ્ઝર્વ કરી રહ્યા હતા. તેઓ એક બીજા સાથે કેવો વ્યવહાર કરે છે તે અંગે પણ લોકોની મીટ મંડાયેલી હતી. જોકે કાર્યક્રમ દરમિયાન એક બીજાને જાણે કે બોલાવવા ના પડે તે માટે થઈને જાણી જોઈને નજર એક ના થતી હોય અથવા કરાતી ના હોય તેવું જોવા મળ્યું હતું.

આ તરફ મેયરે તો રિતસર મીડિયા સમક્ષ વાત કરતા કોર્પોરેટર્સને યાદ કર્યા પણ ધારાસભ્યનો ઉલ્લેખ કરવાનું ટાળ્યું કે ભુલી ગયા તે આપ વીડિયો જોઈને જાતે નક્કી કરશો.

એકમંચ પર હતા છતા નજરો ના મળાવી, કે બોલાવવા પડે :

જામનગરમાં ભાજપાની ત્રણ દિગગજ મહિલાઓ વચ્ચે સમાધાન કે દેખાવ ? હા… આ સવાલ અત્રે એટલે ઉપસ્થિત થાય છે કારણ કે, આજે જામનગરના 484માં સ્થાપના દિવસે એક મંચ પર ધારાસભ્ય રિવાબા જાડેજા અને મેયર બીનાબેન કોઠારી આવ્યા હતા. શહેરના દરબારગઢ નજીક સ્થાપના સ્થળે ખાંભી પૂજન વખતે એક સાથે બંને મહિલા નેતા દેખાયા પણ એકબીજા સામે જોવાનું પણ ટાળ્યું હતું.

જ્યાં મેયરે મીડિયા બ્રીફમાં ધારાસભ્ય રિવાબાના નામનો ઉલ્લેખ ન કર્યો તો રિવાબાએ પણ ના મેયર કે ના અન્ય કોઈના, ઈતિહાસની વાત સિવાયના નામનો ઉલ્લેખ ન કર્યો હતો. એટલે કે મીડિયા પ્રતિક્રિયા વખતે મેયર બીનાબેન કોઠારીએ અધિકારીઓ અને કોર્પોરેટરના હોદ્દાઓનો ઉલ્લેખ કર્યો હતો. પરંતુ પ્રોટોકોલ મુજબ ધારાસભ્ય હાજર હતા છતાં તેમના નામનો કે હોદ્દાનો પણ ઉલ્લેખ ન કરતા ફરી આ મામલે રાજકારણ ગરમાયું છે.

બંને મહિલા નેતાઓના મૌનથી જૂથવાદ યથાવત હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે અને ભાજપના મોવડી મંડળના પ્રયાસ વિફળ? આ પ્રકારે સવાલો ઉઠી રહ્યા છે. મહિલા નેતાઓ વચ્ચે સમાધાન માત્ર દેખાવ જ હોય તે પ્રકારે સ્થાનિક લેવલે ચર્ચા જોર પકડ્યું છે. તો બીજી બાજુ નવું સમીકરણ સામે આવ્યું હોય તેમ પૂર્વ મંત્રી હકૂભા જાડેજા અને રિવાબા એક મંચ પર જોવા મળ્યા હતા.

જો કે ગુરુવારે સાંસદ પૂનમ માડમ, ધારાસભ્ય રિવાબા જાડેજા, મેયર વચ્ચે થયું વાકયુદ્ધ થયું હતું. ત્યાર બાદ સૂત્રોની માનએ તો ત્રણેય મહિલા નેતાઓને ગાંધીનગર તેડું આવ્યું હતું અને સમાધાન કરાવ્યું હતું. જો સમાધાન થયું હોય તો મોવડી મંડળ ના પ્રયાસો વિફળ ગયા હોવાનું હાલ તો લાગી રહ્યું છે.!!!

આ પણ વાંચો :-

મિઝોરમમાં નિર્માણધીન રેલવે પુલ થયો ધરાશાયી, ૧૭ મજૂરોના મોત, મૃત્યુઆંક વધવાની આશંકા

0
  • મિઝોરમના આઈજોલમાં આજે નિર્માણધીન રેલવે બ્રિજ ધરાશાયી થવાની ઘટના સામે આવી હતી. આ દૂર્ઘટનામાં ૧૭ શ્રમજીવીઓના મોત થયાનું છે.

મિઝોરમના આઈજોલમાં આજે નિર્માણધીન રેલવે બ્રિજ ધરાશાયી થવાની ઘટના સામે આવી હતી. આ દૂર્ઘટનામાં ૧૭ શ્રમજીવીઓના મોત થયાનું છે. આ દૂર્ઘટના સાઈરાંગ વિસ્તારમાં સર્જાઈ હોવાનું જાણવા મલે છે. આઈજોલમાં સવારે ૩૫ થી ૪૦ જેટલા શ્રમજીવીઓ કામ કરી રહ્યાં હતા. આ દૂર્ઘટનામાં મૃત્યુઆંક વધવાની આશંકા વ્યક્ત થઈ રહી છે.

પ્રાથમિક માહિતી અનુસાર આઈજોલ નજીલ રેલવે બ્રિજની કામગીરી ચાલી રહી છે. સવારે શ્રમજીવીઓ કામગીરી કરી રહ્યાં હતા દરમિયાન ત્રીજા અને ચોથા થાંભલાની વચ્ચેનો ગાર્ડર નીચે પડી ગયો હતો. આ ગાર્ડર પર અનેક શ્રમજીવીઓ કામ કરતા હતા.

જમીનથી પુલની ઊંચાઈ ૧૦૪ મીટર એટલે કે ૩૪૧ ફૂટ છે. આ દૂર્ઘટના સર્જાતા નાસભાગ મચી ગઈ હતી. બૈરાબીને સાયરાંગથી જોડતી કુરુંગ નદી પર આ પુલ બનાવવામાં આવી રહ્યો હતો. આ બનાવની જાણ થતા બચાવ ટીમ તાત્કાલિક સ્થળ પર દોડી ગઈ હતી.

તેમજ રેસ્ક્યુ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું. દૂર્ઘટનામાં લગભગ ૧૭ વ્યક્તિઓના મૃત્યુ થવાનું જાણવા મળે છે. આ દૂર્ઘટના કેવી રીતે તે જાણવા માટે પણ તપાસ કરવામાં આવી રહી છે. બીજી તરફ આ અકસ્માતમાં મૃત્યુઆંક વધવાની શકયતાઓ વ્યક્ત થઈ રહી છે.

રેસક્યુ ટીમોએ અત્યાર સુધીમાં ૧૭ જેટલા મૃતદેહ બહાર કાઢ્યાં છે અને હજુ પણ કેટલીક વ્યક્તિઓ દબાયેલા હોવાની આ શંકાને પગલે તેમને શોધવાની કામગીરી ચાલી રહી છે. પૂર્વોત્તર ફ્રંટિયર રેલવેના સીપીઆરઓએ જણાવ્યું હતું કે, રેલવેના ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળ પર જવા માટે રવાના થયા છે. હાલ બનાવ સ્થળ પર બચાવ કામગીરી ચાલી રહી છે.

આ પણ વાંચો :-

આફ્રિકામાં ગુજરાતનાં ૩ યુવાનો પર ફાયરિંગ સમગ્ર ઘટના CCTVમાં કેદ

  • દક્ષિણ આફ્રિકાના ઝાંબિયામાં ભરૂચના મૂળ ત્રણ વ્યક્તિઓ પર ફાયરિંગની ઘટના સામે આવી છે નીગ્રો દ્વારા લૂંટના ઈરાદે તેઓ પર ફાયરિંગ કરવામાં આવ્યું હતું.

દક્ષિણ આફ્રિકાના ઝાંબિયામાં ભરૂચના મૂળ ત્રણ વ્યક્તિઓ પર ફાયરિંગની ઘટના સામે આવી છે નીગ્રો દ્વારા લૂંટના ઈરાદે તેઓ પર ફાયરિંગ કરવામાં આવ્યું હતું. જોકે હાલમાં ઈજાગ્રસ્ત ત્રણેય વ્યક્તિઓને સારવાર બાદ ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે.

વિદેશમાં ભારતીયો પર થઈ રહેલા હુમલા નવા સૂના નથી. અવારનવાર ભારતીયો પર હુમલા થઈ રહ્યા છે. આ અંગે પરિવારો દ્વારા સરકારને રજૂઆત પણ કરવામાં આવી છે. તેમ છતાં વિદેશમાં આવા હુમલાઓ દિન પ્રતિદિન વધી રહ્યા છે. ત્યારે દક્ષિણ આફ્રિકાના ઝાંબિયામાં મૂળ ભરૂચના ત્રણ વ્યક્તિઓ પર ફાયરિંગની ઘટના સામે આવી છે.

નીગ્રો દ્વારા લૂંટના ઈરાદે ફાયરિંગ કરવામાં આવ્યું હતું અને ત્રણેયને ઈજાઓ પહોંચાડવામાં આવી હતી. તેઓને લૂંટી લેવામાં આવ્યા હતા. આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે. ઈજાગ્રસ્ત તમામને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા અને જ્યાં તેઓની સારવાર બાદ તેઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે.

ઈજાગ્રસ્તો ભરૂચ જિલ્લાના ટંકારીયા અને વડવા ગામના હોવાનું જાણવા મળી રહ્યું છે. હાલ તો હુમલાને લઈને તેઓના પરિવારજનો ખૂબ ચિંતિત જોવા મળી રહ્યા છે.

આ પણ વાંચો :-

ચંદ્રયાન થીમ પર બનાવી ગણેશજીની પ્રતિમા બનાવી, તસવીર જોઈને કહેશો વાહ ક્યાં બાત હે..

0
  • સુરતના ગણેશોત્સવમાં મોટી પ્રતિમાની બોલબાલા વચ્ચે નાની પણ માટીની આકર્ષક પ્રતિમાને વિશેષ પ્રકારનો શણગાર કરવામાં આવી રહ્યો છે.

સુરતના ગણેશોત્સવમાં મોટી પ્રતિમાની બોલબાલા વચ્ચે નાની પણ માટીની આકર્ષક પ્રતિમાને વિશેષ પ્રકારનો શણગાર કરવામાં આવી રહ્યો છે. સુરતમાં એન્જિનિયર યુવકે ચંદ્રયાનની થીમ પર શ્રીજીની પ્રતિમા બનાવી છે. જે હાલ આકર્ષણનું કેન્દ્ર બની છે.

ચંદ્રયાન થીમ પર શ્રીજીની પ્રતિમા બનાવી :

લોકોની માંગ પ્રમાણે સુરતના અડાજણ વિસ્તારમાં રહેતો ૩૩ વર્ષીય એન્જિનિયર યુવક નિરવ ઓઝાએ પ્રતિમાને શણગાર કરવાની કામગીરી શરૂ કરી છે. જેમાં તેણે ચંદ્રયાન થીમ પર શ્રીજીની પ્રતિમા બનાવી છે. માટીમાંથી બનાવવામાં આવેલી ગણેશજીની પ્રતિમા પાછળ ચંદ્રયાનની પ્રતિકૃતિ બનાવી છે.

શ્રીજીને તિરંગા કલરના વસ્ત્રો પહેરાવ્યા :

નિરવ ઓઝાએ જણાવ્યું હતું કે ચંદ્રયાન-૩માં સુરતના પાર્ટ લગાવવામાં આવ્યા છે. ત્યારે શ્રીજીની પ્રતિમા બનાવવાનો વિચાર આવ્યો હતો. ત્યાર બાદ માટીની મૂર્તિ બનાવવામાં આવી છે. શ્રીજીને તિરંગા કલરના વસ્ત્રો પહેરાવ્યા છે. સાથે ચંદ્રયાનની પ્રતિકૃતિ બનાવી છે.

વધુ થીમ પર શ્રીજી બનાવવામાં આવશે :

વધુમાં જણાવ્યું હતું કે ચંદ્રયાનનું સફળતા પૂર્વક લેન્ડિંગ થાય એવી જ આશા છે. હાલ તો આ પ્રતિમા ખરીદવા માટે સુરત જિલ્લા સાથે અન્ય જિલ્લામાંથી પણ લોકો આવી રહ્યા છે. હજુ તો આ એક થીમ પર જ પ્રતિમા બનાવી છે. હવે વધુ થીમ પર શ્રીજી બનાવવામાં આવશે.

આ પણ વાંચો :-