ચંદ્રયાન થીમ પર બનાવી ગણેશજીની પ્રતિમા બનાવી, તસવીર જોઈને કહેશો વાહ ક્યાં બાત હે..

Share this story
  • સુરતના ગણેશોત્સવમાં મોટી પ્રતિમાની બોલબાલા વચ્ચે નાની પણ માટીની આકર્ષક પ્રતિમાને વિશેષ પ્રકારનો શણગાર કરવામાં આવી રહ્યો છે.

સુરતના ગણેશોત્સવમાં મોટી પ્રતિમાની બોલબાલા વચ્ચે નાની પણ માટીની આકર્ષક પ્રતિમાને વિશેષ પ્રકારનો શણગાર કરવામાં આવી રહ્યો છે. સુરતમાં એન્જિનિયર યુવકે ચંદ્રયાનની થીમ પર શ્રીજીની પ્રતિમા બનાવી છે. જે હાલ આકર્ષણનું કેન્દ્ર બની છે.

ચંદ્રયાન થીમ પર શ્રીજીની પ્રતિમા બનાવી :

લોકોની માંગ પ્રમાણે સુરતના અડાજણ વિસ્તારમાં રહેતો ૩૩ વર્ષીય એન્જિનિયર યુવક નિરવ ઓઝાએ પ્રતિમાને શણગાર કરવાની કામગીરી શરૂ કરી છે. જેમાં તેણે ચંદ્રયાન થીમ પર શ્રીજીની પ્રતિમા બનાવી છે. માટીમાંથી બનાવવામાં આવેલી ગણેશજીની પ્રતિમા પાછળ ચંદ્રયાનની પ્રતિકૃતિ બનાવી છે.

શ્રીજીને તિરંગા કલરના વસ્ત્રો પહેરાવ્યા :

નિરવ ઓઝાએ જણાવ્યું હતું કે ચંદ્રયાન-૩માં સુરતના પાર્ટ લગાવવામાં આવ્યા છે. ત્યારે શ્રીજીની પ્રતિમા બનાવવાનો વિચાર આવ્યો હતો. ત્યાર બાદ માટીની મૂર્તિ બનાવવામાં આવી છે. શ્રીજીને તિરંગા કલરના વસ્ત્રો પહેરાવ્યા છે. સાથે ચંદ્રયાનની પ્રતિકૃતિ બનાવી છે.

વધુ થીમ પર શ્રીજી બનાવવામાં આવશે :

વધુમાં જણાવ્યું હતું કે ચંદ્રયાનનું સફળતા પૂર્વક લેન્ડિંગ થાય એવી જ આશા છે. હાલ તો આ પ્રતિમા ખરીદવા માટે સુરત જિલ્લા સાથે અન્ય જિલ્લામાંથી પણ લોકો આવી રહ્યા છે. હજુ તો આ એક થીમ પર જ પ્રતિમા બનાવી છે. હવે વધુ થીમ પર શ્રીજી બનાવવામાં આવશે.

આ પણ વાંચો :-