Home Blog Page 991

ગીરની ગલીઓમાં દીપડાનો આતંક, મટાણામાં ૨૪ કલાકમાં દીપડાએ ૩ લોકો પર હુમલા કર્યા

0
  • ગીર સોમનાથના સૂત્રાપાડા પંથકમાં ૨૪ કલાકની અંદર જ ત્રણ વ્યક્તિ પર દીપડાનો હુમલો. દીપડો આદમખોર બનતા વનવિભાગ પણ હરકતમાં. દીપડાને પકડવા માટે કુલ ૮ પાંજરા મુક્યા.

ગીર સોમનાથ જિલ્લાના સુત્રાપાડા પંથકમાં દીપડાએ હાહાકાર મચાવ્યો છે. આદમખોર દીપડાએ ૨૪ કલાકમાં ઉપરાઉપરી ત્રણ હુમલા કર્યા છે. ગત રોજ બે વર્ષના બાળકને પોતાના જ ઘરેથી ઉઠાવી મોતને ઘાટ ઉતાર્યો. તો વહેલી સવારે ગામના જ અન્ય એક વૃદ્ધા પર હુમલો કરતા વૃદ્ધા ગંભીર રીતે ઘાયલ થયા હતા.

ગણતરી કલાકોમાં બે લોકો પર દીપડાના હુમલાથી મટાણા ગામમાં ભય ફેલાયો છે. ત્યારે મંગળવારે મોડી રાત્રે સુત્રાપાડાના મોરડીયા ગામે દીપડાએ ૭૫ વર્ષની વૃદ્ધ પર દીપડાએ હુમલો કર્યો હતો. વૃદ્ધ મહિલા તેમના ઘરે ઓસરીમાં બેઠા હતા ત્યારે આદમખોર દીપડો તેમને ઉઠાવી ગયો હતો.

પહેલો હુમલો – પરિવારની નજર સામે બાળકને ઉઠાવ્યો :

ગીર સોમનાથ જિલ્લાના સુત્રાપાડા પંથકના મટાણા ગામમાં ગણતરીના કલાકોના સમયમાં જ દીપડાએ એવો તે હાહાકાર મચાવ્યો કે ગામ લોકો ભયભીત થવા લાગ્યા છે. વાત જાણે એમ છે કે ગઈકાલે મોડી રાત્રે મટાણા ગામના રમેશભાઈ જાદવ નામનો પરિવાર પોતાના પરિવાર સાથે ભોજન લઈ અને ઘર માં બેઠા હતા અને તે દરમિયાન રમેશભાઈ જાદવ નામના ખેડૂતનો બે થી અઢી વર્ષનો બાળક પોતાના જ ફળિયામાં રમી રહ્યો હતો અને તેવામાં અચાનક આદમખોર દીપડાએ બાળક પર હુમલો કરી પોતાના જ પરિવારની નજર સામે બાળકને ઉઠાવી જતો રહ્યો.

જો કે અચાનક બાળકના પરિવારની નજર જતા બૂમાબૂમ કરવા લાગ્યા અને આસપાસના લોકો એકઠા થઈ બાળકની શોધખોળ કરવા લાગ્યા. જોકે કલાકોની શોધ ખોળ બાદ માનવી રમેશભાઈ નામના બે વર્ષના બાળકનો મૃતદેહ દૂર એક શેરડીના ખેતરમાંથી મળી આવ્યો.

જો કે તમામ ઘટના બાદ વન વિભાગ ને જાણ થતા વન વિભાગ એક્શનમાં આવી અને બાળકને પીએમ અર્થે ખસેડાયો હતો. અને આદમખોર દીપડાને પકડવા ચાર જેટલા પાંજરા મંગાવી દીપડાને પકડવાની કામગીરી હાથ ધરાઈ હતી.

બીજો હુમલો – ઓસરીમાં સૂતા વૃદ્ધા પર હુમલો  :

જોકે હજુ આ બાળકનું મૃતદેહને પીએમ પણ થયું ન હતું ત્યાં જ ગઈકાલે વહેલી સવારમાં મટાણા જ ગામના અન્ય એક વૃદ્ધા પોતાની જ ઓસરીમાં સૂઈ રહ્યા હતા અને ફરી એક વખત આદમખોર દીપડો આ વૃદ્ધા પર હુમલો કર્યો હતો.

જોકે ત્યારે પણ વૃદ્ધાના ઘરના લોકોની નજર પડતા દીપડો ત્યાંથી પલાયન થઈ નાસી ગયો હતો. પરંતુ ૭૫ વર્ષના વૃદ્ધા ને ગંભીર રીતે ઈજાઓ પહોંચાડી જેના કારણે આ પરિવાર વૃદ્ધા ન લઈ કોડીનાર સરકારી હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડાયા.

ત્રીજો હુમલો – ઓસરીમાં બેઠેલા વૃદ્ધાને દીપડો ઉઠાવી ગયો :

મોડી રાત્રે સુત્રાપાડાના મોરડીયા ગામે દીપડાએ ૭૫ વર્ષની વૃદ્ધા પર દીપડાએ હુમલો કર્યો હતો. રાજીબેન કરસનભાઈ ચાંડેરા નામના વૃદ્ધ મહિલા તેમના ઘરે ઓસરીમાં બેઠા હતા ત્યારે આદમખોર દીપડો તેમને ઉઠાવી ગયો હતો હતો. પરિવારની નજર સામે જ ઉઠાવી જતા પરિવાર બૂમાબૂમ કરતા વૃદ્ધ મહિલાને વાડીમાં છોડી દીપડો નાસી છૂટ્યો છે.

આમ છેલ્લા ૨૪ કલાકની અંદર આ આદમખોર દીપડાએ 3 લોકો પર હુમલા કર્યા છે. મટાણા ગામે બે હુમલા જેમાં એક બાળકનું મોત થયું છે, તો બે લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે. સમગ્ર મામલે વન વિભાગને જાણ થતા અને ગણતરીના સમયમાં મટાણા ગામની અંદર આદમખોર દીપડાએ ત્રણ હુમલા કર્યા છે.

તેને લઈ વન વિભાગ પણ અચંબીત થઈ ગયું. ગામમાં વન વિભાગ સામે રોષ સાથે ભયનો માહોલ જોવા મળ્યો છે. સ્થાનિકોએ આક્રોશ વ્યક્ત કરતા કહ્યું કે વન્યપ્રાણીઓ બાબતે સંવેદનશીલ જિલ્લામાં આર.એફ.ઓ.ની જગ્યા લાંબા સમયથી ખાલી છે.

આ પણ વાંચો :-

સાળંગપુર હનુમાન દાદાને શસ્ત્રોનો શણગાર, દર્શન કરવા લાખો ભક્તો પહોંચ્યા

0
  • સાળંગપુર કષ્ટભંજન હનુમાનજી મંદિરે દાદાને આજે શસ્ત્રોનો દિવ્ય શણગાર કરાયો છે. આજે અધિક માસની અમાસ અને પુરુષોત્તમ મહિનાના છેલ્લા દિવસ નિમિત્તે હનુમાનજી દાદાને શસ્ત્રનો દિવ્ય શણગાર કરાયો છે.

હનુમાનજી દાદાની મૂર્તિ આજુબાજુ ૨૫૦૦ જેટલી તલવારો તેમજ ગદા અને કટારો મૂકાઈ છે. જેથી વહેલી સવારથી મોટી સંખ્યામાં ભક્તોએ હનુમાનજી દાદાના દિવ્ય શણગારના દર્શન કરી ધન્યતા અનુભવી.

May be an image of temple and text

May be an image of temple and text

May be an image of temple and text

No photo description available.

આ પણ વાંચો :-

એમ.એસ. યુનિવર્સિટીની હોસ્ટેલ વિદ્યાર્થીઓ દારૂની મહેફિલ માણતા રંગે હાથ પકડાયા

0
  • વડોદરાની એમ.એસ. યુનિવર્સિટીની હોસ્ટેલની એક રૂમમાંથી ત્રણ વિદ્યાર્થીઓ દારૂની મહેફિલ માણતા રંગે હાથ પકડાયા છે. હોસ્ટેલની રૂમમાંથી વિદેશી દારૂ ભરેલા ગ્લાસ અને બોટલ મળી આવ્યાં હતા. જો કે આ ત્રણ વિદ્યાર્થીઓ હોસ્ટેલની રૂમમાંથી ભાગી ગયા હતા.

હાલમાં યુવાનોમાં ડ્રગ્સ અને દારૂનું સેવન ખૂબ વધી ગયું છે. યુવાનોમાં જાણે ટ્રેન્ડ બની ગયો હોય તેમ દારૂ યુવાનોમાં ફેલાઈ રહ્યો છે. હજુ તો ગુજરાત વિદ્યાપીઠની બોટલ પકડવાની ઘટના તાજી છે. એ સમયમાં તો વડોદરાની એમ.એસ. યુનિવર્સિટીની હોસ્ટેલની એક રૂમમાંથી ત્રણ વિદ્યાર્થીઓ દારૂની મહેફિલ માણતા રંગે હાથ પકડાયા છે.

હોસ્ટેલની રૂમમાંથી વિદેશી દારૂ ભરેલા ગ્લાસ અને બોટલ મળી આવ્યાં હતા. જો કે આ ત્રણ વિદ્યાર્થીઓ હોસ્ટેલની રૂમમાંથી ભાગી ગયા હતા. આ સમગ્ર ઘટના બાદ હોસ્ટેલની સિક્યોરિટી પર સવાલો ઉભા થયા છે.

શું છે સમગ્ર ઘટના !

વડોદરાની એમ.એસ.યુનિવર્સિટીમાં યુવાનોની દારૂની મહેફિલ ઝડપાઈ છે. એમ.એમ. હોસ્ટેલમાં યુનિવર્સિટી વિજિલન્સે દરોડા પાડયા હતા. ત્રણ વિદ્યાર્થીઓ દારૂની મહેફિલ માણતા હોવાનો મેસેજ મળતાં ટીમ એમ.એસ.હોલ દોડી આવી હતી. જોકે વિદ્યાર્થીઓને ખબર પડી કે ચેકિંગ આવ્યું એટલે ભાગી છૂટ્યા હતા.

બે દિવસ પેહલા જ બે વિદ્યાર્થીઓ હોસ્ટેલમાં રહેવા આવ્યા હતા. વિજિલન્સ દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવાની બાંહેધરી આપવામાં આવી છે. ૩૪ નંબરની રૂમમાંથી દારૂ ભરેલા ગ્લાસ મળી આવ્યા હતા. ઉપરાંત દારૂની ખાલી બોટલ અને સિગરેટના બોક્સ પણ મળી આવ્યા હતા.

જો યુવાનો જ જાગૃત નહિ રહે જે પ્રતિબંધ છે તેનો ઉપયોગ સૌથી વધુ રહે છે. થોડા સમય પેહલા બનેલી ઘટના જે ગુજરાત વિદ્યાપીઠની હોસ્ટેલ માંથી મળી હતી તે રૂમના વિધ્યાર્થીનો પ્રવેશ રદ કરી દીધો હતો. પરંતુ હવે આમાં જોવું રહ્યું કે એમ.એસ.યુનિવર્સિટી પોતાની હોસ્ટેલના રૂમમાં દારૂની મહેફિલ માણતા હતા એ વિદ્યાર્થીઓ સામે કેવા પગલાં લેશે.

આ પણ વાંચો :-

પતિ અને સંતાનોને છોડીને પ્રેમી સાથે વિદેશ ભાગી ! સીમા હૈદર અને અંજુ બાદ હવે દીપિકા ચર્ચામાં..

0
  • સીમા હૈદર અને અંજુ બાદ હવે રાજસ્થાનના ડુંગરપુર જિલ્લાની દીપિકાનું નામ ચર્ચામાં છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે દીપિકા તેના બાળકોને છોડીને તેના પ્રેમી સાથે વિદેશ ભાગી ગઈ છે.

હાલમાં દીપિકાના પતિએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. તપાસ ચાલી રહી છે પરંતુ હજુ સુધી દીપિકાનો કોઈ પત્તો મળ્યો નથી. વિસ્તારના લોકો તેને લવ જેહાદની ઘટના ગણાવી રહ્યા છે.

મામલો ડુંગરપુર જિલ્લાના ભમાઈ ગામનો છે. જ્યાં ૧૦ જુલાઈના રોજ એક મહિલા ઘરેથી કહ્યા વગર અન્ય સમાજના યુવક સાથે વિદેશ ગઈ હતી. મહિલાને બે બાળકો છે. એક દીકરી ૧૧ વર્ષની છે જ્યારે દીકરો ૦૭ વર્ષનો છે.

પત્ની ઘરમાંથી અચાનક ગાયબ થઈ જતાં પતિએ ચિત્રી પોલીસ સ્ટેશનમાં કેસ નોંધાવ્યો હતો. પરંતુ હજુ સુધી તેનો પત્તો લાગ્યો નથી. જેના કારણે રોષે ભરાયેલા લોકોએ ગતરોજ એસપી કચેરીનો ઘેરાવ કર્યો હતો.

જણાવી દઈએ કે મહિલા બે બાળકો સાથે ગામમાં રહેતી હતી જ્યારે તેનો પતિ મુંબઈમાં કામ કરતો હતો. પતિની ગેરહાજરીમાં મહિલાઓ અવારનવાર ગુજરાત અને ઉદયપુર સારવાર માટે જતી હતી. ૧૦મી જુલાઈના રોજ પણ તે પોતાને બીમાર હોવાનું જણાવી સારવાર માટે ગુજરાતના ખેડબ્રહ્મા આવી હતી પરંતુ ૧૩મી જુલાઈ સુધી પરત આવી ન હતી.

દરમિયાન તેણે તેના પતિને વોટસએપ પર ફોન કરીને કહ્યું હતું કે, ‘તમે મારાથી નાખુશ હતા, તેથી હું તમારાથી દૂર આવી ગઈ છું…’ આ સાંભળીને પતિ ચોંકી ગયો હતો.

જ્યારે તે ઉતાવળમાં મુંબઈથી ઘરે આવ્યો ત્યારે તેને તેની પત્ની ગાયબ હોવાનું જણાયું. ઘરમાં તપાસ કરતાં લાખોની કિંમતના દાગીના અને રોકડ પણ ગાયબ હતી. જે બાદ પતિએ પોલીસ સ્ટેશનમાં ગુમ થયાની ફરિયાદ નોંધાવી હતી. જેની તપાસ હજુ ચાલુ છે.

મહિલાની બુરખો પહેરેલી તસવીર સામે આવી :

આ કેસમાં ચિત્રી પોલીસ સ્ટેશનના અધિકારી ગોવિંદ સિંહે જણાવ્યું કે મુકેશ પાટીદારે રિપોર્ટમાં જણાવ્યું છે કે તેની પત્ની દીપિકા ૭ જુલાઈ ૨૦૨૩ના રોજ ઘરેથી સારવારના નામે ગુજરાત જશે. ત્યાંથી પત્ની ગુમ થઈ ગઈ હતી. અમે તપાસ કરી રહ્યા છીએ. આ દરમિયાન મહિલાની કેટલીક તસવીરો સામે આવી છે.

જેમાં તે એક યુવક સાથે બુરખો પહેરેલી જોવા મળી રહી છે. જ્યારે બીજી તસવીરમાં તે સાડીમાં જોવા મળી રહી છે. આ ઘટના અંગે લોકો જુદી જુદી વાતો કરી રહ્યા છે. મહિલા કુવૈત જતી હોવાની વાત પણ સામે આવી રહી છે.

આ પણ વાંચો :-

અમદાવાદ પણ યુપી-બિહારના રસ્તે ? આ વિસ્તારમાં ફાયરિંગથી હાહાકાર

0
  • રામબાગ પાસેના પોલીસ સ્ટેશન નજીક એક અજાણ્યા શખ્સે રિવોલ્વરથી હવામાં કથિત ગોળીબાર કર્યો હતો. ત્યારબાદ મણિનગર પોલીસને ઘટનાની જાણ થતાં તેઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા.

અમદાવાદમાં મોડી સાંજે ફાયરિંગથી ઘટનાથી ખળભળાટ મચ્યો છે. અમદાવાદના મણિનગર વિસ્તારમાં કૃષ્ણબાગ પાસે ફરકી લસ્સી દુકાન પાસે ફાયરિંગની ઘટના બની છે. મણિનગર પોલીસે ધમકી આપનાર શખ્સને હાલ ઝડપી લીધો છે. એટલું જ નહીં ફાયરિંગ કરનાર શખ્સને મણીનગર પોલીસ સ્ટેશન લાવી પૂછપરછ શરૂ કરાઈ છે.

આ ઘટના વિશે મળતી માહિતી પ્રમાણે રામબાગ પાસેના પોલીસ સ્ટેશન નજીક એક અજાણ્યા શખ્સે રિવોલ્વરથી હવામાં કથિત ગોળીબાર કર્યો હતો. ત્યારબાદ મણિનગર પોલીસને ઘટનાની જાણ થતાં તેઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા અને ફાયરિંગ કરનાર યુવકને એકત્રિત થયેલ લોકોએ પકડીને પોલીસને સોંપ્યો હતો.

મણિનગર એલ જી હોસ્પિટલ પાસેના ફરકી કુલ્ફી લસ્સીવાળા પાસેના માર્ગ પર યુવક બદુંક લઈને ફરતો હોવાની વાત સામે આવી હતી. ત્યારબાદ લોકોને ધમકાવીને ત્રણેક રાઉન્ડ ગોળીબાર કર્યો હતો. હાલમાં મણિનગર પોલીસ દ્વારા યુવકની ધરપકડ કરી પુછપરછ હાથ ધરાઈ રહી છે. આ ઘટનાને પગલે અધિકારીઓ દોડી આવ્યા હતા.

મણિનગરમાં બનેલી લૂંટ વિથ ફાયરિંગની ઘટનામાં લોકોના ટોળાએ વ્યક્તિને પકડવામાં આવ્યો હતો. પકડાયેલ વ્યક્તિ જયપુરનો રહેવાસી અને ૨૫ વર્ષીય હોવાનું જાણવા મળી રહ્યું છે. આ યુવક વૃંદાવન જવેલર્સમાં ગયેલો અને લૂંટના ઇરાદે આવ્યો હતો.

પોલીસની પુછપરછમાં સામે આવ્યું છે કે આરોપીને દેવું થઈ ગયું હતું જેના કારણે જવેલર્સમાં લૂંટનો પ્લાન બનાવ્યો હતો. પરંતુ જવેલર્સે પ્રતિકાર કરતા આરોપી નાસી છૂટ્યો હતો. ૧૦૯ મરાઠા લાઈટ ઈન ફ્રન્ટ લાઈનમાં આર્મીમાં નોકરી કરે છે અને જમ્મુ કશ્મીરમાં નોકરી કરતો હોવાનું આરોપી સ્વીકારે છે.

જયપુરથી ગઈકાલે આવી ખોખરા પાસે હોટલમાં રોકાયો હતો. પરત ફરતા ફરતા જવેલર્સની દુકાને ગયો હતો. જ્યાં સમગ્ર ઘટનાને અંજામ આપ્યો હતો. આર્મ્સ એક્ટ મુજબ મણિનગર પોલીસ કાર્યવાહી કરશે.

આ પણ વાંચો :-

National Highwayના ટોલ પર મળેલી રસીદ ફેંકી ન દેતા, સાચવી રાખજો, મફતમાં મળશે ૦૫ સુવિધાઓ

0
  • નેશનલ હાઈવે કે બીજા કોઈ રોડ પર ટોલ ચુકવ્યા બાદ મળેલી પહોંચ ખૂબ કામમાં લાગે છે અને તેથી તેને ફેંકી ન દેતા સાચવી રાખવાની જરુર હોય છે.

નેશનલ હાઈવે પર ટોલ ટેક્સ ચૂકવ્યા બાદ મળેલી પહોંચ કે રસીદ લોકો નકામી માનીને ફેંકી દેતા હોય છે પરંતુ અહીં જણાવેલી ચાર સુવિધાઓ જાણીને હવે તમે આ પહોંચી નક્કી જાળવી રાખવાના અને જાળવવા જેવી પણ છે કારણ કે તે હાઈવે પર ચાર પ્રકારની ઈમજરન્સીમાં તમને ખૂબ કામ લાગી જાય છે.

પહોંચની પાછળ લખેલા હોય છે ચાર ફોન નંબર 

ટોલ બૂથ પર પૈસા ચૂકવ્યા બાદ તમને જે રિસિપ્ટ મળે છે તેની આગળ-પાછળ તમને એકથી ચાર ફોન નંબર જરૂર દેખાશે. આ ફોન નંબર હેલ્પલાઈન, ક્રેન સર્વિસ, એમ્બ્યુલન્સ સર્વિસ અને પેટ્રોલ સર્વિસને આપવામાં આવે છે. નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયા તમને આ તમામ સેવાઓ મુસાફરી દરમિયાન ટોલ કલેક્શન લેનમાં પૂરી પાડે છે. આ ચાર નંબર નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયાની સાઈટ http://tis.nhai.gov.in/TollInformation?TollPlazaID=200 પર પણ સરળતાથી મળી જશે.

ઈમરજન્સીના કિસ્સામાં 1033 અથવા 108 પર કોલ કરવાથી તરત મળશે મદદ : 

જો તમને રસ્તામાં કોઈ તકલીફ ઊભી થાય તો તમે નેશનલ હાઈવે હાઈવે ઓથોરિટીના હેલ્પલાઈન નંબર 1033 અથવા 108 પર કોલ કરી શકો છો, તમને આ સમય દરમિયાન તાત્કાલિક મદદ મળશે. આ સેવા ચોવીસ કલાક સુધી સતત ચાલે છે.

મેડિકલ ઈમરજન્સી નંબર :

ક્યારેક નેશનલ હાઈવે પર મુસાફરી કરતી વખતે અચાનક તબિયત બગડી જાય છે આવી સ્થિતિમાં તમે રસીદની સામે અથવા બીજી બાજુ આપેલા મેડિકલ ઈમરજન્સી નંબર પર કોલ કરી શકો છો. કોલ કર્યાંની 10 મિનિટમાં તમારી પાસે એમ્બ્યુલન્સ આવીને ઊભી રહેશે અને તમને મદદ મળી જશે.

પેટ્રોલ હેલ્પલાઈન નંબર :

હાઈવે પર જતી વખતે ઘણી વાર પેટ્રોલ કે ડીઝલ ખતમ થઈ જાય અને વચ્ચે પેટ્રોલ પંપ ન હોય ત્યારે તો મોટી મુસીબત સર્જાતી હોય છે પરંતુ આવી સ્થિતિમાં પણ તમને મદદ મળી શકે છે. જો અચાનક ઈંધણ ખૂટી જાય તો ચિંતા કરવાની જરૂર નથી.

તમે વાહન રસ્તાની બાજુમાં પાર્ક કરી શકો છો, રસીદ અથવા પેટ્રોલ નંબર પર આપેલા હેલ્પ લાઈન નંબર 8577051000 અને 7237999944 પર કોલ કરી શકો છો. જે પછી તરત તમને ૫ કે ૧૦ લીટર પેટ્રોલ પૂરુ પાડવામાં આવશે જોકે તેને માટે તમારે પૈસા ચુકવવા પડશે મફત નહીં મળે.

આ પણ વાંચો :-

માત્ર ૭ લાખમાં મળી જશે આ શાનદાર ગાડીઓ, એવરેજ પણ આપશે દમદાર

0
  • ઓટોમેટિક કાર લેવા માંગો છો, તમારા માટે બજારમાં ઘણા વિકલ્પો ઉપલબ્ધ છે. આવો જાણીએ આ ઓટોમેટિક કાર વિશે.

પોતાની ગાડી ખરીદવાનું દરેકનું સપનું હોય છે. એમાંય એવી ગાડી લેવી કે જેમાં એક સાથે સમગ્ર પરિવારના સભ્યોને તમે લઈ જઈ શકો હરવા ફરવા. જેના માટે તમારે સામાન્ય કરતા મોટી ગાડી લેવી પડે છે. હવે મોટી ગાડીનો ભાવ પણ મોટો હોય. ત્યારે અહીં અમે તમને આપી રહ્યાં છીએ માર્કેટમાં લો પ્રાઈઝમાં મળતી સૌથી સારી ગાડીઓની યાદી.

ભારતમાં ઓટોમેટિક કારનો ટ્રેન્ડ ઝડપથી વધ્યો છે. મેન્યુઅલ ટ્રાન્સમિશનની સરખામણીમાં ઓટોમેટિક કાર એકદમ આરામદાયક છે. જ્યારે પણ કોઈ રસ્તા પર ઓટોમેટિક કાર ચલાવે છે ત્યારે તેને ગિયર બદલવાનું ટેન્શન નથી હોતું. જેના કારણે થાક ઓછો થાય છે.

જો તમે પણ ઓટોમેટિક કાર ખરીદવાનું વિચારી રહ્યા છો અને તમારું બજેટ વધારે નથી તો કેટલાક શ્રેષ્ઠ વિકલ્પો છે જેમાંથી તમે પસંદ કરી શકો છો. ખાસ વાત એ છે કે આ ઓટોમેટિક કારની કિંમત ૬-૭ લાખની વચ્ચે છે અને તેની માઈલેજ પણ સારી છે. ચાલો જાણીએ કે બજારમાં સસ્તી કિંમતે ઉપલબ્ધ ઓટોમેટિક કારના વિકલ્પો વિશે.

Maruti Celerio :

ઓટોમેટિક કાર મારુતિ સેલેરિયોની કિંમત ૬.૩૮ લાખ રૂપિયાથી શરૂ થાય છે. કંપનીનો દાવો છે કે મારુતિ સેલેરિયો ૨૬.૬૮ KMPL ની માઈલેજ આપે છે. મારુતિ સેલેરિયોનું ઓટોમેટિક વેરિઅન્ટ VXI અને ZXI મોડલ પર આધારિત છે અને કુલ 3 ટ્રિમ્સમાં ઉપલબ્ધ છે. તેની એક્સ-શોરૂમ કિંમત ૬.૩૮ લાખથી ૭.૧૪ લાખ રૂપિયાની વચ્ચે છે. કારનો આ દેખાવ તમને ગમશે.

Maruti Wagon R :

મારુતિ વેગન આર ઓટોમેટિક કારની એક્સ-શોરૂમ કિંમત ૬.૪૦ લાખ રૂપિયાથી ૭.૪૨ લાખ રૂપિયા સુધીની છે. તેનું ઓટોમેટિક વર્ઝન કુલ ૪ વેરિઅન્ટમાં આવે છે. મારુતિ વેગનઆરની માઈલેજ પણ સારી છે. કંપની દાવો કરે છે કે તેની માઈલેજ 24 KMPL સુધી છે. આ કારનો લુક પણ ઘણો પ્રભાવશાળી છે.

Renault Kwid :

Renault Kwid ઓટોમેટિક કારની એક્સ-શોરૂમ કિંમત ૬.૧૨ લાખ રૂપિયાથી ૬.૩૩ લાખ રૂપિયા સુધીની છે. તેની માઈલેજ પણ ઘણી સારી હોવાનું કહેવાય છે. કંપનીનો દાવો છે કે Renault Kwid 22 KMPL સુધીની માઈલેજ આપે છે. આ કારનું એન્જિન 5-સ્પીડ ઓટોમેટિક ટ્રાન્સમિશન ગિયરબોક્સથી સજ્જ છે. તમને આ લક્ઝુરિયસ કાર ગમશે.

આ પણ વાંચો :-

૧૬ ઓગષ્ટ / માનસિક બેચેની, શત્રુથી પરેશાની…., આજે આ રાશિના જાતકો રહે સાવધાન ! નહીં તો આવશે પસ્તાવાનો વારો, જુઓ આજનું રાશિ ભવિષ્ય

મેષઃ
આવક ઓછી થવાના કારણે માનસિક અસ્વસ્થતા જણાય. ઉપરાંત તબિયત પણ થોડી અસ્વસ્થ રહે. શરદી, ખાંસી, થાક લાગવાની તકલીફો સહન કરવી પડે. નોકરી-ધંધામાં પ્રગતિ થતી જણાય. માન-સન્માનમાં વધારો થાય.

વૃષભઃ
આદ્યત્મિકતામાં વધારો થતો જણાય. સિદ્ધાંતવાદી વલણ રહે. સંતાનો તરફથી વિશેષ આનંદ મળતો જણાય. સંતાનની પ્રગતિથી દીલ હરખાય. નવું જાણવાનો યોગ બને છે. ભાગ્ય સારૂં છે. ધંધાકીય ક્ષેત્રે સફળતા મળતી જણાય.

મિથુનઃ
વાહનસુખ, મકાન-મિલકતના સુખમાં વૃદ્ધિ થાય. નવા વાહનની ખરીદી શક્ય બને. માતાની તબિયતમાં સુધારો જણાય. માતૃપક્ષ તરફથી લાભ મળતો જણાય. ધંધામાં પરિસ્થિતિ સુધરતાં આવકમાં વૃદ્ધિ થાય. ભાગ્ય સારૂં રહે.

કર્કઃ
આજે શરૂ કરવામાં આવેલા તમામ કાર્યો સફળ થતાં જણાય. પરિવારમાં આનંદ-ઉત્સાહમાં વધારો થાય. શુભ પ્રસંગનું આયોજન થાય. આરોગ્ય સંબંધી થોડી ચિંતા રહે. હિત શત્રુઓથી સાવધ રહેવું.

સિંહઃ
આનંદ, ઉત્સાહ, ઉમંગમાં વધારો થાય. કાર્યમાં સફળતા મળતી જણાય. નવા કપડાં ખરીદી શક્ય બને. દામ્પત્ય જીવનમાં મધુરતા જણાય. પ્રેમી પાત્રનું મિલન શક્ય બને. આરોગ્ય સારૂં જળવાશે.

કન્યાઃ
માનસિક આનંદ વધતો જણાય. ખર્ચમાં અણધાર્યો વધારો થાય. ઉખ્ણવાતની શરદીનો પ્રકોપ રહે. સુકી ખાંસી, માથાનો દુઃખાવો, માઇગ્રેનથી પરેશાની વધે. માતાની તબિયતની કાળજી રાખવી. અગત્યના રોકાણો મુલતવી રાખવા.

તુલાઃ
સંઘર્ષથી સફળતા મળતી જણાય. આવક અંગે અસંતોષ રહે. ઉપરાંત ખર્ચમાં વધારો થતો જણાય. માતૃપક્ષ તરફી ચિંતા રહે. પરિવારમાં ઉચાટ ભર્યું વાતાવરણ રહે.

વૃશ્ચિકઃ
આજે આપના મિત્રોને કારણે આપને આનંદનો અનુભવ થસે. મિત્રોનો સાથ મળતો જણાય. લક્ષ્મીની વખતસર હેરફેર શક્ય બને. પરિવારમાં સુખ, શાંતી, સમૃદ્ધિ જળવાય, સ્થાવર-જંગમ મિલકતથી લાભ મેળવી શકાય.

ધનઃ
નોકરી-ધંધામાં સફળતા નવી નોકરી મળવાના યોગ બને છે. ધંધામાં સફળતા-યશ મળતોજણાય. આવક-જાવકનું પલ્લુ સરભર થતું જણાય. સસરા પક્ષ તરફથી લાભ. આરોગ્ય સારૂ રહેશે. ભાગ્યનો સાથ મળતો જણાય.

મકરઃ
આજે ભાગ્ય બળવાન છે. ઓછી મહેનતા કાર્યમાં સફળતા મળે. યાત્રા-પ્રવાસનું આયોજન શક્ય બને. પરિવારમાં મનમેળ રહે. નવા કાર્યો હાથ પર લઇ શકાય. જૂની ઉઘરાણી છુટી થતી જણાય. પરિણામે નાણાંમાં વૃદ્ધિ થાય.

કુંભઃ
દિવસ દરમિયાન માનસિક પરિતાપ રહે. નકારાત્મક વિચારો મન ઉપર હાવી થતા જણાય. અને પરિણામે જેવા વિચારો તેવું ફળ પ્રાપ્‍ત થાય. આથી હકારાત્મક વિચારો કરવાની સલાહ છે. નોકરી-ધંધામાં દિવસ શાંતિથી પસાર કરી દેવો.

મીનઃ
શેખચલ્લી જેવા વિચારો ટાળવા, મીઠાઈ, ઠંડા પીણાનો શોખ વધતો જણાય, વાણિજ્ય, દુર સંચાર, જળ આધારીત કાર્યો તથા સુગંધીત દ્રવ્યો, ચાંદી, રબ્બરના વેપારવાળાને લાભ, પત્ની સાથે પ્રેમ જળવાશે. આરોગ્ય સારૂં રહેશે. આંખની કાળજી રાખવી.

આ પણ વાંચો :-

એલ્વિશ યાદવ બિગ બોસ OTT 2 નો વિજેતા બન્યો, જીત્યા લાખો રૂપિયા તો અભિષેક મલ્હાન…

  • બિગ બોસના ફેન્સ માટે સારા સમાચાર છે. શોને તેનો વિનર મળી ગયો છે. એલ્વિશ યાદવ વિજેતા બન્યો છે. અભિષેક મલ્હાન ફર્સ્ટ રનર અપ અને મનીષા રાની સેકન્ડ રનર અપ રહી હતી. શોનો ગ્રાન્ડ ફિનાલે ખૂબ જ મનોરંજક હતો.

બિગ બોસના ફેન્સ માટે સારા સમાચાર છે. શોને તેનો વિનર મળી ગયો છે. એલ્વિશ યાદવ વિજેતા બન્યો છે. અભિષેક મલ્હાન ફર્સ્ટ રનર અપ અને મનીષા રાની સેકન્ડ રનર અપ રહી હતી. શોનો ગ્રાન્ડ ફિનાલે ખૂબ જ મનોરંજક હતો.

બિગ બોસના ટોપ ૩ સ્પર્ધકોની વાત કરીએ તો એલ્વિશ યાદવ, મનીષા રાની અને અભિષેક મલ્હાન રહ્યા હતા. શોની ગ્રાન્ડ ફિનાલે ખૂબ જ મજેદાર રહી હતી. આ શોમાં બાદશાહ અને કૃષ્ણા અભિષેક પણ જોવા મળ્યા હતા. તે જ સમયે મહેશ ભટ્ટ પણ પૂજા ભટ્ટને સપોર્ટ કરવા પહોંચ્યા હતા.

આયુષ્માન ખુરાના અને અનન્યા પાંડે પણ ફિલ્મ ડ્રીમ ગર્લ ૨ના પ્રમોશન માટે પહોંચ્યા હતા. શોના ભૂતપૂર્વ સ્પર્ધકોએ પણ પરફોર્મ કર્યું હતું. આ શોમાં ડાન્સ પરફોર્મન્સથી લઈને કોમેડી બધું જ જોવા મળ્યું હતું. આ શોમાં ફલક નાઝ, અવિનાશ સચદેવા, આલિયા સિદ્દીકી, જિયા શંકર, પુનીત કુમાર, પલક પુરસ્વાની, આકાંક્ષા પુરી, જેડી હદીદ જેવા સ્ટાર્સ જોવા મળ્યા હતા.

આ શોના ટોપ ૫ સ્પર્ધકો હતા :

તમને જણાવી દઈએ કે ચાહકોએ શોને ઘણો પ્રેમ આપ્યો છે. આ શોમાં ટીવી ઈન્ડસ્ટ્રીના એકથી વધુ કલાકારો જોવા મળ્યા હતા. સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સરોએ પણ જોરદાર ટક્કર આપી હતી. અને આનું પરિણામ એ આવ્યું કે ૩ ઈન્ફ્લુએન્સર્સ એલ્વિશ યાદવ, અભિષેક મલ્હાન અને મનીષા રાનીએ શોના ટોપ ૫માં સ્થાન મેળવ્યું.

અભિનેત્રી બબીકા ધુર્વે અને પૂજા ભટ્ટ પણ ટોપ ૫માં સ્થાન મેળવ્યું છે. ચાહકોને આ શો ઘણો પસંદ આવ્યો. દરેકે પોતપોતાના પ્રવાસનો ખૂબ આનંદ માણ્યો હતો.

આ પણ વાંચો :-

લાલ કિલ્લાની પ્રાચીરથી મણિપુર હિંસા પર પીએમ મોદીનું મહત્વનું નિવેદન

0
  • આજે દેશ ૭૭મો સ્વતંત્રતા દિવસ ઉજવી રહ્યો છે. આ અવસરે પીએમ મોદી લાલ કિલ્લાની પ્રાચીર પર ધ્વજ ફરકાવ્યો. પીએમ મોદી હાલ દેશને સંબોધન કરી રહ્યા છે.

આજે દેશ ૭૭મો સ્વતંત્રતા દિવસ ઉજવી રહ્યો છે. આ અવસરે પીએમ મોદી લાલ કિલ્લાની પ્રાચીર પર ધ્વજ ફરકાવ્યો. પીએમ મોદી હાલ દેશને સંબોધન કરી રહ્યા છે. સ્વતંત્રતા દિવસ પર તેમનું સતત ૧૦મું સંબોધન છે. ૨૦૨૪ લોકસભા ચૂંટણી પહેલા આ સંબોધનનું ખુબ મહત્વ છે. આ અગાઉ પીએમ મોદીએ ટ્વીટ કરીને કહ્યું કે તમને બધાને સ્વતંત્રતા દિવસની અનેક શુભકામનાઓ. આ ઐતિહાસિક અવસર પર અમૃતકાળમાં વિક્સિત ભારતના સંકલ્પને વધુ સશક્ત બનાવો. જય હિંદ.

પીએમ મોદીનું સંબોધન :

મણિપુર હિંસા પર નિવેદન :

૭૭માં સ્વતંત્રતા દિવસના અવસરે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પીએમ મોદીએ મણિપુર હિંસા મુદ્દે પોતાની વાત રજૂ કરી  અને શાંતિની અપીલ કરી. તેમણે કહ્યું કે દેશ મણિપુરના લોકો સાથે છે. સમાધાન ફક્ત શાંતિથી જ લાવી શકાય છે. કેન્દ્ર અને રાજ્ય સરકાર સમાધાન શોધવાના તમામ પ્રયત્નો કરી રહી છે.

આ પણ વાંચો :-