ગીરની ગલીઓમાં દીપડાનો આતંક, મટાણામાં ૨૪ કલાકમાં દીપડાએ ૩ લોકો પર હુમલા કર્યા

Share this story
  • ગીર સોમનાથના સૂત્રાપાડા પંથકમાં ૨૪ કલાકની અંદર જ ત્રણ વ્યક્તિ પર દીપડાનો હુમલો. દીપડો આદમખોર બનતા વનવિભાગ પણ હરકતમાં. દીપડાને પકડવા માટે કુલ ૮ પાંજરા મુક્યા.

ગીર સોમનાથ જિલ્લાના સુત્રાપાડા પંથકમાં દીપડાએ હાહાકાર મચાવ્યો છે. આદમખોર દીપડાએ ૨૪ કલાકમાં ઉપરાઉપરી ત્રણ હુમલા કર્યા છે. ગત રોજ બે વર્ષના બાળકને પોતાના જ ઘરેથી ઉઠાવી મોતને ઘાટ ઉતાર્યો. તો વહેલી સવારે ગામના જ અન્ય એક વૃદ્ધા પર હુમલો કરતા વૃદ્ધા ગંભીર રીતે ઘાયલ થયા હતા.

ગણતરી કલાકોમાં બે લોકો પર દીપડાના હુમલાથી મટાણા ગામમાં ભય ફેલાયો છે. ત્યારે મંગળવારે મોડી રાત્રે સુત્રાપાડાના મોરડીયા ગામે દીપડાએ ૭૫ વર્ષની વૃદ્ધ પર દીપડાએ હુમલો કર્યો હતો. વૃદ્ધ મહિલા તેમના ઘરે ઓસરીમાં બેઠા હતા ત્યારે આદમખોર દીપડો તેમને ઉઠાવી ગયો હતો.

પહેલો હુમલો – પરિવારની નજર સામે બાળકને ઉઠાવ્યો :

ગીર સોમનાથ જિલ્લાના સુત્રાપાડા પંથકના મટાણા ગામમાં ગણતરીના કલાકોના સમયમાં જ દીપડાએ એવો તે હાહાકાર મચાવ્યો કે ગામ લોકો ભયભીત થવા લાગ્યા છે. વાત જાણે એમ છે કે ગઈકાલે મોડી રાત્રે મટાણા ગામના રમેશભાઈ જાદવ નામનો પરિવાર પોતાના પરિવાર સાથે ભોજન લઈ અને ઘર માં બેઠા હતા અને તે દરમિયાન રમેશભાઈ જાદવ નામના ખેડૂતનો બે થી અઢી વર્ષનો બાળક પોતાના જ ફળિયામાં રમી રહ્યો હતો અને તેવામાં અચાનક આદમખોર દીપડાએ બાળક પર હુમલો કરી પોતાના જ પરિવારની નજર સામે બાળકને ઉઠાવી જતો રહ્યો.

જો કે અચાનક બાળકના પરિવારની નજર જતા બૂમાબૂમ કરવા લાગ્યા અને આસપાસના લોકો એકઠા થઈ બાળકની શોધખોળ કરવા લાગ્યા. જોકે કલાકોની શોધ ખોળ બાદ માનવી રમેશભાઈ નામના બે વર્ષના બાળકનો મૃતદેહ દૂર એક શેરડીના ખેતરમાંથી મળી આવ્યો.

જો કે તમામ ઘટના બાદ વન વિભાગ ને જાણ થતા વન વિભાગ એક્શનમાં આવી અને બાળકને પીએમ અર્થે ખસેડાયો હતો. અને આદમખોર દીપડાને પકડવા ચાર જેટલા પાંજરા મંગાવી દીપડાને પકડવાની કામગીરી હાથ ધરાઈ હતી.

બીજો હુમલો – ઓસરીમાં સૂતા વૃદ્ધા પર હુમલો  :

જોકે હજુ આ બાળકનું મૃતદેહને પીએમ પણ થયું ન હતું ત્યાં જ ગઈકાલે વહેલી સવારમાં મટાણા જ ગામના અન્ય એક વૃદ્ધા પોતાની જ ઓસરીમાં સૂઈ રહ્યા હતા અને ફરી એક વખત આદમખોર દીપડો આ વૃદ્ધા પર હુમલો કર્યો હતો.

જોકે ત્યારે પણ વૃદ્ધાના ઘરના લોકોની નજર પડતા દીપડો ત્યાંથી પલાયન થઈ નાસી ગયો હતો. પરંતુ ૭૫ વર્ષના વૃદ્ધા ને ગંભીર રીતે ઈજાઓ પહોંચાડી જેના કારણે આ પરિવાર વૃદ્ધા ન લઈ કોડીનાર સરકારી હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડાયા.

ત્રીજો હુમલો – ઓસરીમાં બેઠેલા વૃદ્ધાને દીપડો ઉઠાવી ગયો :

મોડી રાત્રે સુત્રાપાડાના મોરડીયા ગામે દીપડાએ ૭૫ વર્ષની વૃદ્ધા પર દીપડાએ હુમલો કર્યો હતો. રાજીબેન કરસનભાઈ ચાંડેરા નામના વૃદ્ધ મહિલા તેમના ઘરે ઓસરીમાં બેઠા હતા ત્યારે આદમખોર દીપડો તેમને ઉઠાવી ગયો હતો હતો. પરિવારની નજર સામે જ ઉઠાવી જતા પરિવાર બૂમાબૂમ કરતા વૃદ્ધ મહિલાને વાડીમાં છોડી દીપડો નાસી છૂટ્યો છે.

આમ છેલ્લા ૨૪ કલાકની અંદર આ આદમખોર દીપડાએ 3 લોકો પર હુમલા કર્યા છે. મટાણા ગામે બે હુમલા જેમાં એક બાળકનું મોત થયું છે, તો બે લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે. સમગ્ર મામલે વન વિભાગને જાણ થતા અને ગણતરીના સમયમાં મટાણા ગામની અંદર આદમખોર દીપડાએ ત્રણ હુમલા કર્યા છે.

તેને લઈ વન વિભાગ પણ અચંબીત થઈ ગયું. ગામમાં વન વિભાગ સામે રોષ સાથે ભયનો માહોલ જોવા મળ્યો છે. સ્થાનિકોએ આક્રોશ વ્યક્ત કરતા કહ્યું કે વન્યપ્રાણીઓ બાબતે સંવેદનશીલ જિલ્લામાં આર.એફ.ઓ.ની જગ્યા લાંબા સમયથી ખાલી છે.

આ પણ વાંચો :-