અમદાવાદ પણ યુપી-બિહારના રસ્તે ? આ વિસ્તારમાં ફાયરિંગથી હાહાકાર

Share this story
  • રામબાગ પાસેના પોલીસ સ્ટેશન નજીક એક અજાણ્યા શખ્સે રિવોલ્વરથી હવામાં કથિત ગોળીબાર કર્યો હતો. ત્યારબાદ મણિનગર પોલીસને ઘટનાની જાણ થતાં તેઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા.

અમદાવાદમાં મોડી સાંજે ફાયરિંગથી ઘટનાથી ખળભળાટ મચ્યો છે. અમદાવાદના મણિનગર વિસ્તારમાં કૃષ્ણબાગ પાસે ફરકી લસ્સી દુકાન પાસે ફાયરિંગની ઘટના બની છે. મણિનગર પોલીસે ધમકી આપનાર શખ્સને હાલ ઝડપી લીધો છે. એટલું જ નહીં ફાયરિંગ કરનાર શખ્સને મણીનગર પોલીસ સ્ટેશન લાવી પૂછપરછ શરૂ કરાઈ છે.

આ ઘટના વિશે મળતી માહિતી પ્રમાણે રામબાગ પાસેના પોલીસ સ્ટેશન નજીક એક અજાણ્યા શખ્સે રિવોલ્વરથી હવામાં કથિત ગોળીબાર કર્યો હતો. ત્યારબાદ મણિનગર પોલીસને ઘટનાની જાણ થતાં તેઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા અને ફાયરિંગ કરનાર યુવકને એકત્રિત થયેલ લોકોએ પકડીને પોલીસને સોંપ્યો હતો.

મણિનગર એલ જી હોસ્પિટલ પાસેના ફરકી કુલ્ફી લસ્સીવાળા પાસેના માર્ગ પર યુવક બદુંક લઈને ફરતો હોવાની વાત સામે આવી હતી. ત્યારબાદ લોકોને ધમકાવીને ત્રણેક રાઉન્ડ ગોળીબાર કર્યો હતો. હાલમાં મણિનગર પોલીસ દ્વારા યુવકની ધરપકડ કરી પુછપરછ હાથ ધરાઈ રહી છે. આ ઘટનાને પગલે અધિકારીઓ દોડી આવ્યા હતા.

મણિનગરમાં બનેલી લૂંટ વિથ ફાયરિંગની ઘટનામાં લોકોના ટોળાએ વ્યક્તિને પકડવામાં આવ્યો હતો. પકડાયેલ વ્યક્તિ જયપુરનો રહેવાસી અને ૨૫ વર્ષીય હોવાનું જાણવા મળી રહ્યું છે. આ યુવક વૃંદાવન જવેલર્સમાં ગયેલો અને લૂંટના ઇરાદે આવ્યો હતો.

પોલીસની પુછપરછમાં સામે આવ્યું છે કે આરોપીને દેવું થઈ ગયું હતું જેના કારણે જવેલર્સમાં લૂંટનો પ્લાન બનાવ્યો હતો. પરંતુ જવેલર્સે પ્રતિકાર કરતા આરોપી નાસી છૂટ્યો હતો. ૧૦૯ મરાઠા લાઈટ ઈન ફ્રન્ટ લાઈનમાં આર્મીમાં નોકરી કરે છે અને જમ્મુ કશ્મીરમાં નોકરી કરતો હોવાનું આરોપી સ્વીકારે છે.

જયપુરથી ગઈકાલે આવી ખોખરા પાસે હોટલમાં રોકાયો હતો. પરત ફરતા ફરતા જવેલર્સની દુકાને ગયો હતો. જ્યાં સમગ્ર ઘટનાને અંજામ આપ્યો હતો. આર્મ્સ એક્ટ મુજબ મણિનગર પોલીસ કાર્યવાહી કરશે.

આ પણ વાંચો :-