માત્ર ૭ લાખમાં મળી જશે આ શાનદાર ગાડીઓ, એવરેજ પણ આપશે દમદાર

Share this story
  • ઓટોમેટિક કાર લેવા માંગો છો, તમારા માટે બજારમાં ઘણા વિકલ્પો ઉપલબ્ધ છે. આવો જાણીએ આ ઓટોમેટિક કાર વિશે.

પોતાની ગાડી ખરીદવાનું દરેકનું સપનું હોય છે. એમાંય એવી ગાડી લેવી કે જેમાં એક સાથે સમગ્ર પરિવારના સભ્યોને તમે લઈ જઈ શકો હરવા ફરવા. જેના માટે તમારે સામાન્ય કરતા મોટી ગાડી લેવી પડે છે. હવે મોટી ગાડીનો ભાવ પણ મોટો હોય. ત્યારે અહીં અમે તમને આપી રહ્યાં છીએ માર્કેટમાં લો પ્રાઈઝમાં મળતી સૌથી સારી ગાડીઓની યાદી.

ભારતમાં ઓટોમેટિક કારનો ટ્રેન્ડ ઝડપથી વધ્યો છે. મેન્યુઅલ ટ્રાન્સમિશનની સરખામણીમાં ઓટોમેટિક કાર એકદમ આરામદાયક છે. જ્યારે પણ કોઈ રસ્તા પર ઓટોમેટિક કાર ચલાવે છે ત્યારે તેને ગિયર બદલવાનું ટેન્શન નથી હોતું. જેના કારણે થાક ઓછો થાય છે.

જો તમે પણ ઓટોમેટિક કાર ખરીદવાનું વિચારી રહ્યા છો અને તમારું બજેટ વધારે નથી તો કેટલાક શ્રેષ્ઠ વિકલ્પો છે જેમાંથી તમે પસંદ કરી શકો છો. ખાસ વાત એ છે કે આ ઓટોમેટિક કારની કિંમત ૬-૭ લાખની વચ્ચે છે અને તેની માઈલેજ પણ સારી છે. ચાલો જાણીએ કે બજારમાં સસ્તી કિંમતે ઉપલબ્ધ ઓટોમેટિક કારના વિકલ્પો વિશે.

Maruti Celerio :

ઓટોમેટિક કાર મારુતિ સેલેરિયોની કિંમત ૬.૩૮ લાખ રૂપિયાથી શરૂ થાય છે. કંપનીનો દાવો છે કે મારુતિ સેલેરિયો ૨૬.૬૮ KMPL ની માઈલેજ આપે છે. મારુતિ સેલેરિયોનું ઓટોમેટિક વેરિઅન્ટ VXI અને ZXI મોડલ પર આધારિત છે અને કુલ 3 ટ્રિમ્સમાં ઉપલબ્ધ છે. તેની એક્સ-શોરૂમ કિંમત ૬.૩૮ લાખથી ૭.૧૪ લાખ રૂપિયાની વચ્ચે છે. કારનો આ દેખાવ તમને ગમશે.

Maruti Wagon R :

મારુતિ વેગન આર ઓટોમેટિક કારની એક્સ-શોરૂમ કિંમત ૬.૪૦ લાખ રૂપિયાથી ૭.૪૨ લાખ રૂપિયા સુધીની છે. તેનું ઓટોમેટિક વર્ઝન કુલ ૪ વેરિઅન્ટમાં આવે છે. મારુતિ વેગનઆરની માઈલેજ પણ સારી છે. કંપની દાવો કરે છે કે તેની માઈલેજ 24 KMPL સુધી છે. આ કારનો લુક પણ ઘણો પ્રભાવશાળી છે.

Renault Kwid :

Renault Kwid ઓટોમેટિક કારની એક્સ-શોરૂમ કિંમત ૬.૧૨ લાખ રૂપિયાથી ૬.૩૩ લાખ રૂપિયા સુધીની છે. તેની માઈલેજ પણ ઘણી સારી હોવાનું કહેવાય છે. કંપનીનો દાવો છે કે Renault Kwid 22 KMPL સુધીની માઈલેજ આપે છે. આ કારનું એન્જિન 5-સ્પીડ ઓટોમેટિક ટ્રાન્સમિશન ગિયરબોક્સથી સજ્જ છે. તમને આ લક્ઝુરિયસ કાર ગમશે.

આ પણ વાંચો :-