અચાનક સેંકડો મોંબાઇલ ફોનમાં આવવા લાગી ‘ગ્રીન લાઈન’ની સમસ્યા

Share this story
  • સ્માર્ટફોન યૂઝર્સ અત્યારે એક નવી સમસ્યાથી પીડાઈ રહ્યો છે અને ટ્વીટર પર એક યુદ્ધ શરૂ કરી દીધું છે.

સ્માર્ટફોન યૂઝર્સ અત્યારે એક નવી સમસ્યાથી પીડાઈ રહ્યો છે અને ટ્વીટર પર એક યુદ્ધ શરૂ કરી દીધુ છે. OLED પેનલથી સજ્જ એવા કેટલાય સ્માર્ટફોનમાં અત્યારે લોકો અચાનક જ ‘ગ્રીન લાઈન’ની સમસ્યા સામે ઝઝૂમવા લાગ્યા છે. ફોનમાં અપડેટ પછી અથવા ચાર્જ થયા પછી અથવા વધુ ગરમ થયા પછી લોકો સાથે આવું બની રહ્યું છે.

#Oneplus છેલ્લા કેટલાક દિવસોથી X પર ટ્રેન્ડ કરી રહ્યું છે. OnePlus ફોનમાં આ સમસ્યા સૌથી વધુ જોવા મળી રહી છે. વનપ્લસ સિવાય આ સમસ્યા Oppo, Poco, Motorola અને RealMe જેવા ફોનમાં પણ સામે આવી છે. હાલમાં આનું કારણ જાણી શકાયું નથી. આ સોફ્ટવેર અપડેટ છે કે ડિસ્પ્લે સપ્લાયમાં સમસ્યા છે તેના પર નિષ્ણાતોના મત અલગ અલગ છે.

Oneplusએ ઉઠાવ્યું મોટુ પગલું – 

OnePlus એ ‘ગ્રીન લાઈન’ની સમસ્યા સામે ઝઝૂમી રહ્યું છે, અને પીડિત યૂઝર્સ માટે એક મોટું પગલું ભર્યું છે. કંપનીએ આવા સ્માર્ટફોન માટે લાઈફ ટાઈમ વોરંટી આપવાનો નિર્ણય કર્યો છે. જો તમે OnePlus યૂઝર છો અને તમને ‘ગ્રીન લાઇન’ સંબંધિત સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે તો તમે તમારા ફોનને ફ્રીમાં રિપેર કરાવી શકો છો. આવામાં કંપની તમને ડિસ્પ્લે રિપ્લેસ કરશે.

આ ઉપરાંત કંપની તમને Oneplus 8 અને 9 સીરીઝના મોડલ પર વાઉચર્સ પણ આપી રહી છે. જો તમે આ સીરીઝના ડિવાઇસીનો ઉપયોગ કરો છો અને તમે ‘ગ્રીન લાઈન‘ની સમસ્યાનો સામનો કરી રહ્યા છો, તો કંપની તમને ફોન માટે કેટલીક કિંમત આપશે. જેનો તમે નવા ફોન પર ક્લેમ કરી શકો છો એટલે કે તમને નવો ફોન ડિસ્કાઉન્ટ પર મળશે.

આ પણ વાંચો :-