આજના બદલાતા જતા સમયમાં વિદ્યાર્થિની અબળાને બદલે સબળા બને તે ખાસ જરૂરી બન્યું છે. હવે નાની ઉંમરની કન્યાની છેડતીના કેસ પણ ચિંતાજનક રીતે વધવા લાગ્યા છે તેવા સંજોગોમાં આવારાં તત્ત્વો સામે કન્યાઓ સ્વરક્ષણ કરી શકે તે બહુ અગત્યનું છે. સ્વરક્ષણ હેતુની વિવિધ તાલીમ આપવામાં આવી.
તમામ મહિલાઓએ અને છોકરીઓએ જાતે જ પોતાની મદદ કરતાં શીખવું જરૂરી છે. એ માટે જ આજ રોજ અમારી દીપ દર્શન વિદ્યા સંકુલમાં ડીંડોલી વિસ્તાર ખાતે આવેલ પોલીસ સ્ટેશનની સી ટીમ દ્વારા વિદ્યાર્થીનીઓને સેલ્ફ ડિફેન્સ અંગે પ્રવૃત્તિ દ્વારા તેમજ પ્રેક્ટીકલ નોલેજ આપીને સમજૂતી આપવામાં આવી હતી.
જેમાં ડીંડોલી પોલીસ સ્ટેશન ખાતે સબ ઈન્સ્પેક્ટર તેમજ સી ટીમના ઈન્ચાર્જ જલ્પાબેન પંડ્યા અને રામા માર્શલ આર્ટસ ગ્રુપના મુકેશભાઈ રાઠોડનો ઘણો સહયોગ મળ્યો હતો. મુકેશભાઈ રાઠોડ દ્વારા વિદ્યાર્થીનીઓને પ્રેક્ટીકલ ટ્રેનિંગ તેમજ જરૂરી માહિતી આપવામાં આવી.
આ પણ વાંચો :-
- પબજીની રમતમાં દિલ દઈ બેઠી… યુવતી સીધી અમદાવાદી યુવકના ઘરે આવી પહોંચી
- પૈસાની લાલચમાં સાસુ-સસરા બન્યા હેવાન, પુત્ર-પુત્રવધુની અંગત પળોના વીડિયો કર્યા વાયરલ