એમ.એસ. યુનિવર્સિટીની હોસ્ટેલ વિદ્યાર્થીઓ દારૂની મહેફિલ માણતા રંગે હાથ પકડાયા

Share this story
  • વડોદરાની એમ.એસ. યુનિવર્સિટીની હોસ્ટેલની એક રૂમમાંથી ત્રણ વિદ્યાર્થીઓ દારૂની મહેફિલ માણતા રંગે હાથ પકડાયા છે. હોસ્ટેલની રૂમમાંથી વિદેશી દારૂ ભરેલા ગ્લાસ અને બોટલ મળી આવ્યાં હતા. જો કે આ ત્રણ વિદ્યાર્થીઓ હોસ્ટેલની રૂમમાંથી ભાગી ગયા હતા.

હાલમાં યુવાનોમાં ડ્રગ્સ અને દારૂનું સેવન ખૂબ વધી ગયું છે. યુવાનોમાં જાણે ટ્રેન્ડ બની ગયો હોય તેમ દારૂ યુવાનોમાં ફેલાઈ રહ્યો છે. હજુ તો ગુજરાત વિદ્યાપીઠની બોટલ પકડવાની ઘટના તાજી છે. એ સમયમાં તો વડોદરાની એમ.એસ. યુનિવર્સિટીની હોસ્ટેલની એક રૂમમાંથી ત્રણ વિદ્યાર્થીઓ દારૂની મહેફિલ માણતા રંગે હાથ પકડાયા છે.

હોસ્ટેલની રૂમમાંથી વિદેશી દારૂ ભરેલા ગ્લાસ અને બોટલ મળી આવ્યાં હતા. જો કે આ ત્રણ વિદ્યાર્થીઓ હોસ્ટેલની રૂમમાંથી ભાગી ગયા હતા. આ સમગ્ર ઘટના બાદ હોસ્ટેલની સિક્યોરિટી પર સવાલો ઉભા થયા છે.

શું છે સમગ્ર ઘટના !

વડોદરાની એમ.એસ.યુનિવર્સિટીમાં યુવાનોની દારૂની મહેફિલ ઝડપાઈ છે. એમ.એમ. હોસ્ટેલમાં યુનિવર્સિટી વિજિલન્સે દરોડા પાડયા હતા. ત્રણ વિદ્યાર્થીઓ દારૂની મહેફિલ માણતા હોવાનો મેસેજ મળતાં ટીમ એમ.એસ.હોલ દોડી આવી હતી. જોકે વિદ્યાર્થીઓને ખબર પડી કે ચેકિંગ આવ્યું એટલે ભાગી છૂટ્યા હતા.

બે દિવસ પેહલા જ બે વિદ્યાર્થીઓ હોસ્ટેલમાં રહેવા આવ્યા હતા. વિજિલન્સ દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવાની બાંહેધરી આપવામાં આવી છે. ૩૪ નંબરની રૂમમાંથી દારૂ ભરેલા ગ્લાસ મળી આવ્યા હતા. ઉપરાંત દારૂની ખાલી બોટલ અને સિગરેટના બોક્સ પણ મળી આવ્યા હતા.

જો યુવાનો જ જાગૃત નહિ રહે જે પ્રતિબંધ છે તેનો ઉપયોગ સૌથી વધુ રહે છે. થોડા સમય પેહલા બનેલી ઘટના જે ગુજરાત વિદ્યાપીઠની હોસ્ટેલ માંથી મળી હતી તે રૂમના વિધ્યાર્થીનો પ્રવેશ રદ કરી દીધો હતો. પરંતુ હવે આમાં જોવું રહ્યું કે એમ.એસ.યુનિવર્સિટી પોતાની હોસ્ટેલના રૂમમાં દારૂની મહેફિલ માણતા હતા એ વિદ્યાર્થીઓ સામે કેવા પગલાં લેશે.

આ પણ વાંચો :-