Home Blog Page 992

અચાનક સેંકડો મોંબાઇલ ફોનમાં આવવા લાગી ‘ગ્રીન લાઈન’ની સમસ્યા

0
  • સ્માર્ટફોન યૂઝર્સ અત્યારે એક નવી સમસ્યાથી પીડાઈ રહ્યો છે અને ટ્વીટર પર એક યુદ્ધ શરૂ કરી દીધું છે.

સ્માર્ટફોન યૂઝર્સ અત્યારે એક નવી સમસ્યાથી પીડાઈ રહ્યો છે અને ટ્વીટર પર એક યુદ્ધ શરૂ કરી દીધુ છે. OLED પેનલથી સજ્જ એવા કેટલાય સ્માર્ટફોનમાં અત્યારે લોકો અચાનક જ ‘ગ્રીન લાઈન’ની સમસ્યા સામે ઝઝૂમવા લાગ્યા છે. ફોનમાં અપડેટ પછી અથવા ચાર્જ થયા પછી અથવા વધુ ગરમ થયા પછી લોકો સાથે આવું બની રહ્યું છે.

#Oneplus છેલ્લા કેટલાક દિવસોથી X પર ટ્રેન્ડ કરી રહ્યું છે. OnePlus ફોનમાં આ સમસ્યા સૌથી વધુ જોવા મળી રહી છે. વનપ્લસ સિવાય આ સમસ્યા Oppo, Poco, Motorola અને RealMe જેવા ફોનમાં પણ સામે આવી છે. હાલમાં આનું કારણ જાણી શકાયું નથી. આ સોફ્ટવેર અપડેટ છે કે ડિસ્પ્લે સપ્લાયમાં સમસ્યા છે તેના પર નિષ્ણાતોના મત અલગ અલગ છે.

Oneplusએ ઉઠાવ્યું મોટુ પગલું – 

OnePlus એ ‘ગ્રીન લાઈન’ની સમસ્યા સામે ઝઝૂમી રહ્યું છે, અને પીડિત યૂઝર્સ માટે એક મોટું પગલું ભર્યું છે. કંપનીએ આવા સ્માર્ટફોન માટે લાઈફ ટાઈમ વોરંટી આપવાનો નિર્ણય કર્યો છે. જો તમે OnePlus યૂઝર છો અને તમને ‘ગ્રીન લાઇન’ સંબંધિત સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે તો તમે તમારા ફોનને ફ્રીમાં રિપેર કરાવી શકો છો. આવામાં કંપની તમને ડિસ્પ્લે રિપ્લેસ કરશે.

આ ઉપરાંત કંપની તમને Oneplus 8 અને 9 સીરીઝના મોડલ પર વાઉચર્સ પણ આપી રહી છે. જો તમે આ સીરીઝના ડિવાઇસીનો ઉપયોગ કરો છો અને તમે ‘ગ્રીન લાઈન‘ની સમસ્યાનો સામનો કરી રહ્યા છો, તો કંપની તમને ફોન માટે કેટલીક કિંમત આપશે. જેનો તમે નવા ફોન પર ક્લેમ કરી શકો છો એટલે કે તમને નવો ફોન ડિસ્કાઉન્ટ પર મળશે.

આ પણ વાંચો :-

 

Reels બનાવનારાઓને હવે પડી જલસા, Instagram લાવ્યું બીજું શાનદાર ફીચર ; આ રીતે કરો ઉપયોગ

0
  • ઈન્સ્ટાગ્રામ પર રીલ બનાવનારાઓ માટે એક સારા સમાચાર આવ્યા છે. હવે ઈન્સ્ટાગ્રામે પોતાની એપમાં એક મોટું ફીચર ઉમેર્યું છે. જેના દ્વારા ગ્રીડ પોસ્ટમાં સોંગ ઉમેરવાની સુવિધા ઉપલબ્ધ થશે.

મેટાની સોશિયલ મીડિયા એપ Instagram એ યુઝર્સ માટે એક નવું ફીચર ઉમેર્યું છે. જી હા… પહેલા ઈન્સ્ટાગ્રામ એપમાં આ સુવિધા નહોતી કે તમે ગ્રીડ પોસ્ટ સાથે મ્યુઝિક એડ કરી શકો પરંતુ તેના નવા અપડેટમાં ઈન્સ્ટાગ્રામે આ સુવિધા આપી છે.

અગાઉ, ઈન્સ્ટાગ્રામ પર એકથી વધુ ફોટા એકસાથે પોસ્ટ કરવામાં આવતા હતા, ત્યારે પ્રથમ ફોટા સિવાય અન્ય કોઈપણ પોસ્ટમાં ગીતો ઉમેરી શકાતા નહોતા, પરંતુ હવે આ નવા અપડેટના કારણે, ગ્રીડની બધી પોસ્ટમાં ગીતો ઉમેરી શકાય છે. ધ વર્જની રિપોર્ટ અનુસાર ઈન્સ્ટાગ્રામનું આ ફીચર શુક્રવારે લોન્ચ કરવામાં આવ્યું છે, જેને અમેરિકન સિંગર-ગીતકાર ઓલિવિયા રોડ્રિગો દ્વારા લોકો માટે રજૂ કરવામાં આવ્યું છે.

ઈન્સ્ટાગ્રામ પર Add Yours સ્ટીકર :

ઓલિવિયા રોડ્રિગોએ આ સુવિધાનો ઉપયોગ પોતાના નવા ગીત ‘Bad Idea Right?’ માટે ઉપયોગ કર્યું. આ ફીચરમાં યુઝર્સને તમામ પોસ્ટમાં એક જ ગીત ઉમેરવાનો વિકલ્પ મળશે. તમને જણાવી દઈએ કે દરેક પોસ્ટ માટે અલગ-અલગ ગીતોનો વિકલ્પ નહીં હોય.

આ નવી સુવિધા ધીમે ધીમે તમામ જગ્યાઓ પર લાવવામાં આવી રહી છે, થોડાક દિવસો દરેક વ્યક્તિ આ સુવિધાનો આનંદ લઈ શકશે. નોંધપાત્ર વાત એ છે કે, Instagram ટૂંક સમયમાં Add Yours સ્ટીકર્સ નામનું ફીચર લાવવા જઈ રહ્યું છે.

જે લોકો રીલ્સ બનાવે છે તેમને આ સુવિધાનો સૌથી વધુ ફાયદો મળશે. આ સુવિધા સાથે જો ચાહકો તેમના ક્રિએટર્સના પ્રોમ્પ્ટ પર રીલ બનાવવા માંગતા હોય, તો તેઓ નવી રીલ બનાવી શકે છે અને તે ક્રિએટર્સના પેજ પર હાઈલાઈટ થશે. જો કે, આમાં ક્રિએટર્સની ઈચ્છા પણ જોવી પડશે કારણ કે જો ક્રિએટર્સ તેને હાઈલાઈટ નહીં કરે તો રીલ દેખાશે નહીં.

ઈન્સ્ટાગ્રામના આ ફીચરની મદદથી ચાહકોને તેમના મનપસંદ ક્રિએટર્સના પેજની મુલાકાત લેવાની તક મળશે. જ્યારે, ક્રિએટર્સ પાસે આવી ૧૦ હાઈલાઈટ ઉપલબ્ધ હશે, જે તે પેજ પર જોઈ શકે છે, આ સાથે, જો કોઈ ચાહકને તેના પ્રિય ક્રિએટર્સના પેજ પર હાઈલાઈટ થતાંની સાથે જ સૂચના મળશે.

ઈન્સ્ટાગ્રામ યુઝર્સની પ્રાઈવસીનું ધ્યાન રાખીને ડીએમમાં ​​પ્રતિબંધ લાદવાની તૈયારી કરવામાં આવી છે. આના કારણે નોન ફોલોઅર્સ એક દિવસમાં તેમની સામેની વ્યક્તિને એકથી વધુ મેસેજ મોકલી શકશે નહીં.

આ પણ વાંચો :-

 

૧૫ ઓગષ્ટ / કામકાજમાં ફાયદો થાય અને મન પ્રસન્ન રહેશે, તો આ રાશિના જાતકોને રાજકાજની રુકાવટો દૂર થશે, જુઓ આજનું રાશિ ભવિષ્ય

મેષ
માનસિક સ્વસ્થતા જળવાશે, પરંતુ આવકની પરિસ્થિતિ ગઇકાલ જેવી જ રહેશે. અેમાં કોઇ સુધારો જણાતો નથી. તબિયત પણ નાદુરસ્ત રહેતી જણાશે. શરદી, ખાંસી થાક લાગવાની સમસ્યા યથાવત રહેશે. ધંધામાં પ્રગતિ જણાય.

વૃષભ
આર્થિક દૃષ્ટિએ દિવસ આસે છે. બપોર બાદ આવકમાં કથળતી જણાય તથા બપોર બાદ થોડી તબિયત કથળતી જણાય. પાણીથી થતા રોગોનો ઉપદ્રવ રહે. ભાગ્ય સાથ આપતું જણાય. ધંધાકીય સફળતા મળે.

મિથુન
નાણાંકીય વ્યવહારોથી ફાયદો થતો જણાય. નવી આવક મેળવવાના સ્ત્રોત ખુલતા જણાય. પરિવારમાં આનંદનું વાતાવરણ રહે. વાહન, સુખ-મિલકત સુખમાં વધારો થતો જણાય. સંતાનની સફળતા જોઇને આનંદ થાય. આરોગ્ય જળવાશે.

કર્ક
કરેલા કાર્યો સફળ થતા જણા. પરિણામે આનંદમાં વૃદ્ઘિ થાય. મિત્ર વર્તુળમાં વધારો, નવી ઓળખાણ થાય. ભાગ્યનો સાથ મળતો જણાય. ધાર્મિક કાર્યનું આયોજન શક્ય બને. યાત્રા-પ્રવાસના યોગ બને છે. આરોગ્ય કથળતું જણાય.

સિંહ
દિવસની શરૂઆત આવકમાં વૃદ્ધિ થતી જણાય. બપોર પછી સામાન્ય, પરિવારના તમામ સભ્યો વચ્ચે પ્રેમ જળવાશે. બપોર બાદ કાર્ય સફળતામાં વૃદ્ધિ થતી જણાય. સંતાન સાથેના સંબંધોમાં અસંતોષ વધતો જણાય.

કન્યા
આપના માટે ઉત્તમ દિવસ. માનસિક આનંદ બરકરાર રહે. છતાં વિઘ્‍ન સંતોષીઓનો સામનો કરવો પડે, પ્રિન્ટીંગ પ્રેસ, કોમ્પ્યૂટરને લગતા ધંધામાં લાભ થતો જણાય. દામ્પત્ય જીવનમાં આનંદ, ઉત્સાહનો સંચાર થતો જણાય.

તુલા
આર્થિક દૃષ્ટિએ આજનો દિવસ મિશ્રફળ આપતો જણાશે. બપોર સુધી આવક ઓછી જણાશે. બપોર બાદ આવકમાં વધારો, પરિવારમાં આનંદ તથા જીવનસાથી સાથે પ્રેમ જળવાશે. સ્વાસ્થ્ય સારૂ રહે. નોકરી-ધંધામાં પ્રગતી.

વૃશ્ચિક
ગઇકાલનો આનંદ આજે બપોર સુધી જળવાશે. ત્યારબાદ આવકમાં ઘટાડો થતો જણાય. બપોર પછી અગત્યના રોકાણો ટાળવા. જોકે, સંઘર્ષ બાદ થોડી સફળતામ ળતી જણાય. આરોગ્યની કાળજી રાખવી. સ્નાયુ સંબંધી તકલીફ જણાય.

ધન
ધંધામાં સફળતા મળતી જણાય. નવો ધંધો શરૂ કરવાની વ્યવસ્થા સરળ બને. આર્થિક રીતે આવક વધતી જણાય. મિત્રોથી લાભ મળતો જણાય. છતાં પણ માનસિક રીતે અજંપો રહેતો જણાય. આરોગ્યની કાળજી રાખવી જરૂરી. શરદી, કફનો ઉપદ્રવ રહે.

મકર
માનસિક રીતે મજબૂતીનો અનુભવ થશે. નાણાંકીય ક્ષેત્ર સફળતા, દામ્પત્ય જીવનમાં પ્રેમનો અનુભવ થશે. ભાગ્ય બળવાન  છે. નસીબથી આવક વધતી જણાય. યાત્રા-પ્રવાસના યોગ બને છે. નોકરી-ધંધામાં સફળતા. નવી નોકરી કે ધંધો શક્ય બને.

કુંભ
બપોર સુધી માનસિક પરિતાપ રહે. કાર્યમાં અસફળતા મળતી જણાય. પરંતુ બપોરબાદ પરિસ્થિતિમાં સુધારો અનુભવાય. નસીબનો સાથ મળતાં, આવક વધતી જણાય. પરિવારમાં વાતાવરણ સુધરે, આરોગ્યમાં સુધારો થતો જણાય.

મીન
બપોર સુધી દિવસ સારો છે. આવકમાં વધારો, પરિવારમાં શાંતિ, સંતાનોથી પ્રેમ જળવાય. જીવનસાથી સાથે સંબંધોમાં મધુરતા જણાય. બપોર પછી આવક ઘટતી જણાય. તબિયતમાં અસ્વસ્થતા અનુભવાય. બપોર પછી અગત્યના નિર્ણયો ટાળવા.

આ પણ વાંચો :-

પાટીદાર પરિવારનો એકનો એક દીકરો લંડનમાં ગુમ, ચાર દિવસથી કોઈ અત્તોપત્તો નથી

0
  • અમદાવાદનો પાટીદાર પરિવારના એકના એક દીકરા કુશ પટેલનો ૧૦ ઓગસ્ટથી પરિવાર સાથે કોઈ સંપર્ક નથી. તેને કોલેજ દ્વારા પણ નોટિસ આપવામાં આવી હતી.

અમેરિકા અને કેનેડામાં ગુજરાતીઓ પર ઘાત બેઠી છે. આ બે દેશોમાં ગુજરાતીઓ સાથે અપહરણ, લૂંટ, હત્યા, ગાયબ થવાના કિસ્સાઓ વધી રહ્યાં છે. ત્યાં હવે યુકેની ધરતી પણ ગુજરાતીઓ માટે સલામત નથી રહી તેવુ લાગી રહ્યું છે.

અમદાવાદનો એક પાટીદાર યુવક લંડનની ગલીઓમાં ગુમ થયો છે. ચાર દિવસથી તેનો પરિવાર સાથે કોઈ સંપર્ક થયો નથી. ૧૦ ઓગસ્ટથી તેનો મોબાઈલ સંપર્ક બહાર બતાવે છે. ત્યારે લંડન પોલીસ પણ હાલ આ યુવકની શોધખોળમાં લાગી છે.

અમદાવાદના નવા નરોડા વિસ્તારમાં રહેતો કુશ પટેલ ગત વર્ષે સ્ટુડન્ટ વિઝા પર લંડન ગયો હતો. ગત વર્ષે ૨૦૨૨ ના વર્ષે તેણે લંડનની યુનિવર્સિટીમાં બિઝનેસ મેનેજમેન્ટના કોર્સમાં એડમિશન લીધું હતું.

પરંતુ ૧૦ ઓગસ્ટથી કુશ પટેલનો કોઈ સંપર્ક થયો નથી. તે ૧૦ ઓગસ્ટ બાદથી કોઈને જોવા મળ્યો નથી. અમદાવાદમાં રહેતા તેના માતાપિતા આ કારણથી ચિંતાતુર બન્યા છે.

કુશનો સંપર્ક ન થયા તેઓએ કુશના રૂમમેટ સાથે વાત કરી હતી. પરંતુ રૂમમેટને પણ તેના વિશે કોઈ ખબર ન હતી. તેથી તેના માતાપિતાએ લંડનની વેમ્બલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરી છે. તેથી લંડન પોલીસે હાલ કુશની શોધખોળ શરૂ કરી છે.

બે કે ત્રણ મહિનામાં કુશ પટેલના વિઝા પણ પૂર્ણ થવાના હતા. કુશ પટેલને પરિવારને આ તમામ બાબતે જવાબ શું આપશે અને હિસાબ આપવાની ચિંતા હોવાથી તે મોબાઇલ બંધ કરીને ક્યાંય જતો રહ્યો હોવાની આશંકા છે.

કુશ પટેલ પરિવારનો એકનો એક આધાર છે. કારણ કે તે લંડનમાં નોકરી કરીને જે રૂપિયા કમાતો હતો. તેનાથી અમદાવાદમાં તેના પરિવારનું ગુજરાન ચાલે છે. તેના પિતાને શારીરિક તકલીફ છે. તેમજ તેના માતા પણ હાઉસવાઈફ છે. હાલ કુશના દાદીના પેન્શનથી ઘર ચાલે છે. તેથી પાટીદાર પરિવાર પોતાના વ્હાલસોયાના પરત લાવવા માટે ચિંતાતુર બન્યો છે.

આ પણ વાંચો :-

 

સીમા હૈદર પ્રેગનન્ટ ? પોતાની પ્રેગનન્સી પર સીમાએ જાહેરમાં કર્યો ખુલાસો, જાણો શું કહ્યું…

0
  • સ્વતંત્રતા દિવસના અવસર પર સીમા હૈદરે હર ઘર તિરંગા અભિયાન હેઠળ ગ્રેટર નોઈડાના રાબુપુરામાં તેના ઘરે તિરંગો ધ્વજ પણ ફરકાવ્યો હતો.

કિસ્તાનથી આવેલી સીમા હૈદર ભારતીય મીડિયામાં સતત હેડલાઈન્સમાં રહે છે. તેના અનેક પ્રકારના સમાચારો સામે આવી રહ્યા છે. હવે આ બધાની વચ્ચે તેની પ્રેગ્નન્સીને લઈને ચર્ચાએ જોર પકડ્યું છે. સીમાની (Seema Haider) પ્રેગનન્સીને લઇને અનેક પ્રકારના દાવા કરવામાં આવી રહ્યા છે.

જેના પર હવે ખુદ સીમા હૈદરનું નિવેદન સામે આવ્યું છે. સીમા હૈદરે કહ્યું કે આ મારો અંગત મામલો છે. પરંતુ તેની સાથે તેને એક એવી વાત પણ કરી હતી. જે આ દાવાની પુષ્ટિ કરતી હોય તેવું લાગી રહ્યું છે.

ખરેખરમાં, સ્વતંત્રતા દિવસના અવસર પર સીમા હૈદરે હર ઘર તિરંગા અભિયાન હેઠળ ગ્રેટર નોઈડાના રાબુપુરામાં તેના ઘરે તિરંગો ધ્વજ પણ ફરકાવ્યો હતો. જે દરમિયાન તેને ઉગ્રતાથી ભારત માતા કી જયના ​​નારા લગાવ્યા હતા અને રાષ્ટ્રગીત પણ ગાયું હતું.

આ દરમિયાન સીમાએ નારંગી, સફેદ અને લીલા રંગની તિરંગાની સાડી પહેરી હતી. તેની સાથે તિરંગાની ચુંદડી પણ પહેરેલી હતી અને માતાની ચુંદડી તેના કપાળ પર બાંધેલી જોવા મળી હતી. સીમાએ તેની છત પર ઉભા રહીને ચાર બાળકો અને ગ્રામજનો સાથે ભારત માતા કી જયના ​​નારા લગાવ્યા.

આ દરમિયાન સીમા અને સચિનના વકીલ એપી સિંહ પણ હાજર હતા. સીમાના વકીલે ગ્રામજનોને અપીલ કરી હતી કે જો સીમા હૈદરને તપાસ એજન્સીઓ તરફથી ક્લીનચીટ મળે છે. તો તેને ખુલ્લા દિલથી અપનાવી લો. તેને તમારી બનાવી લો, જેમ કે ભારતમાં ઘણા લોકોને આશ્રય આપવામાં આવ્યો છે.

સીમા પ્રેગનન્ટ છે કે નહીં, શું બોલી સીમા હૈદર :

તિરંગો ફરકાવ્યા બાદ સીમા હૈદરે મીડિયા સાથે વાત પણ કરી હતી. આ દરમિયાન જ્યારે પત્રકારોએ તેને તેની પ્રેગ્નન્સી વિશે સવાલ કર્યો ત્યારે સીમા હૈદરે કહ્યું કે “હું એ કહેવા માંગતી નથી કે તે ગર્ભવતી છે કે નહીં. આ મારી અંગત બાબત છે. હું બધાને કહેવા પણ માંગતી નથી. જો હું બોલીશ તો નજર લાગી જાય છે.” તેના વિશે કોઈ વાત ન થવી જોઈએ. આ મારી અંગત બાબત છે.”

આ પણ વાંચો :-

ઢાબા પર સેક્સ રેકેટના કારણે આ હાઈવે થયા બદનામ : જમવાનું પીરસવા આવે છે મહિલાઓ પછી… 

0
  • છોકરીઓને ૫૦૦, ૮૦૦, ૧૦૦૦ રૂપિયામાં થોડા કલાકો માટે ઓફર કરવામાં આવે છે. અહીં બનેલા રૂમમાં ચાલે છે સેક્સ રેકેટ.

જો તમે વીકએન્ડ પર તમારા પરિવાર સાથે હાઈવે ઢાબા પર ખાવાનું પ્લાનિંગ કરી રહ્યા છો. તો તેમની વાસ્તવિકતા જાણ્યા પછી તમે કદાચ તમારો પ્લાન બદલી નાખશો. આ ઢાબાઓ પર ટેસ્ટી ફૂડ તો મળે છે. પરંતુ ખાણીપીણીની સાથે અહીં દેહવિક્રયનો કાળો કારોબાર ચાલી રહ્યો છે.

છોકરીઓને ફૂડ મેનૂ સાથે ઓફર કરવામાં આવે છે. જોકે કોઈ એક હાઈવે પર બનેલા ઢાબાની આ હાલત નથી, દેશના મોટાભાગના હાઈવે ઢાબાની તસવીરો લગભગ આવી જ છે. પૈસા કમાવવાના લોભમાં અહીં દેહવ્યાપારનો ધંધો આડેધડ ચાલી રહ્યો છે. છોકરીઓને ૫૦૦, ૮૦૦, ૧૦૦૦ રૂપિયામાં થોડા કલાકો માટે ઓફર કરવામાં આવે છે અને પછી અહીં બનેલા રૂમમાં સેક્સ રેકેટ ચાલે છે.

ઢાબા પર ભોજનની સાથે પીરસવામાં આવે છોકરીઓ :

દેશના જુદા જુદા ભાગોના ઢાબાઓ પર પોલીસે અનેક વખત કાર્યવાહી કરી છે. અહીં અનેક વખત દરોડા પાડવામાં આવ્યા છે. ઘણી વખત યુવતીઓ અને ગ્રાહકો રંગે હાથે ઝડપાયા છે. હોટલ માલિકોની પણ ધરપકડ કરવામાં આવી છે. પરંતુ થોડા સમય પછી તેઓ ફરી એ જ ધંધો શરૂ કરે છે. અથવા એમ કહીએ કે છોકરીઓને જાણી જોઈને ઢાબાઓમાં રાખવામાં આવે છે જેથી તેઓ ગ્રાહકોને ફસાવી શકે.

સેક્સ રેકેટનો પર્દાફાશ :

તાજેતરમાં જ આવી ઘટના સામે આવી છે ઉત્તર પ્રદેશના ભદોહીમાંથી પસાર થતો NH 19થી પોલીસને બાતમી મળી હતી કે અહીંના વાજપેયી ધાબા અને એએફસી રેસ્ટોરન્ટમાં નેપાળ અને મિર્ઝાપુરથી યુવતીઓ આવી રહી છે અને ગ્રાહકોની માંગ પર વેશ્યાવૃત્તિ થઈ રહી છે. ખાવા-પીવાની આડમાં સેક્સ રેકેટ ચાલી રહ્યું છે.

૦૪ પોલીસકર્મીઓ સસ્પેન્ડ :

આ તરફ જ્યારે તેની પૂછપરછ કરવામાં આવી તો તેણે જણાવ્યું કે પાલી હાઈવેના લગભગ તમામ ઢાબા રાત પડતાની સાથે જ શણગારાઈ જાય છે. છોકરીઓને અલગ-અલગ દરે આપવામાં આવે છે. આ દલાલોએ ચાર પોલીસકર્મીઓના નામ પણ લીધા હતા. જેઓ આ કામમાં હોટલ માલિકો સાથે મીલીભગત ધરાવે છે. આ ઘટના બાદ ચારેય પોલીસકર્મીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા.

આ પણ વાંચો :-

મહિલાઓએ છોકરીઓએ માત્ર રસોઈની જ નહીં રક્ષણની પણ બારખડી શીખવી જરૂરી

0

આજના બદલાતા જતા સમયમાં વિદ્યાર્થિની અબળાને બદલે સબળા બને તે ખાસ જરૂરી બન્યું છે. હવે નાની ઉંમરની કન્યાની છેડતીના કેસ પણ ચિંતાજનક રીતે વધવા લાગ્યા છે તેવા સંજોગોમાં આવારાં તત્ત્વો સામે કન્યાઓ સ્વરક્ષણ કરી શકે તે બહુ અગત્યનું છે. સ્વરક્ષણ હેતુની વિવિધ તાલીમ આપવામાં આવી.

dfb3b5a5-c901-4ff7-842b-0f509a4d4b39તમામ મહિલાઓએ અને છોકરીઓએ જાતે જ પોતાની મદદ કરતાં શીખવું જરૂરી છે. એ માટે જ આજ રોજ અમારી દીપ દર્શન વિદ્યા સંકુલમાં ડીંડોલી વિસ્તાર ખાતે આવેલ પોલીસ સ્ટેશનની સી ટીમ દ્વારા વિદ્યાર્થીનીઓને સેલ્ફ ડિફેન્સ અંગે પ્રવૃત્તિ દ્વારા તેમજ પ્રેક્ટીકલ નોલેજ આપીને સમજૂતી આપવામાં આવી હતી.

e3cc8cd6-8a24-403a-bdfc-6175e1cb36a8

જેમાં ડીંડોલી પોલીસ સ્ટેશન ખાતે સબ ઈન્સ્પેક્ટર તેમજ સી ટીમના ઈન્ચાર્જ જલ્પાબેન પંડ્યા અને રામા માર્શલ આર્ટસ ગ્રુપના મુકેશભાઈ રાઠોડનો ઘણો સહયોગ મળ્યો હતો. મુકેશભાઈ રાઠોડ દ્વારા વિદ્યાર્થીનીઓને પ્રેક્ટીકલ ટ્રેનિંગ તેમજ જરૂરી માહિતી આપવામાં આવી.

આ પણ વાંચો :-

 

 

 

પબજીની રમતમાં દિલ દઈ બેઠી… યુવતી સીધી અમદાવાદી યુવકના ઘરે આવી પહોંચી

0
  • પંજાબના એક પરિવારની યુવતી ગાયબ હતી. તેનો પરિવાર તેને શોધતો શોધતો અમદાવાદ પહોંચ્યો. ત્યારે ખબર પડી કે દીકરી પબજી રમતા રમતા અમદાવાદના યુવકના પ્રેમમાં પડી હતી અને અહી આવી ગઈ છે.

આજકાલ ચારેતરફ ઓનલાઈન પ્રેમના કિસ્સા ચર્ચામાં છે. એક યુવતી પ્રેમ ખાતર પાકિસ્તાનથી ભારત આવી ગઈ, અને બીજી પાકિસ્તાની યુવકના પ્રેમમાં ભારતથી પાકિસ્તાન પહોંચી ગઈ. આવામાં એક ખતરનાક કિસ્સો બન્યો છે.

પબજીની રમત રમતમાં એક પંજાબી યુવતી ગુજરાતી યુવકને દિલ દઈ બેઠી અને પબજીનો પ્રેમ પંજાબી યુવતીને ગુજરાત ખેંચી લાવ્યો. પાકિસ્તાની સીમાની જેમ પંજાબની યુવતી પબજી રમતા રમતા અમદાવાદના કૃષ્ણનગરના રહેવાસી યુવકના પ્રેમમાં પડી.

આ કિસ્સાની વાત કરીએ તો સાચે જ કહી શકાય કે પ્રેમના કોઈ સીમાડા નથી હોતા. પાકિસ્તાનની ત્રણ સંતાનોની માતા સીમા હૈદરને પબજી રમતા રમતા ભારતના સચીન સાથે પ્રેમ થઈ જાય છે. પંજાબની એક યુવતી પબજી રમતા રમતા અમદાવાદના કૃષ્ણનગરના એક યુવકના પ્રેમમાં પડીને ગુજરાત આવી ગઈ.

હાલ યુવતી યુવક સાથે તેના ચાલીના મકાનમાં રહે છે. આ કિસ્સામાં પણ યુવતી યુવક કરતા ઉંમરમાં મોટી છે. યુવતીના પરિવારજનો તેને શોધતા શોધતા ગુજરાત આવી ચઢ્યા હતા. પરંતુ યુવકની ઉંમરમાં હજી ૨૧ વર્ષ થવાના બાકી છે. તેથી હાલ બંને લગ્ન કરી શકે તેમ નથી.

બન્યું એમ હતું કે પંજાબના એક પરિવારની યુવતી ગાયબ હતી. તેનો પરિવાર તેને શોધતો શોધતો અમદાવાદ પહોંચ્યો. ત્યારે ખબર પડી કે દીકરી પબજી રમતા રમતા અમદાવાદના યુવકના પ્રેમમાં પડી હતી અને અહી આવી ગઈ છે. યુવતીના પરિવારજનોએ આક્ષેપ કર્યો કે તેમની દીકરીને ફસાવવામાં આવી છે.

તો બીજી તરફ કૃષ્ણનગરની એક ચાલીમાં રહેતો યુવક મધ્યમવર્ગીય પરિવારનો છે. જે નાનુ-મોટું કામ કરીને પરિવારનું ગુજરાન ચલાવે છે. છેલ્લા કેટલાક સમયથી તે ઓનલાઈન પબજી ગેમ રમતો હતો. જેમાં તે પંજાબી યુવતીના સંપર્કમાં આવ્યો હતો. એક દિવસ યુવતીએ યુવક સામે પ્રેમનો પ્રસ્તાવ મૂક્યો અને યુવકે તેને સ્વીકારી લીધો. પછી તો શું યુવતી લગ્ન માટે સીધી તેના ઘરે પહોંચી ગઈ.

યુવતીના અણધાર્યા આગમનથી યુવકના પરિવારજનો ચોંકી ગયા હતા. પરંતું બાદમાં તેણે ઘરમાં બધી વાત કરતા તેઓએ યુવતીના પરિવારજનોને જાણ કરી હતી.

આ પણ વાંચો :-

પૈસાની લાલચમાં સાસુ-સસરા બન્યા હેવાન, પુત્ર-પુત્રવધુની અંગત પળોના વીડિયો કર્યા વાયરલ

0
  • રાજકોટમાં પુત્ર-પુત્રવધૂના અંગત પળોના વીડિયો ઉતારી સાસુ-સસરાએ વેબસાઈટ પર મુક્યા, પરિણીતાની ફરિયાદના આધારે સાયબર ક્રાઈમે સાસુ-સસરા અને પતિની કરી ધરપકડ.

રાજકોટના ભક્તિનગર વિસ્તારમાં જે ઘટના બની છે તેના વિશે જાણીને તમે પણ હચમચી જશો. રૂપિયા કમાવવાની લાલચમાં માવતર જ કમાવતર બન્યા હોવાના અનોખા કિસ્સાએ સમગ્ર શહેરમાં ચર્ચા જગાવી છે. રૂપિયા કમાવવાની લાલચે સાસુ-સસરાએ પુત્ર અને પુત્રવધૂના અંગત રીતે વીડિયો ઉતારી વેબસાઈટ પર મુકતા ખળભળાટ મચી ગયો છે.

પરિણીતાએ સાયબર ક્રાઈમમાં સાસુ-સસરા અને પતિ સામે ફરિયાદ નોંધાવી છે. પુત્રવધૂએ વહેલી પ્રસૂતિ માટે સસરાએ દોરાધાગા પહેરાવ્યા હોવાનો પણ આક્ષેપ કર્યો છે. હાલ સાયબર ક્રાઈમે સાસુ-સસરા અને પતિની ધરપકડ કરી છે.

આ મામલે વિજ્ઞાન જાથાના જયંત પંડ્યાનું નિવેદન સામે આવ્યું છે. તેમણે જણાવ્યું છે કે, વિજ્ઞાન જાથા આ પરિવારની મુલાકાત લેશે અને ભવિષ્યમાં આ પ્રકારે બનાવ ન બને તે માટે સમજાવટ કરવામાં આવશે. આ ઘટના નારી જાતિનું અપમાન છે.

આ સમગ્ર ઘટના અંગે અમે માહિતી મેળવી રહ્યા છીએ. સસરા દ્વારા જે રીતે સમગ્ર ષડયંત્ર રચાયું તે ખરેખર નિંદનીય છે. દોરા-ધાગા, અંધ વિશ્વાસની માન્યતાની નિંદા કરીએ એટલી ઓછી છે. ભવિષ્યમાં કોઈપણ સમાજમાં આ પ્રકારના બનાવ ન બને તે માટે સરકારે કડક પગલા લેવા જરૂરી છે.

રાજકોટના ધનાઢ્ય પરિવારની વર્ષીય પુત્રવધૂએ આરોપીઓ દ્વારા તેની સાથે સેક્સ્યુઅલ એક્સપ્લોઈટેશન, સેક્સ્યુઅલ એબેટમેન્ટ કરવામાં આવતું હોવાની ફરિયાદ નોંધાવી છે. તેણે જણાવ્યું છે કે લગ્નના બે વર્ષમાં જ લાલચુ સાસરિયાએ તેનું જીવન બરબાદ કરી નાખ્યું છે.

સાસુ-સાસરિયાએ જ પુત્ર અને પુત્રવધૂના અંગત પળોના વીડિયો ઉતાર્યા હતા. એટલું નહીં આ વીડિયોને વેબસાઈટ પર પણ મૂક્યા હતા. તો વેબ કેમેરાથી ૧૦વખત તેમની અંગત પળોને લાઈવ કરી હતી.

અંધશ્રદ્ધાળુ સસરાએ અનેક વખત દોરા-ધાગા પહેરાવી તેની વિધિ કરાવી હતી. તો સાસુ-સસરા દ્વારા વહેલી ડિલિવરી કરવા માટે પુત્રવધૂ પર દબાણ કરવામાં આવતું હતું. તેમજ વહેલી ડિલિવરી નહીં કરે તો પતિનું મૃત્યુ થશે તેવું કહીને તેને ડરાવતા હતા.

હાલ પરિણીતાની ફરિયાદના આધારે સાયબર ક્રાઈમે શહેરની નામાંકિત હોટલ સાથે સંકળાયેલા ધનાઢ્ય પરિવાર સામે આકરી કાર્યવાહી કરવામાં આવી છે. સાયબર ક્રાઈમે સાસુ-સસરા અને પતિની ધરપકડ કરી તપાસ શરૂ કરાઈ છે.

આ પણ વાંચો :-

ખરાબ કેપ્ટનસી, બેટિંગ-બોલિંગની ખુલી પોલ… ભારતના હારતા જ તૂટ્યો ઐતિહાસિક રેકોર્ડ

0
  • ભારતીય ટીમે રોહિત શર્માની કપ્તાનીમાં વેસ્ટ ઈન્ડિઝ પ્રવાસની શરૂઆત ટેસ્ટ શ્રેણીમાં વિજય સાથે કરી હતી. આ પછી વનડે શ્રેણી પણ કબજે કરી.

ભારતીય ટીમે રોહિત શર્માની કપ્તાનીમાં વેસ્ટ ઈન્ડિઝ પ્રવાસની શરૂઆત ટેસ્ટ શ્રેણીમાં વિજય સાથે કરી હતી. આ પછી, વનડે શ્રેણી પણ કબજે કરી. પરંતુ હાર્દિક પંડયા કપ્તાનીમાં ટી-૨૦ શ્રેણીમાં હાર સાથે શ્રેણીનો અંત આવ્યો હતો.

શ્રેણીની પ્રથમ ૨ મેચ યજમાન વિન્ડીઝે જીતી હતી. આ પછી ટીમ ઈન્ડિયાએ પુનરાગમન કર્યું અને આગામી બે મેચ જીતીને શ્રેણી ૨-૨થી બરાબર કરી લીધી. પરંતુ પાંચમી મેચમાં તેમને ૮ વિકેટથી ખરાબ હારનો સામનો કરવો પડયો હતો અને આ રીતે ભારતીય ટીમ આ શ્રેણી પણ ૨-૩થી હારી ગઈ હતી.

આ સમગ્ર શ્રેણીમાં હાર્દિક પંડયાની કેપ્ટનશિપની ભારે ટીકા થઈ રહી છે. પંડયાની કંગાળ સુકાની છેલ્લી મેચમાં પણ જોવા મળી હતી. ટોસ જીત્યા બાદ તેણે પહેલા બેટિંગ કરવાનો નિર્ણય કર્યો જે ખોટો સાબિત થયો. ટીમે માત્ર ૧૭ રનમાં ૨ વિકેટ ગુમાવી દીધી હતી. યશસ્વી જયસ્વાલ (૫) અને શુભમન ગિલ (૯) વહેલા આઉટ થયા હતા.

આ પછી સૂર્યકુમાર યાદવે ૪૫ બોલમાં ૬૧ રનની અડધી સદીની ઇનિંગ રમીને ટીમને સંભાળી હતી. જેના કારણે ભારતીય ટીમે ૯ વિકેટે ૧૬૫ રન બનાવ્યા હતા. વિન્ડીઝ તરફથી રોમારીયો શેફર્ડે ૪ જ્યારે જેસન હોલ્ડર અને અકીલ હુસૈને ૨-૨ વિકેટ ઝડપી હતી.

આ હાર સાથે ભારતીય ટીમનો એક ઐતિહાસિક રેકોર્ડ પણ તૂટી ગયો છે. આ રેકોર્ડ ૫ મેચોની દ્વિપક્ષીય T20 શ્રેણીમાં અજેય રહેવાનો છે. વાસ્તવમાં ભારતીય ટીમ તેના ક્રિકેટ ઈતિહાસમાં પ્રથમ વખત ૫ મેચની દ્વિપક્ષીય T20 શ્રેણી હારી છે. ટીમ ઈન્ડિયાની પાંચ મેચોની આ 5મી દ્વિપક્ષીય શ્રેણી હતી.

આ પણ વાંચો :-