વધારે પડતી ચા પીવાની છે આદત ? તો સાવધાન ! નહીં તો શરીરમાં થઇ જાય છે આ ચીજની ઉણપ

Share this story
  • રિસર્ચમાં ચામાં અમુક એવા તત્વો મળી આવ્યા છે જે શરીરથી અમુક પોષકતત્વોને અવશોષિત કરી શકે છે. તેમાંથી સૌથી પ્રમુખ આયર્ન છે. આવો જાણીએ વધારે ચા કેમ ન પીવી જોઈએ.

જો તમે પણ ચાના શોખીન છો અને આખા દિવસમાં ઘણા કપ ચા પીવો છો તો સ્વાસ્થ્ય માટે ગંભીર રીતે ખતરો બની શકે છે. અનુક અભ્યાસમાં જણાવવામાં આવ્યું છે કે જો લિમિટમાં ચા પીવામાં આવે તો આ ફાયદાકારક બની શકે છે પરંતુ વધારે ચા પી રહ્યા છો તો તેનાથી ઘણા નુકસાન થઈ શકે છે.

વધારે ચા પીવાથી ચિંતા, ઉંઘની સમસ્યા અને માથામાં દુખાવા જેવી સમસ્યા થઈ શકે છે. રિસર્ચમાં જણાવવામાં આવ્યું છે કે ચામાં અમુક એવા તત્વો મળી આવે છે જે શરીરમાંથી અમુક પોષક તત્વોને અવશોષિત કરી શકે છે. તેમાંથી સૌથી વધારે છે આયર્ન.

શરીરમાંથી આયર્ન ઓછુ કરે છે ચા :

સંશોધનમાં જાણવા મળ્યું કે ચામાં ટેનિન નામનું એક કમ્પાઉન્ડ હોય છે. જે અમુક વસ્તુઓમાં આયર્નથી બાઈન્ડ થઈ જાય છે. આ પાચન તંત્રથી આયર્ન અવશોષિત કરી તેને પ્રભાવિત કરી શકે છે.

જ્યારે શરીરમાં આયર્નની કમી થઈ જાય છે. ત્યારે એનીમિયાનો ખતરો વધી જાય છે. આજ રીતે થાક અને કમજોરી જેવી સમસ્યાઓ પણ થઈ શકે છે. માટે જે લોકોમાં પહેલાથી જ આયર્નની કમી છે તેમને ચા ઓછી પીવી જોઈએ.

ઉંઘને પ્રભાવિત કરી શકે છે ચા :

ચામાં કેફીન મળી આવે છે જેની વધારે માત્રા શરીરમાં પહોંચવાથી ઉંઘની સમસ્યા થઈ શકે છે. સંશોધનમાં જાણવા મળ્યું છે કે કેફીન મેલાટોનિન ઉત્પાદન પર બ્રેક લગાવી શકે છે.

તેનાથી ઉંઘ ખરાબ થઈ શકે છે. મેલાટોનિન હોર્મોન માથાને સંકેત આપે છે કે હવે સુવાનો સમય થઈ ગયો છે. જ્યારે ઉંઘ પુરી નથી થતી ત્યારે મગજ અને શારીરિક સમસ્યાઓ થઈ શકે છે.

આ પણ વાંચો :-