ના ટાટા, ના મહિન્દ્રા, Teslaને  પણ પછડાશે, આ કંપની લાવી રહી છે કાર

Share this story
  • આ ઈલેક્ટ્રિક SUVને ૨૦૨૫માં અમેરિકી બજારમાં લોન્ચ કરવાની તૈયારી ચાલી રહી છે. જણાવવામાં આવી રહ્યું છે કે અમેરિકામાં આ ઈલેક્ટ્રિક કાર ટેસ્લા અને કોર્ડની ઈલેક્ટ્રિક કારોને જબરદસ્ત ટક્કર આપવાની છે.

અમેરિકી કાર કંપની કેડિલેક એક એવી કાર લાવવાની છે જેની સામે ટેસ્લા પણ નહીં ટકી શકે. કંપની જલ્દી જ પોતાની સુપર લક્ઝરી ફૂલ સાઈઝ ઈલેક્ટ્રિક એસયુવી એસ્કેલેડ આઈક્યૂને લોન્ચ કરવાની છે જેની રેન્જ ૭૨૫ Km ની હશે.

હકીકતે આ ઈલેક્ટ્રિક એસયુવીને ૨૦૨૫માં અમેરિકી બજારમાં લોન્ચ કરવાની તૈયારી ચાલી રહી છે. જણાવવામાં આવી રહ્યું છે કે અમેરિકામાં આ ઈલેક્ટ્રિક કાર ટેસ્લા અને ફોર્ડની ઈલેક્ટ્રિક કારોને જબદસ્ત ટક્કર આપવાની છે. એવું પણ કહેવામાં આવ્યું છે કે એસયુવી ગ્લોબલ માર્કેટમાં લોન્ચ થવા છતાં ભારતમાં ઉપલબ્ધ નહીં થાય.

૧૦ મિનિટના ચાર્જમાં 160 KMની રેન્જ !

કેડિલેક એસ્કેલેટ આઈક્યૂમાં ઘણા ફિચર્સ છે. તેના સૌથી આકર્ષક ફિચરમાંથી એક એ છે કે તે તરત ચાર્જ થવાની ક્ષમતા ધરાવે છે. આ ફક્ત ૧૦ મિનિટના ચાર્જમાં ૧૬૦ કિમીની ડ્રાઈવ રેન્જ આપે છે. કંપનીએ તેમાં ૨૦૦kWh કેપેસિટીના બોટરી પેકનો ઉપયોગ કર્યો છે. તેની સાથે જ કારમાં ૮૦૦ વોલ્ટ ડીસી ફાસ્ટ ચાર્જિંગનો વિકલ્પ આપવામાં આવ્યો છે.

આટલું જ નહીં જો કોઈ બીજી ઈલેક્ટ્રિક કારની બેટરી ડિસ્ચાર્જ થઈ જાય છે તો એસ્કેલેડ આઈક્યૂથી તેની બેટરીને રિવર્સ ચાર્જ પણ કરી શકાય છે. ફૂલ ચાર્જ પર આ ઈલેક્ટ્રિક એસયુવીને ૭૨૫ કિમી સુધી ચલાવી શકાય છે.

જબરદસ્ત ફિચર્સથી છે સજ્જ  :

જણાવી દઈએ કે કેડિલેક એસ્કેલેડ આઈક્યૂને જનરલ મોટર્સ ગ્રુપના સ્કેટબોર્ડ પ્લેટફોર્મ પર તૈયાર કરવામાં આવ્યું છે જે એસયુવીને અંદર સ્પેસને વધાવવામાં મદદ કરે છે. આ સ્ટ્રક્ચરમાં મોટર લગાવવામાં આવી છે જેનાથી કારને જબરદસ્ત પાવર મળે છે.

તેના ઉપરાંત આ એસયુવીના ફ્રંટ અને રિયર વ્હીલ્સમાં સ્ટીયરિંગ ફંક્શન આપવામાં આવ્યું છે જેનાથી કારના બધા પૈડા અલગ અલગ ફરી શકે છે. તેનાથી કારને ટ્રાફિકથી નિકળવામાં સરળતા રહેશે. તેને ક્રેબ વોક ફિચર કહેવામાં આવે છે જેને દરેક ઈવીમાં પણ આપવામાં આવ્યું છે.

આ પણ વાંચો :-