આ વિસ્તારમાં પોલીસ પ્રોટેક્શન વચ્ચે દુષ્કર્મી આસારામના સમર્થનમાં વાજતે-ગાજતે રેલી નીકળી

Share this story
  • દુષ્કર્મના કેસમાં જેલમાં બંધ લંપટ આસારામના સમર્થકોની આજે મહિસાગર જિલ્લાના લુણાવાડામાં રેલી નીકળી હતી. આ રેલીમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા.

દુષ્કર્મના કેસમાં જેલમાં બંધ લંપટ આસારામના સમર્થકોની આજે મહિસાગર જિલ્લાના લુણાવાડામાં રેલી નીકળી હતી. આ રેલીમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. જેનું આયોજન યોગ વેદાંત સમિતિના બેનર હેઠળ કરવામાં આવ્યું હતું.

રેલીમાં બેંડબાજા પણ હતા અને કાર પર આસારામની તસવીર પણ મુકેલી હતી. જેની સામે આસારામના સમર્થકો નાચતા-ગાતા જઈ રહ્યા હતા. ખાસ વાત એ છે કે આ રેલીમાં પોલીસ પણ પ્રોટેક્શન આપતી જોવા મળી રહી છે.

દુષ્કર્મના કેસમાં દોષિત આસારામ જેલમાં છે અને સજા કાપી રહ્યો છે છતા તેના સમર્થકો દ્વારા રેલી નીકળતા અનક સવાલો ઉઠી રહ્યા છે. ત્યારે સવાલ ઉઠી રહ્યા છે કે આસારામની રેલી યોજીને આ પાછળનો શું ઉદ્દેશ્ય છે અને આ માટે તેમને કોણે મંજૂરી આપે તે પણ સવાલ છે.

પંચમહાલ, દાહોદ અને મહિસાગરના ૦૩ જિલ્લાના લોકો જોડાયા હતા. લુણાવાડાના મુખ્ય રોડ પરથી નીકળેલી આ યાત્રા લુણાવાડામાં રહેલા આશારામ આશ્રમ પર સમાપ્ત થઈ હતી.

આ પણ વાંચો :-