છાણીના સ્વામિનારાયણ મંદિરમાં સંતોના બે જૂથ વચ્ચે ધક્કામૂક્કી થતાં એકનું મોત

Share this story
  • વડોદરાના છાણીના સ્વામિનારાયણ મંદિરમાં સંતોના જુથવાદમાં બબાલ થઈ હતી. જેના કારણે મંદિર ફરીથી વિવાદમાં આવી ગયું છે. આટલું જ નહીં બબાલ થતાં બે જૂથ વચ્ચે ધક્કામૂક્કી થઈ ગઈ હતી.

વડોદરાના છાણીના સ્વામિનારાયણ મંદિરમાં સંતોના જુથવાદમાં બબાલ થઈ હતી. જેના કારણે મંદિર ફરીથી વિવાદમાં આવી ગયું છે. આટલું જ નહીં બબાલ થતાં બે જૂથ વચ્ચે ધક્કામૂક્કી થઇ ગઈ હતી. આ ધક્કામૂક્કીમાં એક વ્યક્તિએ જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. ધક્કામૂક્કીમાં દિનેશ વણકર નામની વ્યક્તિનું મોત થયું છે.

છાણી સ્વામિનારાયણ મંદિર વડતાલ તાબા હેઠળનું છે. અહીં વડતાલ સ્વામિનારાયણ મંદિરે એક જૂથને મંદિર સોંપ્યું છે. જ્યારે અન્ય જૂથ પોતાના સંતને મંદિર મળે તે માટે વિવાદ કરી રહ્યા છે. આ વિવાદના કારણે જ અન્ય જૂથ પોતાનું તાળું મંદિરમાં લગાવવા માગતા હતા. આમ મંદિરના તાળા બદલવાના મામલે બબાલ થતાં ધક્કામૂકીમાં દિનેશ વણકર નામની વ્યક્તિ પડી જતાં તેમનું મોત થયું છે.

મોતને લઈને મૃતકના પરિજનોએ આક્ષેપ કર્યો છે કે મંદિરમાં તાળા બદલવા સમયે થયેલી ધક્કામૂકીમાં મોત થઈ ગયું અને આ મામલે હજુ પણ મંદિરના સંતો કંઈ બોલવા તૈયાર નથી. મૃતકના પરિવારજનોએ જણાવ્યું કે, મંદિરમાં દેવપક્ષ અને આચાર્ય પક્ષ વચ્ચે વિવાદ ચાલી રહ્યો છે.

સમગ્ર ઘટના અંગે સીસીટીવીના આધારે તપાસ હાથ ધરવામાં આવી છે. જેમાં રાકેશ પ્રસાદ, અજેન્દ્ર પ્રસાદ સ્વામીના જૂથ વચ્ચે બબાલ ચાલતી હતી. જેમાં અજેન્દ્ર પ્રસાદ સ્વામીને પદભ્રષ્ટ કરાયા છે. તેમજ રાકેશ પ્રસાદ સ્વામી વડતાલ સ્વામિનારાયણ મંદિરમાં રહે છે. જેના અંગે પણ પોલીસ તપાસ કરી રહ્યું છે અને તેના પર કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

આ પણ વાંચો :-