બગોદરા અકસ્માતમાં બે નાની બાળકીનો આબાદ બચાવ, રડી રડીને બાળકીઓના બેહાલ

Share this story
  • ગઈ કાલે બગોદરા-બાવળા હાઈવે પર અકસ્માતમાં ૫ મહિલા સહિત ૧૦ લોકોનાં મોત નિપજ્યા છે. ગોઝારા અકસ્માતમાં ૦૬ મહિનાની તેમજ ૦૧ વર્ષની બાળકીનો આબાદ બચાવ થયો છે. હાલ બંને બાળકીઓ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.

બગોદરા-બાવળા હાઈવે પર સર્જાયેલ ગોઝારા અકસ્માતમાં ૧૦ લોકોનાં મોત નિપજ્યા છે. ત્યારે અકસ્માતમાં બે બાળકીઓનો આબાદ બચાવ થયો હતો. ૬ મહિનાની અને ૧ વર્ષની બાળકીનો આબાદ બચાવ થયો હતો. અકસ્માતમાં બંને બાળકીઓ સતત રડી રહી છે. હોસ્પિટલનાં સ્ટાફે બાળકીઓનાં સબંધીઓને અપીલ કરી છે. બાળકીઓનાં સબંધીઓ ઝડપથી  હોસ્પિટલ પહોંચે તેવી અપીલ કરવામાં આવી છે.

આ બાબતે બાળકીઓની દેખભાળ કરી રહેલ હોસ્પિટલના નર્સ દ્વારા જણાવ્યું હતું કે જ્યારે અકસ્માતમાં ઈજા થયેલ લોકોને અહીંયા લાવવામાં આવ્યા ત્યારે તમામ લોકો સીરીયસ હતા.

આ બે બાળકીઓ છે જેઓને સામાન્ય ઈજાઓ થઈ હતી. સારવાર બાદ હાલ બંને બાળકીઓ સ્વસ્થ છે. ત્યારે અમારા સ્ટાફ દ્વારા બંને બાળકીઓને સવારથી સાચવવામાં આવી રહી છે. તેમજ અમે પ્રયત્ન કરી રહ્યા છીએ કે બાળકીનાં પરિવારજનો આવે ત્યાં સુધી અમે તેમને સાચવવા પ્રયત્ન કરી રહ્યા છીએ.

ત્યારે બંને બાળકીઓને જ્યારે હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યા ત્યારે તેઓને મોં પર કાચનાં કણો લાગેલા હતો. ત્યારે પ્રથમ તો બાળકીને પ્રથમ તેમનું મોં પરથી કાચનાં કણો હટાવ્યા હતા. તેમજ બાળકીનાં પગ પર ફેક્ટર છે. બંને બાળકીઓ હવે તેમનાં પરિવારજનોને યાદ કરી રહી છે.

આ પણ વાંચો :-