દિલ્હીથી ગાઝીપુર જઈ રહેલી ટ્રેનમાં વીજળી ગુલ, રોષે ભરાયેલા યાત્રીઓએ TTEને……

Share this story
  • દિલ્હીથી ગાઝીપુર જઈ રહેલી ટ્રેનમાં પાવર કટ થતાં મુસાફરોએ હોબાળો મચાવી દીધો હતો.

ભારતીય રેલવેની યાત્રા માત્ર યાત્રા જ નથી પરંતુ એક અનુભવ છે જે જીવનભર માટે તમારી સાથે જોડાય જાય છે. ક્યારેક આ યાત્રા ખાટી તો ક્યારેક મીઠી હો છે. શુક્રવારની સાંજે જે લોકો આનંદ વિહારથી ગાઝીપુર જનારી સુહેલદેવ સુપરફાસ્ટ ટ્રેનમાં સવાર થયા હતા તેમના માટે આ યાત્રા થોડી ખાટી સાબિત થઈ હતી.

દિલ્હીના આનંદ વિહાર ટર્મિનલથી ઉત્તર પ્રદેશના ગાઝીપુર જનારી ટ્રેન સુહેલદેવ સુપરફાસ્ટ એક્સપ્રેસ પોતાના નિર્ધારિત સમયથી આનંદ વિહાર માટે રવાના થઈ હતી. ટ્રેન થોડે જ આગળ વધતા બે કોચમાં વીજળી ગુલ થઈ ગઈ. પાવર ફેલિયરના કારણે AC પણ ઠપ થઈ ગઈ. જેના કારણે લોકોનો ગુસ્સો આસમાને ચઢી ગયો.

ગરમીના કારણે કોચમાં બાળકો અને મહિલાઓની હાલત ખરાબ થઈ ગઈ હતી. B1 અને B2 કોચના પેસેન્જર્સ ગરમીના કારણે હેરાન થઈ રહ્યા હતા તે જ સમયે તેમને ટ્રેનનો TTE નજર આવ્યો. યાત્રીઓએ બધો ગુસ્સો TTE પર ઉતારી દીધો. ટ્રેનમાં પાવર કટ થતાં મુસાફરોએ હોબાળો મચાવી દીધો હતો TTE ને પકડીને ટોઈલેટમાં બંધ કરી દીધો હતો.

મામલો ગંભીર બનતા ટ્રેનનો સ્ટાફ અને રેલવે પોલીસ ફોર્સના જવાનો પણ ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને મામલો શાંત કરવાનો પ્રયાસ કર્યો હતો. મામલો ગંભીર બનતા મોડી રાત્રે રેલવે અધિકારીઓએ આ બાબતને ધ્યાનમાં લીધી અને ટ્રેનના બંને કોચમાં થયેલા પાવર કટને તાત્કાલિક ચાલુ કર્મચારીઓને નિર્દશ આપ્યો.

ટુંડલા રેલ્વે સ્ટેશન પર સવારે લગભગ ૦૧ વાગ્યે ટ્રેન ઉભી રહી અને એન્જિનિયરોની ટીમે ટ્રેનના કોચમાં પાવર કટ થવાના કારણની તપાસ શરૂ કરી. થોડા સમયની મહેનત બાદ B1 કોચમાં પાવર કટની સમસ્યા દૂર થઈ અને થોડા સમય બાદ ફરીથી B2 કોચમાં પણ પાવર આવ્યો અને ટ્રેન રવાના થઈ.

આ પણ વાંચો :-