Home Blog Page 986

કેટરીના કેફથી કેમ નારાજ છે સની દેઓલ? ટોણો મારતા કહ્યું અમુક એક્ટ્રેસને….

  • સની દેઓલ અને અમિષા પટેલ સ્ટારર ગદર-૨ હાલ થિએટર્સમાં છવાયેલી છે. બોક્સ ઓફિસ પર ફિલ્મ ૨૫૦ કરોડનો આંકડો પાર કરી લીધો છે. હવે તેનો ટાર્ગેટ ૩૦૦ કરોડ છે.

સની દેઓલની ગદર-૨ સિનેમાઘરોમાં ધૂમ મચાવી રહી છે. રિલીઝ થતા પહેલા જ ફિલ્મ દર્શકોની વચ્ચે છવાઈ ગઈ છે. તેણે ૪૦ કરોડની સાથે બોક્સ ઓફિસ પર શરૂઆત કરી હતી અને અત્યાર સુધી ૨૫૦ કરોડ પાર કમાણી કરી લીધી છે. હવે જલ્દી જ ફિલ્મ ૩૦૦ કરોડ ક્લબમાં પણ એન્ટ્રી કરવા માટે તૈયાર છે.

ગદર-૨ની સુપર સક્સેસ બાદ હવે સની દેઓલે ૨૦૦૭માં રિલીઝ થયેલી અપનેની સીક્વલને લઈને વાત કરી છે. જેની તૈયારી શરૂ થઈ ગઈ છે. જી હાં, ગદર-૨ બાદ હવે અપને-૨ની તૈયારી થઈ રહી છે. તેનો ખુલાસો સની દેઓલે જ કર્યો છે.

ફિલ્મની તૈયારી શરૂ :

મીડિયા સાથે વાત કરતા સની દેઓલે એપને-૨ના વિશે વાત કરી અને જણાવ્યું કે આ ફિલ્મની તૈયારી શરૂ થઈ ગઈ છે. હાલ સ્ક્રિપ્ટ પર કામ ચાલી રહ્યું છે. સની દેઓલે કહ્યું અપને-૨ની સ્ટોરી ખૂબ જ સારી છે. હાલ એ જાણકારી નથી કે શૂટિંગ ક્યારથી શરૂ થશે.

એવામાં સની દેઓલે કંઈક એવું કહ્યું છે જેને લઈને અંદાજો લગાવવામાં આવી રહ્યો છે કે તેમણે કેટરીના પર કટાક્ષ કર્યો છે. આમ તો અક્ટરે કોઈનું નામ નથી લીધુ. પરંતુ તેમની વાતોને લઈને એવું જ કહી શકાય કે અભિનેતાનું સ્ટેટમેન્ટ કેટરીના માટે જ હતું.

સની દેઓલે કેટરીના પર કર્યો કટાક્ષ? 

સની દેઓલે કોઈનું નામ લીધા વગર કહ્યું, “ત્યારે મારી અમુક એવી એક્ટ્રેસ હતી જે માતાનો રોલ ન હતી કરી શકતી. ડરી રહી હતી હવે કરશે કદાચ.” વર્ષ ૨૦૦૭માં રિલીઝ થયેલી ફિલ્મમાં કેટરીના કૈફ પણ મુખ્ય ભુમિકામાં હતી.

એપનેમાં કેટરીના કૈફે બોબી દેઓલની પત્નીની ભુમિકા નિભાવી હતી. આ એવો સમય હતો જ્યારે કેટરીનાએ ઈન્ડસ્ટ્રીમાં પગ મુક્યો હતો. એવામાં અભિનેત્રી પોતાના કરિયરની સાથે કોઈ પણ પ્રકારનું રિસ્ક ન હતી લેવા માંગતી. ત્યારે જ તેમણે માતાનો રોલ કરવાથી ઈનકાર કરી દીધો હતો.

આ પણ વાંચો :-

 

અઢી મહિના પહેલાં એમના સંસ્કારની દુનિયા દિવાની બની પણ રિવાબાનું નવું રૂપ જોઈ…

0
  • ઝઘડો કોઈ પણ કારણોસર હોય પણ રિવાબા પાસે લોકોને જાહેરમાં આ અપેક્ષા નહોતી. ભાજપે ભલે આ મામલે ચૂપકીદી સેવી છે. આપણે અહીં રિવાબા સાચા છે કે ખોટા છે એની વાત કરી રહ્યાં નથી.

આઈપીએલની ફાઈનલમાં ચેન્નાઈ વિજેતા બન્યા બાદ ભારતીય ક્રિકેટર રવિન્દ્ર જાડેજાને ગળે મળ્યા પહેલાં પગે લાગવાનો વીડિયો સોશિયલ મીડિયામાં આગની જેમ ફેલાયો હતો. એ સમયે એમના સંસ્કારની આખી દુનિયા દિવાની બની હતી. કરોડો ક્રિકેટ પ્રેમીઓએ આ ઘટનાને ભારતના સંસ્કાર ગણાવ્યા હતા.

એ સમયે ચેન્નાઈની જીત કરતાં રિવાબાની વધારે ચર્ચા હતી. એક પત્નીએ જે ધર્મ નિભાવ્યો એ વખાણવાને લાયક તો હતો. પણ અઢી મહિનાના સમયગાળામાં જ ૨ દિવસ પહેલાં રિવાબાનું જાહેરમાં રૌદ્ર રૂપ જોઈને ફરી સવાલો ઉઠ્યા છે કે આ એ જ રિવાબા છે, જેમના સંસ્કારોની અઢી મહિના પહેલાં દુહાઈઓ અપાતી હતી.

ભાજપના એક કાર્યક્રમમાં થયેલા વિવાદ બાદ રિવાબાએ પોતાનાથી મોટા અને પીઢ રાજકારણી એવા જામનગરના ૨ ટર્મના સાંસદ પૂનમબેન માડમ અને જનસંઘથી જેનો પરિવાર ભાજપ સાથે જોડાયેલો છે એવા મેયરને આંખો કાઢી ‘ઔકાતમાં રહેજો’ એવા શબ્દોનો ઉપયોગ કરતાં રિવાબા ફરી ચર્ચામાં આવ્યા છે.

ઝઘડો કોઈ પણ કારણોસર હોય પણ રિવાબા પાસે લોકોને જાહેરમાં આ અપેક્ષા નહોતી. ભાજપે ભલે આ મામલે ચૂપકીદી સેવી છે. આપણે અહીં રિવાબા સાચા છે કે ખોટા છે એની વાત કરી રહ્યાં નથી પણ અઢી મહિના પહેલાં જે રિવાબા દેશ સમક્ષ આવ્યા હતા અને ૨ દિવસ પહેલાંના રિવાબા વચ્ચે જમીન આસમાનનો તફાવત હતો. કારણ કે એમને સન્માન તો દૂરની વાત રહી પણ પોતાનાથી સીનિયર નેતાઓ સામે હોવાનો મલાજો પણ નહોતો જાળવ્યો અને ભાજપની શિસ્તના ધજાગરા ઉડાવી દીધા હતા.

રિવાબા એ ભૂલી ગયા કે તેઓ એક સામાન્ય સ્ત્રી નહોતા વિશ્વમાં પ્રખ્યાત ક્રિકેટર રવિન્દ્ર જાડેજાની પત્ની અને ભાજપના ધારાસભ્ય છે. જેઓને ૫૦ હજાર મતોથી જીતાડીને જામનગર વાસીઓએ વિધાનસભા સુધી પહોંચાડયા છે. એમને ગુસ્સામાં જામગરનું પ્રતિનિધિત્વ કરતા મેયરને પણ છોડયા ન હતા.

આ પણ વાંચો :-

 

આટલી ડ્રાઈવ છતાં નબીરાઓને કાબૂમાં રાખવામાં પોલીસ નિષ્ફળ : ઓવરસ્પીડિંગ સાથે જોખમી સ્ટંટ કરનારનો વીડિયો વાયરલ

0
  • Surat Viral Video News : સુરતમાં વધુ એક નબીરાનો બેફામ કાર ચલાવતો વીડિયો વાયરલ, નબીરાએ પૂરપાટ ઝડપે કાર ચલાવી જોખમી રીતે રિક્ષાને કરી ઓવરટેક.

અમદાવાદમાં ઈસ્કોન બ્રિજ પર અકસ્માત બાદ પણ રાજ્યમાં અનેક નબીરાઓ બેફામ વાહન ચલાવી રહ્યાં છે. ફૂલ સ્પીડમાં ગાડીઓ ચાલવવાના શોખીનો અકસ્માતના બનાવો પરથી જરા પણ શીખ લેવા તૈયાર ન હોય તે રીતે બેફામ વાહન હંકારી રહ્યાં હોય તેવા અવાર નવાર વીડિયો સામે આવી રહ્યા છે.

ત્યારે આવો વધુ એક વીડિયો સુરતથી સામે આવ્યો છે. પૂરઝડપે કાર ચલાવતા નબીરાનો વીડિયો વાયરલ થયો છે. જો કે વાયરલ વીડિયો ક્યાં વિસ્તારનો છે તે અંગે પુષ્ટિ થઈ નથી.

૧૦૦થી વધુ સ્પીડે કાર ચલાવી :

ક્રીશ પોલારા નામના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર ઓવરસ્પીડિંગ કરતા નબીરાનો વીડિયો પોસ્ટ કરવામાં આવ્યો છે. વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે કારચાલક પૂરપાટ ઝડપે જોખમી કાર ચલાવી રહ્યો છે. કાર ચાલક ૧૦૦થી વધુની સ્પીડે રિક્ષાને ઓવરટેક કરતો જોવા મળી રહ્યો છે. કારમાં સવાર કોઈ વ્યક્તિએ આ વીડિયો બનાવ્યો હોય તેવું લાગી રહ્યું છે. વીડિયો વાયરલ થતાં સુરત પોલીસના પેટ્રોલિંગ પર પણ સવાલ થઈ રહ્યા છે.

નબીરા સામે કાર્યવાહીની માગ :

ગુજરાતમાં નબીરાઓને પોલીસનો જરાય ડર ન હોય તેવી રીતે વાહન ચલાવતા હોય તેવા વીડિયો સામે આવી રહ્યાં છે. આવા નબીરાઓ સામે કાર્યવાહીની લોકો માંગ પણ કરી રહ્યાં છે. ખાસવાત એ છે કે થોડા દિવસ અગાઉ ભયાનક અકસ્માત સર્જાયા બાદ પણ સ્ટંટબાજો બેખોફ બન્યા છે.

આ પણ વાંચો :-

સુરતમાં ભાજપ અગ્રણીની દાદાગીરી, સોસાયટી પાસેથી નીકળી રહેલા શ્રમિકોને..

0
  • સુરત જિલ્લામાં આવેલી ચાણક્યપુરી સોસાયટીમાં પાંચ જેટલા શ્રમિકોને માર મારવાનો મામલો સામે આવ્યો છે.

મોડી રાત્રે સોસાયટી પાસેથી પસાર થઈ રહેલા શ્રમિકોને ચોર સમજીને ભાજપના અગ્રણી અને સરપંચ પતિ સહિત સોસાયટીના રહીશોએ તેમને માર માર્યો હતો. જેમાં શ્રમિકો ઈજાગ્રસ્ત થતા પોલીસે તેમને હોસ્પિટલ સારવાર માટે ખસેડીને મામલો થાળે પાડયો હતો.

ભાજપ અગ્રણી સહિત રહીશોએ શ્રમિકોને માર્યા :

સુરતના બારડોલી તાલુકાના તેનગામે આવેલી ચાણક્યપુરી સોસાયટીમાં ૫ ઓગસ્ટના રોજ તસ્કરોએ બંધ મકાનને નિશાન બનાવ્યું હતું. તસ્કરોની સમસ્યા વધતા સ્થાનિકોએ રાત્રે પહેરો કરવાનું નક્કી કર્યું. દરમિયાન શુક્રવારે રાત્રે ગામના યુવકો સોસાયટીની છત પર બેઠા હતા.

ત્યારે સિદ્ધેશ્વર પાર્ક સોસાયટી પાસેથી ૫ જેટલા અજાણ્યા શખ્સો પસાર થતા રહીશોએ તેમને પાછળથી ઝડપી લીધા હતા. જે બાદ આજુબાજુની સોસાયટીના રહીશો પણ ભેગા થઈ ગયા હતા. ભાજપ અગ્રણી દેવુ ચૌધરી સહિત અન્ય રહીશોએ આ યુવકોને ઢોર માર માર્યો હતો.

ઈજાગ્રસ્ત યુવકોને હોસ્પિટલ ખસેડાયા :

ઘટનાની જાણ થતા પોલીસ પણ દોડી આવી હતી. બાદમાં ઈજાગ્રસ્ત યુવકોને સારવાર માટે બારડોલી હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યા હતા. મામલાની જાણ થતા યુવકોના પરિજનો પણ હોસ્પિટલ દોડી આવ્યા હતા. જેમાં એક શ્રમિકની હાલત નાજુક હોવાનું સામે આવ્યું હતું. પોલીસે તમામ ઈજાગ્રસ્તોના નિવેદનો લઈને ફરિયાદની કાર્યવાહી શરૂ કરી છે.

આ પણ વાંચો :-

 

વાંચતા નહીં આવડતા વિદ્યાર્થીને મળી સજા, શિક્ષકે ૫ વર્ષના માસૂમને માર માર્યો

0
  • અમદાવાદમાં નાના ભૂલકાને શિક્ષિકાએ માર્યો માર. ૫ વર્ષના માસૂમ બાળકને માર્યો ઢોર માર. વિદ્યાર્થીને માર મારવાની શિક્ષિકાએ કરી કબૂલાત.

શહેરના ચાંદલોડિયા વિસ્તારમાં આવેલી એક શાળામાં વિદ્યાર્થીને બેરહેમીથી શિક્ષકે ફટકાર્યા હોવાની ઘટના સામે આવી છે. ૫ વર્ષના વિદ્યાર્થીને માર મારવાની આ ઘટનાથી વિવાદ સર્જાયો છે. વાંચતા નથી આવડતું કહીને શિક્ષકે બાળકને માર માર્યો હોવાનો વાલીએ આક્ષેપ લગાવ્યો છે.

સાથે જ વિદ્યાર્થીને માર માર્યાના વિડિયો વાયરલ થતા સમગ્ર મામલો ચર્ચાનું કેન્દ્ર બન્યો છે. વિદ્યાર્થીને માર મારવાની શિક્ષકે કબૂલાત કરી છે. શિક્ષકે કહ્યું કે વાંચવા ઉભો કરતાં તોફાન કરતો હતો. ઘટના બાદ માર મારનાર શિક્ષકને સસ્પેન્ડ કરાયા છે.

૫ વર્ષના માસૂમ બાળકને માર્યો ઢોર માર :

છેલ્લા કેટલાક દિવસોથી શિક્ષક દ્વારા વિદ્યાર્થીઓને માર મારવાની ઘટનાઓ સામે આવી રહી છે. તેવામાં વધુ એક વિદ્યાર્થીને ઢોર માર મારવાની ઘટનાએ વિવાદ સર્જ્યો છે. ચાંદલોડીયામાં આવેલી શક્તિ સ્કૂલનો બનાવની ઘટનામાં છેલ્લા એક મહિનાથી શિક્ષક વિદ્યાર્થીને મારતી હોવાના પરિવારજનોએ આક્ષેપ કર્યો છે.

વાલીએ આ અંગે જણાવ્યું કે મારો દીકરો શક્તિ સ્કૂલમાં સિનિયર કેજીમાં અભ્યાસ કરે છે. છેલ્લા એક મહિનાથી તેને કોઈને કોઈ પ્રકારે માર મારવામાં આવે છે. તેને વાંચવામાં તકલીફ પડતી હોવાથી શિક્ષકે તેને ઢોર માર્યો છે.

સિનિયર કેજીમાં અભ્યાસ કરતા બાળકને આ પ્રકારે પગમાં ફૂટપટ્ટીઓ મારી માર મારવો એ કેટલું યોગ્ય કહી શકાય. ગઈકાલે જ્યારે બાળક ઘરે આવે ત્યારે તેના પગમાં માર માર્યાનો નિશાન દેખાયા એટલે ખબર પડી કે મારા દીકરાને માર મારવામાં આવ્યો છે.

શહેરના ચાંદલોડીયા વિસ્તારમાં આવેલી શક્તિ સ્કૂલમાં શિક્ષકે સિનિયર કેજીમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીના પગમાં સોટી મારીને સોર પાડી દીધા હોવાનો ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે. વિદ્યાર્થીના માતા પિતાએ આ મામલે આજે સ્કૂલમાં હોબાળો મચાવ્યા બાદ મામલો ગરમાયો હતો.

ભણવામાં શબ્દ બોલવાનું રહી જતાં શિક્ષક ઉશ્કેરાઈ હતી અને પગમાં સોટી મારી દીધી હતી. વિદ્યાર્થી જ્યારે સ્કૂલેથી ઘરે આવ્યો ત્યારે તેના પગમાં સોર જોઇને માતા ચોંકી ઉઠી હતી. આ મામલે હવે બાળકને વાલીએ શાળાના સંચાલક ને શિક્ષક વિરુદ્ધ ફરિયાદ કરી છે.

આ ઉપરાંત અમદાવાદ જિલ્લા શિક્ષણ અધિકારી અને પોલીસમાં પણ ફરિયાદ કરવાની તૈયારી કરી છે. બીજી તરફ શાળાના સંચાલક માણેકભાઈ પટેલે જણાવ્યું કે શિક્ષકે વિદ્યાર્થીને માર માર્યો હોવાની ઘટના ધ્યાને આવી છે જે શરમજનક છે. જો કે શિક્ષકે આ મામલ માફી માંગી છે અને આ પ્રકારની ઘટના બીજીવાર નહીં બને તે પ્રકારની બાહેધરી આપી છે. અમે પણ આ ઘટના મામલે શિક્ષક સામે પગલા ભરીશું.

આ પણ વાંચો :-

 

અંબાજીમાં દર્શન કરવા પહોંચી અનુપમા, મહારાજ પાસેથી બંધાવી આ વસ્તુ

  • ઘરે ઘરે લોકપ્રિય બનેલી હિન્દી ટીવી સિરિયલ અનુપમાની એક્ટ્રસે રૂપા ગાંગુલી આજે ગુજરાતના પ્રસિદ્ધ અંબાજી મંદિરના દર્શને પહોંચ્યા હતા.

અનુપમાની અદાકાર રૂપાલી ગાંગુલીએ શક્તિપીઠમાં મા અંબાના દ્વાર પર નમન કર્યુ હતું. તેઓએ અંબાજી મંદિરના ગર્ભગૃહમાં માતાજીના દર્શન કર્યા તેમજ અંબાજી મંદિરના મહારાજ દ્વારા તેમને ચુંદડી આપવામાં આવી હતી.

હાલમાં શ્રાવણ માસ ચાલી રહ્યો છે ત્યારે રૂપાલી ગાંગુલીએ અંબાજી મંદિરના અંબિકેશ્વર મહાદેવમાં પણ પૂજા અર્ચના કરી. તેમજ મહાદેવજીને જળ અને બીલીપત્ર પણ ચઢાવ્યા હતા. તેઓએ માતાજીની ગાદી પર ભટ્ટજી મહારાજના આશીર્વાદ લીધાં હતા. રૂપા ગાંગુલીએ ભટ્ટજી મહારાજ પાસે રક્ષા પોટલી બંધાવી હતી. અંબાજી મંદિરમાં મોટી સંખ્યામાં ચાહકો રૂપા ગાંગુલીને જોવા ઉમટ્યાં હતા. તો મંદિરમાં દર્શન કરવા આવેલા ભક્તો સાથે ફોટા પડાવ્યા હતા. અંબાજી મંદિરમાં ભૈરવજી મંદિર, બહુચર માના દર્શન કર્યા. તો અંબાજીના ગબ્બર ખાતે માં અંબે ની અખંડ જ્યોતના દર્શન કર્યા હતા.

આ પણ વાંચો :-

ગુજરાતમાં શાંત પડેલું ચોમાસું ફરી સક્રિય થયું, વરસાદના ચોથા રાઉન્ડ માટે તૈયાર રહો થઈ ચૂકી છે આગાહી

0
  • Gujarat Weather Forecast : રાજ્યમાં આજથી ફરી જામશે વરસાદી માહોલ. ૨ દિવસ સુધી હળવાથી મધ્યમ વરસાદની હવામાન વિભાગની આગાહી. સૌરાષ્ટ્ર, કચ્છ સાથે દક્ષિણ ગુજરાતમાં થશે વરસાદ.

છેલ્લા કેટલાક દિવસોથી ગુજરાતમાં શાંત પડેલું ચોમાસું ફરી સક્રિય થઈ રહ્યું છે. રાજ્યમાં ફરી એકવાર ત્રણ દિવસ માટે વરસાદી માહોલ જામશે. શું છે ચોમાસાના નવા રાઉન્ડ પાછળના કારણો અને કયા જિલ્લા ફરી તરબોળ થઈ શકે છે તેવો સૌને સવાલ છે. રાજ્યમાં વરસાદને લઈને હવામાન વિભાગે બે દિવસ વરસાદની આગાહી કરી છે. આજથી વરસાદની ગતિમાં વધારો થશે. બે દિવસ પછી રાજ્યભરમાં વરસાદ રહેશે.

રાજ્યના તમામ ભાગોમાં મધ્યમથી ભારે વરસ્યા બાદ શ્રાવણમાં ચોમાસાનો વધુ એક રાઉન્ડ શરૂ થઈ રહ્યો છે. ખેડૂતો અને સામાન્ય લોકોની ઈંતેજારીનો અંત આવ્યો છે. હવામાન વિભાગનું માનીએ તો ૧૯ થી ૨૧ ઓગસ્ટ દરમિયાન રાજ્યમાં ફરી વરસાદ પોતાનું જોર બતાવશે.

હવામાન વિભાગના ડાયરેક્ટર ડો.મનોરમા મોહંતીએ જણાવ્યું કે, શનિવારે સૌરાષ્ટ્ર અને કચ્છમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. જ્યારે રવિવારે વલસાડ, નવસારી, ડાંગ, છોટાઉદેપુર, નર્મદા સહિતના દક્ષિણ ગુજરાતના ભાગોમાં વરસાદ પડી શકે છે. જેની પાછળનુ કારણ છે બંગાળની ખાડીમાં સક્રિય થયેલી લો-પ્રેશર સિસ્ટમ.

ભારતીય મૂળની આ સ્પોર્ટસ એન્કર કેનેડામાં મચાવે છે ધૂમ, જુઓ તસવીરો

  • યેશા કેનેડામાં રમાયેલી ગ્લોબલ ટી-૨૦ લીગની આ સીઝનમાં એન્કર હતી. યેશાનો જન્મ વર્ષ ૧૯૯૫માં પંજાબમાં થયો હતો.

સ્પોર્ટસ એન્કર યેશા સાગર પોતાની સુંદરતાને લઈને ચર્ચામાં રહે છે. ગ્લોબલ ટી-૨૦ લીગની સીઝન દરમિયાન ભારતીય મૂળની એન્કર યેશા સાગર વિશે ઘણી ચર્ચા થઈ હતી.

ભારતીય મૂળની આ સ્પોર્ટ્સ એન્કર કેનેડામાં મચાવે છે ધૂમ, જુઓ તસવીરો

યેશા સાગર કેનેડાના ટોરન્ટો શહેરમાં રહે છે. યેશા પોતાની સુંદરતાના કારણે બધાની નજરમાં આવી ગઈ હતી. યેશાએ ભારતમાં રહીને પોતાનું ગ્રેજ્યુએશન પૂરું કર્યું હતું.

ભારતીય મૂળની આ સ્પોર્ટ્સ એન્કર કેનેડામાં મચાવે છે ધૂમ, જુઓ તસવીરો

તેને પંજાબી મ્યુઝિક વીડિયોમાં કામ કરવાની તક પણ મળી હતી. યેશા સાગર સોશિયલ મીડિયા પર પણ ઘણી એક્ટિવ રહે છે. સોશિયલ મીડિયા પર તેની અનેક બોલ્ડ તસવીરો છે.

આ પણ વાંચો :-

ઈન્ટરનેશનલ ક્રિકેટમાં વાપસી કરતા જ બુમરાહે સર્જ્યો રેકોર્ડ, મેળવ્યું રોહિત-કોહલીના લિસ્ટમાં સ્થાન

0
  • જસપ્રિત બુમરાહે ૧૧ મહિના બાદ વાપસી કરીને શાનદાર પ્રદર્શન કરી ટીમને જીત આપવી સાથે જ T20 ઈન્ટરનેશનલમાં ‘પ્લેયર ઓફ ધ મેચ’ બનનાર બુમરાહે ઘણા નવા રેકોર્ડ પણ સર્જ્યા છે.

આયર્લેન્ડ પ્રવાસ પર જસપ્રિત બુમરાહે ૧૧ મહિના બાદ વાપસી કરીને શાનદાર પ્રદર્શન કર્યું છે. આ પહેલા ૨૦૨૨માં જ્યારે તેને ઈજા પહેલા છેલ્લી મેચ રમી ત્યારે ઓસ્ટ્રેલિયા સામે 4 ઓવરમાં એક પણ વિકેટ લીધા વિના ૫૦ રન આપ્યા હતા.

ભારત માટે ૩૨૭ દિવસ રમ્યા બાદ તેણે આયર્લેન્ડ સામે ૪ ઓવરમાં ૨૪ રન આપીને બે વિકેટ ઝડપી હતી. લાંબા સમયથી ટીમની બહાર રહેલો જસપ્રીત બુમરાહ પાવરપ્લેમાં સૌથી વધુ વિકેટ લેનારો બીજો ભારતીય બોલર બની ગયો છે અને તેને અર્શદીપને પણ પાછળ છોડી દીધો.

જસપ્રીત બુમરાહે અર્શદીપને પાછળ છોડી દીધો :

ભારત માટે T20 ઈન્ટરનેશનલમાં પાવરપ્લેમાં સૌથી વધુ વિકેટ લેવાનો રેકોર્ડ ભુવનેશ્વર કુમારના નામે છે. તેણે ૪૭ વિકેટ લીધી છે. જસપ્રીત બુમરાહ ૨૩ વિકેટ સાથે આ યાદીમાં બીજા નંબર પર પહોંચી ગયો છે. ત્રીજા નંબર પર યુવા બોલર અર્શદીપ છે જેને ૨૧ વિકેટ લીધી છે. અશ્વિન ૧૬ વિકેટ સાથે ચોથા નંબર પર છે. આશિષ નેહરાએ ૧૫ અને વોશિંગ્ટન સુંદરે ૧૫ વિકેટ ઝડપી છે.

બુમરાહને ‘પ્લેયર ઓફ ધ મેચ’ તરીકે પસંદ કરવામાં આવ્યો :

ભારતે T20 સીરિઝની પ્રથમ મેચમાં આયર્લેન્ડને ૨ રને હરાવ્યું હતું. આ મેચ વરસાદને કારણે પ્રભાવિત થઈ હતી. તેથી ડકવર્થ લુઈસ નિયમથી ભારતને જીત મળી. આ મેચમાં કેપ્ટન જસપ્રીત બુમરાહના નામે વધુ એક રસપ્રદ રેકોર્ડ નોંધાયો હતો. તેને રોહિત શર્મા અને વિરાટ કોહલીની યાદીમાં જગ્યા બનાવી લીધી છે. નોંધનીય છે કે આ મેચ માટે બુમરાહને ‘પ્લેયર ઓફ ધ મેચ‘ તરીકે પસંદ કરવામાં આવ્યો હતો.

આ પણ વાંચો :-

જામનગરમાં તુંતુંમૈંમૈંનો ઝઘડો હજુ શાંત થયો નથી, મેયર બીનાબેનના પરિવારજનો પહોંચ્યા…

0
  • રીવાબાએ જાહેરમાં ગુસ્સો કર્યા બાદ મેયર બીનાબેનના પરિવારજનો ભાજપ શહેર પ્રમુખને મળવા પહોંચ્યા… પરિવારજનોએ ભાજપ પ્રમુખ સામે આક્રોશ ઠાલવ્યો હતો.

જામનગરના સાંસદ અને મેયરને ખખડાવનારા ધારાસભ્ય રીવાબા જાડેજા ફરી ચર્ચામાં આવ્યા છે. જોકે, જામનગરમાં ભાજપના મહિલા નેતાઓ વચ્ચે ઝઘડો હજુ શાંત ન હોય તેવુ લાગી રહ્યું છે. કારણ કે મેયર બીનાબેન કોઠારીના પરિવારજનો શહેર ભાજપ કાર્યાલય રજુઆત કરવા પહોંચ્યા હતા.

મેયર બીનાબેનના પરિવારજનોએ ભાજપ પ્રમુખ સામે આક્રોશ ઠાલવ્યો હતો. મેયરનું અપમાન અસહ્ય છે. રીવાબા શબ્દો પાછા ખેંચે એવી માંગ કરવામાં આવી છે. ત્યારે આગામી દિવસોમાં એવું નહિ થાય એવી શહેર પ્રમુખે હૈયા ધારણા આપી છે.

મહત્વનું છે કે જામનગરમાં એક કાર્યક્રમ દરમિયાન સાંસદ, ધારાસભ્ય અને મેયર વચ્ચે શાબ્દિક યુદ્ધ છેડાયું હતું. જેના પડઘા દિલ્હી સુધી પડયા છે. એક તરફ મેયર આ ઘટનાને ભાજપનો પારિવારિક મામલો ગણાવી રહ્યા છે.

પત્રિકાકાંડ બાદ ભાજપમાં મહિલાઓની તુંતુંમેંમેં :

શિસ્તબદ્ધ ગણાતી ભાજપની ત્રણ મહિલા નેતા વચ્ચે શાબ્દિક ચણભણનો વીડિયો વાયરલ થતા જ ચર્ચા ઉઠી હતી. છેક દિલ્હી સુધી આ ચડસાચડસીનો અવાજ સંભળાયો હતો. ભાજપમાં પત્રિકાકાંડનો વિવાદ હજુ શમ્યો ન હતો, ત્યા જામનગરમાં મહિલા નેતાઓ જાહેરમાં બાખડયા હતા.No description available.શહેરના લાખોટા તળાવ ખાતે મેરી મીટ્ટી મેરા દેશના કાર્યક્રમમાં ધારાસભ્ય રિવાબા જાડેજા, મેયર અને સાંસદ વચ્ચે બોલાચાલી થઇ હોવાની ઘટના સામે આવી છે. ધારાસભ્ય રિવાબા જાડેજાએ શહેરના મેયરને કહ્યું કે, ઓકાતમાં રહેજો અને વધુ સ્માર્ટ ન બનતા, આની પાછળ તમે છો. ‘તમે જ સળગાવ્યું છે’ તેમ જણાવીને સમજાવવા ગયેલા સાંસદ પૂનમબેન માડમ પણ ધારાસભ્ય રિવાબાની ઝપટે ચડી ગયા હતા. રીવાબા જાડેજાએ ‘ઓકાતમાં રહેજો અને વધુ સ્માર્ટ ન બનતા’ તેવું મેયર બીનાબેનને રોકડું પરખાવી દીધું હતુ. આ બાદ મામલો ગરમાયો હતો.

બીનાબેનના પરિવારો ભાજપ કાર્યાલય પહોંચ્યા :

જામનગરમાં જાહેર મંચ પર ગુજરાત ભાજપના બે દિગ્ગજ નેતા સામસામે આવી ગયા હતા. જામનગરમાં એક જાહેર કાર્યક્રમમાં ભાજપના ધારાસભ્ય રિવાબા જાડેજા અને ભાજપના જ સાંસદ પૂનમબેન માડમ વચ્ચે જાહેરમાં શાબ્દિક તુતુ મૈંમૈં જોવા મળી હતી.

આ દરમિયાન ધારાસભ્ય રિવાબા જાડેજાએ જામનગરના મેયર બીનાબેનને પણ ખખડાવ્યા હતા. જે તુતુ મૈંમૈંનો ઝઘડો હજુ શાંત થયો નથી. મેયર બીનાબેન કોઠારીના પરિવારજનો શહેર ભાજપ કાર્યાલયે રજૂઆત કરવા પહોંચ્યા હતાં.

મેયર બીનાબેન કોઠારીના પરિવારજનો શહેર ભાજપ કાર્યાલય રજૂઆત કરવા પહોંચ્યા હતાં. મેયર બીનાબેનના પરિવારજનોએ ભાજપ પ્રમુખ સામે આક્રોશ ઠાલવ્યો હતો અને કહ્યું હતું કે મેયરનું અપમાન અસહ્ય છે. રિવાબા શબ્દો પાછા ખેંચે એવી માગ પણ કરી હતી. આગામી દિવસોમાં એવું નહીં થાય એવી શહેર પ્રમુખે હૈયા ધારણા પણ આપી હતી.

આ પણ વાંચો :-