Home Blog Page 985

ગુજરાતના આ ગામમાં અશુભ ગણાય છે રક્ષાબંધન, એક દિવસ પહેલા જ ભાઈને રાખડી બાંધે છે બહેનો

0

સમગ્ર ભારતમાં આવતીકાલે કાલે રક્ષાબંધનનું પર્વ મનાવવામાં આવશે. ત્યારે બનાસકાંઠા જીલ્લાનું એક એવું ગામ કે જ્યાં રક્ષાબંધનના દિવસને અશુભ માનવામાં આવે છે.

પાલનપુરથી આઠ કી.મી. દુર આવેલ પાલનપુર તાલુકાના ચડોતર ગામમાં આજે આખા ગામની દીકરીઓ ભાઈને રાખડી બાંધીને એક દિવસ પહેલા જ રક્ષાબંધનની ઉજવણી કરવામાં આવી રહી છે છેલ્લા ૨૦૦ વર્ષથી પણ વધારે વર્ષથી પરંપરા મુજબ રક્ષાબંધનના આગળના દિવસે ચડોતર ગામમાં ભાઈ-બહેનના પવિત્ર બંધન રક્ષાબંધન મનાવવામાં આવે છે.

ચડોતર ગામની લોકવાયકા મુજબ વર્ષો પહેલા આ ગામમાં રોગચાળો ફાટી નીકળ્યો હતો અને મોટા પ્રમાણમાં પશુ અને જાનમાલનું નુકશાન થયું હતું. તેની દહેશતના પગલે ગામના લોકો ત્રાહિમામ પોકારી ઉઠયા હતા. ત્યારે ગ્રામજનો એકત્ર થઈને ગામના પુજારી પાસે ગયા ત્યારે પુજારીએ ચડોતર ગામની સુખ અને સલામતી ના રક્ષણ માટે ગામની દીકરીઓને રક્ષાબંધનના એક દિવસ આગાઉ ભાઈને રાખડી બાંધવાનું સુચન કર્યું હતું. ત્યારથી આ પરંપરા આજે પણ ચડોતર ગામની યથાવત છે. ચડોતર ગામમા આવેલ મંદિરના પૂજારી કાંતિભાઈનું કહેવુ છે કે, વર્ષો પહેલા અમારા ગામમાં ભયંકર રોગચાળો ફાટી નીકળ્યો હતો જેના કારણે ગામલોકો ભયભીત થઈ ગયા હતા. તો ગામના આગેવાન સોમાભાઈ લોહે જણાવ્યું કે, વર્ષો જૂની અમારા ગામની પરંપરા છે ૨૫૦ વર્ષ પૂર્વેથી અમારા ગામમાં આ રીતે રક્ષાબંધન ઉજવાય છે.

લોક વાયકા મુજબ ગામમાં વર્ષો પહેલા ભયંકર રોગ ચાળો ફેલાઈ ગયો હતો જેના કારણે મોટા પ્રમાણમાં લોકો અને પશુઓના મોત નિપજ્યા હતા જેના કારણે ગામ ના લોકો ગભરાઈ ગયા હતા અને ગામના શિવજીના મંદિરમાં એક તપસ્વી સંત પાસે ગયા અને પુરી વાત કરી જેના કારણે પુજારીએ કહ્યું કે આખા ગામ માંથી દૂધ ભેગું કરો અને આખા ગામના દરેક ખૂણે -ખૂણે છાંટી દો જેથી ગામના લોકો એ દૂધ ભેગું કરી ને આખા ગામ માં છંટકાવ કર્યો.

જેના કારણે થોડી જ વારમાં બધુ જ શાંત થઈ ગયું ત્યાર બાદ સંતે કહ્યું કે આજ પછી હવે રક્ષાબંધનના દિવસે આપડા ગામ માં કોઇ બહેન પોતાના ભાઈની કલાઈ પર રાખડી બાંધે નહી ત્યારથી લઈને આજ દિન સુધી ચડોતર ગામમાં ની એક પણ બહેન પોતાના ભાઈને રાખડી બાંધતી નથી.

દેશભરમાં આવતી કાલે ભાઈ-બહેનના પવિત્ર બંધન એવા રક્ષાબંધન ઉજવણી થનાર છે ત્યારે આજે રક્ષાબંધનના એક દિવસ અગાઉ પાલનપુર ના ચડોતર ગામની બહેનોએ આજે ભાઈને રાખડી બાંધીને ચડોતર ગામની રક્ષાબંધન ઉજવણીની ૨૦૦ વર્ષથી વધુની જૂની પરંપરા આજે પણ જીવંત રાખી છે. આજે મંગળવારે ગામની બહેનોએ ભાઈઓને રાખડી બાંધી રક્ષાબંધન ઉજવી.

સમગ્ર દેશમાં આવતીકાલે ભાઈ બહેનના પ્યારના પવિત્ર તહેવાર રક્ષાબંધનની ઉજવણી કરવામાં આવશે ત્યારે ચડોતર ગામમાં ભાઈના લાંબા આયુષ માટે આજે બહેનો રાખડી બાંધી રહી છે.

આ પણ વાંચો :-

 

સુરતના સચિન જીઆઈડીસી વિસ્તારમાં લિફ્ટ તૂટતાં ૨નાં મો*ત, એક ગંભીર રીતે ઈજાગ્રસ્ત

0
  •  સુરતમાં સચિન જીઆઈડીસી વિસ્તારમાં એક દુર્ઘટના બની છે. લિફ્ટમાં માલસામાન ચઢાવતી વખતે જ લિફ્ટ તૂટી જતા ૨ લોકોના મોત થયા છે. આ ઘટનામાં ત્રણ લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે.

સુરતમાં સચિન જીઆઈડીસી વિસ્તારમાં લિફ્ટમાં માલસામાન ચઢાવતી વખતે જ લિફ્ટ તૂટી (elevator broke down) જતા ૨ લોકોના મોત થયા છે. આ ઘટનામાં ત્રણ લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે.

સુરતના સચિન જીઆઈડીસી વિસ્તારમાં મધુનંદનમાં લિફ્ટમાં માલ સમાન ચડાવતી વખતે લિફ્ટ તૂટી પડી હતી જેમાં ત્રણ લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત (injured) થતા તેમને સારવાર માટે ખસેડાયા હતા. સારવાર દરમિયાન બે લોકોના મોત થયા છે. તો એક વ્યક્તિની હાલત હજુ પણ ગંભીર છે. આ સમગ્ર મામલે પોલીસ દ્વારા તપાસનો ધમધમાટ શરુ કરવામાં આવ્યો છે.

આ પણ વાંચો :-

 

“હવે પાર્ટીમાં ગુંદર ચોંટાડીને રહેજો” ઘર વાપસી પ્રસંગે પાટીલની ધારાસભ્યને ચીમકી

0
  • અરવલ્લી ખાતે ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે બાયડના ધારાસભ્ય ધવલસિંહ ઝાલાને ઘર વાપસી કરવા પર કટાક્ષ કર્યો હતો અને કહ્યું કે, હવે પાર્ટીમાં ગુંદર ચોંટાડીને રહેજો આમ તેમ ન જતા.

ચૂંટણી પહેલાં રાજકીય ઉથલ-પાથલ થાય તે સ્વાભાવિક છે. આજે જ અરવલ્લી ખાતે કોંગ્રેસના ૩૫૦થી વધારે કાર્યકરો અને ૩૦ થી વધુ નેતાઓ ભાજપમાં જોડાઈ ગયા. ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલના હસ્તે કોંગ્રેસીઓએ ભાજપનો ખેસ ધારણ કર્યો હતો. આ પ્રસંગે સી.આર.પાટીલે બાયડના ધારાસભ્ય ધવલસિંહ ઝાલાને કટાક્ષ કર્યો હતો અને કહ્યું કે, હવે પાર્ટીમાં ગુંદર ચોંટાડીને રહેજો આમ તેમ ન જતા.

અરવલ્લી ખાતે બાયડના ધારાસભ્ય ધવલસિંહ ઝાલાને ચિમકી આપતાં પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે જણાવ્યું હતું કે, હવે પાર્ટીમાં ગુંદર ચોંટાડીને રહેજો આમ તેમ ન જતા. ઉલ્લેખનીય છે કે, ધવલસિંહ પહેલાં કોંગ્રેસ સાથે જોડાયેલા હતા ત્યારબાદ તેઓ ભાજપમાં જોડાયા. ગયા વખતની વિધાનભાની ચૂંટણી પહેલાં તેમણે ભાજપ સાથે છેડો ફાડીને અપક્ષ ચૂંટણી લડી હતી.

બાયડની જનતાની તમારી પાસે ખૂબ વધારે અપેક્ષા છે. તો હવે ક્યાંય આઘા-પાછા થતા નહી અને ગુંદર ચોંટાડીને પાર્ટી સાથે જોડાયેલા રહેજો.આટલું જ નહીં તેમણે ધવલસિંહને પાર્ટીના કાર્યકરોને હેરાન ન કરવા પણ જાહેરમાં સૂચના આપી હતી. સી.આર.પાટીલ જાહેરમાં જ બાયડના ધરાસભ્યને કટાક્ષ કરીને પાર્ટી સાથે જોડાઈને વફાદારીપૂર્વક કામ કરવાની સલાહ આપી.

આ પણ વાંચો :-

મહિલાના મગજમાં એવી વસ્તુ મળી કે જે દુનિયાનો પહેલો કેસ જોઈને ડોક્ટર્સ પણ હેરાન

  • ઓસ્ટ્રેલિયામાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. અહીં એક ૬૪ વર્ષની મહિલાના મગજમાં જીવતો કીડો મળી આવ્યો છે. વિશ્વમાં આ પ્રકારનો આ પહેલો કેસ કહેવામાં આવી રહ્યો છે.

ઓસ્ટ્રેલિયામાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. અહીં એક ૬૪ વર્ષની મહિલાના મગજમાં જીવતો કીડો મળી આવ્યો છે. વિશ્વમાં આ પ્રકારનો આ પહેલો કેસ કહેવામાં આવી રહ્યો છે. ડોક્ટર્સનું કહેવું છે કે તેમની કારકિર્દીમાં પણ આ પ્રકારનો આ પહેલો કેસ છે. મહિલામાં ન્યુમોનિયા, પેટમાં દુખાવો, ઝાડા, સૂકી ઉધરસ, તાવ અને રાત્રે પરસેવો જેવા તમામ લક્ષણો દેખાઈ રહ્યા હતા. ડોકટરો ૨૦૨૧ થી સ્ટેરોઈડસ અને અન્ય દવાઓથી તેની સારવાર કરી રહ્યા છે.

૨૦૨૨માં મહિલામાં ડિપ્રેશન અને ભૂલી જવાના લક્ષણો પણ દેખાવા લાગ્યા હતા. જે બાદ ડોક્ટરોએ તેના મગજનું એમઆરઆઈ સ્કેન કર્યું. જેમાં કેટલીક ગરબડ જોવા મળી. પછી સર્જરીની સલાહ આપવામાં આવી. પરંતુ પાછળથી તેને ખબર પડી કે મગજમાં એક કીડો જીવતો છે.

ન્યૂ યોર્ક પોસ્ટે ધ ગાર્ડિયનને ટાંકીને જણાવ્યું હતું કે, કેનબેરાના ચેપી રોગના નિષ્ણાત ડો. સંજય સેનાનાયકે જણાવ્યું હતું કે, “ન્યુરોસર્જને શસ્ત્રક્રિયા કરી ન હતી કારણ કે તેમણે એક ક્રોલિંગ વોર્મ શોધી કાઢ્યો હતો.” સેનાનાયકે આશ્ચર્યચકિત થઈ ગયા જ્યારે સર્જને તેમને બોલાવ્યા અને કહ્યું, ‘હે ભગવાન. તમે વિશ્વાસ નહીં કરે કે મને આ મહિલાના મગજમાં શું મળ્યું છે. તે જીવિત છે.

સર્જિકલ ટીમે જે શોધી કાઢ્યું તે ૩-ઈંચ-લાંબું, લાલ, પરોપજીવી રાઉન્ડવોર્મ હતું. જેને વૈજ્ઞાનિકો ઓફિડાસ્કરિસ રોબર્ટસી તરીકે ઓળખે છે. એ સ્ત્રીના મગજમાં ફરી રહ્યો હતો. તેનું મળવું એટલા માટે વિચિત્ર છે કારણ કે તે સામાન્ય રીતે સાપમાં જોવા મળે છે માણસોમાં નહીં. રાઉન્ડવોર્મનો આ ચોક્કસ પ્રકાર કાર્પેટ પાયથોન્સમાં જોવા મળે છે. તે ઓસ્ટ્રેલિયા, ઈન્ડોનેશિયા અને પાપુઆ ન્યુ ગિનીમાં જોવા મળે છે.

સાપમાં જોવા મળેલો કીડો મહિલાના શરીરમાં કેવી રીતે પહોંચ્યો તે ડોક્ટરોને સમજાતું નથી. તેને સાપ સાથે કોઈ સીધો સંપર્ક નહોતો. પરંતુ તેના ઘરની નજીકના તળાવમાં ઘણા સાપ રહે છે. નિષ્ણાતોનું અનુમાન છે કે શક્ય છે કે પાલક જેવી કેટલીક ખાદ્ય ચીજવસ્તુઓ પર કીડાના ઈંડા આવી ગયા હોય. જે મહિલાએ ખાધી હોય. મહિલા ખોરાક માટે પાલક ઉગાડતી હતી. તેથી એવું માનવામાં આવે છે કે તેના પર કૃમિનું ઈંડું હાજર હોઈ શકે છે.

આ પણ વાંચો :-

અમદાવાદમાં નીકળો તો રખડતા ઢોરથી ચેતજો, રસ્તે જતી મહિલાને ગાય ૨૦ સેકન્ડ સુધી રગદોળતી રહી

0
  • શહેરમાં રખડતા ઢોરની સમસ્યામાં હાઈકોર્ટની ફટકાર બાદ પણ કોઈ સુધારો થયો નથી. જાહેર રસ્તાઓ પર રખડતા ઢોરના કારણે ક્યારેક વાહન ચાલકો તો ક્યારેક રાહદારીઓ ઈજાગ્રસ્ત થયા છે.

શહેરમાં રખડતા ઢોરની સમસ્યામાં હાઈકોર્ટની ફટકાર બાદ પણ કોઈ સુધારો થયો નથી. જાહેર રસ્તાઓ પર રખડતા ઢોરના કારણે ક્યારેક વાહન ચાલકો તો ક્યારેક રાહદારીઓ ઈજાગ્રસ્ત થયા છે અને કેટલાક કિસ્સામાં મોત પણ થયા છે.

જેને લઈને હાઈકોર્ટ દ્વારા કોર્પોરેશનને ઠપકો આપીને નક્કર પગલા ભરવા કહેવાયું હતું. આ વચ્ચે શહેરના નરોડા વિસ્તારમાં રખડતા ઢોરે રસ્તે જતી મહિલાને અડફેટે લીધી હતી અને પગ નીચે ખૂંદી નાખી હતી. ઢોરના હુમલાની ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી.

આ વીડિયો નરોડા વિસ્તારનો હોવાનું કહેવાઈ રહ્યું છે. જેમાં મહિલા રસ્તા પર ચાલતા જતી હોય છે, ત્યારે જ અચાનક ગાય તેની પાછળ દોડે છે. મહિલા ભાગવા જતા પડી જાય છે અને ગાય તેને ૨૦ સેકન્ડ સુધી પગથી રગદોળતી રહે છે. જે બાદ ત્યાં રહેલી અન્ય ગાયો પણ અહીં દોડીને આવી જાય છે. ત્યારે સ્થાનિક લોકો ત્યાં આવી જાય છે અને મહિલાને બચાવે છે.

આ પણ વાંચો :-

ચંદ્રયાન ૩ની ડિઝાઈનનો દાવો કરનાર સુરતના મિતુલ ત્રિવેદીની કરી અટકાયત

0
  • સૂત્રો પાસેથી એવી પણ માહિતી મળી રહી છે કે, ઈસરોની ચકાસણી તેમજ વેરિફિકેશન થયા બાદ મોડી રાત્રે ક્રાઈમ બ્રાન્ચે મિતુલ ત્રિવેદીને ઝડપી લીધો છે.

ચંદ્રયાન-૩ની ડિઝાઈન બનાવવાનો દાવો કરનાર સુરતના મિતુલ ત્રિવેદીનો ભાંડો ફૂટી ગયો છે. સૂત્રોની આધારભૂત માહિતી પ્રમાણે, સુરત પોલીસે મિતુલ ત્રિવેદીની સોમવારની મોડી રાત્રે અટકાયત કરી લીધી છે. મિતુલ ત્રિવેદી પોતે ઈસરો અને નાસા સાથે સંકળાયેલા હોવાનો દાવો કરતો હતો. જેને લઈ સુરત પોલીસે કેટલાક પુરાવા ચકાસણી કરવા માટે ઈસરો બેંગલોર મોકલ્યા હતા.

સૂત્રો પાસેથી એવી પણ માહિતી મળી રહી છે કે, ઈસરોની ચકાસણી તેમજ વેરિફિકેશન થયા બાદ મોડી રાત્રે ક્રાઈમ બ્રાન્ચે મિતુલ ત્રિવેદીને ઝડપી લીધો છે. ક્રાઈમ બ્રાન્ચની પ્રાથમિક પૂછપરછમાં જ મિતુલ ત્રિવેદી ફ્રોડ હોવાની વિગતો સામે આવી છે. ક્રાઈમ બ્રાન્ચ હવે મિતુલ ત્રિવેદીની ડિગ્રીઓ અને અન્ય કોઈની સાથે ઠગાઈ કરી છે કે કેમ તે દિશામાં તપાસ હાથ ધરશે.

આ પણ વાંચો :-

મેઘરાજા કેમ રિસાયા…શું સપ્ટેમ્બર પણ સૂકો જશે ? ઓછા વરસાદનું આ રહ્યું ચોંકાવનારું કારણ !

0
  • જુલાઈમાં રેકોર્ડબ્રેક વરસાદ બાદ ઓગસ્ટમાં જાણે મેઘરાજા રિસાયા હોય તેવું જોવા મળી રહ્યું છે. દેશની રાજધાની દિલ્હીમાં ઓગસ્ટમાં સીઝનનો વરસાદ સામાન્ય કરતા ૬૦ ટકા ઓછો છે.

જુલાઈમાં રેકોર્ડબ્રેક વરસાદ બાદ ઓગસ્ટમાં જાણે મેઘરાજા રિસાયા હોય તેવું જોવા મળી રહ્યું છે. દેશની રાજધાની દિલ્હીમાં ઓગસ્ટમાં સીઝનનો વરસાદ સામાન્ય કરતા ૬૦ ટકા ઓછો છે. બીજા શબ્દોમાં કહીએ તો દિલહી માટે આ અત્યાર સુધીનો બીજો સૌથી સુસ્ત ઓગસ્ટ મહિનો રહ્યો છે.

ગુજરાતમાં શું છે સ્થિતિ :

હવામાન વિભાગે સોમવારે જે માહિતી આપી  તે મુજબ આગામી ૨૪ કલાકમાં દક્ષિણ ગુજરાતમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવેલી છે. સૌરાષ્ટ્રમાં પણ કેટલાક જિલ્લાઓમાં હળવા વરસાદની આગાહી કરાઈ છે જ્યારે નવસારી, વલસાડ અને ડાંગમાં હળવાથી મધ્યમ વરસાદની વરસી શકે છે. હવામાન ખાતાના જણાવ્યાં મુજબ ૪ દિવસ બાદ દક્ષિણ ગુજરાતમાં પણ વરસાદનું જોર ઘટશે.

હાલ દક્ષિણ ગુજરાતમાં ભેજના કારણે વરસાદ પડી રહ્યો છે. કચ્છમાં આગામી ૭ દિવસ વરસાદની શક્યતા નહિવત છે. હાલ કોઈ સિસ્ટમ સક્રિય નથી. ઉપરથી આગામી સમયમાં વાતાવરણમાં ભેજ ઘટતા તાપમાનમાં બે થી ત્રણ ડિગ્રીનો વધારો થશે. હાલ રાજ્યમાં ૯૪.૫ ટકા વરસાદ રહ્યો છે.

ગુજરાતમાં વરસાદની વાત કરીએ તો જૂન જુલાઈ દરમિયાન મન મૂકીને વરસ્યા બાદ ઓગસ્ટમાં જાણે મેઘરાજાએ વિરામ મૂકી દીધો એવું લાગી રહ્યું છે. જૂનમાં ૯.૫૬, જુલાઈમાં ૧૭.૬૬ ઈંચ બાદ અત્યાર સુધીમાં માંડ ૧ ઈંચ વરસાદ પડયો છે. અલ નિનોની અસરને પગલે મેઘરાજાનો આ આરામ હજુ લંબાય તેવી હવામાન નિષ્ણાંતો દ્વારા આગાહી પણ કરાઈ છે. ચાર સપ્ટેમ્બર સુધી ગુજરાતમાં ભારે વરસાદની શક્યતા નથી. સપ્ટેમ્બર પણ સૂકો રહી શકે છે.

ઓગસ્ટમાં વરસાદ ન પડવાનું કારણ :

આ સાથે જ ખાડીમાં કોઈ મોનસૂન સિસ્ટમ ન બની જે દિલ્હી અને તેની આજુબાજુના વિસ્તારો સુધી પહોંચી શકે. આ ઉપરાંત કોઈ સક્રિય વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ નહતું જેના પરિણામ સ્વરૂપે દિલ્હી અને એનસીઆરમાં વરસાદ પડી શકતો હતો. એટલે સુધી કે ઓગસ્ટના બાકી બચેલા ૩ દિવસમાં દિલ્હી-એનસીઆર ક્ષેત્રમાં સારા વરસાદની ઓછી આશા છે. જેનાથી આંકડામાં સુધારો થઈ શકે છે.

આ પણ વાંચો :-

 

રક્ષાબંધન પર ચંદ્રયાન વાળી રાખડીની બજારમાં ધૂમ ડિમાન્ડ, જાણો કેટલા છે ભાવ, બાળકોમાં અનોખો ક્રેઝ

  • રક્ષાબંધનને લઈને હાલ ચંદ્રયાનની સફળતા બાદ બજારમાં ચંદ્રયાન ઉપરાંત અયોધ્યા રામ મંદિર, ઈસરો, વડાપ્રધાનના ફોટા વાળી રાખડી સહિત અનેક કલાકૃતિઓ પર રાખડીઓ મળી રહી છે.

ભાઈ-બહેનના પવિત્ર પ્રેમના તહેવાર રક્ષાબંધનને હવે બે દિવસ જ બાકી રહ્યા છે. જેને લઈને લોકોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ત્યારે બજારોમાં પણ ભાઈ બહેનના પ્રેમના પ્રતીક રાખડીનું મોટી સંખ્યામાં આગમન થઈ ગયું છે. એકથી એક ચડિયાતી અને નયનરમ્ય રાખડીઓ બજારમાં મળી રહી છે. ત્યારે હાલ ચંદ્રયાનની સફળતા બાદ બજારમાં ચંદ્રયાન ઉપરાંત અયોધ્યા રામ મંદિર, ઈસરો, વડાપ્રધાનના ફોટા વાળી રાખડી સહિત અનેક કલાકૃતિઓ પર રાખડીઓ મળી રહી છે.

બાળકોમાં રાખડીનો જબરો ક્રેઝ :

ચંદ્રયાનની સફળતા બાદ સમગ્ર દેશમાં ઉજવણી જેવો માહોલ છે.ત્યારે રાખડી બજાર પર પણ ચંદ્રયાનની સફળતાની અસર જોવા મળી રહી છે. હાલ રાખડીની વેરાયટીઓમાં ચંદ્રયાનની રાખડી ખૂબ જ મોટા પ્રમાણમાં વહેંચાઈ રહી છે અને રાખડીઓ ચંદ્રયાન ૩ના રંગમાં રંગાયેલી જોવા મળી રહી છે. આ ઉપરાંત ઈસરોની રાખડીઓ પણ બજારમાં ખૂબ વહેંચાઈ રહ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે. બાળકોમાં આ પ્રકારની રાખડીનો જબરો ક્રેઝ જોવા મળી રહ્યો છે.

 કુંદન, ડાયમંડ અને સિલ્કની રાખડીઓ હાલ વહેંચાઈ રહી છે :

દિલ્હીની સદર બજારમાં કોલકાતા, અમદાવાદ, રાજસ્થાન સહિતની જગ્યાઓમાંથી રાખડીઓ વેચાવવા માટે આવતી હોય છે. જ્યાં બે રૂપિયાથી માંડી અને ૪૦૦ રૂપિયા સુધીની રાખડીઓ જોવા મળતી હોય છે. ત્યારે સ્ટોન, કુંદન, ડાયમંડ અને સિલ્કની રાખડીઓ હાલ વહેંચાઈ રહી છે. જેમાં ચંદ્રયાન ૩ અને વડાપ્રધાનના ફોટા વાળી રાખડી તેમજ ઈસરોની રાખડી જે ૨૦ થી માંડી અને ૫૦ રૂપિયા સુધીની વેચાય છે. બીજી તરફ ભગવાન શ્રીરામના ધનુષ સાથેની રાખડી પણ લોકો આવકારી રહ્યા છે. તેમની કિંમત ૧૨૦ રૂપિયા સુધી બોલાઈ રહી છે.

આ પણ વાંચો :-

 

ગુજરાતનો આ ઉદ્યોગપતિ ૫ વર્ષ સુધી પોતાની જ પુત્રીનું કરતો હતો શોષણ

0
  • જિલ્લાના વાપીમાં પિતા પુત્રીના સબંધને કલંકિત કરતી એક ઘટના પ્રકાશમાં આવી છે. જેમાં પિતાએ જ પોતાની પુત્રીને હવસનો શિકાર બનાવી છે.

જિલ્લાના વાપીમાં પિતા પુત્રીના સબંધને કલંકિત કરતી એક ઘટના પ્રકાશમાં આવી છે. જેમાં પિતાએ જ પોતાની પુત્રીને હવસનો શિકાર બનાવી છે. વલસાડ જિલ્લાના વાપીમાં એક ઉચ્ચ શિક્ષિત ઉદ્યોગપતિનું છૂપું રહસ્ય બહાર આવ્યું છે. આ પરિવારમાં ઉદ્યોગપતિ પિતા દ્વારા પોતાની પુત્રીનું સતત ૦૭ વર્ષથી શોષણ કરવામાં આવતું હોવાનું પ્રકાશમાં આવતા ચકચાર મચી ગઈ છે.

મુળ મારવાડી અને હાલ વાપીમાં રહેતા અને દમણમાં ભાગીદારી ઔદ્યોગિક એકમ ધરાવતા એક ઉદ્યોગપતિની પરિવારની ઘૃણાસ્પદ ઘટના બહાર આવી છે. સાધન અને સંપન્ન આ પરિવારના મોભીએ પોતાની જ સગી પુત્રીનું શારીરિક શોષણ કર્યું હતું. આ કરતુત છેલ્લા પાંચ વર્ષથી ચાલી રહ્યું હતું. તેમની પુત્રી જ્યારે ૧૨ વર્ષની હતી ત્યારથી તેણે લાલચ આપી અધમકૃત્ય આચરવાની શરૂઆત કરી હતી. એક વાર કાળુ કૃત્ય પછી તેણે વારંવાર આચરવાનું શરૂ રાખ્યું હતું. વારંવાર જ્યારે પણ પુત્રી એકલી હોય ત્યારે પોતાની વાસના સંતોષતો હતો.

જેમ જેમ પુત્રી મોટી થતી ગઈ તેમ તેને પોતાની સાથે થઈ રહેલા અન્યાયની વાત સમજ પડવા લાગી હતી. આ સમગ્ર ઘટનાની વાતને લઈને તેને પોતાની આપવીતી પોતાના ભાઈ અને પોતાની માતાને જણાવી હતી. સમગ્ર મામલે માતા અને ભાઈ પર આભ ફાટ્યું હતું. આ સંદર્ભે માતાએ હિંમત દાખવીને પોતાની પુત્રી સાથે વાપી ટાઉન પોલીસ મથકે જઈને ઉદ્યોગપતિ પિતા વિરુદ્ધ દુષ્કર્મની ફરિયાદ નોંધાવી હતી. આ ફરિયાદને લઈને પોલીસ વિભાગ પણ સ્તબ્ધ થઈ ગયો હતો.

પોલીસ દ્વારા આરોપી પિતા વિરુદ્ધ ફરિયાદ નોંધી પોકસો અને આઈપીસી ૩૭૬ હેઠળ ધરપકડ કરવામાં આવી છે. આ સાથે જ કલમ ૧૬૪ મુજબનું નિવેદન લઈ વધુ તપાસ હાથ ધરી છે. હાલ પોલીસ દ્વારા સમગ્ર મામલે કડક કાર્યવાહી હાથ ધરાઈ છે. તેણે પોતાની જ પુત્રીનું શારીરિક શોષણ શરૂ કર્યું છે. (તસવીર પ્રતિકાત્મક છે)

આ પણ વાંચો :-

માઈલેજ મામલે આ કારની ટક્કરમાં કોઈ નથી, એક લિટર પેટ્રોલમાં દોડશે આટલા કિમી ગાડી, જુઓ લિસ્ટ

0
  • ભારતમાં ધીમે ધીમે વધી રહી છે હાઈબ્રિડ કારની સંખ્યા, છેલ્લા એક વર્ષમાં ટોયોટાએ બે હાઇબ્રિડ કાર (Hyrider અને Highcross) લોન્ચ કરી.

ભારતમાં હવે હાઈબ્રિડ કારની સંખ્યા ધીમે ધીમે વધી રહી છે. આ દરમિયાન હવે કેટલાક કાર ઉત્પાદકો ટોયોટા અને મારુતિ સુઝુકી જેવી હાઈબ્રિડ પાવરટ્રેનવાળી કાર સાથે વધુ માઈલેજ આપવાનો પ્રયાસ કરી રહ્યા છે. છેલ્લા એક વર્ષમાં ટોયોટાએ બે હાઈબ્રિડ કાર (Hyrider અને Highcross) લોન્ચ કરી છે. મારુતિએ આ બે પર આધારિત બે કાર પણ લોન્ચ કરી છે. જે અનુક્રમે ગ્રાન્ડ વિટારા અને ઈન્વિક્ટો છે. આ ઉપરાંત હોન્ડા તેની સિટી સેડાન સાથે હાઈબ્રિડ પાવરટ્રેન પણ ઓફર કરે છે. આ તમામ કાર શાનદાર માઈલેજ આપે છે.

મારુતિ ગ્રાન્ડ વિટારા/ટોયોટા હાઈડર :

મારુતિની ગ્રાન્ડ વિટારા અને ટોયોટા હાઈડર બંનેના હાઈબ્રિડ વર્ઝનમાં 1.5L, 3-સિલિન્ડર એટકિન્સન સાયકલ પેટ્રોલ હાઈબ્રિડ પાવરટ્રેન મળે છે. આમાં એન્જિન 92bhp અને ઈલેક્ટ્રિક મોટર 79bhp જનરેટ કરે છે. જ્યારે હાઈબ્રિડ સેટઅપની સંયુક્ત શક્તિ 115bhp છે. તે eCVT ગિયરબોક્સ સાથે આવે છે. તે બંને 27.97kmpl સુધીની માઈલેજ આપવા માટે સક્ષમ છે. તમને જણાવી દઈએ કે, આ બંને ઓલ વ્હીલ ડ્રાઈવમાં પણ ઉપલબ્ધ છે પરંતુ તે વેરિઅન્ટમાં હાઈબ્રિડ સેટઅપ ઉપલબ્ધ નથી.

હોન્ડા સિટી હાઈબ્રિડની શું ખાસિયતો ? 

હોન્ડા સિટી હાઈબ્રિડ તે ગયા વર્ષે લોન્ચ કરવામાં આવી હતી. આ કાર 1.5L, 4-સિલિન્ડર એટકિન્સન સાયકલ એન્જિન સાથે આવે છે. આ સાથે, બે ઈલેક્ટ્રિક મોટર્સ છે. કંપનીનો દાવો છે કે, હોન્ડા સિટી હાઈબ્રિડ 26.5 km/l પેટ્રોલની માઇલેજ આપવામાં સક્ષમ છે. તે એક જ ટાંકી ફુલ પર 1,000 કિમી સુધીની રેન્જ ઓફર કરી શકે છે. તે નોન-હાઈબ્રિડ સેટઅપમાં પણ ઉપલબ્ધ છે. પરંતુ તેની માઈલેજ ઓછી છે.

ટોયોટા ઈનોવા હાઇક્રોસ/મારુતિ ઈનવિક્ટો

ટોયોટાની ઈનોવા હાઈક્રોસ અને મારુતિની ઈનવિક્ટો તે બંને એક જ પાવરટ્રેનનો ઉપયોગ કરે છે. વાસ્તવમાં મારુતિ ઈન્વિક્ટો સંપૂર્ણપણે ટોયોટા ઈનોવા હાઈક્રોસ પર આધારિત છે. તે મોનોકોક આર્કિટેક્ચર પર બનેલ છે. બંનેના સ્ટ્રોંગ હાઈબ્રિડ વર્ઝન 2.0L, 4-સિલિન્ડર એટકિન્સન સાયકલ એન્જિન સાથે આવે છે જે e-CVT સાથે જોડાયેલું છે. બંને 23.24kmpl સુધીની માઈલેજ આપવા સક્ષમ છે.

આ પણ વાંચો :-