“હવે પાર્ટીમાં ગુંદર ચોંટાડીને રહેજો” ઘર વાપસી પ્રસંગે પાટીલની ધારાસભ્યને ચીમકી

Share this story
  • અરવલ્લી ખાતે ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે બાયડના ધારાસભ્ય ધવલસિંહ ઝાલાને ઘર વાપસી કરવા પર કટાક્ષ કર્યો હતો અને કહ્યું કે, હવે પાર્ટીમાં ગુંદર ચોંટાડીને રહેજો આમ તેમ ન જતા.

ચૂંટણી પહેલાં રાજકીય ઉથલ-પાથલ થાય તે સ્વાભાવિક છે. આજે જ અરવલ્લી ખાતે કોંગ્રેસના ૩૫૦થી વધારે કાર્યકરો અને ૩૦ થી વધુ નેતાઓ ભાજપમાં જોડાઈ ગયા. ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલના હસ્તે કોંગ્રેસીઓએ ભાજપનો ખેસ ધારણ કર્યો હતો. આ પ્રસંગે સી.આર.પાટીલે બાયડના ધારાસભ્ય ધવલસિંહ ઝાલાને કટાક્ષ કર્યો હતો અને કહ્યું કે, હવે પાર્ટીમાં ગુંદર ચોંટાડીને રહેજો આમ તેમ ન જતા.

અરવલ્લી ખાતે બાયડના ધારાસભ્ય ધવલસિંહ ઝાલાને ચિમકી આપતાં પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે જણાવ્યું હતું કે, હવે પાર્ટીમાં ગુંદર ચોંટાડીને રહેજો આમ તેમ ન જતા. ઉલ્લેખનીય છે કે, ધવલસિંહ પહેલાં કોંગ્રેસ સાથે જોડાયેલા હતા ત્યારબાદ તેઓ ભાજપમાં જોડાયા. ગયા વખતની વિધાનભાની ચૂંટણી પહેલાં તેમણે ભાજપ સાથે છેડો ફાડીને અપક્ષ ચૂંટણી લડી હતી.

બાયડની જનતાની તમારી પાસે ખૂબ વધારે અપેક્ષા છે. તો હવે ક્યાંય આઘા-પાછા થતા નહી અને ગુંદર ચોંટાડીને પાર્ટી સાથે જોડાયેલા રહેજો.આટલું જ નહીં તેમણે ધવલસિંહને પાર્ટીના કાર્યકરોને હેરાન ન કરવા પણ જાહેરમાં સૂચના આપી હતી. સી.આર.પાટીલ જાહેરમાં જ બાયડના ધરાસભ્યને કટાક્ષ કરીને પાર્ટી સાથે જોડાઈને વફાદારીપૂર્વક કામ કરવાની સલાહ આપી.

આ પણ વાંચો :-