માઈલેજ મામલે આ કારની ટક્કરમાં કોઈ નથી, એક લિટર પેટ્રોલમાં દોડશે આટલા કિમી ગાડી, જુઓ લિસ્ટ

Share this story
  • ભારતમાં ધીમે ધીમે વધી રહી છે હાઈબ્રિડ કારની સંખ્યા, છેલ્લા એક વર્ષમાં ટોયોટાએ બે હાઇબ્રિડ કાર (Hyrider અને Highcross) લોન્ચ કરી.

ભારતમાં હવે હાઈબ્રિડ કારની સંખ્યા ધીમે ધીમે વધી રહી છે. આ દરમિયાન હવે કેટલાક કાર ઉત્પાદકો ટોયોટા અને મારુતિ સુઝુકી જેવી હાઈબ્રિડ પાવરટ્રેનવાળી કાર સાથે વધુ માઈલેજ આપવાનો પ્રયાસ કરી રહ્યા છે. છેલ્લા એક વર્ષમાં ટોયોટાએ બે હાઈબ્રિડ કાર (Hyrider અને Highcross) લોન્ચ કરી છે. મારુતિએ આ બે પર આધારિત બે કાર પણ લોન્ચ કરી છે. જે અનુક્રમે ગ્રાન્ડ વિટારા અને ઈન્વિક્ટો છે. આ ઉપરાંત હોન્ડા તેની સિટી સેડાન સાથે હાઈબ્રિડ પાવરટ્રેન પણ ઓફર કરે છે. આ તમામ કાર શાનદાર માઈલેજ આપે છે.

મારુતિ ગ્રાન્ડ વિટારા/ટોયોટા હાઈડર :

મારુતિની ગ્રાન્ડ વિટારા અને ટોયોટા હાઈડર બંનેના હાઈબ્રિડ વર્ઝનમાં 1.5L, 3-સિલિન્ડર એટકિન્સન સાયકલ પેટ્રોલ હાઈબ્રિડ પાવરટ્રેન મળે છે. આમાં એન્જિન 92bhp અને ઈલેક્ટ્રિક મોટર 79bhp જનરેટ કરે છે. જ્યારે હાઈબ્રિડ સેટઅપની સંયુક્ત શક્તિ 115bhp છે. તે eCVT ગિયરબોક્સ સાથે આવે છે. તે બંને 27.97kmpl સુધીની માઈલેજ આપવા માટે સક્ષમ છે. તમને જણાવી દઈએ કે, આ બંને ઓલ વ્હીલ ડ્રાઈવમાં પણ ઉપલબ્ધ છે પરંતુ તે વેરિઅન્ટમાં હાઈબ્રિડ સેટઅપ ઉપલબ્ધ નથી.

હોન્ડા સિટી હાઈબ્રિડની શું ખાસિયતો ? 

હોન્ડા સિટી હાઈબ્રિડ તે ગયા વર્ષે લોન્ચ કરવામાં આવી હતી. આ કાર 1.5L, 4-સિલિન્ડર એટકિન્સન સાયકલ એન્જિન સાથે આવે છે. આ સાથે, બે ઈલેક્ટ્રિક મોટર્સ છે. કંપનીનો દાવો છે કે, હોન્ડા સિટી હાઈબ્રિડ 26.5 km/l પેટ્રોલની માઇલેજ આપવામાં સક્ષમ છે. તે એક જ ટાંકી ફુલ પર 1,000 કિમી સુધીની રેન્જ ઓફર કરી શકે છે. તે નોન-હાઈબ્રિડ સેટઅપમાં પણ ઉપલબ્ધ છે. પરંતુ તેની માઈલેજ ઓછી છે.

ટોયોટા ઈનોવા હાઇક્રોસ/મારુતિ ઈનવિક્ટો

ટોયોટાની ઈનોવા હાઈક્રોસ અને મારુતિની ઈનવિક્ટો તે બંને એક જ પાવરટ્રેનનો ઉપયોગ કરે છે. વાસ્તવમાં મારુતિ ઈન્વિક્ટો સંપૂર્ણપણે ટોયોટા ઈનોવા હાઈક્રોસ પર આધારિત છે. તે મોનોકોક આર્કિટેક્ચર પર બનેલ છે. બંનેના સ્ટ્રોંગ હાઈબ્રિડ વર્ઝન 2.0L, 4-સિલિન્ડર એટકિન્સન સાયકલ એન્જિન સાથે આવે છે જે e-CVT સાથે જોડાયેલું છે. બંને 23.24kmpl સુધીની માઈલેજ આપવા સક્ષમ છે.

આ પણ વાંચો :-