મેઘરાજા કેમ રિસાયા…શું સપ્ટેમ્બર પણ સૂકો જશે ? ઓછા વરસાદનું આ રહ્યું ચોંકાવનારું કારણ !

Share this story
  • જુલાઈમાં રેકોર્ડબ્રેક વરસાદ બાદ ઓગસ્ટમાં જાણે મેઘરાજા રિસાયા હોય તેવું જોવા મળી રહ્યું છે. દેશની રાજધાની દિલ્હીમાં ઓગસ્ટમાં સીઝનનો વરસાદ સામાન્ય કરતા ૬૦ ટકા ઓછો છે.

જુલાઈમાં રેકોર્ડબ્રેક વરસાદ બાદ ઓગસ્ટમાં જાણે મેઘરાજા રિસાયા હોય તેવું જોવા મળી રહ્યું છે. દેશની રાજધાની દિલ્હીમાં ઓગસ્ટમાં સીઝનનો વરસાદ સામાન્ય કરતા ૬૦ ટકા ઓછો છે. બીજા શબ્દોમાં કહીએ તો દિલહી માટે આ અત્યાર સુધીનો બીજો સૌથી સુસ્ત ઓગસ્ટ મહિનો રહ્યો છે.

ગુજરાતમાં શું છે સ્થિતિ :

હવામાન વિભાગે સોમવારે જે માહિતી આપી  તે મુજબ આગામી ૨૪ કલાકમાં દક્ષિણ ગુજરાતમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવેલી છે. સૌરાષ્ટ્રમાં પણ કેટલાક જિલ્લાઓમાં હળવા વરસાદની આગાહી કરાઈ છે જ્યારે નવસારી, વલસાડ અને ડાંગમાં હળવાથી મધ્યમ વરસાદની વરસી શકે છે. હવામાન ખાતાના જણાવ્યાં મુજબ ૪ દિવસ બાદ દક્ષિણ ગુજરાતમાં પણ વરસાદનું જોર ઘટશે.

હાલ દક્ષિણ ગુજરાતમાં ભેજના કારણે વરસાદ પડી રહ્યો છે. કચ્છમાં આગામી ૭ દિવસ વરસાદની શક્યતા નહિવત છે. હાલ કોઈ સિસ્ટમ સક્રિય નથી. ઉપરથી આગામી સમયમાં વાતાવરણમાં ભેજ ઘટતા તાપમાનમાં બે થી ત્રણ ડિગ્રીનો વધારો થશે. હાલ રાજ્યમાં ૯૪.૫ ટકા વરસાદ રહ્યો છે.

ગુજરાતમાં વરસાદની વાત કરીએ તો જૂન જુલાઈ દરમિયાન મન મૂકીને વરસ્યા બાદ ઓગસ્ટમાં જાણે મેઘરાજાએ વિરામ મૂકી દીધો એવું લાગી રહ્યું છે. જૂનમાં ૯.૫૬, જુલાઈમાં ૧૭.૬૬ ઈંચ બાદ અત્યાર સુધીમાં માંડ ૧ ઈંચ વરસાદ પડયો છે. અલ નિનોની અસરને પગલે મેઘરાજાનો આ આરામ હજુ લંબાય તેવી હવામાન નિષ્ણાંતો દ્વારા આગાહી પણ કરાઈ છે. ચાર સપ્ટેમ્બર સુધી ગુજરાતમાં ભારે વરસાદની શક્યતા નથી. સપ્ટેમ્બર પણ સૂકો રહી શકે છે.

ઓગસ્ટમાં વરસાદ ન પડવાનું કારણ :

આ સાથે જ ખાડીમાં કોઈ મોનસૂન સિસ્ટમ ન બની જે દિલ્હી અને તેની આજુબાજુના વિસ્તારો સુધી પહોંચી શકે. આ ઉપરાંત કોઈ સક્રિય વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ નહતું જેના પરિણામ સ્વરૂપે દિલ્હી અને એનસીઆરમાં વરસાદ પડી શકતો હતો. એટલે સુધી કે ઓગસ્ટના બાકી બચેલા ૩ દિવસમાં દિલ્હી-એનસીઆર ક્ષેત્રમાં સારા વરસાદની ઓછી આશા છે. જેનાથી આંકડામાં સુધારો થઈ શકે છે.

આ પણ વાંચો :-