રક્ષાબંધન પર ચંદ્રયાન વાળી રાખડીની બજારમાં ધૂમ ડિમાન્ડ, જાણો કેટલા છે ભાવ, બાળકોમાં અનોખો ક્રેઝ

Share this story
  • રક્ષાબંધનને લઈને હાલ ચંદ્રયાનની સફળતા બાદ બજારમાં ચંદ્રયાન ઉપરાંત અયોધ્યા રામ મંદિર, ઈસરો, વડાપ્રધાનના ફોટા વાળી રાખડી સહિત અનેક કલાકૃતિઓ પર રાખડીઓ મળી રહી છે.

ભાઈ-બહેનના પવિત્ર પ્રેમના તહેવાર રક્ષાબંધનને હવે બે દિવસ જ બાકી રહ્યા છે. જેને લઈને લોકોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ત્યારે બજારોમાં પણ ભાઈ બહેનના પ્રેમના પ્રતીક રાખડીનું મોટી સંખ્યામાં આગમન થઈ ગયું છે. એકથી એક ચડિયાતી અને નયનરમ્ય રાખડીઓ બજારમાં મળી રહી છે. ત્યારે હાલ ચંદ્રયાનની સફળતા બાદ બજારમાં ચંદ્રયાન ઉપરાંત અયોધ્યા રામ મંદિર, ઈસરો, વડાપ્રધાનના ફોટા વાળી રાખડી સહિત અનેક કલાકૃતિઓ પર રાખડીઓ મળી રહી છે.

બાળકોમાં રાખડીનો જબરો ક્રેઝ :

ચંદ્રયાનની સફળતા બાદ સમગ્ર દેશમાં ઉજવણી જેવો માહોલ છે.ત્યારે રાખડી બજાર પર પણ ચંદ્રયાનની સફળતાની અસર જોવા મળી રહી છે. હાલ રાખડીની વેરાયટીઓમાં ચંદ્રયાનની રાખડી ખૂબ જ મોટા પ્રમાણમાં વહેંચાઈ રહી છે અને રાખડીઓ ચંદ્રયાન ૩ના રંગમાં રંગાયેલી જોવા મળી રહી છે. આ ઉપરાંત ઈસરોની રાખડીઓ પણ બજારમાં ખૂબ વહેંચાઈ રહ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે. બાળકોમાં આ પ્રકારની રાખડીનો જબરો ક્રેઝ જોવા મળી રહ્યો છે.

 કુંદન, ડાયમંડ અને સિલ્કની રાખડીઓ હાલ વહેંચાઈ રહી છે :

દિલ્હીની સદર બજારમાં કોલકાતા, અમદાવાદ, રાજસ્થાન સહિતની જગ્યાઓમાંથી રાખડીઓ વેચાવવા માટે આવતી હોય છે. જ્યાં બે રૂપિયાથી માંડી અને ૪૦૦ રૂપિયા સુધીની રાખડીઓ જોવા મળતી હોય છે. ત્યારે સ્ટોન, કુંદન, ડાયમંડ અને સિલ્કની રાખડીઓ હાલ વહેંચાઈ રહી છે. જેમાં ચંદ્રયાન ૩ અને વડાપ્રધાનના ફોટા વાળી રાખડી તેમજ ઈસરોની રાખડી જે ૨૦ થી માંડી અને ૫૦ રૂપિયા સુધીની વેચાય છે. બીજી તરફ ભગવાન શ્રીરામના ધનુષ સાથેની રાખડી પણ લોકો આવકારી રહ્યા છે. તેમની કિંમત ૧૨૦ રૂપિયા સુધી બોલાઈ રહી છે.

આ પણ વાંચો :-