Home Blog Page 982

શું વધારે પડતું પાણી પીવાથી મોટાપો દૂર થઈ જશે ? શું કહે છે વિજ્ઞાન, જાણો નિષ્ણાંતના મતે

  • અમુક એક્સપર્ટનું કહેવું છે કે વધારે પાણી પીવાથી સ્થૂળતા દૂર થાય છે. અમુક સ્ટડીમાં પણ આ વાત સામે આવી છે. પરંતુ હકીકત શું છે આવો જાણીએ..

વજન ઓછુ કરવું એક મોટો પડકાર છે. વજન ઓછુ કરવા માટે સૌથી પહેલા ભુખ પર કંટ્રોલ કરવો પડે છે. જો તમે પહેલાની જેમ જ ભોજન લેશો તો વજન ઓછુ નહીં કરી શકો. ઘણા લોકોનું માનવું છે કે ભૂખ પર કંટ્રોલ કરવા માટે વધારે પાણી પીવું ખૂબ જ બેસ્ટ આઈડિયા છે.

વધારે પાણી પીને વધારે કેલેરીને બર્ન કરી શકાય છે અને તેનાથી ભૂખ પણ નથી લાગતી. અમુક અભ્યાસમાં પણ આ વાત સામે આવી છે કે વધારે પાણી પીવાથી વજન ઘટાડવામાં મદદ મળે છે. પરંતુ શું વધારે પાણી પીને આપણે વજનને ઘટાડી શકીએ છીએ ?

વધારે પાણી પીવાથી ઘટે છે વજન ?

એક્સપર્ટ અનુસાર અમુક લોકો વજન ઓછુ કરવા માટે વોટર ફાસ્ટિંગ કરે છે. તેમાં પાણી સિવાય કંઈ નથી લેતા. તેનાથી વજન ઓછુ થઈ શકે છે પરંતુ અન્ય ઘણી મુશ્કેલીઓ થઈ શકે છે. અચાનક શરીરમાં વધારે પાણી આવવાથી સોડિયમ ઘટી શકે છે. તેનાથી સડેન ડેથ પણ થઈ શકે છે. થોડા સમય પહેલા એક સેલીબ્રિટીનું મોત આ કારણે થયું હતું.

માટે વોટર ફાસ્ટિંગ કરવું વધારે સારો વિકલ્પ નથી. જો આ કોઈ નિષ્ણાંતની દેખરેખ હેઠળ કરવામાં આવે તો તેનાથી અપેક્ષિત પરિણામ મળી શકે છે. જો ભોજનની સાથે વધારે પાણી પીવામાં આવે તો એક હદ સુધી સ્થૂળતા ઓછી થઈ શકે છે. પરંતુ કોઈ પણ વસ્તુથી એકી ઝાટકે વજન ઓછુ નથ થઈ જતું. વજન ઘટતા વાર લાગે છે.

અલગ અલગ વસ્તુઓ ટ્રાય કરવી જરૂરી :

સ્થૂળતા માટે ભોજન, ફિઝિકલ એક્ટિવિટી ન કરવી, પુરતી ઉંઘ ન લેવી અને સ્ટ્રીસ વધારે જવાબદાર છે. માટે આ બધી વસ્તુઓ પર એક સાથે ધ્યાન આપીને સ્થૂળતા ઘટાડી શકાય છે. જ્યાં સુધી વધારે પાણી પીવાની વાત છે તો એ તો સોચ્ચસ વાત છે કે જ્યારે આપણે વધારે પાણી પીએ છીએ તો ખાવાની ઈચ્છા ઓછુ થઈ જાય છે અને જ્યારે આપણે ઓછુ ખાઈએ છીએ તો વજન પણ ઓછુ થાય છે.

શરીરની અંદર પોષણ ન જાય તો કેલેરી વધારે નથી મળતી. તેનાથી વજન ઓછુ થાય છે. તે રીતે જોઈએ તો એક હદ સુધી તેનાથી થોડુ વજન પણ ઓછુ થઈ શકે છે પરંતુ ફક્ત આજ એક વસ્તુથી સ્થૂળતાને ઓછી ન કરી શકાય. માટે બેસ્ટ ઓપ્શન એ છે કે સ્થૂળતા ઓછી કરવા માટે ઘણી વસ્તુઓ પર કામ કરવું જરૂરી છે.

આ પણ વાંચો :-

Jawan Trailer Release : એક્શન, ડ્રામા અને થ્રિલરથી ભરપૂર છે ફિલ્મ જવાનનું ટ્રેલર, SRKની એન્ટ્રી જોઈ હોશ ઉડી જશે

  • શાહરૂખ ખાનની અપકમિંગ ફિલ્મ જવાનને રિલીઝ થવામાં હવે એક અઠવાડિયાથી ઓછો સમય બાકી રહ્યો છે. આજે ફિલ્મનું ટ્રેલર રિલીઝ થઈ ચુક્યું છે.

બોલિવુડના કિંગ ખાન શાહરૂખ ખાનની અપકમિંગ ફિલ્મ જવાનને રિલીઝ થવામાં એક અઠવાડિયા જેટલો સમય બાકી છે. ૩૧ ઓગસ્ટ એટલે કે આજે ફિલ્મનું ટ્રેલર રિલીઝ થઈ ચુક્યું છે. તેમના ફેંસ આતુરતાથી તેની રાહ જોઈ રહ્યા હતા. મહત્વનું છે કે આ વર્ષે શાહરૂખની આવેલી ફિલ્મ પઠાણે બોક્સ ઓફિસ પર ખૂબ ધૂંમ મચાવી હતી.

ટ્રેલર આવ્યું સામે  :

૨ મિનિટ ૪૭ સેકેન્ડના આ ટ્રેલરમાં ફેંસને એક્શન, ડ્રામા અને રોમાંસનું જબરદસ્ત કોમ્બિનેશન જોવા મળશે. ટ્રેલરની શરૂઆત શાહરૂખના ધાંસૂ ડાયલોગ સાથે થાય છે. ત્યાર બાદ તે ઘણા અલગ અલગ લુકમાં જોવા મળી રહ્યો છે.

શાહરૂખ ખાને પણ જવાન મૂવીને લઈને ટવીટ કર્યું છે. તેમણે લખ્યું કે જવાનનું ટ્રેલર રિલીઝ થઈ ચુક્યું છે. સાથે જ ૭ સપ્ટેમ્બર ૨૦૨૩એ ફિલ્મ દુનિયાભરમાં હિંદી, તમિલ અને તેલુગુમાં રિલીઝ થશે.

આ પણ વાંચો :-

સ્પેસસૂટ પહેરીને ચંદ્ર પર ફરતો દેખાયો માનવ, રોવરે પાડ્યો ફોટો ? વીડિયોમાં આવી સચ્ચાઈ

  • ચંદ્ર પર સ્પેસસૂટ પહેરીને એક માણસ ચાલતો હોવાનો વીડિયો વાયરલ થયો હતો જોકે તેની સચ્ચાઈ કંઈ જુદી નીકળી હતી.

૧૯૬૯માં ચંદ્ર પર અમેરિકાએ માનવો ઉતાર્યાં તે ઘટનાને ઘણા લોકોએ નકલી ગણાવી હતી અને કહેવાયું હતું કે અમેરિકાએ નેવાડાના ભયાનક રણમાં મૂન જેવો માહોલ ઊભો કરીને તેનું શુટિંગ કર્યું છે અને પછી તેને ચંદ્ર પર માનવ ઉતાર્યાં હોવાનો ઢોંગ કર્યો છે.

સાચું કે ખોટું જે હોય તે પરંતુ હવે એક એવો વીડિયો સામે આવ્યો છે જે જોઈને તો પહેલી નજરે એવું લાગે કે જાણે ચંદ્ર પર કોઈ માનવ ફરી રહ્યો છે. આમેય ચંદ્ર પર માનવ જીવન શક્ય નથી કારણ કે ત્યાં ઓક્સિજન નથી. ઓક્સિજન વગર કોઈ જીવી ન શકે તે બધાને ખબર જ છે.

ચંદ્રયાન-૩ની લાઈમલાઈટને સહારે ખરાબ રસ્તાઓનું ધ્યાન દોર્યું :

હાલમાં ચંદ્રયાન-૩ની દેશ-દુનિયામાં ઘણી ચર્ચા ચાલી રહી છે અને તેમાં શહેરના ઉબડખાબડ રોડ પરત્વે તંત્રનું ધ્યાન દોરવા એક માણસે ચંદ્ર અને સ્પેસસૂટનો સહારો લીધો અને તેણે એવો સ્વાંગ રચ્યો કે જાણે સાક્ષાત ચંદ્ર પર માણસ કેમ ન ફરતો હોય.

ચંદ્ર પર માણસ ફરતો હોય તેવો વીડિયો વાયરલ થયો :

સોશિયલ મીડિયા પર એક વીડિયો ચર્ચામાં છે. જેમાં મનુષ્યને ચંદ્રની સપાટી પર ‘ચાલતા’ દેખાડવામાં આવ્યો છે. વીડિયો જોઇને સૌ કો આશ્ચર્યમાં પડી ગયા છે. પરંતુ સચ્ચાઈ સામે આવતાં લોકોને તડાકો પડ્યો હતો.

શું છે વીડિયોની હકીકત :

હકીકતમાં, આ વિસ્તાર બીજું કોઈ નહીં પણ ભારતના ખાડાથી ખદબદતા રસ્તાઓ છે. જે બેંગ્લુરુ શહેરના રસ્તાના ખાડાની ચંદ્રમાના ખાડા સાથે સરખામણી કરે છે.

આ પણ વાંચો :-

 

ગૌતમ અદાણી પર આવી વધુ એક મોટી મુસિબત, ફરી શેરોમાં ગરબડીનો લાગ્યો આરોપ

0
  • હિંડનબર્ગના રિપોર્ટ બાદ OCCRP રિપોર્ટે અદાણીની મુશ્કેલીઓમાં વધુ વધારો કર્યો છે. આ રિપોર્ટમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે ગૌતમ અદાણીએ શેર સાથે છેડછાડ કરી છે.

ગૌતમ અદાણીને લઈને વધુ એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. હિંડનબર્ગના રિપોર્ટ બાદ OCCRP રિપોર્ટે અદાણીની મુશ્કેલીઓમાં વધુ વધારો કર્યો છે. આ રિપોર્ટમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે ગૌતમ અદાણીએ શેર સાથે છેડછાડ કરી છે. OCCRPના રિપોર્ટ અનુસાર અદાણી ગ્રુપે પોતાના શેર ખરીદીને સ્ટોક એક્સચેન્જમાં ગુપ્ત રીતે લાખો ડોલરનું રોકાણ કર્યું છે.

૨૦૧૩-૧૮ સુધી પોતાના ગ્રૂપના શેરમાં રોક્યા રૂપિયા :

ઓર્ગેનાઈઝડ ક્રાઈમ એન્ડ કરપ્શન રિપોર્ટિંગ પ્રોજેક્ટ (OCCRP) ના રિપોર્ટને Guardian અને Financial Times સાથે શેર કરવામાં આવ્યો છે. જેમાં અદાણી દ્વારા કરવામાં આવેલા ટ્રાન્ઝેક્શનની વિગતો આપવામાં આવી છે. જેમાં અદાણી ગ્રૂપ દ્વારા મોરેશિયસમાં કરાયેલા ટ્રાન્ઝેક્શનનો ખુલાસો થયો છે. જેમાં જણાવવામાં આવ્યું છે કે વર્ષ ૨૦૧૩ થી ૨૦૧૮ સુધી ગ્રૂપની કંપનીઓએ પોતાના શેરોમાં ગુપચુપ રીતે પૈસા રોક્યા છે.

OCCRP એ જોયા છે મેલ :

OCCRP દ્વારા એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે તેણે મોરેશિયસ દ્વારા થયેલા ટ્રાંજેશકશન અને અદાણી ગ્રૂપના આંતરિક મેઇલને જોયા છે અને તે જ વાતનો ખુલાસો થયો છે. OCCRPએ જણાવ્યું કે આવા ૨ કેસ જોવા મળ્યા છે જેમાં રોકાણકારોએ વિદેશી કંપનીઓ દ્વારા અદાણી ગ્રુપના શેર ખરીદ્યા અને વેચ્યા છે.

આ ૨ રોકાણકારો લાંબા સમયથી અદાણી ગ્રુપ સાથે જોડાયેલા છે

રિપોર્ટમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે ૨ રોકાણકારોમાં નસીર અલી શબાન અહલી અને ચાંગ ચુંગ-લિંગનું નામ લેવામાં આવ્યું છે. આ સાથે એવું કહેવામાં આવી રહ્યું છે કે આ લોકો લાંબા સમયથી અદાણી પરિવાર સાથે બિઝનેસ પાર્ટનર તરીકે કામ કરી રહ્યા છે. જો કે મીડિયા સંસ્થા કહી રહી છે કે હજુ સુધી એવા કોઈ પુરાવા નથી કે આ ૨ રોકાણકારો દ્વારા રોકાયેલા પૈસા અદાણી ગ્રુપ દ્વારા આપવામાં આવ્યા છે.

આ પણ વાંચો :-

સુરતમાં મોડી રાત્રે લિફ્ટમાં ફસાયેલા ૧૦ લોકોને આખરે દીવાલ તોડીને બહાર કઢાયા

0
  • સુરતમાં મોડી રાત્રે લિફ્ટ બંધ પડી જવાની ઘટના બની હતી. જેમાં ૧૦ લોકો ફસાઈ ગયા હતા. લિફ્ટનું મેઈન્ટેન્સ જોતી કંપની દ્વારા લોકોને બહાર કાઢવામાં સફળતા ન મળ્યા પછી આખરે આ ઘટનામાં ફાયર બ્રિગેડની મદદ લેવામાં આવી હતી.

સુરત શહેરના અલથાણમાં બુધવારની મોડી રાત્રે ૧૦ લોકો લિફ્ટમાં ફસાયાની ઘટના બની હતી. અંધારામાં લિફ્ટમાં લોકોની ફસાઈ જવાની ઘટનાએ લોકોના જીવ ઊંચા કરી દીધા હતા. બનાવની જાણ થતાં મોટી સંખ્યામાં લોકો દોડી આવ્યા હતા અને ફસાયેલાને બહાર કાઢવાના વિવિધ પ્રયાસો શરુ કરવામાં આવ્યા હતા.

 

હોસ્પિટલમાં આવેલી લિફ્ટમાં લોકો ફસાઈ જવાનો આ બનાવ બન્યો હતો. આ ઘટના બનતા લિફ્ટ મેઈન્ટેન્સની જવાબદારી સોંપાઈ હોય તે કંપનીઓ સામે પણ કેટલાક સવાલો ઉભા થઈ રહ્યા છે.

હોસ્પિટલની લિફ્ટમાં ફસાયેલા ૧૦ લોકોને બહાર કાઢવા માટે દીવાલ તોડવી પડી હતી. ઘટના અંગે જાણ થતાં ફાયર વિભાગની ટીમ બનાવના સ્થળ પર પહોંચી ગઈ હતી. પછી ફસાયેલા લોકોને બહાર કાઢવાના પ્રયાસ શરુ કરવામાં આવ્યા બાદ આખરે દીવાલ તોડવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.

 સુરતના અલથાણમાં આવેલી સિગ્નેચર હોસ્પિટલની લિફ્ટ પાછલી મોડી રાત્રે બંધ પડી હતી. જેમાં વહેલી સવારે 4 વાગ્યાની આસપાસ બંધ પડેલી લિફ્ટમાંથી લોકોને બહાર કાઢવામાં સફળતા મળી છે. ફાયર વિભાગને લિફ્ટમાં 10 લોકો ફસાયા હોવાની માહિતી મળી હતી. લિફ્ટ ખામીના કારણે અટકી ગઈ હોવાથી તેમાં ફસાયેલા લોકોને બહાર કાઢવા માટે ભારે જહેમત ઉઠાવવી પડી હતી.

લિફ્ટ બંધ પડવાની ઘટના બાદ સૌથી પહેલા લિફ્ટનું મેઈન્ટેનન્સનું કામ જોતી કંપનીને જાણ કરવામાં આવી હતી. જોકે, આ પ્રયાસમાં લિફ્ટ ફરી શરુ કરીને લોકોને બહાર કાઢવામાં સફળતા ન મળ્યા બાદ ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી. જેમાં ફાયર બ્રિગેડ દ્વારા દીવાલ તોડીને ૧૦ લોકોને બહાર કાઢવાનો નિર્ણય લેવાયો હતો.

લિફ્ટની અંદર લોકો લગભગ એકથી દોઢ કલાક જેટલો સમય ફસાયેલા રહ્યા હોવાની વિગતો મળી રહી છે. આ ઘટનામાં કેટલીક ચોંકાવનારી વિગતો પણ સામે આવી રહી છે. લિફ્ટ મેઈન્ટેનન્સનું કામ કરતી કંપનીઓ દ્વારા ૧૨ મહિનાના કોન્ટ્રાક્ટમાં માત્ર ૧૦ મહિનાની જ સર્વિસ આપવામાં આવતી હોય છે. જો તેમનો કોન્ટ્રાક્ટ ૧૦મા મહિના પછી રિન્યૂ ન થાય તો તેઓ સર્વિસ આપવાનું બંધ કરી દેતા હોય છે.

આ પણ વાંચો :-

નશામાં ધૂત NRI કારચાલકે નવસારીમાં એકસાથે ૫ વાહનોને લીધા અડફેટે, નબીરો કાર મૂકીને રફુચક્કર

0
  • નવસારીના ખત્રીવાડમાં નશામાં ધૂત નબીરાએ બે કાર અને ત્રણ બાઈકને લીધા અડફેટે, અકસ્માત કરનાર નબીરાની કારમાંથી મળી આવી દારૂની બોટલ.

નડિયાદ બાદ હવે નવસારીમાં નશામાં ધૂત નબીરાએ બેફામ ગતિએ કાર ચલાવીને વાહનોને અડફેટે લીધા હોવાનું સામે આવ્યું છે. કારમાંથી દારૂની બોટલ મળી આવ્યા બાદ હાલ પોલીસે ફરાર કાર ચાલકની શોધખોળ હાથ ધરી છે.

ખત્રીવાડ વિસ્તારમાં ગતરાત્રે નબીરાએ સર્જ્યો અકસ્માત :

પ્રાપ્ત વિગતો અનુસાર નવસારીના જુનાથાણામાં આવેલા ખત્રીવાડ વિસ્તાર ગઈકાલે રાતે બલેનો કારચાલકે બેફામ કાર હંકારીને પાર્ક કરેલી બે કાર અને ત્રણ બાઈકને અડફેટે લીધા હતા. મોડી રાત્રે અકસ્માતનો અવાજ સંભળાયા બાદ લોકો પોત-પોતાના ઘરોમાંથી બહાર દોડી આવ્યા હતા. જો કે અકસ્માત સર્જનાર કાર ચાલક કાર મૂકીને જ ફરાર થઈ ગયો હતો.

જાણ થતાં પોલીસની ટીમ દોડી આવી :

સ્થાનિકો દ્વારા આ અંગેની જાણ પોલીસને કરવામાં આવતા પોલીસની ટીમ ઘટનાસ્થળે દોડી આવી હતી. જે બાદ કારની તપાસ કરતા કારમાંથી દારૂ અને બિયરની બોટલો મળી આવી હતી. આ અકસ્માતના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. અકસ્માત કરનાર કાર ચાલક NRI હોવાની ચર્ચા ચાલી રહી છે. હાલ પોલીસે ફરાર કારચાલકને ઝડપી પાડવા માટે ચક્રોગતિમાન કર્યા છે.

નડિયાદમાં નબીરાએ સર્જ્યો હતો અકસ્માત :

અત્રે ઉલ્લેખનીય છે કે ગઈકાલે જ નડિયાદના કોલેજ રોડ પર આવેલી આયુર્વેદિક હોસ્પિટલ સામે કારના ચાલકે બેફામ કાર હંકારીને ત્રણ પૈડાવાળી લારી સહિત ૩ વાહનોને અડફેટે લીધા હતા. જે બાદ બેકાબૂ બનેલી કાર ધડાકાભેર ડિવાઈડર અને વીજપોલ સાથે અથડાઈ હતી.

ભારે ચહેલપહેલવાળા વિસ્તારમાં અકસ્માત સર્જાતા મોટી સંખ્યામાં સ્થાનિકો એકઠા થઈ ગયા હતા. આ અકસ્માતમાં લારીચાલક ઈજાગ્રસ્ત થતાં તેને સારવાર અર્થે નડિયાદની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. તો અકસ્માતની જાણ થતાં નડિયાદ ટાઉન પોલીસની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી.

આ પણ વાંચો :-

 

હવે ગુજરાતની આ જગ્યાએ જામે છે તહેવારોમાં ભીડ, જોવા જેવું છે આ સ્થળ

0
  • હરવા ફરવાના શોખીન ગુજરાતીઓ માટે એક સારા સમાચાર છે. હવે તમારા વિકએન્ડ અને રજાઓ માટે હરવા ફરવાનું એક નવું સ્થળ ગુજરાતમાં તૈયાર થઈ ગયું છે. પ્રવાસીઓ અહીં રોજ ભીડ જમાવે છે. જાણો ક્યાં છે આ સ્થળ.

ગુજરાતીઓ પહેલાંથી જ હરવા ફરવાના અને ખાણી પીણીના શોખીન માનવામાં આવે છે. ત્યારે ગુજરાતીઓ વાર તહેવારે કે રજાના દિવસે બસ હરવા ફરવા માટે બહારનું જ શોધતા હોય છે. રજા હોય એટલે ગુજરાતીઓ પરિવાર સાથે કાંતો મિત્રો સાથે ફરવા ઉપડી જતા હોય છે.

ત્યારે હવે ગુજરાતીઓ માટે હરવા ફરવાનું એક નવું ડેસ્ટિનેશન ઉભું થઈ ગયું છે. જ્યારે તહેવારોમાં અને રજાઓમાં જામે છે ભારે ભીડ. રક્ષાબંધનના તહેવારમાં પણ આ સ્થળે સહેલાઈઓનું ઘોડાપુર ઉમટ્યું હતું.

અહીં વાર થઈ રહી છે ગુજરાતમાં નવા પ્રવાસન સ્થળ તરીકે ઉભરી રહેલાં બોર્ડર ટુરિઝમની. ગુજરાતની સરહદના પ્રવાસની. ગુજરાતની સરહદે આવેલાં બનાસકાંઠા જિલ્લાના સુઈગામ પાસે આવેલી ભારત-પાકિસ્તાન નડાબેડ બોર્ડરની. આ સ્થળ હવે એક પ્રવાસન સ્થળ તરીકે પ્રસ્થાપિત થઈ ગયું છે.

રક્ષાબંધનના તહેવારમાં પણ સંખ્યાબંધ પ્રવાસીઓ અહીં ઉમટ્યાં. બહેનોએ આ પર્વ પર સેનાના જવાનોને રાખડી બાંધીને તેમની રક્ષાની કામના કરી. આમ હવે ગુજરાતીઓને ફરવા માટે મળ્યું નવું લોકેશન, તમે અહીં ગયા છો કે નહીં ?

ઉલ્લેખની છે કે ગુજરાતીઓનો ટ્રેન્ડ બદલાયો છે તહેવારોના સમયમાં નડાબેટ તેમજ ભારત પાક ઈન્ટરનેશનલ બોર્ડર પાસે આવેલ ઝીરો પોઈન્ટ પર પ્રવાસીઓની ભીડ જોવા મળે છે. આ વખતે રક્ષાબંધનના તહેવારમાં પણ અહીં ભીડ જોવા મળી હતી. રાજ્ય સરકાર અને ગુજરાત ટુરિઝમ દ્વારા જ્યારથી નડાબેટનો વિકાસ કરવામાં આવ્યો છે અને પ્રવાસીઓ માટે ભારત પાકિસ્તાન ઈન્ટરનેશનલ બોર્ડર પાસે આવેલ ઝીરો પોઈન્ટને ખુલ્લો મુકવામાં આવ્યો છે ત્યારથી તહેવારોના સમયમાં પ્રવાસીઓની ભીડ નડાબેટ તેમજ ઈન્ટરનેશનલ બોર્ડર પર  જોવા મળી રહ્યો છે.

તહેવારોના સમયમાં મોટી સંખ્યામાં પ્રવાસીઓ નડાબેટ ખાતે ઉમટતા દેશભક્તિનું અનોખો વાતાવરણ સરહદ પર ઉભું થાય છે. બીએસએફ દ્વારા નડાબેટ ખાતે અટારી બોર્ડર જેવી પરેડ શરૂ કરવામાં આવી છે તે ઉપરાંત નડાબેટ ખાતે બીએસએફનું મ્યુઝિયમ પણ આવેલ છે. ભારત પાકિસ્તાન ઈન્ટરનેશનલ બોર્ડર પર સરહદ પર સેલ્ફી પોઇન્ટ બનાવવામાં આવ્યા છે. આ સેલ્ફી પોઈન્ટ માટે દૂર દૂરથી પ્રવાસીઓ તહેવારોના સમયમાં ઉમટી પડે છે.

રક્ષાબંધનના તહેવારને લઈને સરહદ પર ફરજ નિભાવતા દેશના જવાનોને રાખડી બાંધવાનો ટ્રેડ પણ જોવા મળી રહ્યો છે. નડાબેટ બોર્ડર ખાતે આર્ટ ગેલેરી, મ્યુઝિયમ પ્લેરીયા,ઓડિટોરિયમ, ફૂડ ઝોન ,વિશાળ ગાર્ડન,બાળકો માટે ગેમ ઝોન, સહિત અનેક સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે. નડાબેટ ખાતે માતા નડેશ્વરી નું મંદિર પણ ૫૦૦ મીટર નજીક આવેલું છે. અહીં આવેલા મંદિરના દર્શન કરી લોકો ધન્યતા અનુભવે છે.

શું છે મુલાકાતનો સમય ?

નડાબેટ બોર્ડર ઉપર મ્યુઝીયમ બનાવવામાં આવ્યું છે. જેમાં સરહદ પર જવાનો કઈ રીતે ૩૬૫ દિવસ ફરજ બજાવે છે, તે લાઇફમાં એક થીમ બનાવી છે સૈનિકોના પૂતળા મુકવામાં આવ્યા છે. અહીં દરરોજ સાંજે ૫:૦૦ વાગે પરેડ યોજાય છે.આ ટુરિઝમ પ્રોજેકટ પર આવતા પ્રવાસીઓ માટે નાસ્તાની જમવાની પણ વ્યવસ્થા કરાઈ છે.સાથે બાળકો માટે ગેમિંગ જોન પણ બનાવ્યું છે. જેમાં બાળકો ગેમ રમી પણ શકે છે.

આ પણ વાંચો :-

 

LPGના ભાવમાં ઘટાડા બાદ પેટ્રોલ અને ડીઝલના ભાવ ઘટશે ?

  • Petrol-Diesel Rates : કેન્દ્ર સરકારે એલપીજીના ભાવમાં ૨૦૦ રૂપિયાનો ઘટાડો કર્યો છે. હવે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઘટાડાને લઈને ચર્ચા શરૂ થઈ ગઈ છે.

મોંઘવારીમાં રાહત આપતા કેન્દ્ર સરકારે સામાન્ય લોકો માટે એલપીજી સિલિન્ડરની કિંમતમાં ૨૦૦ રૂપિયાનો ઘટાડો કર્યો છે. જ્યારે પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજનાના લાભાર્થીઓ માટે એલપીજી સિલિન્ડરની કિંમતમાં ૪૦૦ રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો છે. આવી સ્થિતિમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઘટાડો થવાની સંભાવના વધી ગઈ છે.

સિટીગ્રુપ ઈન્ક. અનુસાર, રાંધણ ગેસના ભાવમાં ઘટાડો કરવાના ભારતના પગલાથી ફુગાવો ઘટી શકે છે અને કેટલાક મોટા તહેવારો અને મુખ્ય ચૂંટણીઓ પહેલા પેટ્રોલ અને ડીઝલના ભાવ ઘટાડવા પર ધ્યાન કેન્દ્રિત કરી શકાય છે.

અર્થશાસ્ત્રીઓનું કહેવું છે કે ગેસના ભાવ ઘટાડવાના નિર્ણયથી ફુગાવાના દરમાં ૩૦ બેસિસ પોઈન્ટનો ઘટાડો થઈ શકે છે. આ સિવાય સપ્ટેમ્બરમાં ટામેટાના ભાવમાં ઘટાડાથી મોંઘવારીનો વધારો ૬ ટકાથી નીચે જવાનો છે. જુલાઈમાં ફુગાવો ૧૫ મહિનાની ટોચે પહોંચ્યો હતો અને અધિકારીઓ છૂટક કિંમતો ઘટાડવા માટે સક્રિય પગલાં લઈ રહ્યા છે.

પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઘટાડો !

આંતરરાષ્ટ્રીય ક્રૂડ ઓઈલના ભાવમાં અસ્થિરતા હોવા છતાં, ગેસોલિન અને ડીઝલના પંપ ભાવ એક વર્ષથી વધુ સમયથી યથાવત છે. તેમણે કહ્યું કે ઈંધણની કિંમતમાં કોઈપણ ઘટાડો એક્સાઈઝ ડયુટીમાં ઘટાડા દ્વારા કરી શકાય છે.

અમેરિકામાં ક્રૂડ ઓઈલના વપરાશનો આંકડો આવી ગયો છે. અમેરિકન પેટ્રોલિયમ ઈન્સ્ટિટ્યૂટ (API) અનુસાર, ત્યાં ક્રૂડની ઇન્વેન્ટરીમાંથી ૧૧.૪૮૬ મિલિયન બેરલ ક્રૂડ લેવામાં આવ્યું છે. ગયા અઠવાડિયે માત્ર ૨.૪૧૮ મિલિયન બેરલ ક્રૂડ ખેંચાયા હતા. આ વર્ષે એપ્રિલથી અત્યાર સુધીમાં ક્રૂડ ઈન્વેન્ટરીમાંથી ૪૪ મિલિયન બેરલ ક્રૂડ ઓઈલનો ચોખ્ખો ઉપાડ થયો છે.

આ કારણે ગઈ કાલે સાંજે ૪:૧૬ વાગ્યે બ્રેન્ટ ક્રૂડની કિંમત ૧.૨૮ ટકા વધીને ૮૫.૫૦ બેરલ થઈ હતી. ગયા સપ્તાહની સરખામણીમાં આ બેરલ દીઠ $૧.૫૦ નો વધારો છે. મંગળવારે બજાર બંધ થવા પર, બેંચમાર્ક બ્રેન્ટ ક્રૂડ પ્રતિ બેરલ $૮૫.૪૯ પર બંધ થયું. વેસ્ટ ટેક્સાસ ઈન્ટરમીડિયેટ અથવા WTI ક્રૂડ પણ પ્રતિ બેરલ $૮૧.૮૬ પર ટ્રેડ થઈ રહ્યું હતું.

આ પણ વાંચો :-

લો બોલો ! સરકારી શાળાના સ્માર્ટ ક્લાસમાં લાગ્યું ભોજપુરી અશ્લીલ ગીત, વીડિયો વાયરલ

0
  • ગયાની એક સરકારી શાળાના ક્લાસરૂમમાં વિદ્યાર્થીઓએ ટીવી પર ભોજપુરી અશ્લીલ ગીત વગાડયું અને તમામ વિદ્યાર્થીઓ ડાન્સ કરવા લાગ્યા. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

બિહારના ગયા જિલ્લામાંથી એક ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે, જ્યાં વિદ્યાર્થીઓએ સરકારી શાળાના સ્માર્ટ ક્લાસરૂમમાં લગાવેલા ટીવી પર અશ્લીલ ભોજપુરી ગીતો વગાડયા અને ડાન્સ કરવા લાગ્યા. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. સ્કૂલના પ્રિન્સિપાલ લતા સિન્હાએ જણાવ્યું કે આ ઘટના ૧૯ ઓગસ્ટે બની હતી. જ્યારે ક્લાસનો છેલ્લો પિરિયડ ચાલી રહ્યો હતો. તેની તપાસ કરવામાં આવી રહી છે.

શાળાના પ્રિન્સિપાલ લતા સિન્હાએ કહ્યું કે શિક્ષકોની અછત છે. કારણ કે શાળાના કેટલાક શિક્ષકો વસ્તી ગણતરીના કામમાં રોકાયેલા છે. પ્રવાસી શિક્ષકો વિદ્યાર્થીઓને કાબૂમાં રાખવામાં સક્ષમ ન હતા. ત્યારે કોઈ બાળકે વર્ગખંડમાં રાખેલા સ્માર્ટ ટીવીને પોતાના મોબાઈલ સાથે જોડયું અને ગીત વગાડયું. વિદ્યાર્થીઓએ તેમના પરિવારજનોને ફોન કરીને આ અંગે જાણ કરી હતી. વિદ્યાર્થીઓએ પણ પોતાની ભૂલ સ્વીકારી લીધી છે.

પ્રિન્સિપાલ લતા સિન્હાનું કહેવું છે કે ભવિષ્યમાં આવી ભૂલો ન થાય તેનું શાળા પ્રશાસન સંપૂર્ણ ધ્યાન રાખશે. વિદ્યાર્થીઓ પાસે મોબાઈલ ફોન હતા. દરેકને આ ક્લિપ ડિલીટ કરવા માટે કહેવામાં આવ્યું હતું. પરંતુ પાછળની બેંચ પર બેઠેલા કેટલાક વિદ્યાર્થીએ તેનો વીડિયો બનાવીને વાયરલ કર્યો હતો.

શાળા પ્રશાસન આ મામલે કરી રહ્યું છે તપાસ :

વાયરલ વીડિયોમાં યશવંત હાઈસ્કૂલના ક્લાસ રૂમના મોટા હોલમાં લખેલું સ્પષ્ટ જોઈ શકાય છે અને વિદ્યાર્થીઓ પણ ગીત પર ડાન્સ કરતા જોવા મળે છે. પ્રિન્સિપાલ લતા સિન્હાએ જણાવ્યું કે કેટલાક વિદ્યાર્થીએ મોબાઈલ કનેક્ટ કરીને વીડિયો પ્લે કર્યો છે અને તેને ષડયંત્રના ભાગરૂપે પ્રસારિત કરવામાં આવ્યો છે.

આ પણ વાંચો :-

અલનીનોની કેવી થશે ગુજરાત પર અસર ? જાણો વરસાદ અંગે સૌથી મહત્ત્વની આગાહી

0
  • ગુજરાતમાં ક્યા અને ક્યારે પડશે વરસાદ? કેવું રહેશે હવામાન? વરસાદ અંગે શું કરી રહ્યાં છે નિષ્ણાતો આગાહી? દરિયામાં તોફાન અને વરસાદી સિસ્ટમ અંગે શું છે અપડેટ જાણો વિગતવાર.

ગુજરાતમાં ભલે છેલ્લાં કેટલાંક દિવસોથી વરસાદે વિરામ લીધો હોય પણ હવે ફરી એકવાર વરસાદી રાઉન્ડ શરૂ થવાના એંધાણ છે. ફરી એકવાર ગુજરાત જળ તરબોડ થઈ શકે છે. વરસાદ અંગે હવામાન વિભાગે મહત્ત્વની આગાહી કરી છે. જે અંતર્ગત ક્યા અને કેટલો વરસાદ રહેશે તેની પણ સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.

આગામી ૭ દિવસ સુધી ગુજરાતમાં વરસાદની નહીવત સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. હવામાન વિભાગે કરેલી આગાહીમાં હાલ વરસાદનું જોર ઘટ્યું હોવાનું જણાવાયું છે. હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં હજુ પણ ભારે વરસાદની કોઈ શક્યતાઓ કે સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી નથી.

હવામાન વિભાગે રાજ્યના દક્ષિણ ભાગના કેટલાક જિલ્લાઓમાં વરસાદ સિમિત રહેવાની શક્યતાઓ વ્યક્ત કરી છે. અલનીનોની અસરના લીધે ઓગસ્ટમાં વરસાદ ખેંચાયો છે. સપ્ટેમ્બર મહિનાની શરુઆત અંગે કેટલીક સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે.

૫મી સપ્ટેમ્બર સુધી વરસાદની સંભાવનાઓ નહિવત રહેવાની આગાહી કરી હતી. હવામાન વિભાગે રાજ્યના માત્ર દક્ષિણ ભાગમાં જ વરસાદ થવાની સંભાવનાઓ વ્યક્ત કરી છે. આ સિવાયના ભાગો સૂકા રહેવાની તથા આગામી સમયમાં ગરમીમાં સામાન્ય વધારો થવાની શક્યતાઓ પણ જોવાઈ રહી છે.

હાલ રાજ્ય પર વરસાદ આપતી એક્ટિવ સિસ્ટમ નથી અને નજીકના દિવસોમાં કોઈ સિસ્ટમ બનવાની શક્યતાઓ પણ નથી જેના કારણે વરસાદ માટે રાહ જોવી પડી શકે છે. હાલ રાજ્યમાં દક્ષિણ પશ્ચિમી અને પશ્ચિમી પવનો ફૂંકાઈ રહ્યા છે જે ભેજ લઈને આવી રહ્યા છે. રાજ્યના તાપમાનમાં નજીકના દિવસોમાં કોઈ મોટા ફેરફારની સંભાવનાઓ નથી પરંતુ જો હવામાન વધુ સૂકું થશે તો મહત્તમ તાપમાનમાં ૧-૨ ડિગ્રીનો વધારો થઈ શકે છે.

હવામાન વિભાગે રાજ્યમાં વરસાદ ખેંચાયો તેની પાછળનું મહત્વનું કારણ અલનીનો હોવાનું જણાવ્યું છે અને આ સાથે આગામી સમયમાં કોઈ નવી સિસ્ટમ બનશે તો વરસાદ થઈ શકે છે પરંતુ નજીકના દિવસોમાં કોઈ સિસ્ટમ બનવાની સંભાવનાઓ નથી.

આ પણ વાંચો :-