Home Blog Page 979

પહેલા ‘પુષ્પા’ પછી ‘જેલર’, હવે ‘રંગા’, નાગાર્જુનની પહેલી જ ઝલક પડદા પર મચાવશે ધમાલ

  • પુષ્પા અને જેલરની ધમાલ જોયા બાદ હવે સિનેમાઘરોમાં ‘રંગા’ દસ્તક આપવા જઈ રહી છે. સાઉથનાં સુપરસ્ટાર નાગાર્જુનની આ ફિલ્મની પહેલી ઝલક રિલીઝ થઈ ગઈ છે. જુઓ.

નાગાર્જુન અક્કિનેનીની નવી ફિલ્મનું એલાન તેમના જન્મદિવસે કરવામાં આવ્યું છે. લોકપ્રિય કોરિયોગ્રાફર વિજય બિન્ની કે જેમણે પ્રસિદ્ધ ફિલ્મોમાં કામ કર્યું છે તેઓ પોતાના ડાયરેક્શનનાં કરિયરની શરૂઆત કરવા જઈ રહ્યાં છે.

ટોલીવુડનાં પ્રોડક્શન હાઉસ શ્રીનિવાસ સિલ્વર સ્ક્રીનનાં નિર્માતા શ્રીનિવાસ ચિત્તૂરી મોટાપાયે આ ફિલ્મ બનાવશે. હાલમાં મેકર્સે ફિલ્મની એક ઝલક અને ફર્સ્ટ લુક પોસ્ટરનાં માધ્યમથી ફિલ્મનાં ટાઈટલની ઘોષણા કરી છે. ફિલ્મનું નામ છે ‘ના સામી રંગા’

‘ના સામી રંગા’ ૨૦૨૪માં રિલીઝ થશે :

પ્રસિદ્ધ સંગીતકાર એમ.એમ કીરાવની કે જેમણે નાગાર્જુન માટે અનેક ચાર્ટબસ્ટર આલ્બમ આપ્યાં છે અને RRRમાં પોતાના કામ માટે ઓસ્કર અને રાષ્ટ્રીય પુરસ્કાર પણ જીત્યાં છે. તે આ ફિલ્મમાં પણ પોતાનું મ્યૂઝિક આપશે. ફેમસ લેખક પ્રસન્ના કુમાર બેજવાડાએ ફિલ્મની સ્ટોરી અને ડાયલોગ લખ્યાં છે. મેકર્સ વધુ એક ચોંકાવનારો અપડેટ લઈને આવ્યાં છે. ‘ના સામી રંગા’ ૨૦૨૪ ઉત્તરાયણનાં રિલીઝ થશે. સંક્રાંતિ એ ફિલ્મો રિલીઝની મોટી સીઝન માનવામાં આવે છે અને નાગાર્જુનની આ સૌથી પ્રિય સીઝન છે.

૧૦૦થી વધુ ફિલ્મોમાં કર્યું છે કામ :

૬૩ વર્ષીય અક્કિનેની નાગાર્જુને પોતાના પિતા અને તેલુગુ ફિલ્મ સ્ટાર અક્કિનેની નાગેશ્વર રામની જેમ જ ફિલ્મોમાં કામ કરવાનું નક્કી કર્યું. અત્યારસુધીમાં નાગાર્જુને લગભગ ૧૦૦ જેટલી હિન્દી અને સાઉથની ફિલ્મોમાં કામ કર્યું છે. તેમણે પોતાના કરિયરની શરૂઆત ૧૯૮૬માં આવેલી સાઉથ ફિલ્મ વિક્રમથી કરી હતી.

આ પણ વાંચો :-

નશાની હાલતમાં વધુ એક નબીરાએ નડિયાદમાં ૩ વાહનોને લીધા અડફેટે, લારી ચાલક ઘાયલ, દારૂની બોટલ જપ્ત

0
  • નડિયાદના કોલેજ રોડ પર નબીરાએ સર્જ્યો અકસ્માત, નશાની હાલતમાં કાર ચલાવી ૩ વાહનોને લીધા અડફેટે, નડિયાદ ટાઉન પોલીસે કાર્યવાહી હાથ ધરી.

ગુજરાતમાં અકસ્માતોની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. બેફામ ગતિએ ચાલતાં વાહનો દ્વારા વધુ પ્રમાણમાં અકસ્માતો થઈ રહ્યાં છે. ત્યારે આજે ખેડા જિલ્લાના નડિયાદમાંથી અકસ્માતનો બનાવ સામે આવ્યો છે.

નડિયાદમાં નશામાં ધૂત નબીરાએ અકસ્માત સર્જ્યો હોવાનું સામે આવ્યું છે. જો કે આ અકસ્માતમાં કોઈ જાનહાનિ થઈ નથી. હાલ પોલીસે કાર ચાલકને ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

કારચાલકે લારી સહિત ૩ વાહનોને લીધા અડફેટે :

પ્રાપ્ત વિગતો અનુસાર, નડિયાદના કોલેજ રોડ પર આવેલી આયુર્વેદિક હોસ્પિટલ સામે સ્વિફ્ટ કારના ચાલકે બેફામ કાર હંકારીને ત્રણ પૈડાવાળી લારી સહિત ૩ વાહનોને અડફેટે લીધા હતા. જે બાદ બેકાબૂ બનેલી કાર ધડાકાભેર ડિવાઈડર અને વીજપોલ સાથે અથડાઈ હતી.

કારમાંથી મળી આવી દારૂની બોટલ :

જે બાદ પોલીસ દ્વારા તપાસ કરવામાં આવતા કારચાલક દારૂ પીધેલી હાલતમાં હોવાનું સામે આવ્યું હતું. આ ઉપરાંત કારમાંથી દારૂની બોટલ પણ મળી આવી હતી. જે બાદ પોલીસે કારચાલક પરપ્રાંતિય રવિ સિંઘની અટકાયત કરી હતી. હાલ નડિયાદ ટાઉન પોલીસે કારચાલક સામે ડ્રિન્ક એન્ડ ડ્રાઈવનો કેસ નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

આ પણ વાંચો :-

 

મુંબઈમાં “ઈન્ડિયા” ગઠબંધનની બેઠક પહેલા ‘આપ’નું મોટું નિવેદન કઈ દીધું કે અમને તો વડાપ્રધાનનાં ઉમેદવાર આ વ્યક્તિ જોઈએ…

0
  • ૩૧ ઓગસ્ટ અને ૧ સપ્ટેમ્બરે મુંબઈમાં વિપક્ષી ગઠબંધન “ઈન્ડિયા”ની ત્રીજી બેઠક પહેલા આપનું મોટું નિવેદન, કેજરીવાલને વિપક્ષના વડાપ્રધાન પદના ઉમેદવાર બનાવો.

વિપક્ષી ગઠબંધન ઈન્ડિયાની ત્રીજી બેઠક ૩૧ ઓગસ્ટ અને ૦૧ સપ્ટેમ્બરે મુંબઈમાં યોજાવાની છે. આ પહેલા એક મોટા સમાચાર સામે આવ્યા છે. વાત જાણે એમ છે કે આમ આદમી પાર્ટીએ દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલને વિપક્ષના વડાપ્રધાન પદના ઉમેદવાર બનાવવાની માંગણી કરી છે.

આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય પ્રવક્તા પ્રિયંકા કક્કરે કહ્યું,”જો તમે મને પૂછો તો હું ઈચ્છું છું કે, અરવિંદ કેજરીવાલ વડાપ્રધાન પદના ઉમેદવાર બને.” આવી કમરતોડ ફુગાવામાં પણ રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં ફુગાવો સૌથી નીચો છે.

મફત પાણી, મફત વીજળી, મફત શિક્ષણ છતાં…. 

આ સાથે તેમણે કહ્યું કે, દિલ્હીમાં મફત પાણી, મફત વીજળી, મફત શિક્ષણ, મહિલાઓ માટે મફત બસ મુસાફરી, વૃદ્ધો માટે મફત તીર્થયાત્રાની સુવિધા આપવામાં આવી રહી છે. આમ છતાં સરપ્લસ બજેટ રજૂ કરવામાં આવ્યું હતું. કક્કરે કહ્યું કે, કેજરીવાલ સતત લોકોના મુદ્દા ઉઠાવી રહ્યા છે અને તેઓ પીએમ મોદી સામે ચેલેન્જર તરીકે ઉભરી આવ્યા છે. તેણે મોટેથી વાત કરી છે.

આપના પ્રવક્તા પ્રિયંકા કક્કરે કહ્યું કે, મેક ઈન્ડિયા નંબર ૧ મિશન હેઠળ અમે ઈચ્છીએ છીએ કે દેશમાં સામાન બને. પીએમ મોદીએ લાલ કિલ્લા પરથી કહ્યું હતું કે, જ્યારે આપણે સામાન આયાત કરીએ છીએ ત્યારે મોંઘવારી પણ આયાત થાય છે. આવું કેમ થાય છે આવું એટલા માટે થઈ રહ્યું છે કારણ કે તેમની પાસે કોઈ આર્થિક મિશન નથી. અહીં મેન્યુફેક્ચરિંગ માઈનસ થઈ ગયું છે.

પ્રિયંકા કક્કરે કહ્યું કે, કેજરીવાલના વિઝન હેઠળ ભારત મેન્યુફેક્ચરિંગ હબ બનશે. જ્યાં લાયસન્સ રાજનો અંત આવશે. વેપારીઓને કામનું વાતાવરણ મળશે. જ્યાં શિક્ષણ ઉચ્ચ સ્તરે હશે ત્યાં બાળકો શોધ કરવાનું વિચારશે. શિક્ષણ એ સ્તર પર હશે કે વિદેશી બાળકો ડોલર ખર્ચીને ભણવા આવશે. મોદી સરકારે કેટલાક વેપારીઓના હજારો કરોડ રૂપિયા માફ કર્યા, કલ્પના કરો કે આ પૈસાથી કેટલા રાજ્યોને મફત વીજળી મળી શકી હોત.

આ પણ વાંચો :-

સુશાંત રાજપૂત બાદ હવે આ અબજપતિ બિઝનેસમેનને ડેટ કરી રહી છે રિયા ?

  • બોલીવુડ અભિનેત્રી રિયા ચક્રવર્તી એકવાર ફરીથી ચર્ચામાં છે. અહેવાલ મુજબ તે અબજપતિ બિઝનેસમેન નિખિલ કામથને ડેટ કરી રહી છે. જે ઈન્ડિયન ફાઈનાનશિયલ કંપની જેરોધાના કો ફાઉન્ડર છે.

અભિનેત્રી રિયા ચક્રવર્તીનું નામ હાલ અબજપતિ બિઝનેસમેન સાથે જોડાઈ રહ્યું છે. શું તમે જાણો છો આ બિઝનેસમેનું આ અગાઉ મિસ વર્લ્ડ માનુષી છિલ્લર સાથે નામ જોડાયું હતું. રિયાનું પણ અગાઉ દિવંગત અભિનેતા સુશાંત સિંહ રાજપૂત અને સોહેલ ખાનની એક્સવાઈફ સીમાના ભાઈ બંટી સજદેહ સાથે જોડાયું હતું.

બોલીવુડ અભિનેત્રી રિયા ચક્રવર્તી એકવાર ફરીથી ચર્ચામાં છે. અહેવાલ મુજબ તે અબજપતિ બિઝનેસમેન નિખિલ કામથને ડેટ કરી રહી છે. જે ઈન્ડિયન ફાઈનાનશિયલ કંપની જેરોધાના કો ફાઉન્ડર છે. હાલના દિવસોમાં રિયાલિટી શો રોડીઝમાં જોવા મળેલી રિયાનું નામ આ અગાઉ દિવંગત અભિનેતા સુશાંત સિંહ રાજપૂત અને સલમાન ખાનના ભાઈ સોહેલ ખાનની એક્સવાઈફ સીમાના ભાઈ બંટી સજદેહ સાથે જોડાઈ ચૂક્યું છે. જ્યારે નિખિલ અંગે કહેવાય છે કે તેમણે મિસ વર્લ્ડ માનુષી છિલ્લરને ડેટ કરી હતી.

રિયા ચક્રવર્તી સુશાંત સિંહ રાજપૂતનું મોત થયું ત્યારે તેની ગર્લફ્રેન્ડ હતી. સુશાંતના પિતા કે કે સિંહે રિયા પર અનેક આરોપ લગાવ્યા હતા અને ફરિયાદ કરી હતી. ત્યારબાદ સુશાંત સંલગ્ન ડ્રગ્સ કેસમાં રિયાએ જેલની હવા પણ ખાવી પડી હતી. આ દરમિયાન તેણે લોકોના ગુસ્સાનો પણ સામનો કરવો પડ્યો હતો. આ ઘટના બાદ હવે રિયાની લાઈફની ગાડી પાટા પર ચડી છે.

એકવાર ફરીથી રિયા ચક્રવર્તી ચર્ચામાં છે. એવું કહેવાય છે કે સુશાંત સિંહ રાજપૂતના મોત બાદ હવે તેણે લાઈફમાં મૂવઓન કરી લીધુ છે. લેટેસ્ટ મીડિયા અહેવાલ મુજબ રિયાની જિંદગીમાં પ્રેમે દસ્તક આપી છે. તે નિખિલ કામથ સાથે રિલેશનશીપમાં છે. રિયા હાલ ૩૧ વર્ષની છે જ્યારે નિખિલ ૩૬ વર્ષનો છે. બંનેની ઉંમરમાં ૫ વર્ષનો તફાવત છે.

નિખિલ કામથ બિઝનેસની દુનિયામાં મોટું નામ છે. તેણે ૮ હજાર રૂપિયાની નોકરીથી કરિયરની શરૂઆત કરી હતી. પરંતુ જોબ સાથે તેણે સ્ટોક માર્કેટમાં ટ્રેડિંગ પણ શરૂ કરી દીધુ. જ્યારે નફો થવા લાગ્યો તો આ ફિલ્ડમાં તેણે ભાગ્ય અજમાવ્યું. ભાઈ નિતિન કામથ સાથે મળીને જેરોધા કંપનીની શરૂઆત કરી.

આ એક ઈન્ડિયન ફાઈનાન્શિયલ સર્વિસ કંપની છે. જે શેર માર્કેટમાં શેર અને મ્યુચ્યુઅલ ફંડમાં લેવડદેવડ કરવા માટે પ્લેટફોર્મ ઉપલબ્ધ કરાવે છે. નિખિલની નેટવર્થની વાત કરીએ તો નાની ઉંમરમાં જ અબજપતિ બની ગયો છે. તેની અને તેના ભાઈ નિતિનની જોઈન્ટ નેટવર્થ ૩.૪૫ અબજ ડોલર છે. નિખિલ ત્યારે ખુબ ચર્ચામાં રહ્યો જ્યારે તેણે તેની કમાણીનો અડધો ભાગ દાન કરવાનો નિર્ણય લીધો હતો.

આ પણ વાંચો :-

શાહરુખ ખાને વૈષ્ણોદેવીમાં માતાજીના શરણે : જવાન ફિલ્મની સફળતા માટે કરી પ્રાર્થના

  • શાહરૂખ વૈષ્ણો દેવીના દરબારમાં ગયા હતા અને પોતાની ફિલ્મ ‘જવાન’ની સફળતા માટે પ્રાર્થના કરી હતી, જવાન ફિલ્મ ૭ સપ્ટેમ્બરે રિલીઝ થઈ રહી છે.

બોલિવૂડ સ્ટાર શાહરૂખ ખાનની ફિલ્મ જવાન રિલીઝ થવાના આડે હવે થોડોક જ દિવસો બાકી રહ્યા છે. ફિલ્મ સ્ક્રીન પર આવે તે પહેલા કિંગ ખાનએ મા વૈષ્ણો દેવીના દરબારમાં શિશ જુકાવ્યું છે. શાહરૂખ ખાન વૈષ્ણો દેવીના દરબારમાં ગયા અને પોતાની ફિલ્મ જવાનની સફળતા માટે પ્રાર્થના કરી હતી. જેનો એક વીડિયો પણ સામે આવ્યો છે.

વૈષ્ણો દેવી મંદિરે પહોંચ્યા શાહરૂખ ખાન :

વૈષ્ણો દેવીના મંદિરે જતાનો શાહરૂખ ખાનનો વીડિયો સામે આવ્યો છે. જેમાં કિંગ ખાન કડક સુરક્ષા વચ્ચે ચહેરો ઢાંકીને ચાલતો જોવા મળ્યો હતો. શાહરૂખે સફેદ ટી-શર્ટ, ડેનિમ, સ્કાય બ્લુ જેકેટ અને ફેસ માસ્ક પહેર્યો છે. શાહરૂખ વૈષ્ણો દેવીના દરબારમાં ગયા હતા અને પોતાની ફિલ્મ ‘જવાન‘ની સફળતા માટે પ્રાર્થના કરી હતી. જવાન ફિલ્મ ૭ સપ્ટેમ્બરે રિલીઝ થઈ રહી છે. અટલીને ફિલ્મનું દિગ્દર્શન કર્યું છે. જેમાં કિંગ ખાનની જોડી નયનતારા સાથે છે.

ફિલ્મમાં અભિનેતાનો ડબલ રોલ :

જવાનનું ટ્રેલર હજુ આવ્યું નથી. પરંતુ તેના ગીતો અને પ્રિવ્યુ આવી ગયા છે. જેમાં કિંગ ખાનના ધમાકેદાર રોલને લઈ ચાહકોના દિલ જીતી લીધા છે. વર્ષ ૨૦૨૩ની શરૂઆતમાં શાહરૂખની ફિલ્મ પઠાણથી ધમાકેદાર શરૂઆત થઈ હતી. અભિનેતાની કમબેક ફિલ્મે ઘણી કમાણી કરી છે.

હવે વર્ષના અંત પહેલા શાહરૂખ તેની બીજી ફિલ્મ સાથે જોવા મળવાનો છે. જવાન ફિલ્મમાં અભિનેતાનો ડબલ રોલ હશે. તાજેતરમાં જ આ ફિલ્મનું ગીત ‘નોટ રમૈયા વસ્તાવૈયા‘ રિલીઝ થયું છે. જેમાં નયનતારા સાથે શાહરૂખની જોરદાર કેમેસ્ટ્રી જોવા મળી હતી.

આ પણ વાંચો :-

 

એકસમયે ૩૦૦ રન ઠોકીને દેશભરમાં છવાયો હતો આ ક્રિકેટર, ૬ વર્ષ સુધી ટીમ ઈન્ડિયામાં ન મળી જગ્યા…

0
  • કરુણ નાયરે ટેસ્ટ ટીમમાં પોતાનો દાવો મજબૂત કર્યો હતો. તેમણે વર્ષ ૨૦૧૬માં ઈંગ્લેન્ડ સામે ૩૦૩ નોટઆઉટની ઈનિંગ રમી હતી. કરુણ નાયરે ભારતીય ટીમ તરફથી ૬ ટેસ્ટ મેચમાં ૩૭૪ રન ફટકાર્યા છે.

ભારતીય ક્રિકેટમાં કરુણ નાયરને સૌથી બદકિસ્મત ખેલાડી કહેવામાં આવે તો તેને અતિશયોક્તિ ના ગણાય. કરુણ નાયરે ટેસ્ટ ટીમમાં પોતાનો દાવો મજબૂત કર્યો હતો, તેમણે વર્ષ ૨૦૧૬માં ઈંગ્લેન્ડ સામે ૩૦૩ નોટઆઉટની ઈનિંગ રમી હતી. ત્યારપછી કરૂણ નાયર ટેસ્ટ ટીમમાં કંઈ ખાસ બેટીંગ કરી શક્યા નહોતા. જેથી તેમને ટેસ્ટ ટીમમાંથી બહાર કરી દેવામાં આવ્યા હતા.

કરુણ નાયરે ભારતીય ટીમ તરફથી ૬ ટેસ્ટ મેચમાં ૩૭૪ રન ફટકાર્યા છે અને ૮૫ ફર્સ્ટ ક્લાસ મેચમાં ૫,૯૯૨ રન ફટકાર્યા છે. કરુણ નાયરે ભારત તરફથી બે વન ડે મેચ રમી છે. પરંતુ ક્યારેય પણ બેટીંગ કરવાની તક આપવામાં આવી નથી. કરુણ નાયરે મહારાજ T૨૦ ટ્રોફીમાં ૪૨ બોલ પર ૧૦૭ રનની ઈનિંગ રમી હતી ને ૪૦ બોલ પર સદી ફટકારી હતી.

કરુણ નાયરે મૈસૂર વોરિયર્સ તરફથી રમ્યા હતા અને ગુલબર્ગ માઈસ્ટિક ટીમ સામે શાનદાર પ્રદર્શન કર્યું હતું. કરુણ નાયરે વર્ષ 2017માં છેલ્લી ટેસ્ટ મેચમાં ભારત તરફથી ટેસ્ટ મેચ રમી હતી. જૂન 2016માં ઝિમ્બાબ્વે સામે વન ડે મેચ રમી હતી.

કરુણ નાયરે ૭૬ IPL મેચ રમી હતી. ૨૩.૭૫ની એવરેજ અને ૧૨૭.૭૫ના સ્ટ્રાઈક રેટથી ૧,૪૯૬ રન ફટકાર્યા છે. આ દરમિયાન ૧૦ અડધી સદી પણ ફટકારી છે. ગયા વર્ષે કરુણ નાયર રાજસ્થાન રોયલ્સ તરફથી મેચ રમી રહ્યા હતા. ટેસ્ટ મેચમાં ઓપનર વિરેન્દ્ર સેહવાગ પછી ત્રેવડી સદી ફટકારનાર બીજા નંબરના પ્લેયર છે. વર્ષ ૨૦૧૬માં ટેસ્ટ મેચમાં ત્રણ સદી ફટકારીને ચર્ચાનો વિષય બની ગયા હતા. વર્ષ ૨૦૨૩ની IPL સીઝનમાં એકપણ મેચ રમવાની તક મળી નથી.

આ પણ વાંચો :-

 

 

દુલ્હનોનું બજાર, જ્યાં થાય છે મનગમતી પત્નીની ખરીદી, જાણો ક્યાં ભરાય છે આ બજાર ?

  • મોંઘાદાટ લગ્નોનાં જમાનામાં એ પરિવારોએ ખુબ મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે જેમને પોતાની પુત્રીના લગ્ન કરવાના હોય છે. પણ આ દેશમાં આ સમસ્યાથી છૂટકારો મેળવવા માટે એક અજીબોગરીબ પરંપરા ચાલતી આવી છે.

મોંઘાદાટ લગ્નોનાં જમાનામાં એ પરિવારોએ ખુબ મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે જેમને પોતાની પુત્રીના લગ્ન કરવાના હોય છે. પણ આ દેશમાં આ સમસ્યાથી છૂટકારો મેળવવા માટે એક અજીબોગરીબ પરંપરા ચાલતી આવી છે. જો કરોઈ વિદેશી પર્યટક શનિવારે અહીંના સ્ટારા જગોરા શહેરની મુલાકાત લે તો તેઓ સમગ્ર શહેરને મોજ મસ્તીમાં વ્યસ્ત જોઈને દંગ રહી જશે. હકીકતમાં અહીં દુલ્હનોનું બજાર ભરાય છે.

બલ્ગેરિયાના આ બજારમાં છોકરીઓ પોતાના ભાવિ પતિને આકર્ષવા માટે એકદમ તૈયાર થઈને આવે છે. તેમની સાથે તેમના પરિવારના સભ્યો પણ હોય છે. લોકો અહીં નાચવા, દારૂ પીવા અને ખાણી પીણીની સાથે સાથે વાતચીત કરવા માટે ભેગા થાય છે. આ જગ્યાને જિપ્સી બ્રાઈડ માર્કેટ તરીકે પણ ઓળખવામાં આવે છે.

ડેઈલી મેલના એક રિપોર્ટ મુજબ વસંત અને ઉનાળા દરમિયાન વિવિધ ધાર્મિક રજાઓ પર દુલ્હન બજાર વર્ષમાં ચાર વખત આયોજિત કરવામાં આવે છે.

સમુદાયની પરંપરા :

કલાઈદઝિસ સમુદાય જે પરંપરાગત રીતે તાંબાના કારીગરો તરીકે પોતાનું જીવન જીવતા હોય છે તેઓ આ પરંપરાને વર્ષોથી નિભાવતા આવ્યા છે. આ સમુદાય લગભગ ૧૨મી ૧૪મી સદીમાં બલ્ગેરિયા અને પૂર્વ યુરોપના અન્ય રાજ્યોમાં જઈને રહેવા લાગ્યો છે.

સમુદાયમાં છોકરીઓને કોઈ પુરુષ સાથે વાત કરવાની પરવાનગી નહીં :

આ સમુદાયમાં છોકરીઓ અને મહિલાઓને કોઈ પણ અન્ય પુરુષ સભ્યને મળવાની કે પછી ડેટ કરવાની મંજૂરી નથી. સમૂહ બહાર વિવાહ મનાઈ છે કારણ કે તેમનું માનવું છે કે આ સમુદાયના વિકાસમાં બાધા બનશે. સમુદાયમાં તેમની પુત્રીના લગ્ન ૧૬થી ૨૦ વર્ષની ઉંમર વચ્ચે કરવાની પરંપરા છે. છોકરીઓને ૮માં ધોરણમાં એ વિશ્વાસ સાથે શાળામાંથી ઉઠાડી દેવામાં આવે છે કે જો તેઓ આમ નહીં કરે તો તેમના પ્રેમી તેમની ચોરી કરી લેશે.

આટલામાં મળે દુલ્હન :

સૌદાબાજીના દોર બાદ પુરુષ લગ ભગભગ ૭૫૦૦ ડોલરથી લઈને ૧૧૩૦૦ ડોલર આપીને પોતાના માટે દુલ્હન પસંદ કરે છે. આ રકમ અહીં થતા લગ્નના ખર્ચના કુલ ખર્ચ કરતા ઘણી ઓછી હોય છે. જો કે એવું કહેવાય છે કે સુંદર અને આકર્ષક મહિલાઓ કે જેના ચાહનારા એક કરતા વધુ હોય તેની કિંમત વધી પણ જાય છે.

આ પણ વાંચો :-

 

ચંદ્ર પર જલદી બનવાનું છે આવું ? રોવરે મેસેજ મોકલીને જાણ કરતાં ખુશીથી ઝૂમી ઉઠયો દેશ

  • ચંદ્રયાન-૩ મિશનમાં શામેલ પ્રજ્ઞાન રોવરે પોતાનાં અને વિક્રમ લેન્ડરનાં સ્વાસ્થ્ય અંગેની જાણકારી પૃથ્વીવાસીઓને જણાવી છે. વાંચો..

ભારતનાં ચંદ્ર મિશન ‘ચંદ્રયાન-૩‘નાં પ્રજ્ઞાન રોવરે ચંદ્ર પરથી સંદેશો મોકલ્યો છે. જેમાં તેણે પોતાનાં અને વિક્રમ લેન્ડરનાં સ્વાસ્થ્ય અંગેની જાણકારી આપી છે. આ સાથે જ પૃથ્વીવાસીઓને પણ તેમના હાલચાલ પૂછ્યાં છે. રોવરે જણાવ્યું કે તે અને તેનો મિત્ર વિક્રમ લેન્ડર સંપર્કમાં છે અને બંનેનું સ્વાસ્થ્ય સારું છે. આ સાથે જ સંદેશામાં એવું પણ જણાવ્યું કે ટૂંક જ સમયમાં સૌથી સારું પરિણામ આવવાનું છે.

ઈસરોએ ટ્વીટ કરી આપી જાણકારી :

ઈસરોએ પ્રજ્ઞાન રોવરનો મેસેજ પોસ્ટ કર્યો છે. તેમાં કહેવામાં આવ્યું છે કે,’ હેલો પૃથ્વીવાસીઓ ! હું ચંદ્રયાન-૩નો પ્રજ્ઞાન રોવર. આશા રાખું છું કે તમે સૌ સ્વસ્થ હશો. હું સૌને જણાવવા ઈચ્છું છું કે હું ચંદ્રનાં રહસ્યો ઉજાગર કરવાનાં પોતાના લક્ષ્ય પર છું અને હું અને મારો મિત્ર વિક્રમ લેન્ડર સંપર્કમાં પણ છીએ. સૌથી સારું પરિણામ ટૂંક જ સમયમાં આવી રહ્યું છે…’

લેન્ડિંગ બાદ અડધો દિવસ પસાર થયો :

ચંદ્રયાન-૩ મિશનની લાઈફ એક ચંદ્ર દિવસ બરાબરની જ છે. પૃથ્વીનાં ૧૪ દિવસો = ૧ ચંદ્રનો દિવસ. ચંદ્રમાનાં દક્ષિણ ધ્રુવ પર ચંદ્રયાન-૩એ ૨૩ ઓગસ્ટનાં લેન્ડિંગ કર્યું હતું. એટલે કે લેન્ડિંગને ૭ દિવસ ચંદ્ર પરનો અડધો દિવસ વ્યતિત થઈ ગયો છે. હવે બસ અડધો જ દિવસ બચ્યો છે. આ દરમિયાન ISRO લેન્ડર અને રોવરની મદદથી ચંદ્ર પરનાં રહસ્યો વિશે માહિતી એકત્રીત કરી રહ્યાં છે.

આ પણ વાંચો :-

Apple ની મોટી જાહેરાત, આ તારીખે હશે Special Event, લોન્ચ કરાશે iPhone ૧૫ સીરિઝ

  • એપલ સ્પેશિયલ ઈવેન્ટની જાહેરાત કરવામાં આવી છે. આ ઈવેન્ટ ૧૨ સપ્ટેમ્બરે યોજાશે. અમેરિકન ટેક કંપનીએ લોન્ચ ઈવેન્ટની તારીખ જાહેર કરી છે.

એપલ સ્પેશિયલ ઈવેન્ટની જાહેરાત કરવામાં આવી છે. આ ઈવેન્ટ ૧૨ સપ્ટેમ્બરે યોજાશે. અમેરિકન ટેક કંપનીએ લોન્ચ ઈવેન્ટની તારીખ જાહેર કરી છે. હંમેશાની જેમ આ વખતે પણ કંપનીએ એ નથી જણાવ્યું કે આ દિવસે શું લોન્ચ થશે, પરંતુ એ સ્પષ્ટ છે કે નવી iPhone સીરિઝ ૧૨ સપ્ટેમ્બરે જ લોન્ચ થશે.

નોંધનીય છે કે આ વખતે આઈફોન ૧૫ સીરિઝના તમામ મોડલમાં ડાયનેમિક આઈલેન્ડનું ફીચર આપવામાં આવશે, જે વર્તમાન આઇફોન એટલે કે આઈફોન ૧૫ સીરીઝના પ્રો મોડલ્સમાં આપવામાં આવ્યું છે. આ સિવાય ઘણા નાના-મોટા ફેરફાર જોવા મળશે. જોકે ડિઝાઈન સમાન હશે અને તેમાં કોઈ ખાસ ફેરફાર જોવા મળશે નહીં.

આ વખતે એલર્ટ સ્લાઈડરને બદલે એક બટન આપવામાં આવી શકે છે. આ સિવાય એવા પણ સમાચાર છે કે હવે iPhone ૧૫ સીરિઝ સાથે કંપની ચાર્જિંગ માટે USB Type C પોર્ટ આપશે. અગાઉ, કંપનીનું પ્રોપ્રાઈટી ચાર્જર ચાર્જિંગ માટે ઉપયોગમાં લેવામાં આવતું હતું પરંતુ હવે તે કોઈપણ Android ફોનના ચાર્જરથી ચાર્જ કરી શકાશે જે USB Type C ને સપોર્ટ કરે છે.

ડિઝાઈનમાં કોઈ મોટા ફેરફારો કરવામાં આવશે નહીં :

જો તમે વિચારી રહ્યા છો કે iPhone ૧૫ સાથે ડિઝાઈનમાં મોટો ફેરફાર થશે તો એવું નથી. આ વખતે પણ તમને જૂની ડિઝાઈન જોવા મળશે જે iPhone ૧૨ થી ચાલી રહી છે.

છેલ્લા ચાર વર્ષમાં કંપનીએ ડિઝાઈનમાં કોઈ મોટો ફેરફાર કર્યો નથી. ગત વખતે આઈફોન ૧૪ની ડિઝાઈન માટે કંપનીને ઘણી ટીકાઓનો સામનો કરવો પડયો હતો કે દરેક વખતે કંપની એક જ પ્રકારના ફોન લોન્ચ કરી રહી છે. કેટલાક મોડલમાં પણ છેલ્લી વખત પ્રોસેસર પણ જૂનું આપવામાં આવ્યું હતું. સ્ક્રીનની ચારેતરફ બેઝલ્સ ઓછા થશે અને સ્કીન એરિયા વધશે. રિઝોલ્યુશન પહેલા કરતા વધુ સારું રહેશે અને આ વખતે પણ ફેસ આઈડી સપોર્ટ કરશે.

iPhone ૧૫ સીરિઝમાં નવું પ્રોસેસર અને નવો કેમેરા સેટઅપ આપવામાં આવશે અને iOSનું નવું વર્ઝન પણ આપવામાં આવશે. જોકે ૧૨ સપ્ટેમ્બરે જૂના iPhoneમાં iOSનું નવું વર્ઝન પણ આપવામાં આવી શકે છે. ઘણી વખત કંપની લોન્ચ ડેટ સાથે બીજા જૂના iPhoneમાં નવા સોફ્ટવેરને અપડેટ આપી દે છે.

આ પણ વાંચો :-

 

 

વડોદરામાં બુલેટ ટ્રેનનો પીલ્લર અચાનક નમી પડયો તંત્ર દોડતું..

0
  • અમદાવાદ-મુંબઈ (Ahmedabad-Mumbai) વચ્ચે બની રહેલા હાઈ સ્પીડ રેલ પ્રોજેક્ટ (hi-speed rail project)ની દેશ ભરમાં ચર્ચા થઈ રહી છે. બુલેટ ટ્રેન (bullet train) પ્રોજેક્ટની કામગીરી હાલ પૂરજોશમાં ચાલી રહીં છે.

અમદાવાદ-મુંબઈ (Ahmedabad-Mumbai) વચ્ચે બની રહેલા હાઈ સ્પીડ રેલ પ્રોજેક્ટ (hi-speed rail project)ની દેશ ભરમાં ચર્ચા થઈ રહી છે. બુલેટ ટ્રેન (bullet train) પ્રોજેક્ટની કામગીરી હાલ પૂરજોશમાં ચાલી રહીં છે. ગુજરાતમાં બુલેટ ટ્રેનના ૮ સ્ટેશન છે. જેમાં એક વડોદરા સ્ટેશન પણ છે.

ત્યારે બુલેટ ટ્રેનની પૂરજોશમાં ચાલી રહેલી કામગીરી વચ્ચે અચાનક વડોદરાના વિશ્વામિત્રી રેલવે સ્ટેશન પાસે બની નિર્માણ પામી રહેલા બુલેટ ટ્રેનનો એક પીલ્લર અચાનક નમી પડતા તંત્ર દોડતું થયું છે. પીલ્લર એક તરફ નમી પડતા કામગીરી સામે પણ સવાલો ઉઠી રહ્યાં છે.

વડોદરા સ્થિત વિશ્વામિત્રી રેલવે સ્ટેશન પાસેથી બુલેટ મુંબઈથી આવતી બુલેટ ટ્રેન પસાર થશે. ત્યારે આ હાઈ સ્પીડ રેલ વિશ્વામિત્રી બ્રીજની ઉપરથી પસાર થનાર હોય. તેની માટે પીલ્લર ઉભા કરવાની કામગીરી હાલ પૂરજોશમાં ચાલી રહીં છે. બુલેટ ટ્રેનની કામગીરી દરમિયાન કોઈ પણ પ્રકારની ખામી કે પછી નબળી કામગીરી ન થાય તે માટે પણ પુરતુ ધ્યાન આપવામાં આવી રહ્યું છે.

પરંતુ શહેરમાં ના આજે વાવાઝૂડું આવ્યું છે કે ના પછી વરસાદી માહોલ છે. છતાંય વિશ્વામિત્રી રેલવે સ્ટેશન પાસે નિર્માણ પામી રહેલા બુલેટ ટ્રેનનો પીલ્લર અચાનક એક તરફ નમી પડતાં અનેક તર્ક વિતર્કો સર્જાયા છે. આ અંગેની જાણ હાઈ સ્પીડ રેલ તંત્રને થતાં તમામ ઉચ્ચ અધિકારીઓ સ્થળ પર દોડી આવી પહોંચ્યાં છે. નિર્માણ પામી રહેલા બુલેટ ટ્રેનનો એક પીલ્લર અચાનક નમી પડતાં તેની કામગીરી સામે પણ હવે સવાલો ઉઠી રહ્યાં છે. ત્યારે હવે જોવાનુ રહ્યું કે, આ અંગે હાઈ સ્પીડ રેલ તરફથી શું કાર્યવાહી કરવામાં આવશે.

આ પણ વાંચો :-