ચંદ્ર પર જલદી બનવાનું છે આવું ? રોવરે મેસેજ મોકલીને જાણ કરતાં ખુશીથી ઝૂમી ઉઠયો દેશ

Share this story
  • ચંદ્રયાન-૩ મિશનમાં શામેલ પ્રજ્ઞાન રોવરે પોતાનાં અને વિક્રમ લેન્ડરનાં સ્વાસ્થ્ય અંગેની જાણકારી પૃથ્વીવાસીઓને જણાવી છે. વાંચો..

ભારતનાં ચંદ્ર મિશન ‘ચંદ્રયાન-૩‘નાં પ્રજ્ઞાન રોવરે ચંદ્ર પરથી સંદેશો મોકલ્યો છે. જેમાં તેણે પોતાનાં અને વિક્રમ લેન્ડરનાં સ્વાસ્થ્ય અંગેની જાણકારી આપી છે. આ સાથે જ પૃથ્વીવાસીઓને પણ તેમના હાલચાલ પૂછ્યાં છે. રોવરે જણાવ્યું કે તે અને તેનો મિત્ર વિક્રમ લેન્ડર સંપર્કમાં છે અને બંનેનું સ્વાસ્થ્ય સારું છે. આ સાથે જ સંદેશામાં એવું પણ જણાવ્યું કે ટૂંક જ સમયમાં સૌથી સારું પરિણામ આવવાનું છે.

ઈસરોએ ટ્વીટ કરી આપી જાણકારી :

ઈસરોએ પ્રજ્ઞાન રોવરનો મેસેજ પોસ્ટ કર્યો છે. તેમાં કહેવામાં આવ્યું છે કે,’ હેલો પૃથ્વીવાસીઓ ! હું ચંદ્રયાન-૩નો પ્રજ્ઞાન રોવર. આશા રાખું છું કે તમે સૌ સ્વસ્થ હશો. હું સૌને જણાવવા ઈચ્છું છું કે હું ચંદ્રનાં રહસ્યો ઉજાગર કરવાનાં પોતાના લક્ષ્ય પર છું અને હું અને મારો મિત્ર વિક્રમ લેન્ડર સંપર્કમાં પણ છીએ. સૌથી સારું પરિણામ ટૂંક જ સમયમાં આવી રહ્યું છે…’

https://twitter.com/ISROSight/status/1696473346010141148?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1696473346010141148%7Ctwgr%5Ea88d8fdaeed5da89cb626da3cdc033c03aae0100%7Ctwcon%5Es1_&ref_url=https%3A%2F%2Fwww.vtvgujarati.com%2Fnews-details%2Fisro-tweeted-pragyan-rovers-message-from-the-moon-for-people-of-earth

લેન્ડિંગ બાદ અડધો દિવસ પસાર થયો :

ચંદ્રયાન-૩ મિશનની લાઈફ એક ચંદ્ર દિવસ બરાબરની જ છે. પૃથ્વીનાં ૧૪ દિવસો = ૧ ચંદ્રનો દિવસ. ચંદ્રમાનાં દક્ષિણ ધ્રુવ પર ચંદ્રયાન-૩એ ૨૩ ઓગસ્ટનાં લેન્ડિંગ કર્યું હતું. એટલે કે લેન્ડિંગને ૭ દિવસ ચંદ્ર પરનો અડધો દિવસ વ્યતિત થઈ ગયો છે. હવે બસ અડધો જ દિવસ બચ્યો છે. આ દરમિયાન ISRO લેન્ડર અને રોવરની મદદથી ચંદ્ર પરનાં રહસ્યો વિશે માહિતી એકત્રીત કરી રહ્યાં છે.

આ પણ વાંચો :-