LPG ભાવમાં ૨૦૦ રૂપિયાનો ઘટાડો, મોદી કેબિનેટનો નિર્ણય, જાણો કોને મળશે લાભ ?

Share this story
  • ૨૦૨૪ની લોકસભા ચૂંટણીમાં આમ જનતાને રાંધણ ગેસમાં ભાવમાં મોટી રાહત મળી છે. કેન્દ્રીય કેબિનેટે ઉજ્જવલા યોજનાના બાટલામાં ૨૦૦ રૂપિયાના ઘટાડાનો નિર્ણય લીધો છે.

૨૦૨૪ની લોકસભા ચૂંટણી પહેલા પહેલી મોટી રાહત જાહેર થઈ છે. કેન્દ્ર સરકારે એલપીજીના ભાવમાં ૨૦૦ રૂપિયાનો ઘટાડો કર્યો છે જોકે ૨૦૦ રૂપિયાના ઘટાડાનો લાભ ફક્ત ઉજ્જવલા સ્કીમવાળા ગેસ સિલિન્ડરને લાગુ પડશે. ઘરેલું એલપીજીના ભાવમાં કોઈ ઘટાડો થયો નથી. પીએમ મોદીની અધ્યક્ષતામાં મળેલી કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં ઉજ્જવલા યોજના હેઠળના ગેસ સિલિન્ડરના ભાવમાં ૨૦૦ રૂપિયાના ઘટાડાનો નિર્ણય લેવાયો છે.

આગામી સમયમાં બીજી પણ રાહત મળી શકે :

લોકસભા ચૂંટણી આડે ગણતરીના મહિના બચ્યાં છે એટલે હવે સરકારે બીજી પણ કેટલીક રાહત જાહેર કરી શકે છે.

રક્ષાબંધનમાં લોકોને રાહત :

આવતીકાલે ભાઈ-બહેનના પવિત્ર પ્રેમના તહેવાર એવા રક્ષાબંધનનું પર્વ છે એટલે જનતાને બાટલાના રૂપમાં મોટી રાહત મળી છે.

ઘરેલું રાંધણ ગેસના ભાવ યથાવત :

૨૦૦ રૂપિયાનો ઘટાડો ફક્ત ઉજ્જવલા યોજના હેઠળના બાટલાને જ લાગુ પડશે. ઘરેલું રાંધણ ગેસના બાટલનો ભાવમાં કોઈ ઘટાડો થયો નથી. સરકાર અત્યારથી જ સબસિડી આપવા જેવો નિર્ણય લેવા માંગે છે જેથી રાજસ્થાન, મધ્યપ્રદેશ અને છત્તીસગઢની ચૂંટણીમાં તેને ફાયદો થઈ શકે. આ ત્રણેય રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી આ વર્ષે નવેમ્બર સુધીમાં યોજાવાની છે. આ ઉપરાંત આ વર્ષે તેલંગાણામાં પણ ચૂંટણી યોજાવાની છે.

આ પણ વાંચો :-