ચૂંટણી હારી ગયા બાદ આ ભાઈ ફકીર બન્યો, ૧૨ વર્ષ સુધી ખોદીને જમીનની……

Share this story
  • ઉત્તર પ્રદેશના હરદોઈમાં રહેતા ઈરફાન ઉર્ફ પપ્પૂ બાબાએ પોતાના હાથે માટી ખોદીને જમીનની અંદર ૧૧ રૂમવાળું અનોખુ મકાન બનાવ્યું છે. એટલું જ નહીં તેણે દીવાલ પર શાનદાર કોતરણી પણ કરી છે.

ઉત્તર પ્રદેશના હરદોઈ કસ્બા શાહાબાદમાં એક શખ્સે એ કામ કરી બતાવ્યું છે. જે અનુભવી લોકો પણ કરતા ડરે છે. હરદોઈના આ શખ્સે જમીનની અંદર પોતાનું બે માળનું મકાન અને ૧૧ રૂમવાળું આલીશાન ઘર બનાવ્યું છે.

હરદોઈના આ શખ્સે હાથથી માટી ખોદીને ૧૨ વર્ષમાં આ મકાન બનાવ્યું છે. અને હાલમાં પણ તેના પર કામ ચાલી રહ્યું છે. હરદોઈના ઈરફાન ઉર્ફ પપ્પૂ બાબા પોતાના ફરીરી જીવન તેમાં પસાર કરી રહ્યા છે.

 ઉત્તર પ્રદેશના હરદોઈ કસ્બા શાહાબાદમાં એક શખ્સે એ કામ કરી બતાવ્યું છે, જે અનુભવી લોકો પણ કરતા ડરે છે. હરદોઈના આ શખ્સે જમીનની અંદર પોતાનું બે માળનું મકાન અને 11 રુમવાળું આલીશાન ઘર બનાવ્યું છે.

હરદોઈ કસ્બા શાહાબાદના ઈરફાન ઉર્ફ પપ્પૂ બાબાએ પોતાના ગામમાં આવેલા માટીના એક ટીલ્લાને ખોદીને અંદર બે માળનું મકાન બનાવી દીધુ છે. આ મકાનની અંદર ૧૧ રૂમ, એક મસ્જિદ અને કેટલીય સીડીઓ સાથે ગેલેરી અને બેસવા માટે બેઠક પણ બનાવી છે.

ઈરફાન જણાવે છે કે, તેમણે વર્ષ ૨૦૧૧માં તેને બનાવવાનું શરુ કર્યું હતું. ત્યારથી તે સતત તેને બનાવવામાં લાગ્યો છે. આ ગુફાની અંદર બનેલા ઘરમાં આપને જુના જમાનાની કોતરણી પણ જોવા મળશે. જેને દેશી હથિયારોથી બનાવ્યું છે.

 હરદોઈ કસ્બા શાહાબાદના ઈરફાન ઉર્ફ પપ્પૂ બાબાએ પોતાના ગામમાં આવેલા માટીના એક ટીલ્લાને ખોદીને અંદર બે માળનું મકાન બનાવી દીધુ છે. આ મકાનની અંદર 11 રુમ, એક મસ્જિદ અને કેટલીય સીડીઓ સાથે ગેલેરી અને બેસવા માટે બેઠક પણ બનાવી છે.

હરદોઈના ઈરફાન ઉર્ફ પપ્પૂ બાબા પોતાનો આખો સમય ગુફાની અંદર વિતાવે છે. જેને પોતાના હાથે તેણે બનાવી છે. તે રાત-દિવસ આ જ કામ કરે છે. સુવાનું પણ તેની અંદર હોય છે. ફક્ત ભોજન લેવા માટે તે ઘરે જાય છે.

 ઈરફાન જણાવે છે કે, તેમણે વર્ષ 2011માં તેને બનાવવાનું શરુ કર્યું હતું. ત્યારથી તે સતત તેને બનાવવામાં લાગ્યો છે. આ ગુફાની અંદર બનેલા ઘરમાં આપને જુના જમાનાની કોતરણી પણ જોવા મળશે, જેને દેશી હથિયારોથી બનાવ્યું છે.

બાકીનો સમય અહીં જ વિતાવે છે. ઈરફાન ઉર્ફ પપ્પૂ બાબા ૨૦૧૦ સુધી સામાન્ય લોકો જેવી જિંદગી જીવતા હતા. પણ તેમના પિતાના નિધન બાદ તેમણે પોતાના વિસ્તારમાંથી ચૂંટણી લડી પણ હારી ગયા.

 હરદોઈના ઈરફાન ઉર્ફ પપ્પૂ બાબા પોતાનો આખો સમય ગુફાની અંદર વિતાવે છે. જેને પોતાના હાથે તેણે બનાવી છે. તે રાત-દિવસ આ જ કામ કરે છે. સુવાનું પણ તેની અંદર હોય છે. ફક્ત ભોજન લેવા માટે તે ઘરે જાય છે.

પપ્પૂ બાબાએ લગ્ન નથી કર્યા. તેમની માતા અને બાકીના સભ્યો આજે પણ ઘરમાં જ રહે છે. પણ તે ૨૦૧૧થી ફકીરીનું જીવન જીવે છે અને વસ્તી છોડીને એક નિર્જન જગ્યા પર માટીના ટિલ્લાની અંદર ગુફા બનાવવામાં લાગેલા છે અને હવે એક ઘરનું સ્વરુપ આપી દીધું છે.

 બાકીનો સમય અહીં જ વિતાવે છે. ઈરફાન ઉર્ફ પપ્પૂ બાબા 2010 સુધી સામાન્ય લોકો જેવી જિંદગી જીવતા હતા. પણ તેમના પિતાના નિધન બાદ તેમણે પોતાના વિસ્તારમાંથી ચૂંટણી લડી પણ હારી ગયા.ઈરફાન ઉર્ફ પપ્પૂ બાબાએ પોતાની ગુફાની બહાર પડેલી વેરાન જમીનને પાવડાથી બરાબર કરીને ખેતી કરવા લાયક બનાવી દીધી છે અને હવે તેમાં ખેતી કરશે. સાથે જ તેમણે એક કુવો પણ બનાવ્યો છે. પણ અમુક અરાજક તત્વો દ્વારા તેને અસ્તવ્યસ્ત કરી દેવામાં આવ્યું છે.

આ પણ વાંચો :-