ચાંદલો, સિંદૂર અને મંગળસૂત્ર સાથે પારંપરિક વસ્ત્રોમાં ઈસરોની મહિલા વૈજ્ઞાનિક : કંગના રનૌતે…

Share this story
  • કંગના રનૌતે ઈન્સ્ટાગ્રામ પર ચંદ્રયાનના મિશનમાં યોગદાન આપનાર ઈસરોની મહિલા વૈજ્ઞાનિકોની તસવીર શેર કરતાં લખ્યું કે. ‘સાદું જીવન અને ઉચ્ચ વિચારસરણીના પ્રતિક છે’

૨૩ ઓગસ્ટનો દિવસ સમગ્ર ભારત માટે સૌથી મોટો દિવસ હતો. આ દિવસે ભારતનું ચંદ્રયાન ૩ ચંદ્રના દક્ષિણ ધ્રુવમાં સાંજે ૬ વાગ્યે ઉતર્યું હતું. એ બાદ ભારત ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર ઉતરનાર વિશ્વનો પ્રથમ દેશ બની ગયો છે. આ પહેલા અમેરિકા, ચીન અને સોવિયત યુનિયન ચંદ્ર પર પહોંચી ચૂક્યા છે.

ભારતની આ સિદ્ધિથી સમગ્ર દેશ ખુશ છે તે જ સમયે બોલિવૂડ સ્ટાર્સે પણ તમામ વૈજ્ઞાનિકોને આ માટે અભિનંદન પાઠવ્યા છે. આ સાથે જ તાજેતરમાં બોલિવૂડ અભિનેત્રી કંગના રનૌતે પણ ઈસરોની મહિલા વૈજ્ઞાનિકોના વખાણ કર્યા છે.

કંગના રનૌતે ઈસરોની મહિલા વૈજ્ઞાનિકોના વખાણ કર્યા :

વાત એમ છે કે કંગના રનૌતે તેના ઈન્સ્ટાગ્રામ પર એક સ્ટોરી શેર કરી છે. જેમાં તેણે ચંદ્રયાન 3 મિશનની મહિલા વૈજ્ઞાનિકોની તસવીર શેર કરી છે. આ દરમિયાન ચંદ્રયાનના મિશનમાં યોગદાન આપનાર ઈસરોની મહિલા વૈજ્ઞાનિકો હસતી જોવા મળે છે.

અભિનેત્રીએ શેર કરેલી તસવીરમાં તમામ મહિલાઓ સાડી અને બિંદીમાં જોવા મળી રહી છે. અભિનેત્રીએ કેપ્શનમાં લખ્યું- ભારતના લીડીંગ વૈજ્ઞાનિકો, તેઓ બધા બિંદી, સિંદૂર અને મંગલસૂત્ર સાથે, સાદું જીવન અને ઉચ્ચ વિચારસરણીના પ્રતિક છે. ભારતીયતાનો સાચો સાર.

આ પણ વાંચો :-