એકસમયે ૩૦૦ રન ઠોકીને દેશભરમાં છવાયો હતો આ ક્રિકેટર, ૬ વર્ષ સુધી ટીમ ઈન્ડિયામાં ન મળી જગ્યા…

Share this story
  • કરુણ નાયરે ટેસ્ટ ટીમમાં પોતાનો દાવો મજબૂત કર્યો હતો. તેમણે વર્ષ ૨૦૧૬માં ઈંગ્લેન્ડ સામે ૩૦૩ નોટઆઉટની ઈનિંગ રમી હતી. કરુણ નાયરે ભારતીય ટીમ તરફથી ૬ ટેસ્ટ મેચમાં ૩૭૪ રન ફટકાર્યા છે.

ભારતીય ક્રિકેટમાં કરુણ નાયરને સૌથી બદકિસ્મત ખેલાડી કહેવામાં આવે તો તેને અતિશયોક્તિ ના ગણાય. કરુણ નાયરે ટેસ્ટ ટીમમાં પોતાનો દાવો મજબૂત કર્યો હતો, તેમણે વર્ષ ૨૦૧૬માં ઈંગ્લેન્ડ સામે ૩૦૩ નોટઆઉટની ઈનિંગ રમી હતી. ત્યારપછી કરૂણ નાયર ટેસ્ટ ટીમમાં કંઈ ખાસ બેટીંગ કરી શક્યા નહોતા. જેથી તેમને ટેસ્ટ ટીમમાંથી બહાર કરી દેવામાં આવ્યા હતા.

કરુણ નાયરે ભારતીય ટીમ તરફથી ૬ ટેસ્ટ મેચમાં ૩૭૪ રન ફટકાર્યા છે અને ૮૫ ફર્સ્ટ ક્લાસ મેચમાં ૫,૯૯૨ રન ફટકાર્યા છે. કરુણ નાયરે ભારત તરફથી બે વન ડે મેચ રમી છે. પરંતુ ક્યારેય પણ બેટીંગ કરવાની તક આપવામાં આવી નથી. કરુણ નાયરે મહારાજ T૨૦ ટ્રોફીમાં ૪૨ બોલ પર ૧૦૭ રનની ઈનિંગ રમી હતી ને ૪૦ બોલ પર સદી ફટકારી હતી.

કરુણ નાયરે મૈસૂર વોરિયર્સ તરફથી રમ્યા હતા અને ગુલબર્ગ માઈસ્ટિક ટીમ સામે શાનદાર પ્રદર્શન કર્યું હતું. કરુણ નાયરે વર્ષ 2017માં છેલ્લી ટેસ્ટ મેચમાં ભારત તરફથી ટેસ્ટ મેચ રમી હતી. જૂન 2016માં ઝિમ્બાબ્વે સામે વન ડે મેચ રમી હતી.

કરુણ નાયરે ૭૬ IPL મેચ રમી હતી. ૨૩.૭૫ની એવરેજ અને ૧૨૭.૭૫ના સ્ટ્રાઈક રેટથી ૧,૪૯૬ રન ફટકાર્યા છે. આ દરમિયાન ૧૦ અડધી સદી પણ ફટકારી છે. ગયા વર્ષે કરુણ નાયર રાજસ્થાન રોયલ્સ તરફથી મેચ રમી રહ્યા હતા. ટેસ્ટ મેચમાં ઓપનર વિરેન્દ્ર સેહવાગ પછી ત્રેવડી સદી ફટકારનાર બીજા નંબરના પ્લેયર છે. વર્ષ ૨૦૧૬માં ટેસ્ટ મેચમાં ત્રણ સદી ફટકારીને ચર્ચાનો વિષય બની ગયા હતા. વર્ષ ૨૦૨૩ની IPL સીઝનમાં એકપણ મેચ રમવાની તક મળી નથી.

આ પણ વાંચો :-