Home Blog Page 971

Asia Cup ૨૦૨૩ : ભારતની જીત બાદ સ્ટેડિયમમાં થઈ મારામારી, શ્રીલંકાના ફેન્સનો ભારતીય ફેન્સ પર હુમલો

0
  • એશિયા કપ ૨૦૨૩માં રોહિત શર્માની કેપ્ટનશીપમાં ભારતીય ક્રિકેટ ટીમનું પ્રદર્શન ધમાકેદાર રહ્યું છે. જો કે અત્યાર સુધી ટીમ ઈન્ડિયાની કોઈ એવી મેચ નથી બની જેમાં વરસાદ ન પડ્યો હોય.

એશિયા કપ ૨૦૨૩માં રોહિત શર્માની કેપ્ટનશીપમાં ભારતીય ક્રિકેટ ટીમનું પ્રદર્શન ધમાકેદાર રહ્યું છે. જો કે અત્યાર સુધી ટીમ ઈન્ડિયાની કોઈ એવી મેચ નથી બની જેમાં વરસાદ ન પડ્યો હોય. પરંતુ આ બધું હોવા છતાં તેણે ચારે બાજુથી પોતાના વિરોધીઓને હરાવ્યા છે.

ટીમ ઈન્ડિયાએ છેલ્લા ૩ દિવસમાં પાકિસ્તાન અને પછી શ્રીલંકાને સુપર ૪માં હરાવ્યું છે. શ્રીલંકા સામે ૪૧ રનની જીત સાથે ભારત રેકોર્ડ ૧૧મી વખત એશિયા કપની ફાઈનલમાં પહોંચ્યું છે. શ્રીલંકાને રોમાંચક મેચમાં હરાવ્યા બાદ ભારતીય ચાહકો ઉત્સાહિત હતા. પરંતુ પછી ગાઉન્ડ પર કંઈક એવું જોવા મળ્યું જેની કોઈને અપેક્ષા નહોતી. મેચ બાદ ભારત અને શ્રીલંકાના ચાહકો મેદાન પર બાખડ્યા હતા. તેનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.

ભારત અને શ્રીલંકા વચ્ચેની મેચ સમાપ્ત થયા બાદ બંને ટીમોના ચાહકો સ્ટેન્ડમાં એકબીજા સાથે ઝઘડ્યા હતા. પહેલા તો ફેન્સમાં થોડી બોલાચાલી થઈ. ત્યારબાદ શ્રીલંકાનો એક પ્રશંસક દોડીને આવે છે અને ભારતીય પ્રશંસક પર હુમલો કરે છે.

આ પછી તમામ ભારતીય પ્રશંસકોએ શ્રીલંકાના પ્રશંસકને પકડી લીધો અને તેને ખરાબ રીતે માર્યો. જો કે આ પછી કેટલાક અન્ય લોકો તેમની લડાઈમાં હસ્તક્ષેપ કરે છે અને તેમને અલગ કરે છે. ઝઘડો કયા કારણોસર થયો તે અંગે કોઈ માહિતી નથી. પરંતુ આ લડાઈનો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે.

તમને જણાવી દઈએ કે ભારતીય ક્રિકેટ ટીમ એશિયા કપની ફાઈનલમાં પહોંચી ગઈ છે. સુપર-૪ રાઉન્ડમાં ટીમ ઈન્ડિયાએ પાકિસ્તાનને ૨૨૮ રને હરાવ્યું હતું. આ પછી શ્રીલંકાને હરાવીને તે ફાઈનલમાં પહોંચી. હવે ટીમ ઈન્ડિયાની વધુ એક લીગ મેચ બાકી છે અને તેણે શુક્રવારે બાંગ્લાદેશનો સામનો કરવાનો છે. રવિવારે ફાઈનલ મેચ રમાશે.

આ પણ વાંચો :-

શાહરુખ ખાનની જવાને છઠ્ઠા દિવસે કરી તોતિંગ કમાણી, કલેક્શન આંકડો ધાર્યા બહારના

  • જવાન ફિલ્મ બોક્સ ઓફિસ પર પોતાનો રેકોર્ડ બનાવી રહી છે. ગઈકાલે શાહરૂખ- દિપીકાની Jawan ફિલ્મનું કલેક્શન ૩૨.૯૨ કરોડ હતું. જ્યારે આજે છઠ્ઠાં દિવસનાં આંકડાઓ પણ સામે આવી ગયાં છે.

શાહરૂખ ખાનની ફિલ્મ જવાનનો દબદબો કાયમ છે અને મૂવીને દર્શકોનો ભરપૂર પ્રેમ પણ મળી રહ્યો છે. ફિલ્મ દરરોજ નવો રેકોર્ડ બનાવી રહી છે. ૪ દિવસની અંદર જવાને વર્લ્ડવાઈડ ૫૦૦ કરોડથી વધારેનું કલેક્શન કરી લીધું ત્યારે ફિલ્મે ભારતમાં પણ ૩૦૦ કરોડથી વધારે કમાણી કરી લીધી છે.

6ઠ્ઠાં દિવસે કેટલી કમાણી ?

જવાને પહેલા દિવસે ૭૫ કરોડ રૂપિયાની કમાણી કરી હતી. જ્યારે બીજા દિવસે ૫૩.૨૩ કરોડ બોક્સ ઓફિસમાં જમા થયાં હતાં. ફિલ્મે પોતાની રિલીઝનાં ત્રીજા દિવસે ૭૭.૮૩ તો ચોથાં દિવસે ૮૦.૧ કરોડની કમાણી કરીને ઈતિહાસ રચી દીધો હતો. વર્કિંગ ડે હોવાને લીધે સોમવારે ફિલ્મે ૩૨.૯૨ કરોડનો બિઝનેસ કર્યો. આજે છઠ્ઠાં દિવસે જવાન ફિલ્મે ૨૮.૫૦ કરોડ રૂપિયાની કમાણી કરી છે.

બોલિવુડનાં ઈતિહાસમાં બનાવ્યો રેકોર્ડ :

શાહરૂખ ખાનની ફિલ્મ જવાને બોક્સ ઓફિસ પર ચોંકાવનારો રેકોર્ડ બનાવ્યો છે. આ બોલિવુડનાં ઈતિહાસમાં એવી પહેલી ફિલ્મ છે જેણે વિકેન્ડ પર એક દિવસમાં ૮૦.૦૧ કરોડનો બિઝનેસ કર્યો છે. ફિલ્મ અમેરિકામાં પણ છવાઈ ગઈ છે અને વીકેંડમાં સૌથી વધુ કમાણી કરનારી ૫ ફિલ્મોની લિસ્ટમાં પણ શામેલ થઈ ગઈ છે. શાહરૂખની ફિલ્મ જવાન આ લિસ્ટમાં ચોથાં ક્રમ પર છે.

ફિલ્મની સ્ટારકાસ્ટ :

જવાનના કલાકારોની વાત કરીએ તો આ ફિલ્મમાં વિજય સેતુપતિ, નયનથારા, સાન્યા મલ્હોત્રા, પ્રિયામણિ, સુનીલ ગ્રોવર પણ છે. તેમાં દીપિકા પાદુકોણનો પણ ખાસ રોલ છે.

આ પણ વાંચો :-

શું તમે તો નથી પહેરી રહ્યાંને નકલી સોનું ? તહેવારોની સિઝનમાં નકલી કારોબાર ફૂલ્યોફાલ્યો છે, આ વાંચી લેશો તો ફાયદામાં રહેશો

0
  • ઘણાં લોકો અસલી-નકલી સોનાની પરખ નથી કરી શકતાં જેના લીધે તેઓ સોનું ખરીદતાં સમયે ઠગાઈ જતાં હોય છે. આ ઉપાયો કરીને તમે મિનિટોમાં જ સોનાની શુદ્ધતા વિશે જાણી શકશો.

તહેવાર હોય કે કોઈ સારો પ્રસંગ, આપણે સોના-ચાંદીની ખરીદી કરવાનું ચૂકતાં નથી. ત્યારે ઘણાં લોકો અસલી-નકલી સોનાની પરખ કેવી રીતે કરવી એ નથી જાણતા હોતા. પરિણામે ઘણીવખત લોકો ઠગાઈ જાય છે અને હજારો-લાખોનું નુક્સાન કરી બેસે છે. આજે અમે તમને કેટલાક એવા ઉપાયો જણાવશું જેની મદદથી તમે પોતે જ મિનિટોમાં સોનાની શુદ્ધતા તપાસી શકશો.

હોલમાર્ક :

સોનું ખરીદતા સમયે તેના પર લાગેલ હોલમાર્ક તપાસવું. હોલમાર્ક એટલે કે તમારું સોનું એકદમ અસલી છે અને ભેળસેળ મુક્ત છે. BIS બ્યૂરો ઓફ ઈન્ડિયન સ્ટેંડર્ડ સોના પર હોલમાર્કનું સર્ટિફિકેશન જારી કરે છે જેના લીધે સોનાની શુદ્ધતાનું પ્રમાણ મળે છે. નકલી સોના પર આ હોલમાર્ક સર્ટિફિકેશન નથી હોતું.

નાઈટ્રિક એસિડની મદદ લેવી :

સોનાની ટેસ્ટિંગ કરવા માટે તમારે નાઈટ્રિક એસિડનો ઉપયોગ કરવો જોઈએ. તેના માટે સોનાને થોડું સ્ક્રેચ કરવું અને પછી તેના પર નાઈટ્રિક એસિડ લગાડવું. અસલી સોના પર નાઈટ્રિક એસિડની કોઈ અસર નહીં થાય પરંતુ નકલી સોના પર એસિડ લગાડતાંની સાથે જ તેનો રંગ ઊતરી જશે.

સફેદ વિનેગરનો ઉપયોગ :

સોનાની શુદ્ધતા તપાસવા માટે તમારે સફેદ વિનેગરનો ઉપયોગ કરવો. સોનાની ધાતુ પર વિનેગરનાં ટીપા નાંખવા.નકલી સોનાનો રંગ બદલાઈ જશે પરંતુ શુદ્ધ સોનું એવુંને એવું જ રહેશે.

વોટર ટેસ્ટ :

પાણીની મદદથી પણ તમે અસલી અને નકલી સોનાની પરખ કરી શકો છો. અસલી સોનું ઘણું ભારે હોય છે. તેવામાં જ્યારે સોનાની ધાતુને પાણીમાં ડુબાડવામાં આવે ત્યારે જો તે અસલી હશે તો તે તરત જ પાણીમાં ડુબી જશે. પરંતુ જો તે પાણીમાં તરવા લાગે છે તો આ સોનું નકલી હોઈ શકે છે.

મેગનેટ ટેસ્ટ :

સોનાની પરખ કરવા માટે તમે મેગનેટ ટેસ્ટ પણ કરી શકો છો. અસલી સોનામાં ચુંબકીય તત્વ નથી હોતું. તેવામાં સોનાની પાસે મેગનેટ રાખવાથી તેના પર કોઈ અસર નથી થતી. પરંતુ જો તે સોનું મેગનેટની નજીક આવવા માંડે છે તો તમે જાણી શકશો કે સોનામાં ભેળસેળ કરવામાં આવી છે.

આ પણ વાંચો :-

 

હાર્ટ એટેકના જડની દવા, નસોમાં જામી ગયેલું કોલેસ્ટ્રોલ આ ફળના બીજથી ફટાકે થશે દૂર..

  • પપૈયાના બીજને કોલેસ્ટ્રોલના સ્તરને નિયંત્રિત કરવા માટે ખુબ જ ગણકારી માનવામાં આવે છે, જેનો આહારમાં સમાવેશ કરવાથી તંદુરસ્ત કોલેસ્ટ્રોલનું સ્તર નિયંત્રિત રહે છે, જેના અનેક ફાયદા છે, આવો જાણીએ વિસ્તારથી !

કોલેસ્ટ્રોલ સમય જતા ગંભીર બીમારીને જન્મ આપી શકે છે આથી કોઈ પણ કાળે તેને નિયંત્રિતમાં રાખવું ખૂબ જ આવશક્ય છે. આ માટે કોલેસ્ટ્રોલને નિયંત્રિતમાં રાખવા માટે પપૈયાના બીજ ઉપયોગી નિવડી શકે છે. ખાસ વાત એ છે કે પપૈયાના ફળ તરીકે તો અઢળક ફાયદા છે જ સાથે સાથે બીજ પણ વરદાન સમાન છે. પપૈયું પોષક શક્તિ છે. પપૈયાના બીજમાં પણ અનોખા ફાયદા છે. પપૈયાના બીજમાં પપૈન નામનું એન્ઝાઈમ આવેલ હોય છે જેનો ડાયેટરી પ્રોટીન અને ફેટને તોડે છે. પરિણામે હદય રોગનો ખતરો ટળી શકે છે.

ફાઈબરનો અખૂટ સ્ત્રોત :

કોલેસ્ટ્રોલ ઘટાડવામાં મદદ ફાઈબરએ પપૈયાના બીજમાં જોવા મળતું હોય છે જે ડાયેટરી ફાઈબરનો સ્ત્રોત છે. જે આંતરડામાં જામેલા ખરાબ કોલેસ્ટ્રોલને કાબુમાં રાખી શકે છે. આ ફાયબરયુક્ત આહાર હૃદયને સ્વસ્થ રાખવામાં મદદરૂપ નીવડી શકે છે.

એન્ટીઓકિસડન્ટ પાવરહાઉસ :

ફિનોલિક અને ફ્લેવોનોઈડ નામના સંયોજનોની પપૈયાના બીજમા હાજરી હોય છે અને આ બીજ એન્ટીઓક્સીડેન્ટથી પણ ભરપૂર હોવાથી શરીરમાં ઓક્સિડેટીવ સ્ટ્રેસ સામે લડવામા મદદરૂપ નીવડે છે. પરિણામે તણાવ ઓછો કરી બળતરા અને હૃદય રોગના જોખમનું જોખમ ઘટે છે.

પાચનમાં મદદરૂપ :

પપૈયાના બીજનો પરંપરાગત રીતે પાચનને સુધારવા માટે પણ ઉપયોગ છે. કોલેસ્ટ્રોલને નિયંત્રિત કરવા સહિત પાચન માટે પણ બીજ જરૂરી છે. પપૈયાના બીજને પીસીને નાસ્તા, દહીં સહિતની કોઈ પણ વાનગીમાં ઉપયોગ કરી શકો છો.

આ પણ વાંચો :-

 

મુખ્યમંત્રીએ વિધાનસભામાં સ્વાગત માટે આમંત્રણ આપ્યું તો વિરોધ પક્ષના નેતાએ બે હાથ જોડી કહ્યું કે…..

0
  • ગુજરાત વિધાનસભાના સત્રના પહેલા જ દિવસે કોંગ્રેસના નેતાએ રાષ્ટ્રપતિની હાજરીમાં નોંધાવ્યો વિરોધ, અમિત ચાવડાએ કહ્યું કે, લોકશાહીનું અપમાન થયું એટલે અમે વિરોધ કરીએ છીએ.

ગુજરાત વિધાનસભાના ચોમાસુ સત્રનો આજથી પ્રારંભ થયો છે. આજે ગુજરાત વિધાનસભા સભા ખાતે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ પણ હાજર રહ્યા હતા. ત્યારે વિધાનસભાના સત્રના પહેલા જ દિવસે કોંગ્રેસના નેતાએ રાષ્ટ્રપતિની હાજરીમાં વિરોધ નોંધાવ્યો હતો. વિધાનસભા સત્રના પહેલા જ દિવસે અમિત ચાવડા, ચૈતર વસાવાએ મુખ્યમંત્રી અને મંત્રીઓના સન્માન કરવાની ચોખ્ખી ના પાડી દીધી હતી.

લોકશાહીનું અપમાન થયું છે : અમિત ચાવડા

આ મામલે હવે વિપક્ષ નેતા અમિત ચાવડાનું નિવેદન સામે આવ્યું છે. તેઓએ કહ્યું કે, ‘લોકશાહીનું અપમાન થયું એટલે અમે વિરોધ કરીએ છીએ. કલોલમાં અમારા સભ્યનું અપહરણ કરવામાં આવ્યું છે. મહામહિમની હાજરીમાં જ લોકશાહીની હત્યા થઈ છે.’

મુખ્યમંત્રીનું સન્માન કરવા ન ઉભા થયા અમિત ચાવડા

વાસ્તવમાં આજે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુની હાજરીમાં વિધાનસભા ગૃહમાં જ્યારે મહાનુભાવોનું સન્માન ચાલી રહ્યું હતું. ત્યારે કોંગ્રેસ પક્ષના નેતા અમિત ચાવડાને મુખ્યમંત્રીનું સન્માન કરવા માટે આમંત્રિત કરવામાં આવ્યા હતા. જોકે અમિત ચાવડા સન્માન કરવાની ના કહી દીધી હતી. અમિત ચાવડાએ બેઠાં બેઠાં જ હાથ જોડ્યા હતા. તેઓ સ્વાગતમાં જોડાયા નહતા.

ચૈતર વસાવાએ પણ કર્યો ઈનકાર :

આ ઉપરાંત ચૈતર વસાવાએ પણ સન્માન કરવાનો ઈનકાર કર્યો હતો. ચૈતર વસાવાને પણ વિધાનસભા ઉપાધ્યક્ષનું સન્માન કરવા માટે આમંત્રિત કરવામાં આવ્યા હતા. જોકે ચૈતર વસાવાએ સન્માન કરવાની ના કહી દીધી હતી.

આ પણ વાંચો :-

જય વસાવડાને રાજકોટનાં ઈન્ટરનેશનલ એરપોર્ટ પર એવો તે કેવો કડવો અનુભવ થયો કે વિડિયો બનાવો પડ્યો.

0
  • સૌરાષ્ટ્રવાસીઓને ઈન્ટરનેશનલ ફ્લાઈટ મળી રહે તે માટે રાજકોટમાં ધામધૂમથી હિરાસર ઈન્ટરનેશનલ એરપોર્ટ તો શરૂ કરી દેવામાં આવ્યું. એરપોર્ટના ઉદ્ધાટન સમયે મોટી મોટી સુવિધાઓના દાવા કરવામાં આવ્યા હતાં.

સૌરાષ્ટ્રવાસીઓને ઈન્ટરનેશનલ ફ્લાઈટ મળી રહે તે માટે રાજકોટમાં ધામધૂમથી હિરાસર ઈન્ટરનેશનલ એરપોર્ટ તો શરૂ કરી દેવામાં આવ્યું. એરપોર્ટના ઉદ્ધાટન સમયે મોટી મોટી સુવિધાઓના દાવા કરવામાં આવ્યા હકીકતમાં પેસેન્જરો માટે સુવિધાના નામે મીડું છે. ડિઝાઈનથી લઈને સુવિધા સુધી એરપોર્ટ પર ખામીઓની વાત જાણીતા લેખક અને મોટીવેશનલ સ્પીકર જય વસાવડાએ કરી છે અને વીડિયો વાયરલ કર્યો છે.

જય વસાવડાને રાજકોટના હીરાસર એરપોર્ટ પર કડવો અનુભવ થયો હતો. જેનો વીડિયો બનાવીને તેમણે વાયરલ કર્યો હતો. વીડિયોમાં તે કહી રહ્યા છે આજે હું નવા બનેલા રાજકોટના એરપોર્ટ પર છું કહેવાય છે કે રાજકોટનું એરપોર્ટ રાજકોટથી ૩૧ કિમી દૂર હિરાસર ગામમાં આવેલું છે. મોદી સાહેબ ગુજરાતમાં હતા ત્યારે અદભૂત પ્રોજેક્ટ કરતા. જેની ડિઝાઈનથી લઈને તમામ બાબતો પરફેક્ટ હતી. તેઓ જેવા તેવા પ્રોજેક્ટ કરે જ નહીં. પરંતુ આ એરપોર્ટ તો જાણે કોઈ ઉત્સવ ચાલ્યો હોય કે કંઈ અરેન્જમેન્ટ કર્યું હોય તેમ લાગે છે. આ તો જાણે કોઈ કોવિડ હોસ્પિટલ તૈયાર કરાઈ હોય તેમ બોક્ષ ગોઠવી દેવામાં આવ્યા છે.

તેમણે આગળ કહ્યું અહીં માત્ર બે શોપ છે. બાકી બધા સફેદ રંગના ચોગટા છે. ટોઈલેટમાં પાણી આવતું નથી. જેને લઈને સુવિધા માટે બે પ્લાસ્ટિકની બોટલ રાખવામાં આવી છે. એરપોર્ટ શરૂ થઈ ગયું પછી ધામધૂમપૂર્વક નગારા વગાડીને શરૂ કર્યા પછી પણ પાણી જેવી સુવિધા નથી. ૩૧ કિમી દૂર આટલી બેઝિક ડિઝાઈન? કોઈપણ ઈન્ટરનેશનલ એરપોર્ટ ગામથી આટલા દૂર નથી. તમે અમદાવાદ, વડોદરા વગેરે જોઈ લો.

આ પણ વાંચો :-

Asia Cup 2023 : એક મેચમાં પાંચ ટર્નિંગ પોઈન્ટ ! જો એક પણ વસ્તુ આઘી પાછી થાત તો ભારત હારી જાત

0
  • Asia Cup 2023 : એશિયા કપ ૨૦૨૩માં મંગળવારે સુપર-૪ મેચમાં ભારતે શ્રીલંકાને ૪૧ રને હરાવ્યું. ભારતે શ્રીલંકાને હરાવીને ૧૧મી વખત એશિયા કપની ફાઇનલમાં પ્રવેશ કર્યો છે.

રોહિત શર્માએ આ મેચમાં શ્રીલંકા સામે ૪૮ બોલમાં ૫૩ રનની ઈનિંગ રમી હતી. રોહિત શર્માની વિસ્ફોટક ઇનિંગમાં ૭ ફોર અને ૨ સિક્સ સામેલ હતી. ખરા અર્થમાં રોહિત શર્માએ મહત્વની ક્ષણે આ અડધી સદી ફટકારીને ટીમ ઈન્ડિયાની જીતનો પાયો નાખ્યો હતો. જો રોહિત શર્મા સસ્તામાં આઉટ થયો હોત તો ભારતનો દાવ ૧૫૦ રન સુધી સમેટાઈ શક્યો હોત.

રાહુલ અને કિશન વચ્ચે મહત્વપૂર્ણ ભાગીદારી :

એક સમયે ટીમ ઈન્ડિયાનો સ્કોર ૯૧ રનમાં ૩ વિકેટે હતો. તે નિર્ણાયક ક્ષણે, કેએલ રાહુલ અને ઈશાન કિશને મળીને ચોથી વિકેટ માટે ૬૩ રનની મહત્વપૂર્ણ ભાગીદારી કરી હતી. પાકિસ્તાન સામે અણનમ સદી રમનાર કેએલ રાહુલ (૩૯) અને ઈશાન કિશન (૩૩)એ શ્રીલંકા સામે ચોથી વિકેટ માટે ૮૯ બોલમાં ૬૩ રનની ભાગીદારી કરીને મેચમાં પુનરાગમન કરવાનો પ્રયાસ કર્યો હતો.

નીચેના ક્રમમાં અક્ષર પટેલની વિસ્ફોટક બેટિંગ :

નીચલા ક્રમમાં અક્ષર પટેલની વિસ્ફોટક બેટિંગ પણ ટીમ ઈન્ડિયાની જીતમાં મોટો ટર્નિંગ પોઈન્ટ સાબિત થઈ છે. અક્ષર પટેલે ૩૬ બોલમાં ૨૬ રનની મહત્વપૂર્ણ ઈનિંગ રમી હતી. અક્ષર પટેલે આ દરમિયાન ૧ સિક્સ ફટકારી હતી. અક્ષર પટેલે પોતાની શાનદાર બેટિંગથી ટીમ ઈન્ડિયાનો સ્કોર ૨૧૩ રન સુધી પહોંચાડયો હતો.

બુમરાહ અને જાડેજાની ઘાતક બોલિંગ :

જસપ્રિત બુમરાહ અને રવિન્દ્ર જાડેજાની ઘાતક બોલિંગ ટીમ ઈન્ડિયાની જીતમાં ટર્નિંગ પોઈંટ સાબિત થઈ. શ્રીલંકા વિરૂદ્ધ જસપ્રીત બુમરાહે ૨ અને રવિન્દ્ર જાડેજાએ પણ ૨ વિકેટ ઝડપી હતી.

કુલદીપ યાદવનો ખતરનાક સ્પેલ :

કુલદીપ યાદવે શ્રીલંકા સામે ખતરનાક બોલિંગ કરી હતી અને ૯.૩ ઓવરમાં ૪૩ રન આપીને ૪ વિકેટ લીધી હતી. કુલદીપ યાદવના આ ખતરનાક સ્પેલ વિના ભારત માટે જીતવું શક્ય નહોતું.

આ પણ વાંચો :-

Apple Event 2023 : iPhone 15 સીરિઝ અને Apple Watch 9 લોન્ચ, મળશે નવી ડિઝાઈન

0
  • Apple Event 2023 Updates : દુનિયાની દિગ્ગજ કંપની એપલે પોતાની ઈવેન્ટમાં આઈફોન 15 લોન્ચ કરી દીધો છે. આ સાથે કંપનીએ Apple Watch Series 9  પણ લોન્ચ કરી છે.

Apple Event 2023 ની શરૂઆત થઈ ગઈ છે. આ સાથે કંપનીએ આઈફોન 15 સિરીઝ લોન્ચ કરી દીધી છે. કંપનીએ એપલ વોચ પણ લોન્ચ કરી છે. ભારતીય સમયાનુસાર રાત્રે ૧૦.૩૦ કલાકે એપલ ઈવેન્ટની શરૂઆત થઈ હતી.

iPhone 15 સિરીઝ લોન્ચ :

એપલે નવી આઈફોન સિરીઝ લોન્ચ કરી દીધી છે. કંપનીએ iPhone 15 અને iPhone 15 Plus લોન્ચ કર્યાં છે. સ્માર્ટફોન 48MP ના મેન કેમેરા સાથે આવશે. તેમાં તમને ઘણા અન્ય ફીચર્સ મળશે. આ સાથે તમને નવી ફ્રંટ ડિઝાઇન મળશે. કંપની નોચને રિમૂવ કરતા નોન-પ્રો વેરિએન્ટમાં પણ ડાઇનામિક આઈલેન્ડની સાથે નવી ડિસ્પ્લે આપી છે. એટલે કે તમને નોચ નહીં પરંતુ પંચ હોલ કટઆઉટ મળશે.

iPhone 15 અને iPhone 15 Plus ની કિંમત :

કંપનીએ આ સ્માર્ટફોનની કિંમતની જાહેરાત કરી છે. iPhone 15 ની શરૂઆત 799 ડોલરથી થશે. તો iPhone 15 Plus ની કિંમત 899 ડોલરથી શરૂ થશે. કંપનીએ ભારતીય બજારમાં તેની કિંમતની જાહેરાત કરી નથી.

નવી ડિસ્પ્લે, દમદાર કેમેરા અને A16 Bionic ચિપસેટ મળશે

એપલના લેટેસ્ટ iPhone 15 અને iPhone 15 Plus માં યૂઝર્સને નવો 48MP નો મેન કેમેરો આપવામાં આવ્યો છે. કંપનીએ તેમાં A16 Bionic ચિપસેટ આપી છે, જે પાછલા વર્ષે પ્રો વેરિએન્ટમાં મળતી હતી. નોન પ્રો મોડલ્સ હવે પરફોર્મેંસના મુકાબલે વધુ પાવરફુલ થશે. તેમાં સારૂ બેટરી બેકઅપ મળશે. કંપનીએ તેમાં વાયર અને વાયરલેસ બંને પ્રકારના કનેક્ટિવિટી ઓપ્શન આપ્યા છે.

આખરે આવી ગયું  Type-C પોર્ટ :

એપલના નવા ફોનમાં USB ટાઈપ-સી આપવામાં આવ્યું છે. કંપનીએ આ પોર્ટની સાથે આખરે પોતાનો ફોન લોન્ચ કરી દીધો છે. કંપનીએ કહ્યું કે તેની મદદથી તમે ઈયરબડસ, iPhone અને બીજા પ્રોડક્ટને ચાર્જ કરી શકશો.

iPhone 15 Pro સિરીઝ લોન્ચ :

કંપનીએ તેમાં ટાઈટેનિયમ બોડીનો ઉપયોગ કર્યો છે. તેમાં બેઝલને પણ ઘટાડવામાં આવ્યું છે, જેના કારણે તમને વધુ મોટી સ્ક્રીન મળશે. તેને તમે 6.1-inch અને 6.7-inch ની સ્ક્રીન સાઇઝમાં ખરીદી શકો છો. આ સ્ક્રીન સાઇઝ ક્રમશઃ iPhone 15 Pro અને iPhone 15 Pro Max ની છે.

Apple Watch Ultra 2 લોન્ચ :

કંપનીએ પાછલા વર્ષે Apple Watch Ultra ને લોન્ચ કરી હતી. બ્રાન્ડ તેની નેક્સ્ટ જનરેશન લઈને આવી છે. તેમાં તમને મોટી સ્ક્રીન અને વોચ 9 વાળા તમામ ફીચર્સ મળશે. તેના પર તમને એક્સક્લૂસિવ વોચ ફેસ મળશે, જેનું નામ Modular Ultra છે. જે દિવસ અને રાત બંને કંડીશનમાં અલગ રીતે કામ કરશે.

કેટલી છે કિંમત :

એપલ વોચ  SE ના નવા મોડલને તમે 249 ડોલરની શરૂઆતી કિંમત પર ખરીદી શકો છો. તો એપલ વોચ સિરીઝ 9ને 399 ડોલર અને એપલ વોચ અલ્ટ્રા 2ને 799 ડોલરમાં ખરીદી શકો છો. તમે આજથી પ્રી ઓર્ડર કરી શકો છો.

આ પણ વાંચો :-

રાજસ્થાનના ભરતપુરમાં મોટી દુર્ઘટના : અકસ્માતમાં ૧૧ લોકોના ઘટનાસ્થળે જ મોત, ૧૨ ગંભીર રીતે ઈજાગ્રસ્ત

0
  • ગુજરાતથી મથુરા તરફ જઈ રહેલી બસને રાજસ્થાનમાં નડયો અકસ્માત, બસમાં સવાર ૧૧ લોકોના કરૂણ મૃત્યુ, ૧૨ ઈજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયા.

રાજસ્થાનના ભરતપુર જિલ્લામાં બુધવારે સવારે ભયાનક માર્ગ અકસ્માત સર્જાયો છે. અહીં સાઈડમાં ઉભેલી બસને ટ્રકે પાછળથી ટક્કર મારતા બસમાં સવાર ૧૧ મુસાફરોના કમકમાટીભર્યા મોત નિપજ્યાં છે. જ્યારે ૧૨ જેટલા મુસાફરો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે. અકસ્માતના સમાચાર મળતાની સાથે જ પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે અને બચાવ કામગીરી શરૂ કરી છે.

પ્રાપ્ત વિગતો અનુસાર, મુસાફરોથી ભરેલી બસ ગુજરાતથી મથુરા તરફ જઈ રહી હતી. રાજસ્થાનના ભરતપુર જિલ્લામાં જયપુર-આગ્રા હાઈવે પર આવેલા હંતારા પુલ પર બસ ખરાબ થઈ ગઈ હતી. જેથી બસના ડ્રાઈવરે બસને સાઈડમાં ઉભી રાખી હતી અને બસનું રિપેરિંગ કામ શરૂ કર્યુ હતું. આ દરમિયાન ફૂલ સ્પીડમાં આવેલી ટ્રકે બસને ધડાકાભેર ટક્કર મારી હતી.

આ અકસ્માત એટલો ભયાનક હતો કે, બસમાં સવાર ૧૧ લોકોના ઘટના સ્થળે જ મૃત્યુ નિપજ્યાં હતા. આ અકસ્માતની અંગેની માહિતી મળતા જ પોલીસની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી. પોલીસનું કહેવું છે કે આ અકસ્માતમાં ૧૧ લોકોના ઘટનાસ્થળે જ મોત થયા છે. કેટલાક લોકો ઈજાગ્રસ્ત થયા છે. તેઓને સારવાર અર્થે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

ભાવનગરથી મથુરા જઈ રહી હતી બસ :

પોલીસે જણાવ્યું કે, આ બસ ગુજરાતના ભાવનગરથી મથુરા તરફ જઈ રહી હતી. આ અકસ્માત સવારે ૫ વાગ્યાની આસપાસ સર્જાયો હતો. મૃતકોમાં ૬ મહિલાઓ અને પાંચ પુરૂષોનો સમાવેશ થાય છે. તમામ ઈજાગ્રસ્તોને એમ્બ્યુલન્સ દ્વારા જિલ્લા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. ૧૨ જેટલા ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયેલા મુસાફરોની સારવાર ચાલી રહી છે.

આ પણ વાંચો :-

ભૂપેન્દ્ર પટેલની સરકારના બે વર્ષ પૂર્ણ પરંતુ દાદાએ હવે ખરેખર ‘દાદા’ બનવું પડશે

  • ગુજરાતના લોકોએ ભૂતકાળમાં વાઘ જેવા નરેન્દ્ર મોદીને મુખ્યમંત્રી તરીકે કામ કરતા જોયા છે એટલે સ્વભાવિક ‘દાદા’ પાસે પણ એવીજ અપેક્ષા હોય શકે.
  • સિંહાસન ઉપર બેઠા પછી ફૂંફાડો મારતા તો આવડવું જ જોઈએ અન્યથા ચોકીદારને પણ ગાદીએ બેસવાનું મન થઈ આવે !
  • વેપાર, ઉદ્યોગ, શિક્ષણ, ખેતીવાડી સહિત ચારે તરફ વિકાસના નવા આયામ ઉપરાંત ઓબીસી વર્ગને ૨૭ ટકા અનામત આપીને ભૂપેન્દ્ર પટેલે બે વર્ષમાં અનેક મહત્ત્વના નિર્ણયો કર્યા.
  • ભાજપ પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલનું પીઠબળ પણ ભૂપેન્દ્ર પટેલની સરકારના મક્કમ નિર્ણયો માટે ચરિતાર્થ પુરવાર થયું.

ગુજરાતના શાંત, સૌમ્ય, મૃદુભાષી અને ‘દાદા’ના હુલામણા નામથી ઓળખાતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સરકાર બે વર્ષ પૂર્ણ કરી રહી છે. વિપરીત સ્થિતિમાં પણ લક્ષ્યાંક સિદ્ધ કરવામાં માહિર પુરવાર થયેલા ભૂપેન્દ્ર પટેલે તેમની વહીવટી કુશળતા સામેની તમામની શંકાઓ ખોટી પાડવા સાથે ગુજરાત સરકારના મક્કમ સુકાની તરીકે પોતાની જાતને પુરવાર કરી છે અને ગુજરાતને વિકાસના પંથે આગળ લઈ જવામાં મજબૂત નેતૃત્વ પૂરુંં પાડયું છે.

ભૂપેન્દ્ર પટેલની મુખ્યમંત્રી તરીકેની પ્રથમ ટર્મ એટલે કે વિજય રૂપાણીને દૂર કરીને તેમની નિયુક્તિ કરવામાં આવી ત્યારે સાવ અજાણી વ્યક્તિની નેતાગીરી પસંદગી કરતા ખુદ ભાજપના લોકોએ આશ્ચર્ય સાથે આંચકો અનુભવ્યો હતો. ભાજપની છાવણીમાં ભૂપેન્દ્ર પટેલનું નામ સાવ અજાણ્યું નહોતું. પરંતુ ચર્ચામાં પણ નહોતુ, પરંતુ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે સાવ અચાનક અને કોઈની પણ ધારણા વગર ભૂપેન્દ્ર પટેલની મુખ્યમંત્રી તરીકે પસંદગી કરીને ભાજપના આગલી હરોળના નેતાઓને પણ આશ્ચર્યચ‌િકત કરી દીધા હતા, પરંતુ ત્યારબાદ ભૂપેન્દ્ર પટેલની કસોટી હતી.

ભૂપેન્દ્ર પટેલની મુખ્યમંત્રી તરીકે વરણી કરાયા બાદ તેમની ઉપર અનેક પ્રકારના અંકુશ મૂકવામાં આવ્યા હતા અને પરિણામે તેઓ તેમની કાર્યક્ષમતા ખૂલીને દર્શાવી શકતા નહોતા, બલ્કે એવું કહી શકાય કે ભૂપેન્દ્ર પટેલ એક રબ્બર સ્ટેમ્પ બનીને  કામ કરી રહ્યા હતા. કદાચ ભૂપેન્દ્ર પટેલની જગ્યાએ બીજો કોઈ નેતા હોત તો મુખ્યમંત્રીની ખુરસી ખાલી કરીને ચાલતી પકડી હોત. પરંતુ દાદા ભગવાનમાં અખૂટ શ્રદ્ધા ધરાવતા ભૂપેન્દ્ર પટેલે પક્ષના નેતૃત્વએ તેમને સોંપેલી જવાબદારી વિના મીનમેખ નિભાવી હતી. અલબત્ત આ દિવસો દરમિયાન પણ ભૂપેન્દ્ર પટેલ ‘સત્તામોહ’થી દૂર રહ્યા હતા. તેમણે સત્તાને ક્યારેય પણ સર્વોપરી સમજી નહોતી અને ઈશ્વરને આગળ રાખીને તેઓ સામે આવેલા સંકટો, બંધનોને પાર કરી ગયા હતા.

૨૦૨૧ના વર્ષમાં આવેલી ગુજરાત વિધાનસભાની ચૂંટણી વખતે આખી પરિસ્થિતિ બદલાઈ ગઈ હતી. પક્ષના ટોચના નેતાઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમિત શાહ ભૂપેન્દ્ર પટેલની પડખે આવીને ઊભા રહી ગયા હતા અને સમગ્ર ઇલેકશન ભૂપેન્દ્ર પટેલ જ મુખ્યમંત્રી બનશે એવી જાહેરાત કરવા સાથે લડાયું હતું અને ગુજરાતની પ્રજાએ જાહેરસભાઓમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ભૂપેન્દ્ર… નરેન્દ્ર… ના નામથી બૂમો પાડતા સાંભળ્યા હતા. આ ઉપરાંત, વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભૂતપૂર્વ કોંગ્રેસના મુખ્યમંત્રી માધવસિંહ સોલંકીનો ૧૪૯ બેઠકો જીતવાનો રેકોર્ડ તોડીને ૧૫૬ બેઠકોની જંગી વિરાટ બહુમતી સાથે ભૂપેન્દ્ર પટેલને ગુજરાતના મુખ્યમંત્રીની ગાદીએ બેસાડવા સાથે તેઓ ભૂપેન્દ્ર પટેલ સાથે હોવાનો અખૂટ વિશ્વાસ સાથે ભરોસો આપી ભૂપેન્દ્ર પટેલને ગુજરાત રાજ્યનો વિકાસ અને લોક કલ્યાણના કામમા જોતરાઈ જવાના અનુરોધ કરવા સાથે છુટો દોર આપી દીધો હતો.

અને વિતેલા બે વર્ષમાં ભૂપેન્દ્ર પટેલે પણ વહીવટી કુશળતા પુરવાર કરી બતાવી. બે વર્ષના શાસનના અંતે ગુજરાતના લોકોને ગુજરાતના મુખ્યમંત્રીની ગાદીમાં પોતીકું વ્યક્તિત્વ બેઠું હોય એવો અહેસાસ થઇ રહ્યો છે.

રાજ્યના છેવાડાના ગામડાથી શરૂ કરીને મહાનગરો સુધી માળખાગત સુવિધાઓમાં પ્રગતિ થવા સાથે છેવાડાના મજૂરથી શરૂ કરીને નોકરિયાત વર્ગ અને ઉદ્યોગગૃહોને પણ ભૂપેન્દ્ર પટેલની સરકાર સામે કોઈ જ ફરિયાદ નથી. વૈશ્વિક મંદી છતાં લગભગ દરેક ક્ષેત્રના લોકો, પરિવારો બે પાંદડે થવા સાથે અવરોધ વગર કામધંધો કરી રહ્યા છે. ભૂપેન્દ્ર પટેલની સરકારે પછાત વર્ગના પરિવારો એટલે કે ઓબીસી વર્ગના લોકોને જાહેર વહીવટ એટલે કે ગ્રામ પંચાયતથી શરૂ કરીને વિધાનસભા સુધીની બેઠકોમાં ૨૭ ટકા અનામત આપીને ઓબીસી વર્ગના પરિવારને સરકાર અને સ્થાનિક પંચાયતો, પાલિકાઓના વહીવટમાં મહત્ત્વના ભાગીદાર બનાવવાનો ખૂબ મોટો નિર્ણય કર્યો હતો. માતૃભાષાને પ્રોત્સાહન આપવા ધોરણ ૧ થી ૮ સુધી ફરજિયાત ગુજરાતી ભાષામાં શિક્ષણનો નિર્ણય જાહેર કરીને ગુજરાતી ભાષા અને ગુજરાતીઓને ગૌરવ અપાવ્યું હતું.

પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવા ખેડૂતોને તાલીમથી શરૂ કરીને સાત લાખ એકર જમીનના ખેડૂતોને પ્રાકૃતિક ખેતી તરફ વાળવામાં સફળ રહ્યા હતા. પ્રાકૃતિક ખેતી ભવિષ્યમાં લોકોના આરોગ્ય માટે ખૂબ મોટી ફાયદાકારક પુરવાર થશે. જો વધારે ખેડૂતો પ્રાકૃતિક ખેતી તરફ વળશે તો બની શકે કે લોકોની ખોરાકને કારણે થતી મોટાભાગની બીમારીઓ દૂર થઈ જશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો આ નિર્ણય હાલના તબક્કે કદાચ લોકો નજરઅંદાજ કરી રહ્યા હશે. પરંતુ ભવિષ્યમાં પ્રાકૃતિક ખેતી ગુજરાત માટે ગૌરવ લઇ શકાય એવી સિદ્ધિ પુરવાર થશે. આ ઉપરાંત વેપાર-ઉદ્યોગને મોકળુ મેદાન, કારખાના સતત ધમધમતા રાખવા વિક્ષેપર‌િહત વીજળી પુરવઠો પૂરો પાડવા માળખાગત સુવિધા, વધુ વીજ-ઉત્પાદન, સોલાર અને વિન્ડમિલ પાવર પ્રોજેક્ટને પ્રોત્સાહન આપવાથી ગુજરાતમાં વીજળી પુરવઠાની હાલત અન્ય રાજ્યો કરતાં વધુ બહેતર બની છે. વળી તાજેતરમાં સુરત જિલ્લાના કાકરાપાર ખાતે અણુ આધારિત વીજમથકમાં ૭૦૦ મેગાવોટ વીજળી પેદા કરતું ત્રીજું યુનિટ કાર્યરત કરીને વધુ એક સિદ્ધિ હાંસલ કરી હતી.

તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ ગુજરાતમાં વેપાર-ઉદ્યોગના રોકાણ લાવવા શરૂ કરેલી ‘વાઇબ્રન્ટ ગુજરાત’ પરંપરાને આગળ ધપાવીને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નવો ચીલો ચાતરીને વાયબ્રન્ટ સમિટ પહેલાં જ રોકાણકારો સાથે એમઓયુ કરીને આવનારા રોકાણને ચોક્કસ કરી લીધું હતું. અત્યાર સુધીમાં લગભગ ૧૨૦૦૦ કરોડના રોકાણના એમઓયુ થઈ ચૂક્યા છે અને હજુ આવનારા દિવસોમાં વધુ કરારો કરવામાં આવશે. આજે મંગળવાર તા.૧૨મી સપ્ટેમ્બરના રોજ વધુ રૂપિયા ૪૦૦૦ કરોડના રોકાણના સાત એમઓયુ કરવામાં આવ્યા.

આવી તો અનેક સિદ્ધિઓ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પાછલા બે વર્ષ દરમિયાન હાંસલ કરીને ઉચ્ચ નેતૃત્વએ મૂકેલા વિશ્વાસને ચરિતાર્થ કરી બતાવ્યો છે.

પરંતુ આ બધાની વચ્ચે ગુજરાતની પ્રજાએ ભૂતકાળમાં નરેન્દ્ર મોદીને મુખ્યમંત્રી તરીકે કામ કરતા જોયા હોવાથી હવે સ્વભાવનો શાંત ‘માણસ’ ગુજરાતની પ્રજાને ક્યાંક ને ક્યાંક અલગ લાગે છે. ભૂપેન્દ્ર પટેલ સોમ્ય છે, શાંત છે, મૃદુ છે અને સરળ પણ છે પરંતુ ગુજરાતના લોકો આ બધુ પચાવી શકતા નથી. ગુજરાતના લોકોને પથ્થરમાં લાત મારીને પાણી કાઢતો મુખ્યમંત્રી જોવો ગમે છે. કારણ કે નરેન્દ્ર મોદીએ ગુજરાતના મુખ્યમંત્રી તરીકે કરેલી કામગીરીના હજુ ચારે તરફ પડઘા પડી રહ્યા છે.

bhupendra-patel-govt

મુખ્યમંત્રી તરીકે નરેન્દ્ર મોદી આવવાના હોય તેના દિવસો પહેલા તૈયારીઓ થઈ જતી હતી. કેટલાક અધિકારીઓની ઊંઘ પણ હરામ થઇ જતી હતી. ગુજરાતના લોકો આવી ઘટનાઓથી ટેવાઈ ગયા હોવાથી ભૂપેન્દ્ર પટેલ પાસે પણ આવી જ અપેક્ષા રાખી રહ્યા છે.

સજ્જન, નિખાલસ અને વિનમ્ર હોવું એ કોઇ નબળી વાત નથી બલ્કે આવા લક્ષણો સુસંસ્કારી વ્યક્તિમાં જ હોઇ શકે, પરંતુ રાજાની ખુરશીમાં બેઠા પછી ફુંફાડો મારતા પણ ન આવડે તો એક દિવસ ચોકીદારને પણ ગાદીએ બેસવાનું મન થઇ જાય એ સ્વભાવિક છે.

કદાચ ભૂપેન્દ્ર પટેલના સમર્થકો નહીં માને, પરંતુ ગુજરાતના અધિકારીઓના માનસપટમાંથી નરેન્દ્ર મોદીનો ભય હજુ ઓસર્યો નથી. આ ભયના કારણે પણ મેલી મથરાવટી અને મેલી મુરાદ ધરાવતા  અધિકારીઓ ‘‘લક્ષ્મણરેખા’’ ઓળંગવાની હિંમત કરી શકતા નથી. માત્ર અધિકારીઓ જ નહીં, પક્ષના અને સરકારમાં બેઠેલા લોકોને પણ નરેન્દ્ર મોદીના નામનો ભય સતાવી રહ્યો છે. અન્યથા ભૂપેન્દ્ર પટેલને ઉથલાવવાના ક્યારના પ્રયાસ ચાલુ થઈ ગયા હોત.

ખેર, ભૂપેન્દ્ર પટેલ ગુજરાતના મુખ્યમંત્રી તરીકેની બીજી ટર્મના પ્રથમ બે વર્ષ પૂર્ણ કરી રહ્યા છે. વીતેલા બે વર્ષના વહીવટમાં કોઇપણ ક્ષેત્રે એક ટકો પણ ઓછો આપી શકાય તેમ નથી. બલ્કે દિવસે-દિવસે ભૂપેન્દ્ર પટેલનું કલેવર બદલાઈ રહ્યું છે. થોડી હિંમત કરતા પણ થઈ ગયા છે કોઈ નારાજ થઈ જશે એવો ભય ક્રમશઃ તેમનામાંથી દૂર થઈ ગયો છે પરંતુ કોઇ નારાજ થઇ જશે એવો ભય નામશેષ થઇ જશે તે દિવસે ભૂપેન્દ્ર પટેલ ખરા અર્થમાં ‘દાદા’ પુરવાર થશે. અને ખરેખર કસોટી તો આગામી ૨૦૨૪ની લોકસભાની ચૂંટણી વખતે આવી રહી છે.

ગુજરાતમાં ભાજપનો સિક્કો અણનમ છે પરંતુ દેશભરમાં વિપક્ષો એક થઈને નરેન્દ્ર મોદી સામે મોરચો માંડી ચૂકયા છે ત્યારે લોકસભાની ચૂંટણીઓમાં ભાજપ અને નરેન્દ્ર મોદીને અણનમ રાખવા ભૂપેન્દ્ર પટેલે પણ કમર કસવી પડશે. પરંતુ ત્યાર પહેલા ઘરઆંગણે સરકારમાં અને પક્ષના નેતૃત્વમાં મજબૂત થવું પડશે.

ભૂપેન્દ્ર પટેલે એ પણ યાદ રાખવું જોઈએ કે નરેન્દ્ર મોદી પણ ઘણી વખત કહે છે, ‘મે ઝોલા લે કે નીકલ પડુગા’ પરંતુ વહીવટમાં ક્યારેય ઝોલા લઈને નીકળ્યા નથી. રાજસિંહાસન પર બેઠા પછી એક રાજાને છાજે એ રીતે પુરી મક્કમતા સાથે કઠોર અને જરૂર પડે ત્યાં મૃદુ નિર્ણય કરવા જોઈએ.

આ પણ વાંચો :-