Home Blog Page 877

ગુજરાતના કચ્છ સહિત ૪ રાજ્યોમાં ભૂકંપના આંચકા અનુભવાયા

0

આજે વહેલી સવારે ભારતના અનેક રાજ્યોમાં ભૂકંપના આંચકાથી ધરા ધ્રૂજી હતી. ગુજરાત સહિત દેશના ૪ રાજ્યમાં ભૂકંપના આંચકા અનુભવાયા છે. જેમાં કચ્છના રાપરમાં ૪.૨ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો. તો બીજી તરફ, મેઘાલયના શિલોંગમાં ૩.૮ની તીવ્રતાનો ભૂકંપ, તમિલનાડુના ચેંગલપટ્ટુમાં ૩.૨ની તીવ્રતાનો ભૂકંપ અને કર્ણાટકના વિજયપુરમાં ૩.૧ની તીવ્રતાનો ભૂકંપ અનુભવાયો. આ સમય લોકોનો કામ-ધંધે જવાનો હોવાથી અફરા-તફરી સર્જાઈ હતી. રાપરથી ૧૯ કિ.મી. દૂર ભૂકંપનું કેન્દ્ર નોંધાયું હતું. જોકે હજુ સુધી કોઈ મોટી જાનહાનિના અહેવાલ સામે આવ્યા નથી.

આજે ભારતના અનેક રાજ્યોમાં ભુકંપના આંચકા અનુભવાયા છે. જેમાં કર્ણાટકના વિજયપુરા, ગુજરાતના કચ્છના રાપર તાલુકામાં, તમિલનાડુના ચેંગલપટ્ટુ તથા મેંઘાલયમાં ભૂકંપના આંચકા અનુભવાયા છે. કર્ણાટકના વિજયપુરામા સવારે ૬.૫૨ કલાકે ૩.૧ની તીવ્રતાના આંચકા અનુભવાયા હતા. તો ઉત્તરી તમિલનાડુના ચંગલપટ્ટુ જિલ્લામા શુક્રવારે સવારે ૭.૩૯ કલાકે ભૂંકપના આંચકા અનુભવાયા હતા. જે જમીનથી ૧૦ કિલોમીટર દૂર કેન્દ્રબિંદુ અનુભવાયું હતું. રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા ૩.૨ રહી. તો ગુજરાતના કચ્છ જિલ્લામાં સવારે ૯ કલાકે રાપર તાલુકામાં ૩.૯ ની તીવ્રતાનો આંચકો અનુભવાયો.

આ પણ વાંચો :-

૦૮ ડિસેમ્બર, ૨૦૨૩/ શુક્રવારના આજના દિવસે વૃશ્ચિક, તુલા અને મીન રાશિના જાતકોના ભાગ્યનો તારો ચમકવાનો છે, જુઓ આજનું રાશિ ભવિષ્ય

0

મેષ

માન‌સિક સવસ્થતા જળવાશે, પરંતુ આવકની પ‌રિ‌‌‌સ્થિ‌તિ કાલ જેવી જ રહેશે. એમાં કોઇ સુધારો જણાતો નથી. ત‌બિયત પણ નાદુરસ્ત રહેતી જણાશે. શરદી, ખાંસી થાકની સમ્સયા યથાવત રહેશે. ધંધામાં  પ્રગ‌‌િત‌‌‌જણાય.

વૃષભ

‌આર્થિક દૃ‌‌ષ્ટિએ ‌‌દિવસ સારો છે. બપોર બાદ આવકમાં ઘટાડો થતો જણાય. તથા બપોર બાદ થોડી ત‌બિયત કથળતી જણાય. પાણીથી થતા રોગોનો ઉપદ્રવ રહે. ભાગ્યસાથ આપતું જણાય. ધંધાકીય સફળતા મળે.‌

મિથુન

નાણાંકીય વ્યવહારો થી ફાયદો થતો જણાય. નવી આવક મેળવવાનાં સ્ત્રોત ખુલતા જણાય. પ‌‌રિવારમાં આનંદનું વાતાવરણ રહે. વાહન સુખ- ‌મિલકત સુખમાં વધારો થતો જણાય. સંતાનની સફળતા જોઇને આનંદ થાય. આરોગ્ય જળવાશે.

કર્ક

કરેલા કર્યો સફળ થતા જણાય. પ‌રિણામે આનંદમાં વૃ‌‌ધ્ધિ થાય. ‌મિત્ર વર્તુળમાં વધારો, નવી ઓળખાણ થાય. ભાગ્યનો સાથ મળતો જણાય. ધા‌ર્મિક કાર્યનું આયોજન શક્ય બને. યાત્રા પ્રવાસના યોગ બને છે. આરોગ્ય કથળનું જણાય.

‌સિંહ
‌‌

દિવસની શરૂઆતમાં આવકની વૃ‌‌‌ધ્ધિ થતી જણાય. બપોર પછી સામાન્ય ‌પ‌રિવારના તમામ સભ્યો વચ્ચે પ્રેમ જળવાશે. બપોરબાદ કાર્યસફળતામાં વૃ‌‌ધ્ધિ થતી જણાય, સંતાન સાથેના સંબંધોમાં અસંતોષ વધતો જણાય.

કન્યા

આપના માટે ઉત્તમ ‌દિવસ. માન‌‌સિક આવક બરકરાર રહે. છતાં ‌વિઘ્‍નસંતોષીઓનો સામનો કરવો પડે. ‌‌પ્રિન્ટીંગ પ્રેસ, કોમ્પયુટરને લગતા ધંધામાં લાભ થતો જણાય. દામ્પત્ય જીવમમાં આનંદ ઉત્સાહનો સંસાર થતો જણાય.

તુલા

‌આર્થિક દૃ‌ષ્ટિએ આજનો ‌‌‌‌દિવસ ‌મિશ્રફળ આપતો જણાશે. બપોર સુધી આવક ઓછી જણાશે. બપોર બાદ આવકમાં વધારો. પ‌રિવારમાં આનંદ તથા જીવનસાથી સાથે પ્રેમ જળવાશે. સ્વાસ્થ્ય સારૂ રહેશે. નોકરી ધંધામાં પ્રગ‌તિ.

વૃ‌‌શ્ચિક

ગઇકાલનો આનંદ આજે બપોર સુધી જળવાશે. ત્યારબાદ આવકમાં ઘટાડો થતો જણાય. બપોર પછી અગત્યના રોકણો ટાળવા. જોકે સંઘર્ષબાદ થોડી સફળતા મળતી જણાય. આરોગ્યની કાળજી રાખવી. સ્નાયું સંબંધી તકલીફ જણાય.

ધન

ધંધામાં સફળતા મળતી જણાય. નવો ધંધો શરૂ કરવાની વ્યવસ્થા સરળ બને.‌ ‌આર્થિક રીતે આવક વધતી જણાય. ‌મિત્રો થી લાભ મળતો જણાય, છતાં પણ માન‌સિક રીતે અજંપો રહેતો જણાય. આરોગ્યની કાળજી રાખવી જરૂરી. શરદી, કફનો ઉપદ્રવ રહે.

મકર

માન‌સિક રીતે મજબુતીનો અનુભવ થશે. નાણાકીય ક્ષેત્રે સફળતા. દામ્પત્ય જીવનમાં પ્રેમનો અનુભવ થશે. ભાગ્ય બળવાન છે. નસીબથી આવક વધતી જણાય. યાત્રા – પ્રવાસના યોગ બને છે. નોકરી, ધંધામા સફળતા. નવી નોકરી કે ધંધો શક્ય બને.

કુંભ

બપોર સુધી માન‌સિક પ‌રિતાપ રહે. કાર્યમા અસફળતા મળતી જણાય. પરંતુ બપોર બાદ‌‌ ‌પ‌‌રિ‌સ્થિ‌તિમાં સુધારો અનુભવાય. નસીબનો સાથ મળતાં આવક વધતી જણાય. પ‌રિવારમાં વાતાવરણ સુધરે. આરોગ્યમા સુધારો થતો જણાય.

મીન

બપોર સુધી ‌દિવસ સારો છે. આવરમાં વધારો. ‌પ‌‌રિવારમાં શાંતિ, સંતાનોથી પ્રેમ જળવાય, જીવનસાથી સાથે સંબંધોમા મધુરતા જણાય. બપોર પછી આવક ઘટતી જણાય. ‌‌‌ત‌બિયત મા અસ્વસ્થતા અનુભવાય. બપોર પછી અગત્યના ‌‌‌નિર્ણયો ટાળવા.

આ પણ વાંચો :-

ઇઝરાઇલ-હમાસ સંઘર્ષ વચ્ચે સ્ટારબક્સને મોટો ફટકો, બહિષ્કારને કારણે ૧૧ અબજ ડોલરનું નુકસાન

0

ઇઝરાઇલ અને હમાસ વચ્ચે શરુ થયેલા યુદ્ધ બાદ મધ્યપૂર્વમાં તણાવ વધી રહ્યો છે. ઉપરાંત વૈશ્વિક રાજકીય પરિસ્થિતિમાં પણ તેની અસર જોવા મળી રહી છે. યુદ્ધની અસર અમેરિકાની જાણીતી કોફી ચેઈન સ્ટારબક્સ કોર્પોરેશનની આવક પર થઇ છે, જેના પરિણામે કંપની તેના માર્કેટ પ્રાઈઝના લગભગ $૧૧ બિલિયન ગુમાવ્યા છે. કંપનીના ટોટલ વેલ્યુમાં ૯.૪ ટકાનો ઘટાડો નોંધાયો થયો છે.

સ્ટારબક્સનો તાજેતરનો બહિષ્કાર એ ઇઝરાઇલનું સમર્થન કરવા બદલ વૈશ્વિક બ્રાન્ડ્સના વ્યાપક બહિષ્કારનો એક ભાગ છે. સ્ટારબક્સે ઇજિપ્તમાં ઓછી આવકને કારણે કથિત રીતે નવેમ્બરના અંતમાં કામદારોને છૂટા કર્યા હતા. સ્ટારબક્સના સીઇઓ લક્ષ્મણ નરસિમ્હને જણાવ્યું હતું કે તેઓ કંપનીની વૈવિધ્યસભર ચેનલો અને મેક્રોઇકોનોમિક પડકારો અને બદલાતા કસ્ટમર બિહેવિયર છતાં ગ્રાહકોને જોડવાની તેની ક્ષમતા વિશે આશાવાદી છે.

૧૪ નવેમ્બરે રેડ કપ ડેના પ્રમોશન પછીના ૧૯ દિવસમાં સ્ટારબક્સના શેરમાં ૮.૯૬ ટકાનો ઘટાડો થયો હતો, જે આશરે USD ૧૧ બિલિયનના નુકસાનની બરાબર છે. સ્ટારબક્સના શેર સતત ૧૨ ટ્રેડિંગ સેશન માટે ઘટ્યા હતા, જે ૧૯૯૨માં કંપની જાહેર થયા પછીનો સૌથી લાંબો ઘટાડો છે. કંપનીનો શેર હાલમાં $૯૫.૮૦ પ્રતિ શેરના ભાવે ટ્રેડ થઈ રહ્યો છે, જે તેની $૧૧૫ની વાર્ષિક ઊંચી સપાટીથી નીચે છે.

આ પણ વાંચો :-

દહેજમાં BMW કાર અને ૧૫ એકર જમીન માંગતા લગ્ન રદ થયા, કેરળની ડૉક્ટરની આત્મહત્યા

0

કેરળમાં એક ૨૮ વર્ષીય મહિલા ડોકટરે દહેજના કારણે લગ્ન તૂટ્યા બાદ આત્મહત્યા કરી હતી. આ મામલે પોલીસે દુલ્હા અને તેના પરિવાર સામે કેસ નોંધ્યો છે. કહેવામાં આવી રહ્યું છે કે વરપક્ષે કન્યાપક્ષ પાસેથી સોનું, BMW કાર અને ૧૫ એકડ જમીનની માંગ કરી હતી. છોકરાના પરિવારે માંગણી પૂરી ન થતાં લગ્ન તોડી નાખ્યા હતા. રાજ્યના આરોગ્ય મંત્રીએ આ મામલે તપાસના આદેશ આપ્યા છે. આત્મહત્યા કરનાર યુવતીએ મેડિકલ કોલેજના સર્જરી વિભાગમાંથી પોસ્ટ ગ્રેજ્યુએશન કર્યું હતું.

તે તિરુવનંતપુરમ મેડિકલ કોલેજમાં પોસ્ટ ગ્રેજ્યુએશનની વિદ્યાર્થીની હતી. આ મામલે પોલીસે મેડિકલ PG એસોસિએશનના પૂર્વ પ્રદેશ અધ્યક્ષ ડો. રુવાઈઝ ઈએ વિરુદ્ધ કેસ નોંધ્યો છે. તેની સામે આત્મહત્યા માટે ઉશ્કેરવા અને દહેજ પ્રતિબંધક ધારાની કલમો હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. આ મામલો ચર્ચામાં આવ્યા બાદ કેરળના સ્વાસ્થ્ય મંત્રી વીણા જ્યોર્જે તપાસના આદેશ આપ્યા છે. તેમજ મહિલા અને બાળ વિકાસ વિભાગના નિયામકને વહેલી તકે અહેવાલ રજૂ કરવા આદેશો આપવામાં આવ્યા છે.

રુવાઈઝ અને શહાનાના લગ્ન નક્કી થઇ ગયા હતા. પરંતુ આરોપ છે કે રુવાઈઝના પરિવારે દહેજમાં ૧૫૦ પાઉન્ડ સોનું, ૧૫ એકડ જમીન અને એક BMW કાર માંગી રહ્યું હતું. આ પહેલા શહાનાનો પરિવાર ૫૦ પાઉન્ડ સોનું, ૫૦ લાખ રૂપિયાની સંપત્તિ અને એક કાર દેવા માટે રજી થયો હતો. જો કે છોકરાનો પરિવાર આ વાત પર રજી ન થયો અને લગ્ન તોડી દીધા હતા. જેથી શહાનાને આઘાત લાગ્યો અને તે ડિપ્રેશનમાં આવી ગઈ હતી.

શહાના સોમવારે સર્જરી ICUમાં નાઈટ ડ્યુટી જોઈન કરવાની હતી, જ્યારે એક સાથીદારે તેને ફોન કર્યો ત્યારે તેણે જવાબ આપ્યો ન હતો. બાદમાં જ્યારે તેના મિત્રો ફ્લેટ પર પહોંચ્યા ત્યારે તેમને દરવાજો અંદરથી બંધ જોવા મળ્યો હતો. આ પછી તે લોકોએ પોલીસને જાણ કરી. જ્યારે દરવાજો તોડવામાં આવ્યો ત્યારે તે અંદરથી બેભાન હાલતમાં મળી આવી હતી. તેને તાત્કાલિક મેડિકલ કોલેજ હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી જ્યાં ડૉક્ટરોએ તેને મૃત જાહેર કરી હતી.

આ પણ વાંચો :-

પટના હાઈકોર્ટ ૨૨ હજાર B.Ed શિક્ષકોની અયોગ્ય જાહેર, નોકરી ગુમાવશે!

0

પટના હાઈકોર્ટના નિર્ણય બાદ બિહારમાં લગભગ ૨૨ હજાર B.Ed શિક્ષકોની નોકરી જોખમમાં છે. બુધવારે પટના હાઈકોર્ટે સુપ્રીમ કોર્ટના નિર્ણયને ટાંકીને B.Ed ડિગ્રી ધારકોને પ્રાથમિક વર્ગો ભણાવવા માટે અયોગ્ય જાહેર કર્યા છે. કોર્ટનું કહેવું છે કે D.El.Ed ધરાવતા લોકો જ પ્રાથમિક વર્ગો એટલે કે ધોરણ ૧ થી ૫ સુધીના શાળાના બાળકોને ભણાવી શકે છે. આ નિર્ણય બાદ બિહારમાં ૨૨ હજાર B.Ed શિક્ષકો નોકરી પર જોખમ તોળાઈ રહ્યું છે.

બુધવારે પટના હાઈકોર્ટના ચીફ જસ્ટિસ વિનોદ ચંદ્રન અને જસ્ટિસ રાજીવ રાયની ડિવિઝન બેંચે પ્રાથમિક શિક્ષકો માટે બેચલર ઑફ એજ્યુકેશન (BED) ડિગ્રી ધારકોને કોઈ રાહત આપી નથી. સુપ્રીમ કોર્ટના આદેશના પ્રકાશમાં પટના હાઈકોર્ટે B.Ed ડિગ્રી ધારકોને પ્રાથમિક શાળાઓમાં ભણાવવા માટે સક્ષમ ગણ્યા નથી. બેન્ચે એક સાથે ત્રણ અલગ-અલગ કેસની સુનાવણી કર્યા બાદ આ નિર્ણય આપ્યો છે. કોર્ટે પોતાને બંધારણની કલમ ૧૪૧ હેઠળ સુપ્રીમ કોર્ટના નિર્ણયથી બંધાયેલો ગણાવ્યો હતો અને રાજ્ય સરકારને નિર્ણયનું પાલન કરવા જણાવ્યું હતું.

બિહારમાં છઠ્ઠા તબક્કાની શિક્ષકની નિમણૂક ૨૦૨૧માં થઈ હતી. આ નિમણૂક પ્રક્રિયા પછી પટના હાઈકોર્ટમાં ઘણી અરજીઓ દાખલ કરાઈ હતી જેમાં પ્રાથમિક શાળાઓમાં શિક્ષકોના પદ પર B.Ed પાસ ઉમેદવારોની નિમણૂક પર પ્રતિબંધની માંગ કરવામાં આવી હતી. આ કિસ્સામાં રાજ્ય સરકારે, NCTEના ૨૦૧૮ના નોટિફિકેશનને ટાંકીને કહ્યું હતું કે NCTE એ B.Ed પાસ ઉમેદવારોને વર્ગ ૧ થી ૫ સુધીના શિક્ષકોની પોસ્ટ પર નિમણૂક કરવાની મંજૂરી આપી છે, પરંતુ હવે કોર્ટે સરકારની આ દલીલને ફગાવી દેતા બીએડ પાસ ઉમેદવારોને મોટા ફટકો પડ્યો છે.

આ પણ વાંચો :-

બાબા બાલકનાથનું લોકસભાના સાંસદ પદેથી રાજીનામું, જાણો રાજસ્થાનના નવા CM કોણ?

0

રાજસ્થાનમાં મુખ્યમંત્રી પદની રેસમાં સામેલ એવા બાબા બાલકનાથે લોકસભાના સભ્યપદેથી રાજીનામું ધરી દીધું છે. વાત જાણે એમ છે કે, રાજસ્થાનના અલવર જિલ્લામાંથી ધારાસભ્ય બન્યા બાદ બાબા બાલકનાથે લોકસભાના સભ્યપદેથી રાજીનામું આપી દીધું છે. બાબા બાલકનાથ આજે લોકસભા સ્પીકર ઓમ બિરલાને મળ્યા હતા અને તેમને સંસદ સભ્યપદેથી રાજીનામું સોંપ્યું હતું.

બાબા બાલકનાથ અલવર જિલ્લાના તિજારાથી ધારાસભ્ય તરીકે ચૂંટાયા છે. બાબા બાલકનાથને CM બનાવવાની અટકળો ચાલી રહી છે. જોકે, ભાજપે હજુ સુધી કોઈનું નામ ફાઈનલ કર્યું નથી. રાજ્યમાં ભાજપ પૂર્ણ બહુમતી સાથે સરકાર બનાવવા જઈ રહી છે. મહત્વનું છે કે, બાબા બાલકનાથ અલવરથી સાંસદ હતા. આ સાથે રાજસ્થાનમાં બાલકનાથની સંભવિત ભૂમિકાને લઈને ચર્ચાઓએ જોર પકડ્યું છે. રાજસ્થાનમાં મુખ્યમંત્રી પદની રેસમાં જે નેતાઓના નામ લેવામાં આવી રહ્યા છે તેમાં બાબા બાલકનાથનો પણ સમાવેશ થાય છે. એવી અટકળો છે કે, ભાજપ તેમને રાજસ્થાનમાં કોઈ મોટી જવાબદારી આપી શકે છે.

મધ્યપ્રદેશ અને છત્તીસગઢ વિધાનસભા ચૂંટણીમાં ભાજપે તેના કેન્દ્રીય મંત્રીઓ અને સાંસદોને ચૂંટણી લડાવી હતી. ભાજપે ત્રણ કેન્દ્રીય મંત્રીઓ સહિત ૧૨ સાંસદોને વિધાનસભા ચૂંટણીના મેદાને ઉતાર્યા હતા. તેમાં ગણેશ સિંહ અને ફગ્ગન સિંહ ફુલસ્તે સિવાય ૧૦ સાંસદો જીતી ગયા. વિધાનસભા ચૂંટણી જીત્યા બાદ સાંસદ સભ્યો હવે રાજીનામાં આપી રહ્યા છે. બુધવારે ૧૦ સાંસદો અને મંત્રીઓએ સાંસદ પદેથી રાજીનામું આપ્યું હતું.

આ પણ વાંચો :-

નર્મદ યુનિવર્સિટીની કોલેજોના વિદ્યાર્થીઓ માટે આંતરિક અને બાહ્ય મૂલ્યાંકનની પરીક્ષામાં ૫૦-૫૦ ગુણ ફરજિયાત

0

વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી દ્વારા શૈક્ષણિક સત્ર ૨૦૨૩-૨૪ ને લઇ રાષ્ટ્રીય શિક્ષણ નીતિની અમલવારી શરૂ કરી દેવામાં આવી છે.જે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ ના નિયમો અનુસાર, જેમાં આંતરિક અને બાહ્ય મૂલ્યાંકનની પરીક્ષામાં ૫૦-૫૦ ગુણ ફરજીયાત કરવામાં આવ્યા છે. અત્યાર સુધીની શિક્ષણનીતિ મુજબ આંતરિક અને બાહ્ય મૂલ્યાંકન ની પરીક્ષા ના સરવાળાના આધારે વિદ્યાર્થીઓને ઉત્તીર્ણ કરવામાં આવતા હતા.પરંતુ નવી રાષ્ટ્રીય શિક્ષણનીતિ મુજબ હવેથી જે તે વિધાર્થીએ પરીક્ષામાં વધુમાં વધુ ગુણ લાવવા જરૂરી છે. જો આ ગુણ લાવવામાં વિદ્યાર્થી નિષ્ફળ નીવડશે તો આવા વિદ્યાર્થીઓને યુનિવર્સિટી તરફથી અનઉત્તીર્ણ જાહેર કરવામાં આવશે.

વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ કિશોરસિંહ ચાવડાના જણાવ્યા અનુસાર, યુનિવર્સિટીમાં શૈક્ષણિક ક્ષેત્ર ૨૦૨૩-૨૪ માં રાષ્ટ્રીય શિક્ષણનીતિ મુજબ પ્રથમ સત્રથી જ તેની અમલવારી શરૂ કરવામાં આવી છે. જેમાં 50% આંતરિક મૂલ્યાંકન અને 50% બાહ્ય મૂલ્યાંકન ફરજિયાત કરવામાં આવ્યું છે. હવેથી આંતરિક મૂલ્યાંકન ની અંદર વધુમાં વધુ ગુણ લાવવા જરૂરી છે. તેવી જ રીતે બાહ્ય મૂલ્યાંકનની પરીક્ષામાં પણ તેટલા જ ગુણ લાવવા જરૂરી છે. અત્યાર સુધી બાહ્ય મૂલ્યાંકન અને આંતરિક મૂલ્યાંકનના સરવાળાના આધારે જે તે વિદ્યાર્થી જે તે વિષયમાં ઉત્તીર્ણ થતો હોય તો તેને ઉત્તીર્ણ કરવામાં આવતો હતો.પરંતુ હવેથી આંતરિક મૂલ્યાંકનમાં જે તે વિષયમાં પણ વધુમાં વધુ ગુણ લાવવા જરૂરી છે.

વિદ્યાર્થી નિષ્ફળ નીવડશે તો આંતરિક મૂલ્યાંકનમાં પણ વિધાર્થીને નાપાસ જાહેર કરવામાં આવશે. આવા પાસ કરાયેલા વિદ્યાર્થીઓએ ફરીથી પરીક્ષા આપવાની રહેશે. એટલું જ નહીં પરંતુ વિદ્યાર્થીએ ફરીથી યુનિવર્સિટીની પરીક્ષાનું ફોર્મ પણ ભરવાનું રહેશે.. નવી રાષ્ટ્રીય શિક્ષણનીતિ ની અમલવારી થતા હવે વિદ્યાર્થીઓએ તમામ વિષયોના આંતરિક મૂલ્યાંકનમાં ફરજિયાતપણે પાસ થવું પડશે. વિદ્યાર્થીઓએ જે તે કોલેજમાં આંતરિક મૂલ્યાંકન ની અંદર જરૂરી પર્ફોમન્સ આપવાનું રહેશે. ઉલ્લેખનીય છે કે વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી દ્વારા નવી શિક્ષણ નીતિની અમલવારી શરૂ કરવાની સાથે આંતરિક અને બાહ્ય મૂલ્યાંકનમાં નિયમો કડક બનાવ્યા છે.જે હવેથી વિદ્યાર્થીઓએ અનુસરવાનું રહેશે.

આ પણ વાંચો :-

VIVO વિરુદ્ધ EDની મોટી કાર્યવાહી, ૬૨,૪૭૬ કરોડની મની લોન્ડરિંગનો આરોપ

0

EDએ ચાઈનીઝ સ્માર્ટફોન નિર્માતા VIVO અને કેટલીક અન્ય કંપનીઓ સામે પોતાની પકડ વધુ કડક કરી છે. ગુરુવારે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે વિવો અને તેની સાથે સંકળાયેલી કેટલીક અન્ય કંપનીઓ વિરુદ્ધ મની લોન્ડરિંગના આરોપોની તપાસના સંબંધમાં તેની પ્રથમ ચાર્જશીટ દાખલ કરી છે. મની લોન્ડરિંગ વિરોધી કાયદાની ફોજદારી કલમો હેઠળ બુધવારે વિશેષ અદાલત સમક્ષ ફરિયાદ પક્ષની ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. સમગ્ર મામલામાં ધરપકડ કરાયેલા લોકો સિવાય વિવો-ઈન્ડિયાને પણ EDની ચાર્જશીટમાં આરોપી બનાવવામાં આવી હતી. જે બાદ આજે પ્રથમ ચાર્જશીટ રજૂ કરવામાં આવી છે.

EDએ સ્પેશિયલ કોર્ટમાં તેના રિમાન્ડમાં કહ્યું હતું કે, ધરપકડ કરાયેલા ચાર લોકોની કથિત ગતિવિધિઓને કારણે વિવો-Indiaને ખોટી રીતે લાભો પૂરા પાડવામાં આવ્યા હતા. આ પગલું ભારતની આર્થિક સંપ્રભુતા માટે નુકસાનકારક હતું. EDએ કહ્યું કે ભારતમાં ટેક્સ ભરવાથી બચવા માટે વિવો દ્વારા ૬૨,૪૭૬ કરોડ રૂપિયાની મોટી રકમ ગેરકાયદેસર રીતે ચીનમાં ટ્રાન્સફર કરવામાં આવી હતી.

દિલ્હી પોલીસની FIRનો અભ્યાસ કર્યા પછી, EDએ Vivoની પેટાકંપની ગ્રાન્ડ પ્રોસ્પેક્ટ ઈન્ટરનેશનલ કોમ્યુનિકેશન પ્રાઈવેટ લિમિટેડ વિરુદ્ધ કેસ દાખલ કર્યો હતો. કોર્પોરેટ બાબતોના મંત્રાલય દ્વારા પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી જેમાં આક્ષેપ કરવામાં આવ્યો હતો કે GPICPL અને તેના શેરધારકોએ ડિસેમ્બર ૨૦૧૪ માં કંપનીની રચના સમયે નકલી દસ્તાવેજો અને ખોટા સરનામાંનો ઉપયોગ કર્યો હતો.

આ પણ વાંચો :-

સુરત ગેસ સિલિન્ડરથી લાગેલી આગમાં માતા- પિતા બાદ ૪ વર્ષની પુત્રીનું મોત

0

સુરતના સચિન વિસ્તારમાં બેસતા વર્ષની રાત્રે ગેસ સિલિન્ડર લીકેજ બાદ આગ લાગતાં એક જ પરિવારનાં ત્રણ બાળકો અને માતા-પિતા સહિત પાંચ લોકો દાઝી ગયા હતા. ઘટનાની જાણ બાદ તાત્કાલિક તમામને સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યાં હતાં. જ્યાં પતિ-પત્નીની હાલત ગંભીર હોવાથી સારવાર ચાલી રહી હતી. ૭ દિવસની સારવાર બાદ પતિ અને તેના બે દિવસ બાદ માતાએ દમ તોડી દીધો હતો. જ્યારે હવે ૨૨ દિવસ મોત સામે લડી રહેલી ૪ વર્ષની બાળકીએ દમ તોડી દીધો છે.

સચિન વિસ્તારમાં ૨૫ વર્ષીય ફિરોઝ સતાર અન્સારી પરિવાર સાથે રહેતો હતો. પરિવારમાં બે દીકરા, એક દીકરી અને પત્ની છે. ફિરોઝ સચિન વિસ્તારમાં જ એક ખાતામાં કામ કરી પરિવારનું ગુજરાન ચલાવી રહ્યો હતો. ફિરોઝનો સૌથી નાનો દીકરો ચાર માસનો છે. બેસતા વર્ષની રાત્રે પરિવાર સૂતો હતો ત્યારે ફિરોઝનો ચાર મહિનાનો દીકરો રડવા લાગ્યો હતો. જેથી માતાએ દૂધ ગરમ કરવા માટે ગેસ ચાલુ કરવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, ગેસ સિલિન્ડર લીકેજ હોવાના કારણે આગ ફાટી નીકળી હતી. આગના પગલે રૂમમાં સૂતેલા ત્રણ બાળકો, પતિ અને પત્ની દાઝી ગયા હતા.

એક જ પરિવારના દાઝેલા પાંચેય સભ્યોને તાત્કાલિક સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તમામને તાત્કાલિક દાખલ કરી દેવામાં આવ્યા હતા. તબીબોના જણાવ્યા પ્રમાણે દૂધ ગરમ કરવા ગેસ ચાલુ કરવા ગયેલી પત્નીની અને પતિની હાલત ગંભીર હતી. જેથી સાત દિવસની સારવાર બાદ પતિ ફિરોઝે દમ તોડી દીધો હતો. જ્યારે તેના બે દિવસ બાદ પત્નીએ પણ દમ તોડી દીધો હતો.

આ પણ વાંચો :-

દિલ્હી AIIMS હોસ્પિટલમાં માયકોપ્લાઝ્મા ન્યુમોનિયાના સાત કેસ મળ્યા

0

કોરોના હજી સંપૂર્ણ રીતે નાબૂદ થયો નથી ત્યાં ચીનમાંથી આવતા નવા બેક્ટેરિયા ભારતમાં તણાવ વધાર્યો છે. હકીકતમાં, માયકોપ્લાઝ્મા ન્યુમોનિયા નામનો એક નવો ચાઇનીઝ બેક્ટેરિયા ભારતમાં પ્રવેશ્યો છે, જે નાના બાળકોને અસર કરી રહ્યો છે. આ રોગ ચીનમાં તબાહી મચાવી રહ્યો છે. દિલ્હીની ઓલ ઈન્ડિયા ઈન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ હોસ્પિટલમાં એપ્રિલ અને સપ્ટેમ્બર વચ્ચે માયકોપ્લાઝ્મા ન્યુમોનિયાના સાત કેસ મળ્યા છે.

AIIMSએ ચીનમાં બે પરીક્ષણો જેવા કે PCR અને IGM-ELISA દ્વારા એક બેક્ટેરિયમ જે બાળકોમાં શ્વસન રોગનું કારણ બને છે એવા માયકોપ્લાઝ્મા ન્યુમોનિયાના સાત કેસ નોંધ્યા છે. પીસીઆર અને આઈજીએમ એલિસા ટેસ્ટનો પોઝીટીવીટી દર ત્રણ અને ૧૬ ટકા હોવાનું જાણવા મળ્યું છે. આ જ કારણ છે કે. ચીનથી આવેલા કોરોનાનો સામનો કર્યા બાદ ભારતમાં આ રોગનો ભય ફેલાવા લાગ્યો છે.

ભારતમાં માયકોપ્લાઝ્મા ન્યુમોનિયાને શોધવા માટે સર્વેલન્સ વધારવાની જરૂર છે. AIIMS દિલ્હીએ માયકોપ્લાઝ્મા ન્યુમોનિયાના સાત કેસોની તપાસ કરી છે, જે આ વર્ષે એપ્રિલથી સપ્ટેમ્બર વચ્ચે ચીનમાં ફેલાયેલા રોગનું કારણ છે. ચેપના પ્રારંભિક તબક્કામાં PCR પરીક્ષણ દ્વારા એક કેસ શોધી કાઢવામાં આવ્યો હતો જ્યારે બાકીના છ કેસ IgM ELISA પરીક્ષણ દ્વારા શોધી કાઢવામાં આવ્યા હતા.

ભારતમાં તેના કેસની તપાસને કારણે ચિંતા વધી છે કારણ કે ચાર વર્ષ પહેલા ડિસેમ્બર ૨૦૧૯માં કોવિડ ચીનથી શરૂ થયો હતો અને સમગ્ર વિશ્વમાં ફેલાઈ ગયો હતો. AIIMS દિલ્હીના માઇક્રોબાયોલોજી વિભાગના ભૂતપૂર્વ વડા અને કન્સોર્ટિયમના સભ્ય ડૉ. રમા ચૌધરીએ એક અંગ્રેજી અખબારને જણાવ્યું હતું કે, “માયકોપ્લાઝ્મા ન્યુમોનિયાને ૧૫-૨૦% સમુદાય હસ્તગત ન્યુમોનિયાનું કારણ માનવામાં આવે છે.” જ્યારે જયપુર નેશનલ ઇન્સ્ટિટ્યુટ ઓફ મેડિકલ સ્ટેટિસ્ટિક્સ(NIMS)ના ડીન ડૉ. ચૌધરીએ જણાવ્યું હતું કે, ‘આ બેક્ટેરિયમને કારણે થતો ન્યુમોનિયા સામાન્ય રીતે હળવો હોય છે, તેથી તેને ‘વૉકિંગ ન્યુમોનિયા’ પણ કહેવામાં આવે છે. પરંતુ ગંભીર કિસ્સાઓ પણ આવી શકે છે.”

આ પણ વાંચો :-