સુરત ગેસ સિલિન્ડરથી લાગેલી આગમાં માતા- પિતા બાદ ૪ વર્ષની પુત્રીનું મોત

Share this story

સુરતના સચિન વિસ્તારમાં બેસતા વર્ષની રાત્રે ગેસ સિલિન્ડર લીકેજ બાદ આગ લાગતાં એક જ પરિવારનાં ત્રણ બાળકો અને માતા-પિતા સહિત પાંચ લોકો દાઝી ગયા હતા. ઘટનાની જાણ બાદ તાત્કાલિક તમામને સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યાં હતાં. જ્યાં પતિ-પત્નીની હાલત ગંભીર હોવાથી સારવાર ચાલી રહી હતી. ૭ દિવસની સારવાર બાદ પતિ અને તેના બે દિવસ બાદ માતાએ દમ તોડી દીધો હતો. જ્યારે હવે ૨૨ દિવસ મોત સામે લડી રહેલી ૪ વર્ષની બાળકીએ દમ તોડી દીધો છે.

સચિન વિસ્તારમાં ૨૫ વર્ષીય ફિરોઝ સતાર અન્સારી પરિવાર સાથે રહેતો હતો. પરિવારમાં બે દીકરા, એક દીકરી અને પત્ની છે. ફિરોઝ સચિન વિસ્તારમાં જ એક ખાતામાં કામ કરી પરિવારનું ગુજરાન ચલાવી રહ્યો હતો. ફિરોઝનો સૌથી નાનો દીકરો ચાર માસનો છે. બેસતા વર્ષની રાત્રે પરિવાર સૂતો હતો ત્યારે ફિરોઝનો ચાર મહિનાનો દીકરો રડવા લાગ્યો હતો. જેથી માતાએ દૂધ ગરમ કરવા માટે ગેસ ચાલુ કરવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, ગેસ સિલિન્ડર લીકેજ હોવાના કારણે આગ ફાટી નીકળી હતી. આગના પગલે રૂમમાં સૂતેલા ત્રણ બાળકો, પતિ અને પત્ની દાઝી ગયા હતા.

એક જ પરિવારના દાઝેલા પાંચેય સભ્યોને તાત્કાલિક સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તમામને તાત્કાલિક દાખલ કરી દેવામાં આવ્યા હતા. તબીબોના જણાવ્યા પ્રમાણે દૂધ ગરમ કરવા ગેસ ચાલુ કરવા ગયેલી પત્નીની અને પતિની હાલત ગંભીર હતી. જેથી સાત દિવસની સારવાર બાદ પતિ ફિરોઝે દમ તોડી દીધો હતો. જ્યારે તેના બે દિવસ બાદ પત્નીએ પણ દમ તોડી દીધો હતો.

આ પણ વાંચો :-