Home Blog Page 876

સુરતના જાણિતા બિલ્ડર સંજય સુરાના ગ્રુપ સહિત ચાર સ્થળો પર ITના દરોડા

0

તઆજે આવકવેરા વિભાગની ડીરેક્ટોરેટ ઓફ ઈન્વેસ્ટિગેશન વિંગે સુરત શહેરના મોટા ગજાના બિલ્ડર ગ્રુપ પર દરોડા પાડ્યા હતા. સુરતમાં ઇન્કમટેક્સની ડિમેડ ડિસ્ટ્રિબ્યુશન ઇન્કમ (DDI) વિંગે આજે વહેલી સવારથી શહેરના પ્રતિષ્ઠિત બિલ્ડર સંજય સુરાના ગ્રુપમાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. સુરાના ગ્રૂપ ઉપરાંત રિંગ રોડના યાર્ન મર્ચન્ટ અને હાલમાં જમીનના બિઝનેસ સાથે જોડાયેલા ગ્રુપમાં પમ DDI વિંગના અધિકારીઓ કાર્યવાહી કરી રહ્યા છે. કુલ ચાર બિઝનેસમેનોના ઓફિસો અને ઘરો મળીને ડઝન કરતા વધુ સ્થળોએ સર્ચની કાર્યવાહી હાથ ધરી હતી.

મુખ્યત્વે બિલ્ડર સુરાના જૂથ તેમજ રીંગરોડના યાર્ન મર્ચન્ટ તથા જમીન ડેવલપર્સ તથા દલાલી સાથે સંકળાયેલા એક જૂથ મળીને કુલ ચાર બિઝનેસમેનોના રહેણાંક તથા ઓફિસો પર સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. ઘણા લાંબા સમયથી સુરત ઇન્કમટેક્સ વિભાગ દ્વારા મોટી કોઈ કાર્યવાહી કે સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું ન હતું. પરંતુ દિવાળી બાદ એકાએક સુરત ઇન્કમટેક્સ વિભાગ દ્વારા હાથ અલગ અલગ ક્ષેત્રની વ્યવસાયિક પેઢીઓ પર પર હાથ ધરવામાં આવેલી તપાસના પગલે અન્ય વ્યવસાય વર્ગમાં ફાફડાટ ફેલાઈ જવા પામ્યો છે. ત્યારે હવે આજના દરોડામાં મોટી કરચોરી ઝડપાઈ તેવી શક્યતાઓ છે.

તાજેતરમાં વલસાડ અને દાદરા નગર હવેલી સેલવાસ ખાતે આવેલી આર.કેબલ નામની કંપની પર વડોદરા, અમદાવાદ તથા સુરત ઇન્કમટેક્સ વિભાગે સંયુક્ત તપાસ હાથ ધરી હતી. કેબલ ગ્રુપના રમેશ કાબરા તથા અન્ય ડિસ્ટ્રીબ્યુટરના ૪૦ જેટલા સ્થળો પર અસર ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું.

આ પણ વાંચો :-

ગુજરાતના કચ્છમાં અદાણી ગ્રુપએ વિશ્વનો સૌથી મોટો ગ્રીન એનર્જી પાર્ક બનાવી રહ્યું છે

0

અદાણી ગ્રુપ ગુજરાતના રણ વિસ્તારમાં વિશ્વનો સૌથી મોટો ગ્રીન એનર્જી પાર્ક બનાવી રહ્યું છે. આ ગ્રીન એનર્જી પાર્ક ગુજરાતના કચ્છના રણમાં ૭૨૬ ચોરસ કિલોમીટરમાં ફેલાયેલો હશે. આ પાર્ક ૨ કરોડથી વધુ ઘરને વીજળી આપવા માટે 30 ગીગાવોટ વીજળીનું ઉત્પાદન કરશે. ગૌતમ અદાણીએ પોતે પોતાના એક્સ હેન્ડલ પર પાર્કમાં ચાલી રહેલા કામની તસવીરો શેર કરી છે. અદાણી ગ્રૂપના આ પ્રોજેક્ટથી ભારતની ગ્રીન એનર્જી ક્ષમતામાં વધારો થવાની અપેક્ષા છે, આ ઉપરાંત તે COPમાં આબોહવાને લઈને કરવામાં આવેલી પ્રતિજ્ઞાઓને પૂર્ણ કરવામાં પણ મદદ કરશે.

હાલમાં કંપની પાસે ૮.૪ ગીગાવોટની રિન્યુએબલ પાવર ક્ષમતા છે. તે દેશની સૌથી મોટી રિન્યુએબલ એનર્જી કંપની છે. શુક્રવારે કંપનીના શેર ૫.૭૦ ટકાના ઘટાડા સાથે રૂ. ૧૫૩૩.૦૦ પર ટ્રેડ કરી રહ્યા છે. સમગ્ર ટ્રેડિંગ સપ્તાહમાં અદાણી ગ્રીન એનર્જીના શેરમાં ૧૫-૨૦ ટકાની અપર સર્કિટ જોવા મળી છે. અદાણી ગ્રીન એનર્જીનો શેર રૂ. ૨૧૮૫.૩૦ પર હતો પરંતુ ૨૮ ફેબ્રુઆરીએ તે ઘટીને રૂ. ૪૩૯.૩૫ પર આવી ગયો હતો. જો કે ત્યારપછી તેની કિંમત લગભગ ત્રણ ગણી વધી ગઈ છે.

ગૌતમ અદાણીએ એક્સ પર કહ્યું કે, અમે વિશ્વનો સૌથી મોટો ગ્રીન એનર્જી પાર્ક બનાવી રહ્યા છીએ અને રિન્યુએબલ એનર્જીમાં ભારતની પ્રભાવશાળી પ્રગતિમાં મુખ્ય ભૂમિકા ભજવવા બદલ અમને ગર્વ છે. પડકારોથી ભરેલા રણમાં ૭૨૬ ચોરસ કિલોમીટરમાં ફેલાયેલો આ પ્રોજેક્ટ અવકાશમાંથી પણ જોઈ શકાય છે. અમે ૨ કરોડથી વધુ ઘરને વીજળી આપવા માટે ૩૦ ગીગાવોટ વીજળીનું ઉત્પાદન કરીશું.

આ પણ વાંચો :-

જાપાને છાણમાંથી બનેલા ઈંધણથી રોકેટનું પરીક્ષણ કર્યું

0

જાપાન રોકેટ ઈંધણ તરીકે ગાયના છાણનો ઉપયોગ કરવાની તૈયારી કરી રહ્યું છે. જાપાનના અવકાશ ઉદ્યોગે ગુરુવારે પ્રોટોટાઇપ રોકેટ એન્જિનનું પરીક્ષણ કર્યું. ગાયના છાણમાંથી મેળવેલ બાયોગેસનો ઉપયોગ વિશ્વભરમાં ઈંધણ માટે થઈ રહ્યો છે. હવે જાપાનની ઔદ્યોગિક ગેસ ઉત્પાદક કંપની એર વોટર અને સિન્ટરસ્ટેલર ટેક્નોલોજીએ સાથે મળીને આ ઈંધણથી રોકેટ ઉડાવીને નવી સિદ્ધિ હાંસલ કરી છે. આ બળતણ ગાયના છાણમાંથી તૈયાર કરવામાં આવ્યું છે. બાયોમિથેન ઇંધણ દ્વારા બળતણ ધરાવતા રોકેટે તાકી શહેરમાં લગભગ ૧૦ સેકન્ડ માટે ખુલ્લા હેંગરના દરવાજામાંથી ૧૦-૧૫ મીટર વાદળી અને નારંગી જ્યોત ફેંકી હતી. ઈન્ટરસ્ટેલર ટેક્નોલોજીસના ચીફ એક્ઝિક્યુટિવ તાકાહિરો ઈનાગાવાએ જણાવ્યું હતું કે બે સ્થાનિક ડેરી ફાર્મમાં વપરાયેલ બાયોમિથેન સંપૂર્ણપણે ગાયના છાણમાંથી બનાવવામાં આવ્યું હતું.

ઇનાગાવાએ કહ્યું. તે ખૂબ જ આર્થિક છે અને સારી કામગીરી અને શુદ્ધતા સાથે બળતણ છે. અમે આ કરવા માટેના પ્રથમ ખાનગી વ્યવસાય છીએ પરંતુ મને નથી લાગતું કે વિશ્વભરમાં તેની નકલ કરવામાં આવશે તેવું માનવું એક ખેંચાણ હશે. હું કહી શકું છું કે ભવિષ્યમાં તેનો વધુ ઉપયોગ કરી શકાશે.

ભવિષ્યમાં આ ઈંધણનો ઉપયોગ કરીને અવકાશમાં ઉપગ્રહો પણ સ્થાપિત કરી શકાય છે. ગાયના છાણમાંથી રોકેટ લોન્ચ કરતી ઈન્ટરસ્ટેલર ટેક્નોલોજીસ અને એર વોટર ફર્મનું માનવું છે કે આ કંપનીઓ સ્થાનિક ખેડૂતો સાથે નજીકથી કામ કરે છે જેમની પાસે તેમના ખેતરોમાં ગાયના છાણને બાયોગેસમાં પ્રોસેસ કરવા માટેના સાધનો છે. એર વોટર બાયોગેસ એકત્ર કરે છે અને પછી તેને રોકેટ ઇંધણમાં ફેરવે છે. એર વોટરના એન્જિનિયર ટોમોહિરો નિશિકાવાએ જણાવ્યું હતું કે જાપાન પાસે સંસાધનોની અછત છે અને તેણે સ્થાનિક રીતે ઉત્પાદિત, કાર્બન-તટસ્થ ઊર્જા સુરક્ષિત કરવી જોઈએ. આ પ્રદેશની ગાયોમાંથી મેળવેલ છાણમાં પુષ્કળ ક્ષમતા છે.

આ પણ વાંચો :-

ગુજરાતમાં ઠંડી અને કમોસમી વરસાદને લઈ અંબાલાલ પટેલની મોટી આગાહી

0

રાજ્યમાં ઠંડી અને વરસાદને લઈ અંબાલાલ પટેલની મોટી આગાહી સામે આવી છે. અંબાલાલ પટેલે કહ્યું કે, આજથી અરબી સમુદ્રમાં હવાનું હળવું દબાણ સર્જાશે. આ સાથે ૧૨ ડિસેમ્બર સુધી ડિપ ડિપ્રેશન સર્જાશે જેને લઈ ૧૨ અને ૧૩ ડિસેમ્બરે ઉત્તર ગુજરાતમાં ઠંડીનો ચમકારો જોવા મળશે. અંબાલાલ પટેલે કહ્યું કે, અત્યારે નબળા પશ્ચિમિ વિક્ષેપના કારણે નથી ઠંડી પડતી. આ સાથે ઠંડી સાથે રાજ્યમાં કમોસમી વરસાદ થવાની પણ સંભાવના વ્યક્ત કરાઇ છે.

હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે ફરી એકવાર ગુજરાતમાં ઠંડી અને વરસાદને લઈ આગાહી કરી છે. અંબાલાલ પટેલે જણાવ્યું કે, ૨૨ ડિસેમ્બરથી ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં ભારે હિમવર્ષા થશે. જેને લઈ ૨૮ ડિસેમ્બરથી રાજ્યમાં ઠંડીનો ચમકારો અનુભવાશે. ઓછી ઠંડીનું કારણ અલનીનો અને નબળા પશ્ચિમી વિક્ષેપ છે. અંબાલાલ પટેલે ઉમેર્યું કે, આજથી અરબી સમુદ્રમાં હવાનું હળવું દબાણ સર્જાશે જે આગામી ૧૨ ડિસેમ્બર સુધી ડિપ ડિપ્રેશનમાં સર્જાશે.

અંબાલાલ પટેલે ઠંડી સાથે રાજ્યમાં કમોસમી વરસાદ થવાની પણ સંભાવના વ્યક્ત કરાઇ છે. જેમાં ૧૪થી ૧૮ ડિસેમ્બરે દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રમાં વરસાદ થશે. આ તરફ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ કચ્છ, ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના ભાગોમાં વરસાદ કરશે તેવી આગાહી અંબાલાલ પટેલે વ્યક્ત કરી છે.

આ પણ વાંચો :-

ગુજરાતમાં બનશે Coca Cola નો પ્લાન્ટ, સાણંદ નજીક કરશે ૩૦૦૦ કરોડ રૂપિયાનું રોકાણ

0

ગુજરાતમાં વધુ એક મલ્ટી નેશનલ કંપની રોકાણ કરવા જઈ રહી છે. અમેરિકન મલ્ટિનેશનલ કંપની કોકા કોલા  ગુજરાતમાં મોટું રોકાણ કરવા જઈ રહી છે અને અમદાવાદ નજીક સાણંદમાં રૂપિયા ૩૦૦૦ કરોડના ખર્ચે પ્લાન્ટ સ્થાપશે. આ માટે જમીનની પણ ફાળવણી થઈ ગઈ છે.

સાણંદ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ-II માં પ્લાન્ટ સ્થાપવા માટે કંપનીને ૧.૬ લાખ ચોરસ મીટરની જમીનનો પ્લોટ (SM-૫૨) ફાળવવામાં આવ્યો છે. રાજ્ય વહીવટીતંત્રના વરિષ્ઠ અધિકારીઓએ જણાવ્યું હતું કે, “કોકા કોલાએ ગુજરાતમાં તેના બોટલિંગ પાર્ટનર્સ દ્વારા પહેલેથી જ બે મોટા રોકાણો કર્યા છે. સરકારે મંજૂરીની પ્રક્રિયાને ઝડપી બનાવી છે અને નવા પ્લાન્ટ માટે કંપનીને જમીન ફાળવણી પણ કરી દીધી છે.

ત્યારે પ્લાન્ટમાં ઓપરેશનલ અને એન્જિનિયરિંગની ભૂમિકામાં લગભગ ૪૦૦ વ્યક્તિઓનું કાર્યબળ હશે. સુત્રોના જણાવ્યા મુજબ, કોકાકોલાએ ઓછામાં ઓછા બે લાખ રિટેલર્સ દ્વારા રોજગારીની ઘણી તકો ઊભી કરી છે અને ગુજરાતમાં અત્યાર સુધીમાં ૧૦૦૦ વ્યક્તિઓ માટે પ્રત્યક્ષ અને પરોક્ષ નોકરીઓ ઊભી કરી છે. નવા પ્લાન્ટથી પેકેજિંગ સપ્લાયર્સ, ફ્લેવર પ્રોડ્યુસર્સ, એન્જિનિયરિંગ સર્વિસ, કેપિટલ ગુડ્સ અને ઓટોમેશન સેક્ટર જેવા ઉદ્યોગોને પ્રોત્સાહન મળવાની અપેક્ષા છે.

આ પણ વાંચો :-

ફિલ્મ જગતમાં શોકની લહેર અભિનેતા જુનિય મેહમૂદે ૬૭ વર્ષમાં અંતિમ શ્વાસ લીધા

0

એક સમયમાં સૌથી પ્રસિદ્ધ બાળ કલાકાર તરીકે પ્રખ્યાત જુનિયર મેહમૂદ ઉર્ફે નઈમ સૈયદનું નિધન થઇ ગયું છે. તેમણે ગુરુવાર અને શુક્રવારની મધ્યરાત્રિએ સવારે ૨.૦૦ વાગ્યે મુંબઈના ખારમાં તેમના ઘરે અંતિમ શ્વાસ લીધા હતા. ૬૭ વર્ષના જુનિયર મહેમૂદ છેલ્લા કેટલાક સમયથી પેટના કેન્સરથી પીડિત હતા, પરંતુ થોડા દિવસો પહેલા જ તેમને આ બીમારી હોવાની જાણકારી મળી હતી.

જુનિયર મહમૂદના પુત્ર હસનૈને જણાવ્યું હતું કે માત્ર ૧૮ દિવસ પહેલા જ તેમના પિતાને પેટના કેન્સર (છેલ્લો સ્ટેજ) હોવાની માહિતી મળી હતી. દેશની સૌથી મોટી કેન્સર હોસ્પિટલ ટાટા મેમોરિયલ હોસ્પિટલના ડીને કહ્યું હતું કે તેમના જીવનના માત્ર બે મહિના જ બચી ગયા હતા અને આવી સ્થિતિમાં તેમને હોસ્પિટલમાં રાખવા યોગ્ય નથી. આજે તેમને શુક્રવારની નમાઝ બાદ સુપર્દ એ ખાક કરવામાં આવશે.

જુનિયર મેહમૂદ હોસ્પિટલમાંથી ઘરે શિફ્ટ થયો ત્યારે ઘણા કલાકારો તેમને મળવા આવ્યા હતા. જોની લીવર, જીતેન્દ્ર અને માસ્ટર રાજુ ગયા અને જુનિયર મહેમૂદને મળ્યા. તેની હાલત જોઈને જીતેન્દ્ર અને માસ્ટર રાજુની આંખો પણ ભીની થઈ ગઈ. તમને જણાવી દઈએ કે, જુનિયર મહેમૂદે પોતાના કરિયરમાં ૨૦૦ થી વધુ ફિલ્મોમાં કામ કર્યું હતું. માત્ર હિન્દી જ નહીં, જુનિયર મેહમૂદે લગભગ ૭ ભાષાઓની ફિલ્મોમાં કામ કર્યું છે. જુનિયર મેહમૂદ ‘પરવરિશ’, ‘મેરા નામ જોકર’, ‘દો ઔર દો પાંચ’ જેવી ફિલ્મો માટે જાણીતું છે.

આ પણ વાંચો :-

ઝારખંડમાં ધીરજ સાહુ પર ITના દરોડામાં એટલા રૂપિયા મળ્યાં કે ટ્રક નાનો પડી ગયો

0

ઝારખંડમાં કોંગ્રેસ પાર્ટીના રાજ્યસભા સાંસદ ધીરજ સાહુના ઠેકાણાઓ પર ઈન્કમ ટેક્સની રેડ ચાલી રહી છે. આ રેડમાં જાણે કોઈ ખજાનો મળી ગયો હોય તેટલા રૂપિયા રોકડા મળી રહ્યા છે. રાંચી, લોહરદગા અને ઓડિશાના અનેક ઠેકાણાઓ પર આ રેડ પાડવામાં આવી હતી. સાંસદ પાસેથી એટલા બધા રૂપિયા મળ્યા કે તેને લઈ જવા માટે તંત્રને ટ્રકની જરૂર પડી.

બલદેવ સાહુ અને ગ્રુપ ઓફ કંપનીઝની ઓફિસમાં નોટોથી ભરેલી ૯ તિજોરીઓ મળી આવી હતી. જ્યારે કોથળીઓ ઓછી પડી ત્યારે નોટોને બોરીઓમાં ભરી હતી. ત્યારબાદ તેને ટ્રકમાં ભરીને બેંકમાં લઈ જવામાં આવી. એવું કહેવામાં આવી રહ્યું છે કે નોટ ગણતરી માટે ઉપયોગમાં લેવાતા મશીનોમાંથી ઍક ખરાબ થઈ ગયું હતું. IT વિભાગે સૌથી પહેલા બળદેવ સાહુ કંપનીની પાર્ટનરશીપ ફર્મ પર કાર્યવાહી શરૂ કરી હતી. પૈસા લઈ જવા માટે ૧૫૭ બેગ લાવવામાં આવી, બેગ ઓછા પડ્યા તો કોથળામાં પૈસા ભરવામાં આવ્યા અને તે બાદ ટ્રકમાં તમામ નાણાં ભરીને બેન્કમાં લઈ જવામાં આવ્યા.

ધીરજ સાહુ હાલ રાજ્યસભાના સાંસદ છે, આ પહેલા તેઓ ચતરા લોકસભા સીટ પરથી બે વખત કોંગ્રેસની ટિકિટ પર ચૂંટણી લડી ચૂક્યા છે, જોકે બંને ચૂંટણીમાં હારનો સામનો કરવો પડ્યો ધીરજ સાહુ ત્રણ વખતથી સતત રાજ્યસભાના સાંસદ છે, તેમના ભાઈ શિવપ્રસાદ સાહુ લોકસભાના સાંસદ રહી ચૂક્યા છે. ધીરજ પ્રસાદ સાહુ વર્ષ ૨૦૦૯માં પહેલીવાર રાજ્યસભાના સાંસદ બન્યા હતા, જે બાદ૨૦૧૦માં બીજી વાર અને ૨૦૧૮માં ત્રીજી વાર તેઓ સાંસદ બન્યા.

બલદેવ સાહુ એન્ડ ગ્રુપ ઓફ કંપનીઝ એ બૌધ ડિસ્ટિલરી પ્રાઈવેટ લિમિટેડની ભાગીદારી પેઢી છે. આ જૂથ પાસે ઘણા વ્યવસાયો છે, જેમાં ક્વાલિટી બોટલર્સ પ્રાઈવેટ લિમિટેડ (MFL બોટલિંગ), કિશોર પ્રસાદ વિજય પ્રસાદ બેવરેજીસ પ્રાઈવેટ લિમિટેડ બલદેવ સાહુ ઈન્ફ્રા પ્રાઈવેટ લિમિટેડ વગેરેનો સમાવેશ થાય છે. આ બાબતે રાજ્યસભાના સાંસદ ધીરજ સાહુનો સંપર્ક કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, પરંતુ તેમનો મોબાઈલ બંધ હતો.

આ પણ વાંચો :-

RBIએ સતત પાંચમી વાર રેપો રેટમાં કોઈ જ ફેરફાર નહીં, ૬.૫ ટકા પર યથાવત

0

ભારતીય રિઝર્વ બેંકએ ફરી એક વાર રેપો રેટમાં કોઈ ફેરફાર નહીં કરીને સ્થિર રાખવાનો નિર્ણય કર્યો છે. દર બે મહિને યોજાતી ૩ દિવસની મોનેટરી પોલિસી કમિટી બેઠક બુધવારે શરૂ થઈ હતી. આજે ભારતીય રિઝર્વ બેંકના ગવર્નર શક્તિકાંત દાસે નાણાકીય સમીક્ષા બેઠકના પરિણામોની જાહેરાત કરી હતી અને કેન્દ્રીય બેંકે ફરી એકવાર રેપો રેટ યથાવત રાખ્યો છે અને તેમાં કોઈ ફેરફાર કર્યો નથી.

બેન્કને રિઝર્વ બેન્કમાંથી ઓછા વ્યાજ પર લોન મળશે તો તેનો ફંડ એકત્ર કરવાનો ખર્ચ ઘટશે. તેના કારણે તે તેના ગ્રાહકોને સસ્તી લોન આપી શકે છે. તેનો અર્થ એ છે કે રેપો રેટ ઓછો થતાં સામાન્ય ગ્રાહકોની હોમ, કાર અથવા પર્સનલ લોન પરના વ્યાજદરમાં ઘટાડો થઈ શકે છે. RBIના નિર્ણય બાદ ફરી એકવાર વ્યાજ દર ૬.૫ ટકા પર યથાવત છે. જો કે લોકોને આશા હતી કે આ વખતે રિઝર્વ બેંક રેપો રેટમાં ઘટાડો કરીને સસ્તી લોનની કરવામાં આવશે પરંતુ એવું થયું નથી. એટલે કે સસ્તી લોન માટે લોકોએ હજુ વધુ રાહ જોવી પડશે.

RBIએ તેની એપ્રિલની બેઠક બાદથી રેપોરેટના દરમાં કોઈ ફેરફાર કર્યો નથી. આરબીઆઈએ છેલ્લે આ વર્ષે ફેબ્રુઆરીમાં રેપો રેટમાં ૨૫ બેસિસ પોઈન્ટનો વધારો કરીને ૬.૫૦ કરવામાં આવ્યો હતો. ફુગાવાને અંકુશમાં લેવા માટે બેંકે મે ૨૦૨૨ થી ફેબ્રુઆરી ૨૦૨૩ સુધી રેપો રેટમાં કુલ ૨.૫ ટકાનો વધારો કર્યો હતો. મે ૨૦૨૨ પહેલા રેપો રેટ ૪ ટકા હતો, જે ફેબ્રુઆરી ૨૦૨૩માં ૬.૫ ટકા પર પહોંચ્યો હતો. આ વખતે રેપો રેટમાં કોઈ વધારો ન થવાને કારણે વ્યાજ દર સ્થિર રહેશે.

આ પણ વાંચો :-

રાજકોટમાં વંદે ભારત ટ્રેન પર પથ્થરમારો

0

ગુજરાતનાં ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી અમદાવાદથી રાજકોટ જવા માટે વંદે ભારત ટ્રેનમાં મુસાફરી કરી રહ્યા હતા. ત્યારે અજાણ્યા શખ્સોએ રાજકોટ પાસે ટ્રેન પર પથ્થરમારો કર્યો. બિલેશ્વર સ્ટેશન પાસે અસામાજિક તત્વોએ આ હુમલો કર્યો જેના કારણે ટ્રેનમાં નુકસાન પણ પહોંચ્યું છે. સમગ્ર ઘટનાને લઇ રેલવે પોલીસે તપાસ શરૂ કરી દીધી છે.

રાજકોતમાં ગુરુવારે રાતે ૯ કલાકે વંદે ભારત ટ્રેન પર પથ્થરમારો કરાયો છે. રાજકોટ નજીક બિલેશ્વર સ્ટેશન પાસે આ ઘટના બની હતી. આ ટ્રેનમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ મુસાફરી કરી રહ્યા હતા. તે સમયે પથ્થર ફેંકી વંદે ભારત ટ્રેનના કાચને નુકશાન પહોંચાડવાનો પ્રયાસ કરાયો છે. સમગ્ર મામલે રેલવે પોલીસે તપાસ શરૂ કરી છે.

ગુરૂવારે મોડી રાત્રે ગુજરાતના વાહન વ્યવહાર મંત્રી હર્ષ સંઘવીએ રાજકોટ એસટી સ્ટેન્ડની ઓચિંતી મુલાકાત લીધી હતી હતી. તેઓએ એસટીની સુવિધા મામલે માહિતી મેળવી, સાથે જ મુસાફરો સાથે મુલાકાત કરી હતી. ગુરૂવારે સવારે તેઓએ ગાંધીનગર એસટી બસ સ્ટેન્ડની પણ મુલાકાત લીઘી હતી. તો વાહન વ્યવહાર મંત્રી હર્ષ સંઘવી રાજકોટથી એસ.ટી બસમાં મુસાફરી કરી અમદાવાદ પહોંચ્યા હતા. ગુરૂવારે રાત્રે રાજકોટના એસટી સ્ટેન્ડની મુલાકાત લીધા બાદ  રાજકોટથી એસટીમાં સવારી કરી હર્ષ સંઘવી અમદાવાદ પહોંચ્યા હતા.

આ પણ વાંચો :-

અમદાવાદમાં વધું એક ASI પોલીસ કર્મીને લાંચ લેતા ACBએ સકંજામાં લીધા

0

અમદાવાદમાં વધુ એક પોલીસ કર્મીને લાંચ લેતા ACBએ સકંજામાં લીધા છે. જેમાં પોલીસતંત્રનો કર્મચારી ઝડપાઈ જતા અન્ય લાંચિયા કર્મચારીઓ સતર્ક થયા છે. આ ઘટનાની જાણકારી મુજબ અમદાવાદ શહેર પોલીસમાં ફરજ બજાવતો જવાન મહિપતસિંહ બારડ ૨૫ હજાર રૂપિયાની લાંચ લેતા એસીબીના હાથે રંગેહાથ દબોચાયો હતો. આ કર્મચારી હાલમાં એલિસબ્રિજ પોલીસ સ્ટેશનમાં તૈનાત હોવાની જાણકારી સામે આવી છે તેમજ ત્યાં તે ASI તરીકે ફરજ બજાવતો હોવાનું પણ જાણવા મળ્યું છે. મહિપતસિંહ બારડે ફરિયાદી પાસેથી રૂપિયાની લેતીદેતીના એક કેસમાં સમાધાન કરાવી આપવા માટે ૨૫ હજાર રૂપિયાની લાંચ માગી હતી ત્યારે આ લાંચ લેતા ભ્રષ્ટ પોલીસ કર્મચારીને એસીબીએ ઝડપી લીધો છે.

અમદાવાદમાં આની પહેલા પણ ભ્રષ્ટ પોલીસ કર્મચારીઓના અનેક કિસ્સાઓ સામે આવ્યા છે. જેમાં એસીબી દ્વારા સમયાંતરે કાર્યવાહી પણ કરવામાં આવતી હોય છે. ખાસ કરીને પોલીસ તંત્રમાં ફરિયાદી પાસેથી લાંચ લેવાની અનેક ઘટનાઓ સામે આવતી હોય છે. જે લોકો કોર્ટ કેસના ચક્કરમાં નથી ફસાવા માગતા એવા લોકોને આ ભ્રષ્ટ સરકારી અમલદારો ટાર્ગેટ કરતા હોય છે તેમજ રૂપિયા પડાવતા હોય છે.

આ અરજીમાં ફરિયાદ નહીં કરવા તથા ફ્રીઝ કરેલું એકાઉન્ટ ખોલવા માટે સાયબર ક્રાઇમના જ કોન્સ્ટેબલ હરદીપસિંહ પરમારે ૧૦ લાખ રૂપિયાની લાંચની માંગણી કરી હતી, જેમાંથી ૭ લાખ રૂપિયાની લાંચ ટુકડે-ટુકડે લઈ લીધી હતી. ૭ લાખની વસૂલી કર્યા બાદ બાકીના ૩ લાખની કોન્સ્ટેબલે માંગણી કરતા ફરિયાદીએ ACBનો સંપર્ક કર્યો હતો. ACBએ ટ્રેપ ગોઠવી હતી. લાંચની રકમ લેવા આવનાર હરદીપસિહને ACBએ કેમ્પ હનુમાન ટેલિફોન એક્સચેન્જ પાસેથી લાંચ લેતા રંગે હાથે ઝડપી લીધો હતો. આ અંગે ACBએ ગુનો પણ નોંધ્યો હતો.

આ પણ વાંચો :-