અદાણી ગ્રુપ ગુજરાતના રણ વિસ્તારમાં વિશ્વનો સૌથી મોટો ગ્રીન એનર્જી પાર્ક બનાવી રહ્યું છે. આ ગ્રીન એનર્જી પાર્ક ગુજરાતના કચ્છના રણમાં ૭૨૬ ચોરસ કિલોમીટરમાં ફેલાયેલો હશે. આ પાર્ક ૨ કરોડથી વધુ ઘરને વીજળી આપવા માટે 30 ગીગાવોટ વીજળીનું ઉત્પાદન કરશે. ગૌતમ અદાણીએ પોતે પોતાના એક્સ હેન્ડલ પર પાર્કમાં ચાલી રહેલા કામની તસવીરો શેર કરી છે. અદાણી ગ્રૂપના આ પ્રોજેક્ટથી ભારતની ગ્રીન એનર્જી ક્ષમતામાં વધારો થવાની અપેક્ષા છે, આ ઉપરાંત તે COPમાં આબોહવાને લઈને કરવામાં આવેલી પ્રતિજ્ઞાઓને પૂર્ણ કરવામાં પણ મદદ કરશે.
હાલમાં કંપની પાસે ૮.૪ ગીગાવોટની રિન્યુએબલ પાવર ક્ષમતા છે. તે દેશની સૌથી મોટી રિન્યુએબલ એનર્જી કંપની છે. શુક્રવારે કંપનીના શેર ૫.૭૦ ટકાના ઘટાડા સાથે રૂ. ૧૫૩૩.૦૦ પર ટ્રેડ કરી રહ્યા છે. સમગ્ર ટ્રેડિંગ સપ્તાહમાં અદાણી ગ્રીન એનર્જીના શેરમાં ૧૫-૨૦ ટકાની અપર સર્કિટ જોવા મળી છે. અદાણી ગ્રીન એનર્જીનો શેર રૂ. ૨૧૮૫.૩૦ પર હતો પરંતુ ૨૮ ફેબ્રુઆરીએ તે ઘટીને રૂ. ૪૩૯.૩૫ પર આવી ગયો હતો. જો કે ત્યારપછી તેની કિંમત લગભગ ત્રણ ગણી વધી ગઈ છે.
ગૌતમ અદાણીએ એક્સ પર કહ્યું કે, અમે વિશ્વનો સૌથી મોટો ગ્રીન એનર્જી પાર્ક બનાવી રહ્યા છીએ અને રિન્યુએબલ એનર્જીમાં ભારતની પ્રભાવશાળી પ્રગતિમાં મુખ્ય ભૂમિકા ભજવવા બદલ અમને ગર્વ છે. પડકારોથી ભરેલા રણમાં ૭૨૬ ચોરસ કિલોમીટરમાં ફેલાયેલો આ પ્રોજેક્ટ અવકાશમાંથી પણ જોઈ શકાય છે. અમે ૨ કરોડથી વધુ ઘરને વીજળી આપવા માટે ૩૦ ગીગાવોટ વીજળીનું ઉત્પાદન કરીશું.
આ પણ વાંચો :-