ઝારખંડમાં ધીરજ સાહુ પર ITના દરોડામાં એટલા રૂપિયા મળ્યાં કે ટ્રક નાનો પડી ગયો

Share this story

ઝારખંડમાં કોંગ્રેસ પાર્ટીના રાજ્યસભા સાંસદ ધીરજ સાહુના ઠેકાણાઓ પર ઈન્કમ ટેક્સની રેડ ચાલી રહી છે. આ રેડમાં જાણે કોઈ ખજાનો મળી ગયો હોય તેટલા રૂપિયા રોકડા મળી રહ્યા છે. રાંચી, લોહરદગા અને ઓડિશાના અનેક ઠેકાણાઓ પર આ રેડ પાડવામાં આવી હતી. સાંસદ પાસેથી એટલા બધા રૂપિયા મળ્યા કે તેને લઈ જવા માટે તંત્રને ટ્રકની જરૂર પડી.

બલદેવ સાહુ અને ગ્રુપ ઓફ કંપનીઝની ઓફિસમાં નોટોથી ભરેલી ૯ તિજોરીઓ મળી આવી હતી. જ્યારે કોથળીઓ ઓછી પડી ત્યારે નોટોને બોરીઓમાં ભરી હતી. ત્યારબાદ તેને ટ્રકમાં ભરીને બેંકમાં લઈ જવામાં આવી. એવું કહેવામાં આવી રહ્યું છે કે નોટ ગણતરી માટે ઉપયોગમાં લેવાતા મશીનોમાંથી ઍક ખરાબ થઈ ગયું હતું. IT વિભાગે સૌથી પહેલા બળદેવ સાહુ કંપનીની પાર્ટનરશીપ ફર્મ પર કાર્યવાહી શરૂ કરી હતી. પૈસા લઈ જવા માટે ૧૫૭ બેગ લાવવામાં આવી, બેગ ઓછા પડ્યા તો કોથળામાં પૈસા ભરવામાં આવ્યા અને તે બાદ ટ્રકમાં તમામ નાણાં ભરીને બેન્કમાં લઈ જવામાં આવ્યા.

ધીરજ સાહુ હાલ રાજ્યસભાના સાંસદ છે, આ પહેલા તેઓ ચતરા લોકસભા સીટ પરથી બે વખત કોંગ્રેસની ટિકિટ પર ચૂંટણી લડી ચૂક્યા છે, જોકે બંને ચૂંટણીમાં હારનો સામનો કરવો પડ્યો ધીરજ સાહુ ત્રણ વખતથી સતત રાજ્યસભાના સાંસદ છે, તેમના ભાઈ શિવપ્રસાદ સાહુ લોકસભાના સાંસદ રહી ચૂક્યા છે. ધીરજ પ્રસાદ સાહુ વર્ષ ૨૦૦૯માં પહેલીવાર રાજ્યસભાના સાંસદ બન્યા હતા, જે બાદ૨૦૧૦માં બીજી વાર અને ૨૦૧૮માં ત્રીજી વાર તેઓ સાંસદ બન્યા.

બલદેવ સાહુ એન્ડ ગ્રુપ ઓફ કંપનીઝ એ બૌધ ડિસ્ટિલરી પ્રાઈવેટ લિમિટેડની ભાગીદારી પેઢી છે. આ જૂથ પાસે ઘણા વ્યવસાયો છે, જેમાં ક્વાલિટી બોટલર્સ પ્રાઈવેટ લિમિટેડ (MFL બોટલિંગ), કિશોર પ્રસાદ વિજય પ્રસાદ બેવરેજીસ પ્રાઈવેટ લિમિટેડ બલદેવ સાહુ ઈન્ફ્રા પ્રાઈવેટ લિમિટેડ વગેરેનો સમાવેશ થાય છે. આ બાબતે રાજ્યસભાના સાંસદ ધીરજ સાહુનો સંપર્ક કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, પરંતુ તેમનો મોબાઈલ બંધ હતો.

આ પણ વાંચો :-