ફિલ્મ જગતમાં શોકની લહેર અભિનેતા જુનિય મેહમૂદે ૬૭ વર્ષમાં અંતિમ શ્વાસ લીધા

Share this story

એક સમયમાં સૌથી પ્રસિદ્ધ બાળ કલાકાર તરીકે પ્રખ્યાત જુનિયર મેહમૂદ ઉર્ફે નઈમ સૈયદનું નિધન થઇ ગયું છે. તેમણે ગુરુવાર અને શુક્રવારની મધ્યરાત્રિએ સવારે ૨.૦૦ વાગ્યે મુંબઈના ખારમાં તેમના ઘરે અંતિમ શ્વાસ લીધા હતા. ૬૭ વર્ષના જુનિયર મહેમૂદ છેલ્લા કેટલાક સમયથી પેટના કેન્સરથી પીડિત હતા, પરંતુ થોડા દિવસો પહેલા જ તેમને આ બીમારી હોવાની જાણકારી મળી હતી.

જુનિયર મહમૂદના પુત્ર હસનૈને જણાવ્યું હતું કે માત્ર ૧૮ દિવસ પહેલા જ તેમના પિતાને પેટના કેન્સર (છેલ્લો સ્ટેજ) હોવાની માહિતી મળી હતી. દેશની સૌથી મોટી કેન્સર હોસ્પિટલ ટાટા મેમોરિયલ હોસ્પિટલના ડીને કહ્યું હતું કે તેમના જીવનના માત્ર બે મહિના જ બચી ગયા હતા અને આવી સ્થિતિમાં તેમને હોસ્પિટલમાં રાખવા યોગ્ય નથી. આજે તેમને શુક્રવારની નમાઝ બાદ સુપર્દ એ ખાક કરવામાં આવશે.

જુનિયર મેહમૂદ હોસ્પિટલમાંથી ઘરે શિફ્ટ થયો ત્યારે ઘણા કલાકારો તેમને મળવા આવ્યા હતા. જોની લીવર, જીતેન્દ્ર અને માસ્ટર રાજુ ગયા અને જુનિયર મહેમૂદને મળ્યા. તેની હાલત જોઈને જીતેન્દ્ર અને માસ્ટર રાજુની આંખો પણ ભીની થઈ ગઈ. તમને જણાવી દઈએ કે, જુનિયર મહેમૂદે પોતાના કરિયરમાં ૨૦૦ થી વધુ ફિલ્મોમાં કામ કર્યું હતું. માત્ર હિન્દી જ નહીં, જુનિયર મેહમૂદે લગભગ ૭ ભાષાઓની ફિલ્મોમાં કામ કર્યું છે. જુનિયર મેહમૂદ ‘પરવરિશ’, ‘મેરા નામ જોકર’, ‘દો ઔર દો પાંચ’ જેવી ફિલ્મો માટે જાણીતું છે.

આ પણ વાંચો :-