રાજકોટમાં વંદે ભારત ટ્રેન પર પથ્થરમારો

Share this story

ગુજરાતનાં ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી અમદાવાદથી રાજકોટ જવા માટે વંદે ભારત ટ્રેનમાં મુસાફરી કરી રહ્યા હતા. ત્યારે અજાણ્યા શખ્સોએ રાજકોટ પાસે ટ્રેન પર પથ્થરમારો કર્યો. બિલેશ્વર સ્ટેશન પાસે અસામાજિક તત્વોએ આ હુમલો કર્યો જેના કારણે ટ્રેનમાં નુકસાન પણ પહોંચ્યું છે. સમગ્ર ઘટનાને લઇ રેલવે પોલીસે તપાસ શરૂ કરી દીધી છે.

રાજકોતમાં ગુરુવારે રાતે ૯ કલાકે વંદે ભારત ટ્રેન પર પથ્થરમારો કરાયો છે. રાજકોટ નજીક બિલેશ્વર સ્ટેશન પાસે આ ઘટના બની હતી. આ ટ્રેનમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ મુસાફરી કરી રહ્યા હતા. તે સમયે પથ્થર ફેંકી વંદે ભારત ટ્રેનના કાચને નુકશાન પહોંચાડવાનો પ્રયાસ કરાયો છે. સમગ્ર મામલે રેલવે પોલીસે તપાસ શરૂ કરી છે.

ગુરૂવારે મોડી રાત્રે ગુજરાતના વાહન વ્યવહાર મંત્રી હર્ષ સંઘવીએ રાજકોટ એસટી સ્ટેન્ડની ઓચિંતી મુલાકાત લીધી હતી હતી. તેઓએ એસટીની સુવિધા મામલે માહિતી મેળવી, સાથે જ મુસાફરો સાથે મુલાકાત કરી હતી. ગુરૂવારે સવારે તેઓએ ગાંધીનગર એસટી બસ સ્ટેન્ડની પણ મુલાકાત લીઘી હતી. તો વાહન વ્યવહાર મંત્રી હર્ષ સંઘવી રાજકોટથી એસ.ટી બસમાં મુસાફરી કરી અમદાવાદ પહોંચ્યા હતા. ગુરૂવારે રાત્રે રાજકોટના એસટી સ્ટેન્ડની મુલાકાત લીધા બાદ  રાજકોટથી એસટીમાં સવારી કરી હર્ષ સંઘવી અમદાવાદ પહોંચ્યા હતા.

આ પણ વાંચો :-